Sunday, 29 November 2015

ग़ज़ल 

आज  इतना  सन्नाटा  क्यों  है ?
कोई    मुझे   जगाता    क्यों   है !

सिकुड़ी  सिकुड़ी  सी  बीती  रात,
ये  सवेरा  भी   सताता  क्यों  है ?

चला गया किसी के घर  का  नूर,
रब   भी  यूँ    रुलाता   क्यों    है ?

जीवन  है तो मृत्यु  भी  है   यहाँ ,
बनानेवाला ही मिटाता  क्यों  है ?

बता  कुछ तो हमें  ऐ  जिंदगानी,
ये   अँधेरा   छा  जाता  क्यों   है ?

पलने में  झुलाया  लोरी गा  कर,
उसे  चिता  पर  सुलाता  क्यों है ?

इक  कमरे  का  छोटा सा घर  है,
वक्त  खुशियाँ   चुराता क्यों   है ?
                  ***
-'कान्त '











Thursday, 26 November 2015

ग़ज़ल 

आमीर  तुम   फ़ितरत   के  गरीब  निकले,
एक  सिकुड़े  हुए  समूह  के  करीब निकले !

अक्षम    कभी  नहीं  थे   हम    हिंदुस्तानी,
शहनशाह  नहीं , तुम  तो   नकीब  निकले !  

माना था कि ,सत्यमेव जयते  को  चाहोगे,
तुम तो  नकली  डिग्रीधारी  तबीब  निकले ! 

भारत ने  अपनी  पलकों  पे बिठाया  तुम्हें ,
असहिष्णुता   के  तो  तुम  अदीब  निकले !

हमारी  अदवान  भी  अदावत  नहीं  करती,
अश्लील   मानसिकता  के  रकीब  निकले !

                           ***
-'कान्त'





Tuesday, 24 November 2015

ગઝલ 

રખોં  તા  ખુમારી  અસાં ,એડી  વલા  ધુફારી,
ન  નાણાં ન પાણાં ,અસાં  શભદ  જા  પુજારી !

ચોવટ  ને  ચોખવટ ,અસાં  કે   કડે  ન  ભાસે,
નિમાણાં   નંઈઓં , અય  ગઝલ  જી  સવારી !

અછાંદસ   ને   છાંદસ  ,  તરન્નુમ   ને  મીટર  , 
બુઝોં  તાં   અસાં  પણ  ,લ  ગા ગા જી  બારી !

ઉગે   તો  અંગણ   મેં  મુહોબ્બત   જો   તડકો,
હુભ  સે   મંગો  ત , મથો  ડઈ  ડીયોં   ઉતારી !

અહિંસા  કડે ન   થઈ  ન   થીંધી    કાયરેં  જી ,
સામા  થિયો  ત  ,ગિનજા  સો  વેરા  વિચારી ! 

                               ***
-'કાન્ત'

Sunday, 22 November 2015

जाने भी दो  यार !

कौन क्या कहता है, जाने भी  दो  यार !
नई हवा -नई बहार, आने भी  दो  यार !

पनभरा  छलक  रहा  है मीठे  जल  से ,
क्या  पाएगा  अब के तू मरु स्थल  से ?

पदावली  जीवन को, पाने भी  दो  यार !
पयोधर को बारिश बरसाने भी दो  यार !

पत्थर-पानी आये तो  तू   सामना कर,
पत्थर-फोड़ा करता है, वो कामना  कर। 

पतझड़  को  पतावर  लाने  भी दो  यार !
पतित पावन को अब, भाने  भी दो यार !

पतियार  बढ़े  कुछ  ऐसा  तू करता जा,
पतंगा बन के जीवन पथ पे जलता जा। 

पनवाड़ी का मीठा पान,खाने भी दो यार !
पपीहे को पंचम सुर में  गाने भी दो यार !
                        ***
-'कान्त'






Thursday, 19 November 2015

ગઝલ 

વચન  છે અમારું  પ્રકાશ  માટે,
વોર્ડ નં.   સાતના  વિકાસ  માટે.

એકવાર  વિશ્વાસ   મૂકી   જુઓ,
ખાત્રી  આપીએ  સહવાસ  માટે.

નવા  જુસ્સા  સાથે ઊભા છીએ,
આ  વિસ્તારના  અજવાશ માટે.

29 તારીખ  યાદ  રાખજો   તમે,
પાંચ વરસ તમારા સુવાસ માટે.

ચાર  કમળ   ખીલવવાના  હવે,
જગા રાખજો આ અરદાસ  માટે  !
                     ***
-'કાન્ત'






સ્પર્શ 

...ક્યારેક કોઈક ક્ષણ તમારા માટે ઓચિંતું કૈંક નવું લઈ આવે ત્યારે તમે પોતે 
આનંદ થી ઝૂમી ઊઠો છો,અને તેમાંય વર્ષો સુધી જે તમને અતિ પ્રિય હોય એ 
તમારી સમક્ષ આવીને ઓચિંતું ઊભું રહે તો ??? બસ મૌન !આવુંજ કંઈક મારી 
સાથે થયું.ગઈકાલે એક સરસ મજાના અક્ષરોમાં  લખાયેલો 'કાવ્યમય પોસ્ટકાર્ડ'
મને મળ્યો. કોણ જાણે કેટલાં વર્ષો વીતી ગયાં  કોઈકનો લખેલો કાગળ વાંચે !
...મને બરાબર યાદ છે,હું ખૂબ પત્રો લખતો ....જેમાં મારા મિત્રો,પરિવારજનો ,
સાથે પત્રો દ્વારા જ મળતો.પ્રેમ પત્રો પણ લખ્યા છે (કવિતાને). એ સમયે પોસ્ટ-
ઓફીસ જાણે યાત્રાનું ધામ બની જતું.મને બરાબર યાદ છે મારા ગામ મંજલમાં 
કાગળ લેવા માટે પોસ્ટ ઓફિસે લાઈન લાગતી.ટપાલી (postman)મારા માટે 
દેવદૂત જેવો હતો.આના સાક્ષી મારા બાળગોઠિયા લેખક જગદીશચંદ્ર  છાયા 
'શ્રેયસ '  છે. 
...કદાચ એટલે જ ટપાલી પર કવિતાઓ અને વાર્તાઓ લખાણી છે.કોઈ post 
superintendent પર લખાણી હોય તો મને જાણમાં નથી.ધૂમકેતુનો પોસ્ટમેન
અલીડોસો યાદ છે ને ?અલીડોસો આખા ગામને ટપાલ વહેંચે છે પણ તેની દી-
કરી મરિયમનું કોઈ પત્તું (પોસ્ટ કાર્ડ ) આવતું નથી.ગામડામાં પૂનમચંદના પા-
નિયા પાસે ડોશી ખત લખાવે છે.ડોશીનો દીકરો ગગુભાઈ ગાંગજી મુંબઈ  કમા-
વવા ગયો છે.આજે પણ એ આંધળી મા નો કાગળ મને રોમાંચિત કરી દે છે.
...એનાથીયે  પણ પાછળ જઈને કહું તો ગુજરાતણ પારેવાની ચાંચમાં સંદેશો 
મોકલીને ગાતી 'પારેવડાં જાજો વીરાજીના દેશમાં....'લખનઉ કે લાહોરની બેગમો
કાસિદ  રાખતી.એ કાસિદ (સંદેશવાહક)પ્રેમના પૈગામ લઈ જતા અને મહિને કે 
બે મહિને પ્રિયતમનો વળતો સંદેશો લાવતા.આ ક્ષણે મને ફિલ્મ 'સવેરા'નું એક 
દ્રશ્ય યાદ આવે છે જેમાં નરગિસ એક હોડીમાં બેસીને પોતાના પ્રેમીને નદીના 
પાણી દ્વારા સંદેશો મોકલે છે.' નદિયાં કે પાની ,છુપ છુપ જઈઓ ,પિયાજી સે 
કહીઓ ,તુમ બિન કૈસે બીતેગી મેરી જવાની.....'  
...અને આજે તો કદાચ નવી પેઢીના યુવાનોએ 'પોસ્ટકાર્ડ' જોયું જ નહીં  હોય.
અરે આજનો યુવાન કાગળ લખવાની કે,પ્રેમપત્ર લખવાની કળા હસ્તગત કરતો 
નથી.'મોબાઇલે 'ઘણા દાટ વાળ્યા છે પણ ખાસ તો પત્ર લેખનની કળા ઉપર 
પાણી ફેરવ્યું છે.હવે તો પ્રેમના સંદેશા SMS થી મોકલાવાય છે.(જે DELETE 
થઈ શકે છે.)મને પોસ્ટકાર્ડ લખવા બદલ કવિયત્રી શીતલ આનંદ રાયસોની 
નો આભારી છું.
                                                       ***
-'કાન્ત'

Tuesday, 17 November 2015

    ચીં ચીં ચીં....

આજે વહેલી પરોઢે કાનમાં 
ચીં ચીં ચીં અવાજ પ્રવેશ્યો !
કોઈક મારી ભીતરે હસ્યું.
હું જાગીને જોઉં છું તો.......
મારા બેડરૂમની બાલ્કનીમાં 
બેઠેલી ચકલી કહેતી હતી ,
'happy birthday 'કાન્ત. 
સવાર લાગે છે ને શાંત ?'
અને હું પથારીમાંથી બેઠો થયો,
face book પર 'સ્પર્શ'કર્યો.
કી બોર્ડની ટક ટક ધ્રુજતી હતી.
મારી તો મારા નામમાં મતિ હતી.
મેં મારી જાતને પ્રશ્ન કર્યો,
આ નામનો મોહ 64 વરસે પણ 
ક્યાં છૂટ્યો છે ???
બસ આજે આખો દિવસ 
લાઈક અને કોમેન્ટ કેટલી આવી 
એ ગણીશ અને હરખાઇશ !
બસ અશાંતિની શરૂઆત થઈ ગઈ,
પેલી ચકલી ચીં ચીં કરતાં કરતાં 
ઊડી ગઈ !
                      ***
-'કાન્ત'










ગઝલ 

પથારો  તારો  સમેટી  તું  લે,
દુઃખ -દર્દ -વેદના વેઠી તું લે !

બધાં  ને  બધું  મળતું   નથી,
ખુદમાં  પ્રવેશી  એંટી  તું  લે !

ફૂંફાડા  મારે ગર્વની  નાગણ ,
હવે   હાથમાં   સોટી   તું  લે !

હરિ સૂતા  છે શેષશય્યા પર ,
ચરણોમાં  એના લેટી તું  લે !

બંધન -મોક્ષનું જે કારણ  છે,
મન ને તારા પલોટી  તું  લે !
                ***
-'કાન્ત'







Monday, 16 November 2015

ગઝલ 

સમંદરને  છોડ, તળાવમાં  તરી તો જો,
કિનારે કિનારે, છબછબિયાં  કરી તો જો.

વેદનાની  સ્તબ્ધતા જો તને ઘેરી  વળે,
આંખમાં   બે-ચાર   આંસુ, ભરી  તો  જો.

જીવનનો માર્ગ  ભલે જાય, કબર  સુધી,
પોતાની  ભીતરે  કોક વાર  મરી તો જો.

છેતરી   છે    જાતને  તેં   જનમો જનમ ,
એકાદ  ક્ષણ   અરીસાથી   ડરી  તો  જો.

આકાશગંગામાં  સ્થાન પામવું  છે તને ?
પૂછડીયો   તારો  થઈને   ખરી  તો  જો.

સમય  સાથે  દોડવાની  શરત  લગાવ,
કાચબાની ચાલે ચાલે, તું  સરી  તો  જો.
                          ***
-'કાન્ત'
ગઝલ 

એક બાજુ  રણ  છે, ને  બીજી  બાજુ  ઝરણ  છે,
જે  જન્મ ધારણ કરે છે, એનું   અહીં   મરણ  છે !

જાનકી ની  દ્રષ્ટિ  પણ  છેતરાઈ  જાય  જોઇને,
અરણ્યમાં  દોડતું  છલ ,એ  સોનાનું   હરણ  છે !

કલા  પારંગત  હોય  છતાં ,જે  અપમાન  પામે,
માતાએ  ત્યજી  દીધેલો ,એ  ધનુર્ધર  કરણ  છે !

આકંઠ  પીવાની  ઝંખના    આજેય  બળવત્તર, 
હરિ  હોય  કે હરિમારગ ,   શિવજીનું  શરણ  છે ! 

અફાટ  રણમાં  આંધી  ,  અચાનક  આવી  ચડે,
ટચલી  આંગળી  પર ,  ગિરિરાજનું  ધરણ   છે !
                                 ***
-'કાન્ત'




Sunday, 15 November 2015

ગઝલ 

લોકશાહીની   વાહક  ચૂંટણી    છે !
પ્રજામતની  સહાયક  ચૂંટણી   છે !

ભુજ  નગર  સેવાસદન  બને  હવે,
લોકો માટે  સુખદાયક  ચૂંટણી  છે !

અબાધિત હક્ક છે મત આપવાનો,
ચૂંટો  મૂરતિયો  લાયક  ચૂંટણી  છે ! 

માત્ર  વિરોધ   કરવાથી   શું  થશે ?
બની   જાઓ   નાયક   ચૂંટણી  છે !

પાંચ   વરસે   ફરી  વારો  આવશે,
આજના બનો  પ્રચારક ચૂંટણી  છે !

ભુજીયો  ને   હમીરસર  સાદ  પાડે,
મત   આપો   વિચારક  ચૂંટણી  છે !
                       ***
-'કાન્ત'




Saturday, 14 November 2015

ગઝલ 

એક  ને  એક  જો અગિયાર  થાય,
દર્શન  કરી  લે ,બંધ  દ્વાર    થાય !

પંખીઓનો  કલરવ તારા  આંગણે ,
કૂકડાની કુકડે કૂ સાથે સવાર  થાય !

બારી  બારણાં  ખોલી  દે  સદનના,
પ્રકાશનાં  કિરણો  છો  પસાર થાય !

વધાવી  લે  આજની  મંગલ  ઘડી,
ચોઘડિયા   નાહીને   તૈયાર  થાય !

નૂતનના આનંદને ભરી લે મનમાં,
સર્વત્ર  2072ની જયજયકાર થાય !

એક નવું  સૌંદર્ય  વિલસે  છે  અહીં,
સત્યમ-શિવમનો    પ્રસાર   થાય !

                      ***
-'કાન્ત'

Friday, 13 November 2015

સ્પર્શ 

...1951 થી 2015..... છ દાયકાની જીવન યાત્રા આજે પૂરી થાય છે.ત્યારે હું 
જિંદગીને ફરી...ફરીને વાંચું છું.મારો જન્મ દિવસ મારા માટે મૃત્યુ ને એક 
ડગલું નજીક લઈ આવે છે.જન્મ માટે જો આપણે તૈયાર રહેતા હોઈએ તો 
મૃત્યુ માટે કેમ નહીં ? કદાચ નવા જન્મ માટે નવ  મહિનાનો સમય નક્કી 
છે.મૃત્યુ અનિશ્ચિત છે.માટે આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ.
...હું વર્ષોથી જીવનને સમુદ્રની જેમ જીવું છું.મારા કેન્દ્રમાં જાત ખરી,પણ 
સ્વકેન્દ્રીના અર્થમાં નહીં.મેં મૃત્યુ સાથે સાક્ષાત્કાર પણ કર્યો છે.પેલા આનંદ 
ના રાજેશખન્નાની જેમ.મારી કવિતામાં પણ મૃત્યુએ ડોકિયું કર્યું છે.હું મારી 
જાતને  પ્રશ્નો પૂછતો જ રહ્યો છું,એના ઉત્તરો ખોળતો જ રહ્યો છું. પણ હજુ 
પ્રશ્ન રહિત થયો નથી.પ્રશ્ન રહિત થવું એ મોટી ઘટના છે.રજનીશ પ્રશ્ન રહિત 
થયા ત્યારે એમની અનુભૂતિ આવી હતી.'I  felt that it was better to dra
wn by oneself rather than to step in to someone else's boat ...'

...એક મજાની વાત છે કે ગુજરાતી ભાષામાં 'મૃત્યુ પામ્યા' એમ કહેવાય છે,
પણ જીવન પામ્યા એમ ક્યારેય કહેવાતું નથી.અંગેજીનો એક શબ્દપ્રયોગ 
મને બહુ  ગમે છે,'He Pasted away !' મરણ નહીં પણ એ પસાર થઈ ગયો.
જન્મ દિવસ  એ જીવન પામવાનો દિવસ છે અને મૃત્યુને વધાવવાનો દિ -
વસ છે. હું હંમેશાં ;સમજણો થયો ત્યારથી મારી જાત સાથે પૂરેપૂરો હાજર 
રહ્યો છું.ક્યારેય કોઈની સાથે 'divided'થઈને વાત નથી કરી.
...મને ગીત મળ્યું,સંગીત મળ્યું,મનમીત મળ્યું, કવિતા મળી, વક્તાની 
શક્તિ મળી,સામાજિક કામ કરવાની પ્રેરણા મળી, મોતીના દાણા જેવા 
અક્ષરો મળ્યા,ગાયકી મળી......એક જિંદગીમાં કેટલું બધું મળ્યું !!! આજે 
પણ મારા કંઠમાં જે ગીત છલકે  છે તેને હું ગાઈ નાખું છું.આજે પણ ક્ષણે 
ક્ષણ ને હું જીવું છું.મારા હાથમાં જે છે તેને સુન્દરમ બનાવવાનો પ્રયત્ન કરું 
છું..જે મારા હાથમાં નથી એની ચિંતા  હું કરતો નથી.આજે પણ મને કામનો 
થાક લાગતો નથી,પરંતુ નવરાશનો થાક લાગે છે.
...હું ઘડપણને હરાવવા પ્રયત્નશીલ રહું છું.માફકસર ખાઉં છું અને રોજ 
ઝડપભેર ચાલુ છું.મારી ચેતનવંતી ચાલ શરીર અને મનમાં ઘોડાનો 
થનગનાટ લઈ ને આવે છે.હું ઢીલી-ઢીલી વાત ક્યારેય કરતો નથી,માથે 
લીધેલા કામને ઝડપથી ઉત્ત્સાહપૂર્વક  પૂરું કરું છું.આજે મારી 65 મી વર્ષ 
ગાંઠે તન-મન બન્ને તંદુરસ્ત છે અને એ નાદુરસ્ત થાય એ પહેલાં મૃત્યુ 
સાથે 'appointment' મેળવવા પ્રયત્નશીલ છું. 
                                               ***
-'કાન્ત'
0 'મારા સમગ્ર જીવનમાં મારી સામે પસંદગી હતી:પ્રેમ અને ધિક્કાર વ-
ચ્ચેની પસંદગી.મેં પ્રેમની પસંદગી કરી.અને હું અહીં છું.
-એ.આર.રહેમાન 
(ઓસ્કાર એવોર્ડ સ્વીકારવાની ક્ષણે પ્રગટ કરેલો પોતાનો ભાવ.)
++++++++++++++++++++++++++++++++++++++++++++++++








Wednesday, 11 November 2015

ગઝલ 

કડવી    કેમ   લાગે  છે  દવા ?
બંધ  થઈ  ગઈ  વહેતી  હવા !

શ્વાસ  આપ્યા  હતા   ઊછીના ,
ઊપડ્યા  એ  તો  સ્વર્ગે  જવા  !

રણ   વચાળે    સ્મરણ    કેવું ?
મૃગજળ મથે  અહીં જળ થવા !

આવી  ગયો   છે  તું   લાગમાં,
થઈ  જાઉં  હું  શેર માથે  સવા !

ખતરનાક છે આ કાતિલ નજર,
વક્ર  થઈ  ગયાં   તમારા ભવાં !

યમરાજ  પણ  પરાજિત  થયા,
સાવિત્રીએ આપ્યા સૂત્રો  નવા !
                   ***
-'કાન્ત'


Monday, 9 November 2015

દિવાળી 

ચૌરે  ચોટે  દીવા પ્રગટે, એનું  નામ દિવાળી,
રાત કાળી,ને મતવાલી,  એનું નામ દિવાળી !

પગલાં  છાપીને  એ  તમસ   સાથે    બિરાજે,
ફટાકડાના  અવાજે, એનું આખું ફળિયું   જાગે.
દે  તાળી   નખરાળી,  એનું   નામ    દિવાળી !

ચાલે તો એને આભ  અડે, બેસે તો ભોંય  નડે,
ફૂલઝડીના  ચમકારામાં, એ   પળ-પળ   તડે !
કાળીચૌદસની મહાકાળી, એનું નામ દિવાળી ! 

શમણાં   બાંધીને  અંધકાર  ઓઢીને  એ  સૂવે,
ઝગમગ જ્યોતિના પ્રકાશે એનું અંગઅંગચૂવે.
શત્રુઓ સાથે રહી, દે તાળી એનું નામ દિવાળી !

રંગોળી પૂરી; તોરણીયા  બાંધીને  એ હરખાય,
ભાતીગળ વેશ પહેરીને,  એ ખુદથી   શરમાય.
બહેકી  જાય મિઠાઈ  ભાળી,એનું નામ દિવાળી !

રૂપ-રંગ-વૈભવ-મોજ-મસ્તી છે એના સાથીદારો,
નવાંવરસની સાથે લાવે એ નવાં-નવાં પડકારો.
'કાન્ત' ની થાય  એ  સાળી, એનું  નામ દિવાળી !
                              ***
-'કાન્ત'

                                 


ગીત 
(રાગ:કેદાર)

શત શત દીવડે જ્યોતિ જાગો,
          અંતરપટમાં આપ બિરાજો !
નૂતન  વર્ષ  તા તા થઈ  નાચે,
           ઊઘડયા છે   પ્રેમ પરાગો !
નયનરમ્ય   ભુજિયાના  શિખરે,
            ભાસ્કર    કિરણ   રેલાવો !
ગાન મંગલના  સૌ   કોઈ ગાયે,
            નરનારી   અતિ   હરખાયે!
આજ   આંગણીયે  રંગોળી  પૂરી,
             સજાવ્યા  છે  ઘરના  દ્વારો !
શ્રદ્ધા  દીપમાં  જ્યોતિર્મય પ્રગટે,
              ખતમ    તમસ    પડકારો !
આવો   ઉમંગે    માનવ વણજારો,
              આ      રાષ્ટ્રના   રખેવાળો !
ભગિની-માતા તમે છો  કંકણવંતી , 
               નિત્ય     સુહાગ     સુહાવો !
કરો   પ્રાર્થના  સૌ    પરમપિતાની ,
               નવજીવનની માનવગણની !
હવે  ડગલું       ઉપાડો  નવશ્રદ્ધાનો ,
               'કાન્ત' અલખ નાદ જગાવો !
                            ***
-'કાન્ત'

Sunday, 8 November 2015

ગીત 

આ  જીવનનો  શો  હેતુ  છે ,
             કુંડળીમાં  બેઠો કેતુ  છે.
ફાગણમાં  અહીં કેસૂડા મ્હોરે,
            શાને તું  રંગવાનું  ભૂલે ?
ફેંકી   દે  તું  ભાર  અહમનો,
            પ્રેમપંથનો  તું  સેતુ  છે.
જીવન અમૃત ઝરણાં  જેવા,
             રૂપ  ધરે  એ કેવાં કેવાં.
ઉઠાવ  લંઘર  નૌકાનો  તું,
             તને કૌવત  કો દેતું છે.
આ  પવન  તને  પંપાળે  છે,
            નીતરતી આંખે ભાળે છે.
હા- ના   કરવાનું   છોડી   દે,
            બોર  શબરીનું  એઠું  છે.
નીલ  ગગનમાં  ઊડી  લે તું,
            છીર સાગરમાં બૂડી  લે.
રિમઝિમ  જો   સાવન  વરસે,
            વાદળમાં  કોઈ  બેઠું  છે.
નાનકડા  તરણાંની   હલચલ, 
'           કાન્ત' ગુંજન છે પલપલ.
છલકાતા   તારા  આ   હૈયામાં,
          કોઈ  ગીત  મધુરું  પેઠું  છે.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

ગઝલ 

તમારો  જવાબ  લઈને  બેઠો   છું ,
સઘળો   શબાબ  લઈને  બેઠો  છું.

ક્યાંક  લપાઈને  ઊભું  છે  મરણ,
જીવવાના ખ્વાબ લઈને બેઠો છું.

વજીરથી  મ્હાત નથી  થવું  મને,
આખરી નવાબ  લઈને  બેઠો  છું. 

દોઢિયા માટે નથી કરી દોડાદોડ,
અર્થ ;ના ,ગુલાબ લઈને બેઠો છું.

કેટલી    શાંતિ   છે   સપાટી  પર,
ભીતરે   સૈલાબ  લઈને  બેઠો  છું.

પરોઢે ચેતવે  છે કૂકડાની  પુકાર,
કર્મોના  હિસાબ  લઈને  બેઠો  છું . 
                     ***
-'કાન્ત'

Friday, 6 November 2015

गीत 

आनेवाले  नए  साल में तू,
अक्षत  तिलक  लगा  देना !

मेरे  घर  आँगनमे  अब  तू,
श्रद्धा   के   दीप  जला  देना !

खिल  कर  मैं  प्रेम  बरसाउँ ,
हँसते हँसते  मैं   मिट  जाउॅ। 

अंधकार   में  हाथ  थामकर,
तू  नई  दिशा  दिखला  देना !

खुद जलकर ग्यान चिता में,
जग को  प्रकाशित कर  दूँगा। 

मेरे जागे -नव  जीवन में  तू,
कर्म की  रणभेरी  बजा देना !

भीतर उर  में  प्रज्ञा    तपाये,
सारी  शंका  मिट मिट जाये। 

नैन  संझोकर डगर डगर पर,
मुझे  राह देखना  सिखा देना !
                  ***
-'कान्त'



Thursday, 5 November 2015

ગઝલ 

ઘૂંઘટનો  પટ  ખોલ; ઘડીક  સંગાથ  કર,
બહાર ઘણો  ભટક્યો; ભીતરે   સાથ  કર ! 

તારી  છબી  સુંદર થશે  અહીં  દિને-દિને,
પડદો  હટાવ ; ને  જાત સાથે  વાત  કર !

તારું   અને એનું   મિલન  થશે   ચોક્કસ,
'હું' ને  પડખે   મેલ ; લાંબો  તું   હાથ કર !

ભાગ્ય   પરબીડિયામાં  છો  ને   બંધ  છે,
શનિ મંગળ રાહુ પર શ્રદ્ધાનો પ્રપાત કર !

તું   નીકળ્યો શહેરમાં  સંબંધોને શોધવા,
'કાન્ત' કંથડ પહેર,ભોગનો  તું ઘાત કર !
                         ***
-'કાન્ત'




Wednesday, 4 November 2015

ગઝલ 

ચાલ , સફર  કરીએ  હવે,
દૂર  ,  નજર  કરીએ  હવે.

જે  શોધવામાં  દિન ગયા,
ત્યાંજ ગુજર  કરીએ   હવે.

કેટલા દૂર જઈને  એ વસે ,
શોધ,દરબદર કરીએ હવે.

રાત  અહીં  અંધારે સબડે,
કોને   ખબર  કરીએ  હવે ?

પાંખો મળી ; ઉડાતું  નથી,
આભની કબર કરીએ હવે.

ક્યાંક હશે ખુશી  આપણી ,
આવ, મહેર  કરીએ   હવે.

કસુંબલ હોઠ  છે  ઘાયલ,
બંધ  અધર  કરીએ  હવે.
               ***
-'કાન્ત'




ગીત 
(રાગ:પહાડી)

પ્રેમનગર  છે  આ; ઓ સજની ,
....................પ્રેમનગર છે આ.
સ્નેહ ડગર છે આ;  ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
ઝરણાં  વહેતાં  અહીં  ખળખળ,
મંદ મંદ વાયુ  વહેતો પળપળ.
સાજનને  પોકાર ;  ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
સદીઓથી અહીં ઋતુ  મસ્તાની,
હૈયું    ઘાયલ  રાધા છે દીવાની.
જોબનને  સ્વીકાર;  ઓ  સજની,
......................પ્રેમનગર છે આ.
હળવે હળવે  આ  પડદા  ઊપડે,
વાત મંડાણી  છે હૈયાના  ઝૂંપડે.
છોડી   દે  તકરાર;  ઓ   સજની,
......................પ્રેમનગર છે આ.
કયાંક  મ્હોરી છે  કોમળ કળી જો,
અંગ અંગ તારે પ્રસરે સૌરભ તો.
એનો  આ અણસાર;  ઓ સજની,
.......................પ્રેમનગર છે આ.
નદિયુંના જલ નીતર્યાં છે પાદરે,
મયુર-દાદુર એને દિયે છે સાદ રે.
'કાન્ત' નો બેડો પાર; ઓ સજની.
........................પ્રેમનગર છે આ.
                   ***
-'કાન્ત'

Tuesday, 3 November 2015

ગીત 

વહેલી સવારે મને આપી દયો મુસ્કાન,
.................પ્રભુજી આપી દયો મુસ્કાન.
ક્ષણ ક્ષણ  જાગે મારો આતમ,
છઠ ની અહીં થશે નહીં સાતમ.
મનનો મેલ ધોઉં; એક જ છે  અરમાન,
................પ્રભુજી  આપી  દયો મુસ્કાન.
ભીતરી  તમસ   હજુ   સતાવે,
સાચો  મારગ  તું  જ    બતાવે.
ક્યાં રૈન ક્યાં રોકાણ; રસ્તાથી અજાણ,
..................પ્રભુજી આપી દયો મુસ્કાન.
દુઃખ  હળી મળીને અહીં  આવે,
પ્રાણોમાં   રંગ  ભરી ને    જાવે.
ક્યાંક ડગમગ થાઉં; ટેકો  દે  ઇન્સાન.
..................પ્રભુજી આપી દયો મુસ્કાન.
દિપક  પ્રગટે  મુજ આંગણીયે,
પોકારું 'કાન્ત' તને લાગણીએ.
ભસ્મ થઈ જ્યોતે;ચરણોમાં મળે સ્થાન.
.....................પ્રભુજી આપી દ્યો મુસ્કાન.
                       ***
-'કાન્ત'
                     






ग़ज़ल 

गज़ब  है  वो  निगाहों  से वार  करते  हैं ,
खुदा  कसम  दिल  तार  तार   करते  हैं। 

हमारी  बात  पर  खफ़ा  तो   नहीं   होते,
फिर भी हर  बात  पर तकरार  करते  हैं। 

सपने  हकीक़त  बनने  आये हैं  दर  पर,
तभी  वे  नींद   का  बेड़ा   पार  करते  हैं। 

सफ़र  में  तो  मुश्किलें  आती -जाती  हैं ,
वे  साथ चलने  से  ही  इन्कार करते  हैं। 

गुज़र  रहे  हैं  इश्क़  के  ऐसे  मुकाम  से,
हम  हर शाम उनका इन्तज़ार करते   हैं। 

खुद  की  बदखामियों   से डरते   हैं  हम,
वे   बारबार   हमारा  इम्तहान  करते  हैं। 

मछलियाँ   झुलस   जाती  हैं  झील   की,
उसमें  तैरकर  जब   वे  हमाम  करते  हैं। 
                           ***
-'कान्त'

Sunday, 1 November 2015

ગઝલ 

શબ્દ પોતે  બ્રહ્નના અવતાર જેવો હોય છે,
શબ્દ  ગોત્રે  નાદના રણકાર જેવો હોય છે .

શબ્દમાંથી  અર્થ મળે; અને ના પણ મળે,
શબ્દનો  અભાવ   સુનકાર  જેવો  હોય છે.

શબ્દ  હો  પોકળ તો   વજન  પડતું  નથી,
શબ્દ તો   સત્યના  વહેવાર  જેવો  હોય છે .

શબ્દને અહીં તોડવો  સરળ  છે   બિલકુલ,
શબ્દને    ફોડનારો  શ્રીકાર   જેવો  હોય છે .

શબ્દમાં  ગાંડીવનો  ટંકાર  ગુંજે  છે  સદા,
શબ્દ   કર્ણના   અધિકાર   જેવો   હોય  છે .

શબ્દ 'કાન્ત' ની ગઝલનો  શેર પણ  બને,
શબ્દ  કવિની જયજયકાર જેવો   હોય  છે .
                            ***
-'કાન્ત'


ગઝલ 

રેતીના   રણમાં   વિસ્તરતી   પ્રતીક્ષા,
અડાબીડ  જંગલમાં  ચરતી   પ્રતીક્ષા.

પ્રેમીના ગૂંજતા આલાપમાં લય બની,
આથમતા  સૂરજને   ચૂમતી  પ્રતીક્ષા.

અમાસના;આકાશમાં સિતારા બનીને,
અગણિત  નક્ષત્રોમાં   સરતી  પ્રતીક્ષા.  

વિખૂટા  પડેલા  સાજનની   સજનીના ,
થાકેલાં  નયનોમાં   ઢળતી    પ્રતીક્ષા.

સ્વપ્નોમાં  વહેતી    શાંત    સમીરશી ,
મધુર   રૂપ   ધરીને   તરતી   પ્રતીક્ષા.

અનિમેષ  નજરે  રાહ  જોતી  યુગોથી,
ઝૂરતી  વિરહથી;   તડપતી  પ્રતીક્ષા.

સદા  આશ   મળવાની  હૈયે    ધરીને,
'કાન્ત';દિલમાં   ટળવળતી  પ્રતીક્ષા .
                        ***
-'કાન્ત'