ગઝલ
અલખનો નાદ અહીં જગાવું મેકરણ,
મોહ,માયા ,મત્સર ને ભગાવું મેકરણ !
લાલિયા- મોતિયાના ઘૂંટાતા શ્વાસની ,
સફેદ રણમાં ધૂણી ધખાવું મેકરણ !
છલક -છલક છલકાવું પ્રેમની ગાગર,
તંબૂર પર જી નામને પ્રગટાવું મેકરણ !
નીરખું મારા નાથને અનિમેષ નજરે,
ઘૂંઘટના સઘળા પટ હટાવું મેકરણ !
મને લઈ જાય સામે પાર ઉતારવા,
કેવટ જેવા નાવિકને મનાવું મેકરણ !
સાતમાં કોઠાના યુદ્ધમાં કાબેલ છું ,
મનમાં સ્થિર રિપુઓને હરાવું મેકરણ !
મારી ગઝલમાં હું પ્રગટાવું અનોખું,
કલમને શબ્દ યાત્રા કરાવું મેકરણ !
***
-'કાન્ત'
અલખનો નાદ અહીં જગાવું મેકરણ,
મોહ,માયા ,મત્સર ને ભગાવું મેકરણ !
લાલિયા- મોતિયાના ઘૂંટાતા શ્વાસની ,
સફેદ રણમાં ધૂણી ધખાવું મેકરણ !
છલક -છલક છલકાવું પ્રેમની ગાગર,
તંબૂર પર જી નામને પ્રગટાવું મેકરણ !
નીરખું મારા નાથને અનિમેષ નજરે,
ઘૂંઘટના સઘળા પટ હટાવું મેકરણ !
મને લઈ જાય સામે પાર ઉતારવા,
કેવટ જેવા નાવિકને મનાવું મેકરણ !
સાતમાં કોઠાના યુદ્ધમાં કાબેલ છું ,
મનમાં સ્થિર રિપુઓને હરાવું મેકરણ !
મારી ગઝલમાં હું પ્રગટાવું અનોખું,
કલમને શબ્દ યાત્રા કરાવું મેકરણ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment