Tuesday, 31 May 2016

ગઝલ 

મુડસ  અઈંયાં , મુંકે  ડુખ  ડઈ  ડે  દાતા !
અમરત  નતો ખપે,  વિખ  ડઈ ડે  દાતા !

મુંજે   કિપાર  તેં , લિખી  વિજ   અંધારો , 
તોજો  તેજ - ઉજારો  લિખ ડઈ  ડે દાતા !

કેંકે  ક  ભચાઈ  શકાં   આંઉ મુસીભત મેં ,
જટાયુ  જા   વિડધલ  પખ  ડઈ ડે  દાતા ! 

ભલે  હાણે  તીર નિશાને તેં લગે ન લગે,
અરજુન  વિંધે  એડી  અખ  ડઈ ડે  દાતા !

નતો  ખપે  મુંકે  વૈકુંઠ કે  દેવેં  જો  સરગ ,
ધરા  તેં   વસાં  એડો  સુખ  ડઈ  ડે દાતા ! 
                             ***
-'કાન્ત'





ગઝલ 

સૂરનો  સળવળાટ પજવે  છે,
તાલનો ધમધમાટ પજવે છે.

સંગીત મારી સુરાહી ને નશો,
સપ્તકનો ફડફડાટ પજવે છે.

તબલાની થાપ સાથે હું ગાઉં,
દાદરાનો કડકડાટ પજવે  છે.

અંતરામાં જઈ સમ પર ઊભું ,
ગીતનો કલબલાટ પજવે છે.

વાંસળી; મારી વેદના વધારે,
 હોઠનો બડબડાટ  પજવે  છે.
                   ***
-'કાન્ત'  

   

Monday, 30 May 2016

ગઝલ 

લડી  શકું  મુસીબતો  સામે  એવો  હુંકાર  દે !
નથી  તરવું  કિનારે દે ,તું  મને  મઝધાર દે !

તારો  જ  અંશ  છું  હું,  હે   જગતના  ત્રાતા ,
કસોટી  કર  પૂરેપૂરી,  દુઃખ  અનરાધાર  દે !

હિમ્મત નહીં  હારું ,સારથી છે તું  જીવનનો,
સંકલ્પ બળ  ને ,રણમાં  ધનુષનો ટંકાર  દે ! 

ન  જોઈએ  આકાશ,ધરતીનું કિસ્મત આપ, 
ધરા ધારણ કરે  જેને  એ  બધો  વિસ્તાર દે !

ખાવું,પીવું ને  ઊંઘવું ,નથી  ફિતરત  મારી,
કદમ -કદમ પર   કસોટી  અને  પડકાર  દે !

ન  તૂ ટું ,ન  ફૂટું ,  સ્વીકારું  તારી  જ મરજી,
'કાન્ત' ને   દે, તારા  ચરણનો  અધિકાર દે !
                             ***
-'કાન્ત'

Sunday, 22 May 2016

ધોરો  રણ  !

અખિયેં  મેં  તરે તો  ધોરો  રણ  !
મું   સેં   ભિરે   તો   ધોરો   રણ !

સૂરજ  જે  તેજ મેં  તપસ્યા કરે,
ચાંધની  મેં   ફિરે તો ધોરો રણ  !

મિઠો  લગે ,ઇનકે બુચિયું ડિયાં ,
માંડુંએં   સે  હિરે  તો ધોરો રણ !

અય  ભલે  મીઠે  જો ખારો પટ,
મોભત મેં   ઘરે  તો  ધોરો રણ  !

પિંઢ  મિંજ  ધરિયો ભરી  વિઠો ,
'કાન્ત' કુરા સિરે તો ધોરો  રણ !
                  ***
-'કાન્ત'
(મારા કવિ મિત્ર 'ધુફારી'ને  સમર્પિત )





ગઝલ 

કોઈ  અજાણ્યા  જણ  વિષે  તું  વાત  કર,
ઓગળી  ગયેલી   ક્ષણ વિષે તું વાત કર.

અન્નકૂટ ધરે  ઈશ્વરને  છપ્પન   ભોગનો, 
કયારેક કીડીના  કણ  વિષે  તું વાત કર.

લીલાછમ્મ  જંગલ  વસે  તારી   ભીતર,
યાર !  સહરાના  રણ  વિષે તું  વાત કર.

મિલીગ્રામ  સોનાની  ગલી  છે  સાંકળી ,
ત્રાજવું  ઉપાડ,  મણ  વિષે  તું વાત કર.

મહાભારત  ભલે  ખેલાતું  રાજનીતિમાં,
દાદા  ભીષ્મના,પણ  વિષે તું  વાત  કર. 
                          ***
-'કાન્ત'


Thursday, 19 May 2016

ગઝલ 

વિષ્ણુ તારો  નવો અવતાર જોવા દે,
હાથમાં  ચક્ર  છે  કે  સિતાર  જોવા દે.

ગીતામાં  વચન  આપ્યું  છે   ને  તેં ?
પાના  ફંફોસું ,  એ  વિચાર જોવા  દે.

અધર્મની  તારી    વ્યાખ્યા   શું   છે ?
ત્રેતા   યુગના  ઝુલમગાર જોવા  દે.

ધર્મની  ગ્લાની નહીં , હાનિ  થઈ છે,
'યદા યદા 'નો સઘળો સાર જોવા દે.

દાનવ નહીં ;માનવથી  પનારો   છે,
આદમથી લડવા; અસવાર જોવા દે.

રાવણ,કંસ,  હિરણ્યક્શ્ય્પુ હણ્યા હશે,
બગ ભગતોનો  હવે  સંહાર જોવા દે.

હું  પણ  આજે  વચન  આપું છું તને,
લડીશ હું; 'કાન્ત'નો  પ્રહાર જોવા દે.
                     ***
-'કાન્ત'













Wednesday, 18 May 2016

जागो 

जागो   दुनियावालो  जागो ,
जागो   ओ मतवालो जागो। 

तुमने  ही  वृक्षों  को  काटा,
पैसों  को    आपस में बाँटा।

कायनात को किया घायल,
शूरवीर नहीं तुम हो कायर। 

अपने गुनाहों से मत भागो,
जागो  दुनियावालो  जागो। 

सूरज  ओक  रहा है  गरमी ,
बचा नहीं शकेगी  बेशरमी। 

४५  क्या ५५ भी हो जाएगी,
तेरी  दौलत  काम  आएगी ?

गलती की क्षमा तुम माँगो ,
जागो  दुनियावालो  जागो।  

वृक्ष उगाओ, गरमी भगाओ,
चारों ओर हरियाली सजाओ। 

एक   नया   संसार   रचाओ,
आनेवाली पीढ़ी को  बचाओ। 

जागो आदम के वंशज जागो,
जागो   ओ   मतवालो जागो। 
               ***
-'कान्त'












સવારથી  !

વૈશાખનો  ધોમ  ધખે  છે  સવારથી,
તડકો  તાપમાં   બકે  છે   સવારથી.

મજૂરનો  પ્રસ્વેદ સડક  પર રેલાતો,
વિધાતા શેં    લેખ લખે છે સવારથી ?

પક્ષીઓ  જળ વિના  થયાં  તૃષાતુર,
ચકલી ને કાગડા  રગે  છે સવારથી.

પેલું  કપાયેલું  વૃક્ષ  ખડડાટ  હસતું,
મારી કુહાડી કહેવા મથે છે સવારથી.

હે  માનવ !  તું  જ  તારો  શત્રુ  થયો,
જો,મોત ધરા પર ધસે  છે સવારથી .
                       ***
-'કાન્ત'


ગઝલ 

અલખનો  નાદ અહીં  જગાવું  મેકરણ,
મોહ,માયા ,મત્સર ને ભગાવું  મેકરણ !

લાલિયા- મોતિયાના  ઘૂંટાતા શ્વાસની ,
સફેદ  રણમાં  ધૂણી   ધખાવું   મેકરણ !

છલક -છલક  છલકાવું પ્રેમની ગાગર,
તંબૂર પર જી નામને પ્રગટાવું મેકરણ !

નીરખું  મારા  નાથને અનિમેષ નજરે,
ઘૂંઘટના  સઘળા પટ  હટાવું  મેકરણ !

મને  લઈ  જાય  સામે પાર  ઉતારવા,
કેવટ  જેવા  નાવિકને મનાવું મેકરણ !

સાતમાં   કોઠાના  યુદ્ધમાં  કાબેલ   છું ,
મનમાં સ્થિર રિપુઓને હરાવું મેકરણ !

મારી  ગઝલમાં  હું પ્રગટાવું  અનોખું,
કલમને   શબ્દ  યાત્રા કરાવું મેકરણ !
                         ***
-'કાન્ત'


Monday, 16 May 2016

ગઝલ !

જિંદગીની   કિતાબ    લઈને  બેઠો   છું,
વહેલી પરોઢના ખ્વાબ લઈને બેઠો છું.

નથી  જોઈતું  મિલન મારે એક ક્ષણનું,
યુગોનો   અસબાબ     લઈને  બેઠો  છું.

નજરું  નમશે તમારી કદી નજાકતથી,
દ્રશ્યોનો   હું   શબાબ  લઈને  બેઠો  છું. 

આપણો  સંગ  ઓગળી જશે  વિરહમાં,
સૂર  સજાવવા  રબાબ લઈને બેઠો છું.

દાદાદાદીની     ગોદમાં   સંધ્યા  ઢળે, 
સાંધ્યદીપનો   રૂઆબ  લઈને બેઠો છું.
                         ***
-'કાન્ત'

Sunday, 15 May 2016

ગઝલ 

કેટલીયે  ધારણા   લઈ  હું  ફરું,
સમયના સંભારણા લઈ હું ફરું.

ક્યાં  કહું  આપને  આપવીતી,
શબ્દની વિચારણા લઈ હું ફરું.

માછલીની આંખ કોણ વીંધશે ?
કોકના રિસામણા  લઈ  હું ફરું.

કુદરતના ગોઠવેલા   ખેલમાં,
બધાં બંધ બારણાં લઈ હું ફરું.

રાંદલ રમે  છે કોકના ચોકમાં,
તે  છતાં  પારણાં  લઈ હું ફરું. 
                   ***
-'કાન્ત'







Friday, 13 May 2016

ગીત !

સખી! આપણે તો આપણામાં રહેવું ,
પાણિયારે તાંબાની હેલ થઈ -
ઘરના તે આંગણામાં વહેવું !
                                     0સખી! 
દશે દિશાઓ આસપાસ ચાલે,
અને સમય પણ એની સાથે મ્હાલે.
સુખ-દુઃખને   સંગાથે  સહેવું !
                                     0સખી !

આંખનાં આંસુ  ખૂટે કે  ના ખૂટે,
રુદિયામાં આવીને સાહ્યબો લૂંટે.
પરોઢિયાનું  સ્વપ્ન કોઈને ન કહેવું !
                                     0સખી !
ઓગળેલો અવસર જરૂર ફળશે,
ખોવાયેલી નથડી મને જ કળશે.
શબદ -શબદનું ભલે વધી જાય દેવું !
                                     0સખી !
કોઈ નહીં આઘાં ને કોઈ નહીં ઓરાં,
ભીંજવે છે  ઝરમર વરસાદના ફોરાં.
માઝમ રાતમાં પણ લાગે ધોળા દિ'જેવું !
                                      0સખી !
                        ***
-'કાન્ત'







Thursday, 12 May 2016

ગીત 

અંતરના  ઓરડે ખાલીપો પજવે,
બહાર  છલોછલ  લાગણીના પૂર !

'લંભ'ની  લેરું  છે  ખેતરના  સેઢે,
સખી! હિજરાઉં  હું ઓરડે ભરપૂર ! 

ભમરો  ઊડીને  કરતો   ગુંજારવ,
લાગે  કેમ  એના  સૂર  આવા ક્રૂર ?

વરસતા ચોમાસે પલળે અગાસી,
સાવ કોરીકટ કાયા  ભાસે  છે ભૂર.

આભને ટેકો દેતો મારો માણીગર,
ઓલા દરિયાની પાર વસે છે દૂર.

એની સમીપ  કેમ  પહોંચવું  મારે ?
દિવસ રાત વિચારે રહેતી ચકચૂર.
                       ***
-'કાન્ત'



Wednesday, 11 May 2016

ग़ज़ल 

दर्द   को   घर  का  निगाहबान  किया  है  मैंने,
बहार हूँ ; पतझड़  को मेहमान  किया है  मैंने।  

तुम  किसको  ढूंढते  फिरते  हो  आशियाने में ?
बुलबुल को  उड़ने  का  फरमान  किया है मैंने। 

रुखसत  के  वक्त  ही  तुम  रूठ  गये  मुझ से,
तुम्हारी  हर  अदा  का  सम्मान किया है मैंने। 

लोग   तो  खूबसूरती  पर  जान   छिड़कते   हैं ,
ज़िस्म नहीं;दिल का  अरमान  किया  है  मैंने। 

बुूुझे  हुए शोलों  को  सभी  हवा दिया करते  हैं ,
आग लगाने वालों पे  अभियान किया है मैंने। 

अब   तक   तो  मचलतीं  थीं  मेरी  ये  ग़ज़लें ,
ल गा गा  पिलाकर उन्हें बेजान किया है मैंने।
                            ***
-'कान्त'




Monday, 9 May 2016

ગઝલ 

લ્યો,ઘૂંઘટ હટ્યું  ને  શરમાય  છે  ગઝલ,
તમારી   આંખોમાં   વરતાય  છે  ગઝલ.

આ   મયકદામાં  નશા  જેવું   કંઈ  નથી,
શબ્દોની  સુરાહીમાં   ઠલવાય છે ગઝલ.

ઘૂંટ ઉતર્યું  શરાબનું  જયાં  મુજ  ભીતરે,
તાંડવ  થઈ  પેટમાં વલોવાય છે ગઝલ.

ક્ષણોનો   ગુજારો  કરી   લેશું   કલમથી,
કાફિયા  પ્રકટયા  ને હરખાય  છે ગઝલ. 

એય ,  મુન્નીબાઈ   તને   ઘુંઘરુંનાં  સમ,
નાચજે  મસ્તીથી, પડઘાય   છે  ગઝલ.

પબુ, વંચિત,ખ્વાબ,શબાબ કે  ગજકંધ ,
એમના ઓટલે વિસામો ખાય છે ગઝલ.

કાંઈ   વરસે   અનરાધાર   ઘર આંગણે ,
'કાન્ત'થી  એટલે તો  લખાય છે ગઝલ.
                         ***
-'કાન્ત'

ગઝલ 

કેટલાયે  જનમનો  આપણો  સંબંધ  છે !
સ્પષ્ટ  દેખાય છે;આંખો ભલેને અંધ છે !

હવાના લયમાં વહે  છે ચોતરફ સંગીત,
ગંધર્વોની  મહેફિલ નો અહીં  પ્રબંધ છે !

રાત  જોયા   કરે   છે   એકીટસે   તમને,
સંગાથે   જોયેલાં  સપનાં;  અકબંધ  છે !

હૈયામાં  દોડતા   તારીખિયાના  ઉત્સવો,
તહેવારના સથવારે બિલકુલ નિર્બંધ છે !

બેસૂરાં  નહીં   થાય સાથે ગાયેલાં ગીતો,
'કાન્ત' ના   શબ્દોમાં  એ  પદબંધ    છે !
                          ***
-'કાન્ત'





Saturday, 7 May 2016

माँ !

प्रेम  का  स्वीकार  है  तू  माँ !
ममता का अवतार  है तू  माँ !

तेरी   गोद  में   ऋचाऍ   खेलें,
निराकार में  आकार है तू माँ !

संबंध  हैं   समर्पित   तुझ  में,
बच्चों  का   दुलार   है  तू  माँ !

लड़कपन  को  हरा-भरा रख्खे,
 करुणा  का   भंडार  है  तू माँ !

रंग-नूर और ख़ुश्बू से भरी हुई,
गुलशन  की   बहार  है  तू माँ !

क़ायनात की  सीमा  से  आगे,
खुद; असीम विस्तार है तू माँ !

नाम तेरा;   जब  लब पे  आये,
'कान्त'की  नवकार   है तू माँ !
                 ***
-'कान्त '




ગઝલ 

જરી   અણસાર   આપી   દે   ઘાયલ !
છલકતો   પ્યાર  આપી   દે   ઘાયલ !

રેતીનું  રણ   સળગ્યા  કરે   ક્યારથી,
મૃગજળનો  પોકાર આપી  દે ઘાયલ !

ફૂટપટ્ટી લઈ  હું મને પળે  પળ   માપું,
અસ્તિત્વને વિસ્તાર આપી દે ઘાયલ !

સોય ને  લોચન વચ્ચે  અમારે રહેવું,
નજરું  ને  ઘરબાર આપી દે  ઘાયલ !

મારા ભાગ્યનું પરબીડિયું  છો ઊપડે ,
વિધાતાના અણસાર આપી દેઘાયલ !

વરસાદ  પડ્યો    છે  આજ  ધોધમાર,
પલળવાના વિચાર આપી દે ઘાયલ ! 

નીલી આંખવાળી ગઝલપજવ્યા કરે,
 છંદ મીટરનો  સાર આપી  દે ઘાયલ !
                         ***
-'કાન્ત'











Thursday, 5 May 2016

કેમ બચું ?

મૂલ્ય  જેવું  અહીં  બચ્યું  છે  શું  ?
ટકે -ટકે  માણસો  વેચાય    છે !

કોણ   કોને   કામ  આવે  અહીં  ?
કોઈના ,ચહેરા ક્યાં વંચાય છે ? 

કેમ  બચું ,કેમ બચાવું  જાતને ?
પ્રભુ પણ  હવે તો ગભરાય  છે !

મદનના મારણ  વધતા  ગયા, 
લજ્જા  બિચારી, અકળાય   છે.

રાય હો કે રંક  ભાવ છે એક  જ,
મારું શું ?કહીને  વળ  ખાય છે !

ક્ષણિક વિજયના  મદ-મોહમાં ,
જિંદગી   ખો  આપી  જાય  છે !

ડબ્બામાં ભરેલો કચરો ફેંકે સૌ,
મનનો  કચરો ક્યાં  ફેંકાય  છે ?
                   ***
-'કાન્ત'




Wednesday, 4 May 2016

ગઝલ !

ચંચળ  મન  જિત  તિત  ભટકે  વિઠો ,
વાનરે  વારે  જીં  ડાર  તેં  લટકે વિઠો !

કૂડા  કરાય  તો   કામા   હી  મથે  રઈ ,
નેં  ડોષ ડે   કિપાર  કે  સે  ખટકે  વિઠો ! 

જીં  બુદ્ધ  કો  પિપર  નીચેં  ધ્યાન ધરીં ,
તીં  માયા મેં  મસ્ત  ભની  મુરકે વિઠો !

જલજે  નતો ;ભજ  ભજ  કરે વિઠો હી,
સંસાર જે  બંધને મેં ,  હી  અટકે વિઠો !

કામ,ક્રોધ,મોહ કે ન વારે, પણ વધારે,
ઇનજો  હી  ચસરકો ,મૂંકે ચટકે  વિઠો.
                           ***
-'કાન્ત'
आम 

ज़ायके   में  ला-जवाब   है  आम !
देवताओं का , शबाब     है   आम !

केशर ,हाफूस ,आम्रपाली ,लँगड़ा ,
अपने   आप  में  नवाब  है  आम !

अंतरजामी   इसे  पसंद करते   हैं ,
स्वर्गलोक   का   ख़्वाब  है  आम !

आदम और ईव के साथ  ये आया,
आम्र कुंज  का   प्रभाव   है  आम  !

अमृत फल    है  ये   वसुंधरा  का ,
मेरा  आनुवंशिक  लगाव है आम !
                     ***
-'कान्त'












Monday, 2 May 2016

ग़ज़ल   

कभी  कभी जहाँ  में  ऐसा  भी  होता  है,
लयला  मिलने  पर  भी  मजनू रोता है। 

फूलों जैसी खुश्बू  आ जाती है काँटों में ,
आम मिल जाते उसे जो बबूल बोता है। 

बातों ही बातों में  बन जाते हैं अफ़साने,
सब कुछ पाकर -वो सब कुछ खोता  है। 

कोहराम मच जाता है  जब  आँगन में,
इन्सां  दुखः को अपने कंधों पे ढोता है। 

मुआफ़िक  हैं  ये   बहतीं   शर्द   हवाएँ , 
सूरज  भी  आसमान ओढ़  के सोता है। 

कोहनूर  पकेंगे  अब  हमारे   खेतों  में,
बहुत दिनों  बाद ,मैंने   हल  जोता  है. 
                       ***
-'कान्त'


Sunday, 1 May 2016

ગઝલ 

સ્વપ્ને  સજાવતી  આ  રાતને  જોયા કરું,
દ્રશ્યોમાં રચાતી રૂડી  ભાતને  જોયા  કરું.

આગિયા  પણ   સ્વયં  ને  પ્રકાશિત  કરે,
પળે પળ  ઓલવાતી  જાતને  જોયા કરું.

વલવલે   વેદના  ત્યારે લખાય  ગઝલ,
શબ્દોમાં  પડઘાતી   વાતને  જોયા  કરું.

આપણા  સંબંધ  બંધ બારણે  રોયા  કરે,
ધોધમાર વરસતી બરસાત ને જોયા કરું.

રણ,એ  કંઈ  દરિયો નથી કે  ડૂબી જશો,
મૃગજળને  પીતી  ઓકાતને જોયા  કરું.

ઠીકરી  નર્તન કરે છે પગલીના દાવમાં,
ખેલની રીતિ  ને  વિસાત ને  જોયા  કરું.

જીવવું  એ જીવનનો મોતને પડકાર છે,
'કાન્ત' પ્રતીતિ  ને આઘાતને જોયા કરું. 
                         ***
-'કાન્ત'