ગઝલ
ગાગાલગા,ગાગાલગા
આવી શકે તો આવ તું,
સંભાવનાઓ લાવ તું.
આકાશમાં છે તારલાં ,
શાને કરે છે રાવ તું ?
આપી નવી આંખો મને,
કાં જોરથી ભટકાવ તું ?
વાતો નથી આ પ્રેમ છે,
છે જિંદગી નો ભાવ તું.
ઠંડી ઘણી છે મેડિયે ,
થીજી જતાં અટકાવ તું.
લોકો ભલે ને બોલતાં ,
હું છું ખલાસી ,નાવ તું.
જોયા નથી ,મેં ભીતરે,
યાદો હવે ખખડાવ તું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાગાલગા,ગાગાલગા
આવી શકે તો આવ તું,
સંભાવનાઓ લાવ તું.
આકાશમાં છે તારલાં ,
શાને કરે છે રાવ તું ?
આપી નવી આંખો મને,
કાં જોરથી ભટકાવ તું ?
વાતો નથી આ પ્રેમ છે,
છે જિંદગી નો ભાવ તું.
ઠંડી ઘણી છે મેડિયે ,
થીજી જતાં અટકાવ તું.
લોકો ભલે ને બોલતાં ,
હું છું ખલાસી ,નાવ તું.
જોયા નથી ,મેં ભીતરે,
યાદો હવે ખખડાવ તું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '