Wednesday, 30 December 2015

ગઝલ 

રણમાં  હો  સફર ને,  ઝરણ મળે,
અચાનક  જિંદગીને ,મરણ  મળે.

તોફાન  ઉમટે  સંસાર  સાગરમાં,
ને   કોઈ  નાખુદાનું  ,શરણ  મળે. 

શ્રીફળ  ફોડો   ને   પાણી  નીકળે,
શ્રદ્ધાનું    ઓચિંતું  ,  કળણ  મળે.

સ્વપ્નોની  અપ્સરાઓ ઘેરી વળે,
ને, દોડતું   સોનાનું   હરણ   મળે. 

અહીં સૂવાનું છે બાણશય્યા પર,
અંતિમ   પ્રવાસે    ઉતરણ  મળે.

ઈચ્છાનું   ગીત ગાઈ લીધું  હવે ,
નવું  કોઈ  મને  અવતરણ મળે.
                     ***
-'કાન્ત'

Tuesday, 29 December 2015

ગઝલ 

સાવ  કોરોકટ  હવે   અંતર  ન રાખ,
વગાડી ન શક, એવો જંતર  ન રાખ.

આ પવનમાં  કેટલી  ભરી છે  મહેંક,
એને  પામવા, કોઈ  મંતર  ન રાખ.

સતત  વિચારની  સીમાથી  થા દૂર,
કામ  ન  આવે  એવો તંતર ન રાખ.

આ  હાથ તારા  શાપિત  થઈ  જશે,
રોફ   બતાવવા  તું   હંટર  ન રાખ.

રંગોળીને જાતે  સજાવ રંગ પૂરીને,
જાદુ  ટેરવાંમાં  છે , પેંટર  ન  રાખ .  
                      ***
-'કાન્ત'



દીઠો  છે !

દિલના  આ  દરિયાને   મેં  તૂફાને   ચઢતાં  દીઠો  છે  !
મનના  આ  માલિકને  મેં  દીવાનો  બનતાં  દીઠો  છે !

કૈંક  કીંમતી  જિંદગીઓ   રોળાતી  આ દુનિયા  માહીં ,
પ્રેમ-અમીનાં  ઝરણાઓ  સૂકાયાં  છે  જીવન     માંહી.

માનવને  દાનવ  બનતાં પણ  ક્યારેક તો મેં દીઠો છે !
અંતરમાં  વસતા  પ્રભુને   રડતાં  પણ   મેં   દીઠો   છે  !

શબ્દોના  સુનકાર  સહારે  જ   જીવાતું  જીવન  આજે,
ભૌતિકતામાં   ભટકાતું    ઈશ્વરનું   આ સર્જન    આજે.

સર્જન  કરનારાનું   પણ  વિસર્જન  થતાં મેં  દીઠો  છે !
બાગના બાગબાનને પણ  વીરાનો બનતાં  દીઠો   છે !

લક્ષ્મીના  ચળકાટ  મહીં  ચકચૂર  થયો  માનવ  આજે,
પૈસાના  એ પ્યાર  મહીં  મગરૂર  બન્યો  માનવ   આજે.

ધનકાજ  નિજ મન  વેચતો ઇન્સાન  અહીં  મેં  દીઠો છે,
ઇજ્જતનું  કરતો  લીલામ  હેવાન    અહીં   મેં  દીઠો  છે !
                                   ***
-'કાન્ત'










Monday, 28 December 2015

 સ્પર્શ !
   કવિ નિર્મિશ ઠાકરનું કાવ્ય 'અભિવ્યક્તિ' મને વિચારતો  કરી દે છે.ભાષા મનુષ્યને 
પ્રાપ્ત થઈ ;એ ઘટનાને યુગો થઈ ગયાં છતાં એને આપણે કેટલી સમજીએ છીએ ?માત્ર 
સ્થૂળ અર્થમાં નહીં સૂક્ષ્મ અર્થમાં ! આ કાવ્યમાં નિર્મિષે ભાષાને જરા જુદી રીતે મૂલવી છે.
'દ્રશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે ?ખુલ્લી રહેલ બારી ભાષા નથી તો શું છે ?'હા,
પ્રકૃતિ એ ઈશ્વરની ભાષા  છે.દ્રશ્ય અને બારી પ્રકૃતિનું દ્યોતક છે.
    'ડૂબી શકે બધુંયે જેની હૃદયલિપીમાં,અશ્રુ સમેત નારી ભાષા નથી તો શું છે ?'આંસુ 
આંખની માતૃભાષા છે.સ્મિત હોઠની માતૃભાષા છે.મોનાલિસાનું સ્મિત જો ભાષા હોય તો 
જેની આંખમાં આંસુના કેટલાયે કૂવાઓ ડૂબેલા હોય એ નારીની હૃદયલિપિને કઈ ભાષા 
કહીશું ?
    'ફૂટપાથની પથારી,ભૂખ્યું સૂતેલ બાળક,ખામોશ સૌ અટારી ,ભાષા નથી તો શું છે ?'
કેટલાક પાસે ખામોશીની ભાષા હોય છે.ફૂટપાથ પર જે સૂતા હોય છે એની ભાષા 'લજા-
મણીના છોડ જેવી નથી હોતી,પણ પથ્થર જેવી હોય છે.ભૂખ્યા બાળકની ભાષા એના 
પેટમાં પડેલા ખાડાથી ઓળખાય છે.
   'કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી,મજદૂર,થાક ,લારી ,ભાષા નથી તો શું છે ?'
કોઈ પણ ભાષા અતિ વપરાશને કારણે જૂની તો થતી જાય છે.પણ આ જૂનામાંથી ક-
શુંક નવું અને નોખું અહીં કવિ  પ્રગટાવે છે.અને ભાષામાંથી ભાષાનો દીવો પ્રગટ થાય 
છે. 
    ' એનાં હૃદય મહીં જે અનુવાદ થઈ શકી ના,આ વેદના અમારી,ભાષા નથી તો શું છે?'
વેદના અને સંવેદનાનો તરજુમો નહીં પણ ઉત્તમ અનુવાદ અહીં કવિએ કર્યો છે.વિચાર 
અમૂર્ત હોય છે;એ જયારે શબ્દમાં પ્રગટે છે ત્યારે ભાષા બને છે.
                                                               ***





    
अलविदा  2015 !

तेरी  याद  हमें  सतायेगी  2015 !
बीतीं क्षण हमें  रुलायेंगी  2015 !

खम-दम   किये  365   दिन  में,
गरिमा   समाई   हमारे  मन  में.

वो  नई  राह  दिखलायेगी  2015 !
नया दीप वो ही जलायेगी  2015 !

तेरे  साथ  हमारा  वक़्त  गुज़रा ,
बहोत कुछ इन्हीं दिनों में सँवरा. 

ये   शक्ति  हमें  बचायेगी  2015 !
तेरी परछाईं  सहलायेगी    2015 !

पराकाष्ठा है  ये  बीते  समय की,
भाल पे लगाये तिलक  मलय की. 

अलविदा ,चिन्ह मिटायेगी  2015 !
'कान्त'  को  गुदगुदायेगी    2015 !
                 ***
-'कान्त'







सलाम  2016 !

2016   तेरी   बालि    सुबह   को     सलाम  !
अय   साल  तेरी  पहली  नज़र  को सलाम  !

उमड़ना  यूँ  तेरा , मचलना  युँ  तेरा  सवेरे,
बन -ठन के बाहर, निकलना युँ  तेरा सवेरे. 

गूँजते  मधुबन में , उन  भ्रमर  को  सलाम !
खिल  रहे  पानी  में  उन कँवल  को सलाम !

कजरारे   नैना  तेरे  तिरछी  नज़र से  देखें  ,
क़ज़ा  जो  आ जाए ,बिगड़ी   नज़र से देखें .

ढूँढती  अरमानों  को उस डगर  को  सलाम  ,
तुझको समेटे सपनों में ,ज़िगर को सलाम !

चटपटी  हमारे दिल में  तुझसे  मिलने  की,
चटापटी  तुझे  भी होगी  हमसे  मिलने की . 

'कान्त' हो   घायल  उस  प्रहर  को  सलाम !
अय  साल  तेरी   बालि   सुबह  को  सलाम !
                           ***
-'कान्त'












Sunday, 27 December 2015

ગીત 

મને ધરતીનું  કિસ્મત આપો,
મને   માપપટ્ટીથી  ન  માપો !

વેઠી  શકું   હું  આકરા વાયરા,
માણી શકું મસ્ત-મસ્ત ડાયરા.

મારા ચરણોને તમે ન ચાંપો,
મને   માપપટ્ટીથી   ન માપો !

ધીરે ધીરે વરસવાની ટેવ છે,
પથ્થર એટલા પૂજ્યા દેવ છે.

ખુલ્લો છે મારા ઘરનો ઝાંપો,
મને   માપપટ્ટીથી  ન  માપો !

સૂરના સથવારે સવાર જાગે,
એ તો પંખીઓના ટહુકા માગે.

'કાન્ત'ને હૈયામાં તમે રાખો,
મને  માપપટ્ટીથી  ન  માપો !
                   ***
-'કાન્ત'

Thursday, 24 December 2015

અટલજી  !

પ્રેમ  જેવા શબ્દના  વિસ્તાર  છે અટલજી,
અખંડ   ભારતના   આધાર  છે   અટલજી !

નથી   ક્યારેય  માગ્યું  સત્તાનું   સિંહાસન  ,
કવિતાનો  ભરાયેલો  દરબાર છે અટલજી !

શ્રદ્ધા  જ  એમની લઈ  ગઈ ,મંઝિલ સુધી,
દિશાઓના  સૂચક  કર્ણધાર  છે  અટલજી !

અહીં કોણ  કૌરવ ને કોણ  છે પાંચ પાંડવ ?
આ વિકટ  પ્રશ્નનો   કરે  સ્વીકાર અટલજી !

ભારતમાતાના તાજના ઝગમગતા મણી ,
સમયનો  જબરદસ્ત  પડકાર છે અટલજી !

રાજનેતા,કવિ ,વક્તા  કેટલા  સ્વરૂપો ધરે, 
કુદરતનો   બેનમૂન  ચમત્કાર છે અટલજી !
                             ***
-'કાન્ત'










रफ़ी 

सुरों     के   शबाब  थे  रफ़ी,
मूसीक़ी  के  नवाब  थे रफ़ी !

उभरे, सारे जहाँ पर छा गये , 
सरगम के आफ़ताब थे रफ़ी !

आँसु ,उनके दिलकी जुबान,
दर्द   का   जवाब   थे   रफ़ी !

मन  तड़पता  हरि  के  लिए,
दर्शन  में ला-जवाब थे  रफ़ी !

न  जमीं के थे न आसमाँ के,
कायनात की आदाब थे रफ़ी !

गीतों के  द्वार के थे  जोगी,
खुदा  के  आबताब  थे  रफ़ी !
                ***
-'कान्त'

Wednesday, 23 December 2015

ग़ज़ल 

रुखसत  के   वक्त  रूठ  गया  हम से  एक  दोस्त,
जाते -जाते   ही     छूट   गया   हम  से एक दोस्त। 

सब  ज़िंदगी  को   देते  हैं , जिंदादिली   का   नाम,
फिर क्यूँ आशियाना लूंट गया  हम से  एक दोस्त ?

दोस्ती पे आँच  आ जाए  तो  सर  कलम  कर देना,
शीशे की तरह  ही  क्यों  टूट गया हमसे एक दोस्त ?  

बिखर  गईं  एक -एक   करके   रिश्तों   की  जंजीरें ,
बीच  रास्ते  मेँ  ही  फूट  गया  हम से  एक  दोस्त।  

छोड़  देता  कोई  और  हमें , तो  ख़ास  ग़म  न था,
ये   तो   कर  के   गया   कूट   हम  से  एक  दोस्त।  
                                ***
-'कान्त'





ગઝલ 

મારી   કલમમાંથી  કવિતા  વહે,
શબ્દોની  કલકલ   સરિતા  વહે !

સૂનો  છે માંડવો ,જાન વળાવીને,
બાપની  આંખમાંથી  દુહિતા વહે !

પ્રગટ્યો છે દીવો,ઘરના ખૂણામાં,
કિરણોમાં   એના    સવિતા   વહે !

મુન્ની છે બેગમ કોઠાના મુજરાની,
ઠુમરી  ની  સંગાથે , પતિતા  વહે !

દ્વાર  ઉપર  જ્યાં  ખખડે   સાંકળ,
પિયુ  મિલનની  ત્યાં સંહિતા વહે !

પદમણીની સાથે ,છે જામ ઓઢો,
લજ્જા ને મર્યાદાની વનિતા વહે !
                    ***
-'કાન્ત'



શું છે ?

પંખીઓની કિલકારી,આશા નથી તો શું છે ?
બાળકની મા દુલારી,આશા નથી તો શું છે ?

રણમોરચે  ઝઝૂમી   કુરબાન  થઈ ને પોઢે,
મરી જવાની તૈયારી, આશા નથી તો શું છે ?

હોઠ  ઉપર રટણ છે, અવિરત તારા નામનું,
છતાં આ  હોશિયારી,  આશા  નથી તો શું છે ? 

સૂનાં  થયાં છે પનઘટ, કૂપ થયાં છે  ખાલી,
જો દેખાતી પનિહારી, આશા નથી તો શું છે ?

એક આંખમાં આંસુ, એકમાં  વેદના ભરેલી,
સ્થિર   ઊભેલી નારી,આશા નથી તો શું છે ?

ચારે પ્હોર જાગે જે  નયણોમાં  ઊંઘ ભરીને,
પડકારની   સવારી,  આશા નથી તો  શું છે ?

દીવો  પ્રગટ   થાય  સંવેદના ને  વેદનાનો,
રાત   હો  સહિયારી,  આશા નથી તો શું  છે ?
                           ***
-'કાન્ત'


Tuesday, 22 December 2015

ગઝલ 

સ્વપ્નને  ઓઢીને , જાગે  મારી આંખ,
લીલોછમ બગીચો , તાગે મારી આંખ !

સવારના  દ્રશ્યોને  નજરુંથી આવકારે
અદ્રશ્ય  સંકેતો સંગ ભાગે મારી આંખ !

મારામાં   એ  આકાશ   થઈને  ઊઘડે ,
જટાળા જોગી જેવી લાગે મારી આંખ ! 

એની  દ્રષ્ટિમાં  સમગ્ર  સૃષ્ટિ  સમાય,
રોમરોમમાં સાવન માગે મારી આંખ !

સભર  સભર એ   અશ્રુથી   છલકાય,
વિરહ,ઘેલછામાં  વાગે  મારી  આંખ !
                        ***
-કાન્ત'








Monday, 21 December 2015

ગીત 

મારું   બચપણ  પડઘાતું મારામાં શેરી થઈને,
ભેરુઓ સંગ રમેલી  રમતો પ્રગટે  ઠેરી થઈને ! 

કેવું સાચું ,કેવું નિખાલસ,હતું મારું રાજુ નામ,
આજે  ભલેને  લોકો કરતા રાજેન્દ્ર ને  સલામ.
એ યાદો, એ તોફાનો લટકે આંબે  કેરી થઈને !
                                            0મારું બચપણ...
કોઈ  એક  ઉમંગમાં   આખો  વગડો   વેરાયો,
લૂસકા,  બોર, આંબલી , કેસુડામાં  હું   ઘેરાયો.
યોવનને  પાંગરવા  દીધું  મેં  જ  વેરી  થઈને !
                                             0મારું બચપણ ... 
ભર  ચોમાસે  કાગળની  નૌકા પર થતી સફર,
આજે પણ તળાવમાં મારેલા ધુબાકાની અસર.
હુતુતુ ને ગિલ્લી-ડંડા  રમતા  અમે ઢેરી થઈને !
                                              0મારું બચપણ...
મારા શૈશવ પર પડી ગયો સમયનો પડછાયો,
આ તારું આ મારું,મન પર અસત્યનો ઓછાયો.
સપનામાં  આવે મા,મમતામયી   મેરી  થઈને !
                                             0મારું બચપણ...
                              ***
-'કાન્ત'





Sunday, 20 December 2015

ગઝલ 

સાગર    કિનારે   છીપલાં   સડે  છે,
તળીયે  ડૂબકી મારો ,મોતી  જડે છે !

ચાંદની  વેરાય ,ચોમેર પૃથ્વી  પર,
આભનાં  તારલાં ખરે ,નીચે  પડે છે !

ફાગણના ફાગમાં છે ટહુકાનો સ્વાદ,
મારો  'હું'  એને  પામવામાં  નડે  છે !

શમણાં બાંધીને રાત બેઠી છેચોકમાં,
મને તો મારી  આ   ઊંઘ જ  તડે  છે !  

ક્ષિતિજની  ગોદમાં જેવો સૂરજ ઢળે,
સંધ્યાના રંગ  આવી હૈયાને  અડે છે !
                         ***
-'કાન્ત'

                      



ગીત 

સખી, આ ટાઢને ક્યમ કરી કાઢું?
આવી છે મૂઈ વગર નોંતરે,
માથું એનું ક્યમ કરી વાઢું ?
ટાઢોળું અહીંથી ને ટાઢોળું તહીંથી,
હેમની વીંજતો પાંખ્યું.
આભ નીચે છે  મારો ઊતારો,
મારાં અંગ ક્યમ કરી ઢાંકું  ?
એકલી આવે તો સરભરાય કરું,
લાવી છે સાથે છૈયાં ને છોરાં.
ગરમી ને મૂવા ખાઈ જાય ફટાફટ,
કોઈ ન થાય એને  ઓરા !
જાઉં તડકામાં તો એ પણ ધ્રૂજે,
નસીબ જ થયું મારું વાંકું  !
મેલી શાહુકાર,મેલી મોટા બંગલા,
પણે સૂતા છે જે મોજથી હીટરમાં !
શુંયે બળ્યું દીઠું મુજમાં,
કે મને પકડી લીધી એણે મીટરમાં !
ફટ ભૂંડી....!!! હું થરથરી મરું ને,
જોઈને  હસે  તું આડું !
બેઈ !આ ટાઢને ક્યમ કરી કાઢું ???
                     *** 
-'કાન્ત'
   

Saturday, 19 December 2015

રસ્તો  !

વનરાઈ   વચ્ચેથી  સરી  જતો  રસ્તો,
નિત  નવાં  કામણ  કરી   જતો  રસ્તો !

જંગલમાં  એનું  માન   સાદગીથી   છે,
ક્યારેક   સમંદરને   તરી  જતો  રસ્તો ! 

સદીઓથી   હલચલનો  એ  સાક્ષી  છે,
કોઈકના  પગરવથી   ડરી જતો રસ્તો !

આજેય એનું  મૌન  અકળાવે  સમયને,
અંતરના   ભાવને    હરી   જતો  રસ્તો !

પથિકની  ગેરહાજરી હલબલાવે  એને,
અકસ્માતે અચાનક  મરી  જતો  રસ્તો !
                        ***
-'કાન્ત'







સફેદ રણ !

વીંધે છે હૈયું ,સન્નાટો   સફેદ રણમાં,
ખોવાયું છે રાતનું છૈયું સફેદ રણમાં !

ટમટમતા તારલિયા મલકે મુલકના,
ભણકારા  સંભળાતા  અહીં અલખના !
છવાયું  છે  રાષ્ટ્રગાન   સફેદ  રણમાં !

સૂર્યોદય  ને સુર્યાસ્ત  રમણીય  લાગે, 
ઉદય-અસ્તના   રંગો   પોતાને  તાગે !
થયું  માતૃભૂમિને  નમન સફેદ રણમાં !

ગિફ્ટ પેકમાં પેક,  લાગણીઓ  આપે,
આમ   હોય કે  ખાસ બધાને  એ માપે !
ઓગળ્યું  સઘળું ગુમાન સફેદ રણમાં !

ખારા  પાટ નમકનો  અદભુત  નજારો,
નવી આશા  ના ખુલી  જતા અહીં દ્વારો !
હૈયું નરેન્દ્રભાઈનું  હરખે   સફેદ રણમાં !
                          ***
-'કાન્ત'







Friday, 18 December 2015

ગઝલ 

રણનો  નજારો  કંઈ  ઔર  છે,
અહીં   કુદરતનો  કલશોર  છે !

રાત  છે  માદક  અને  સાધક,
બાંગ પોકારતી અહીં  ભોર છે !

સફેદ  ચાદર  સોહે   નમકની,
કચ્છીયતનો ગુલાબી તોર છે !

ઘાયલ  કરે છે  સૌને   રૂપથી,,
ઠસ્સાદાર આ રણનો  દોર છે !

નરેન્દ્રની  ચાહતનો  શણગાર,
એની છાતીએ ચીતર્યો મોર છે !

હવા ચાલે  અહીં સૂફી ઈશ્કની,
'કાન્ત'  ઈબાદતનો   પોર  છે !
                  ***
-'કાન્ત'
ગઝલ 

આવીને  જો, આ તરફ,
આપ ને  ખો ,આ તરફ !

નથી કંઈ પણ લાલસા,
ફેરવ ને  મોં , આ તરફ !

નામ મારું બારણાં  પર,
છે મેટિની શો,આ તરફ !

અહીં છે ખુદને મળવાનું,
નથી  કોઈ ભો ,આ તરફ !

હોઠ  પર  શબ્દ,આવજો,
'કાન્ત' જય હો,આ તરફ !
               ***
-'કાન્ત'


Thursday, 17 December 2015

સફેદ રણ છું !

કચ્છી માડુની ચેતનાનો વિસ્તાર,
હું સફેદ રણ છું !
નરેન્દ્રભાઈના  હૃદયનો  ધબકાર,
હું  સફેદ  રણ છું !
પૂનમની ચાંદનીમાં હું નીતરું,
પ્રવાસીઓના દિલમાં હું ઊતરું.
ખારાપાટનો જયજયકાર,
હું  સફેદ રણ  છું !
મારા વિશેની લાગણી શબનમ બની ગઈ,
મારા સ્વરૂપની સાદગી ઝમઝમ બની ગઈ.
સભર મિલનનો સહકાર,
હું  સફેદ રણ છું !
સ્વપ્ન છું હું વિકાસ પુરુષનું,
ધામ છું  હું  ચેતનાના ઉરસનું.
ઇતિહાસનો વાર્તાકાર,
હું સફેદ રણ છું !
સ્વાગત છે મારે આંગણે વજીરે આઝમ,
ઠંડો પવન ઢોળશે રાત માઝમ.
કુદરતના કરિશ્માનો ચમત્કાર,
હું સફેદ રણ છું !
                          ***
'કાન્ત'

Wednesday, 16 December 2015

ગઝલ 

વક્તનો એક ચોક્કસ હિસાબ હોય છે,
એને  સર  કરવા સૌ  બેતાબ  હોય છે !

લાગે  કે બધુંજ મળી  ગયું  જીવનમાં,
ઈચ્છાને  શણગારવા ખ્વાબ હોય  છે !

રાત  વરસી   રહી   છે   ઉપર મેડીએ,
ધ્રૂજતા  દિલમાં  તો   શબાબ હોય છે !

આદમ  બનીને  જીવતાં ન આવળ્યું,
ખુદા બનવા તૈયાર  નવાબ હોય  છે !

સલામ  કરતા તા જે, તે  ઠોકરો મારે,
માણસ એજ ,કિસ્મત  ખરાબ હોય છે !

રંગ   આંખોમાં  ભરી  સૂર્ય  આથમ્યો,
સુગંધ ગુલશનમાં બે-હિસાબ હોય છે !
                        ***
-'કાન્ત'

Tuesday, 15 December 2015

ભુજ 

અમારા  દિલમાં   વસે   છે   ભુજ,
હમીરસરના જળમાં શ્વસે છે  ભુજ !

અસ્ત  અને  ઉદયની  લીલા સંગે,
ભુજિયા સંગાથે  જો , હસે  છે ભુજ !

એનું  માન અને શાન  પાંચ નાકા,
વોક-વે  પર   રોજ   ધસે  છે  ભુજ !

એનાં   નામમાં  ભરી  છે  નજાકત,
વાસીઓના  દિલમાં  રસે  છે ભુજ !

એને  જોઈ  ભલભલા સલામ ભરે,
બુદ્ધિ કૌશલ્યથી સૌને કસે  છે ભુજ !

આજ  અવસર એના જન્મદિનનો ,
મહાનગર  બનવા  ખસે   છે  ભુજ !
                     ***
-'કાન્ત'






Monday, 7 December 2015

ગઝલ 

સાથ  છે  ને  વાત  છે  ચાલ્યા  કરે,
દુઃખ -દર્દની  ઘાત  છે  ચાલ્યા કરે !

ટોપલામાં  હું આ સમયને  સાચવું,
હાથમાં   વાર  સાત છે ચાલ્યા કરે !

કવિતાની  ક્યારી  રહે  લીલીછમ્મ,
છંદ-મીટર ની ભાત છે ચાલ્યા કરે !

આશા  છુપાઈ  છે  હવે  નિરાશામાં,
સાથે જગતનો તાત છે ચાલ્યા કરે !

બતાવી   રાહ   કોઈ    અજનબીએ ,
થોડીક   વાર  રાત  છે ચાલ્યા   કરે !

મંઝિલ   ભલે મળે  કે  ન પણ  મળે,
સફરની    સોગાત  છે  ચાલ્યા   કરે !
                        ***
-'કાન્ત'


Sunday, 6 December 2015

ગઝલ 

શબ્દો  બદલ ,અટકળ  બદલ,
અર્થો   હવે તું  ,  સકળ  બદલ !

તારા  એકાંત પર તારો જ હક્ક,
આજની ક્ષણ ને, વિકળ  બદલ !

આસમાની   રંગ તારા ઘર પર,
પ્રશ્નો બધા છે  જે  સરળ ,બદલ !

નળનું  પાણીએ  મુક્તિ  અપાવે,
બાટલીમાંનું   ગંગાજળ  બદલ !

મળે  નહીં   પૂરો  સમય  હસવા,
ચેહરે ચાસ પાડવા, હળ  બદલ ! 

ખુલી  જશે  દરવાજો શાયરી નો ,
કાફિયા-રદીફ ની ,તું  કળ બદલ !
                    ***
-'કાન્ત'



ગઝલ 

જો  હોય  શેર  સવાસો , તો  હું  ગઝલ  બનાવું,
આપી  શકો    દિલાસો, તો  હું   ગઝલ  બનાવું ! 

અંજુમનમાં  મારી  સતત હાજરી ને , ગાંડપણ, 
જેવો  છું  એવો  તરાશો , તો  હું ગઝલ બનાવું  !

લખું   છું  નામ   તમારું    હંમેશાં   બારણા  પર ,
આવીને  જો   રોકાશો,  તો    હું  ગઝલ  બનાવું !

આજેય  મારું  મૌન , વાણીથી   બળવત્તર    છે,
બોલો  તમે  જ  ગાશો,   તો   હું  ગઝલ  બનાવું  !

તમારા  દિલમાં  વસવા, પરવાનગી  શું  લેવી ?
કરજો   જરી   ખુલાશો,  તો    હું  ગઝલ  બનાવું  !

મેડીએ  ઢોલિયા પર   સ્વપ્નો  છે  મેં    સજાવ્યાં ,
ઘૂંઘટ     હટે      જરાશો  ,તો  હું   ગઝલ  બનાવું  ! 
                                ***
-'કાન્ત'



Friday, 4 December 2015

માધવ 

માધવ  તમે  છો યમુનાના  પૂર,
હું  માછલી ,કેમ  રહી  શકું    દૂર !

વાગે, ન  વાગે  બંસરી   તમારી,
સુધ-બુધ હરી લે , સઘળી  મારી.
સાંભળું ને થઈ જાઉં  હું ગાંડીતૂર !
                                   0માધવ 
શાંત  ઊભા    છે   કદંબના   તરુ ,
એની  આજુબાજુ  હું ભમરડી  ફરું.
હૈયામાં   ટળવળતી  હું    ચકચૂર !
                                    0માધવ 

ભીતરમાં  મોરપિચ્છના  ઢગલા,
ક્યાંએ ન વરતાય ધોળા બગલા.
આંખે મૂકી ઝાંપલી જોઉં દૂર-દૂર !
                                    0માધવ 

ઘૂઘવાતી રહું  રોજ વનરાવનમાં,
તમારા  મુકામ  મારા  તે  મનમાં.
આજે  અક્રૂર  લાગે મને અતિ ક્રૂર !
                                    0માધવ 

મારું  લાલ-ગુલાબી છે આ સમણું,
ફરકે છે સવારથી નેણ મારું જમણું.
'કાન્ત'  થઈ  દ્વારે પધારો હવે શૂર !
                                     0માધવ 
                       ***
-'કાન્ત'





Thursday, 3 December 2015

ગઝલ 

આ પગ  હવે ક્યાં  લઈ  જશે કોને  ખબર ?
તમસ  હશે  કે   જ્યોતિ   હશે  કોને ખબર ?

સમી સાંજે  ઝાલરી  વાગે  ઠાકર મંદિરમાં ,
પાદર   હશે  કે   વગડો  ગ્રસે  કોને ખબર ? 

ચરણ ચાંપી  મૂછ  મરડી   'હું ' ને  ભગાડું,
જતાં જતાં એ  ક્યાં ક્યાં  ડસે  કોને  ખબર !

આ  નગરમાં  શોધવો  છે  મારે  માણસને, 
કૂતરા  માફક  શું  એ  ભસે,  કોને    ખબર ?

બધાં  જિંદગીને કહે  છે ,દુઃખ નો   દરિયો,
ઘરથી  કબર સુધી એ શું  શ્વસે કોને ખબર ?

આદમ   બનીને   જીવતાં  નથી  આવડ્યું,
ભીતરે શું કંસ  કે રાવણ  વસે ,કોને ખબર ?
                            ***
-'કાન્ત'

  





Wednesday, 2 December 2015

ગઝલ 

હવે  નગર  વિકાસની  વાત  કરીએ,
વચનો  બધાં  જ  આત્મસાત કરીએ !

જે હતું  તે થયું  ,થતું રહેશે ચૂંટણીમાં ,
નગરસેવક બની તૈયાર જાત કરીએ !

ખોબલે ખોબલે મત મળ્યા છે જયારે,
સમસ્યાઓને  આપણે  મ્હાત  કરીએ !

જોજો   ભરોશો  તૂટે  નહીં  જનતાનો,
સોનેરી  સ્વપ્નના  રંગ સાત  કરીએ !

નવી  ટીમ  સેવાસદનમાં  ભાજપની,
નવી  કેડી  કંડારી, નવી ભાત કરીએ !

આવનારો  સમય  છે   અપેક્ષાઓનો ,
'કાન્ત' ખુદથી  ખુદ મુલાકાત કરીએ  !
                     ***
-'કાન્ત'


Tuesday, 1 December 2015

ગઝલ 

આ  પાર  કર, કાં  તું  પેલે  પાર   કર,
સાગરને  ખેડવા, નૌકા   તૈયાર   કર !

લડવાનો શોખ  છે ,લડ ગરીબી સંગ,
દુનિયાના  રિવાજોને,   તડીપાર કર ! 

ના બેરુખીથી ,કોઈની  સામે પ્રકટ  થા,
સુખ મળે ત્યારે ,બીજાનો  વિચાર  કર !

હર  કદમ દે તું   જિંદાદિલીનું  પ્રમાણ ,
અશ્વમેધના અશ્વ પર,સૂરને સવાર કર ! 

પરવરદિગાર જાણે   છે, હરેક  ક્ષણને,
એના  કદમોમાં  તું  ઝાઝા  જુહાર કર,

જાણું  છું  તારી  સાથે કોઈ નહિં  આવે,
હાથમાં લે   હલેસું, ખુદને  પડકાર કર !
                         ***
-'કાન્ત'