સવારથી !
વૈશાખનો ધોમ ધખે છે સવારથી,
તડકો તાપમાં બકે છે સવારથી.
મજૂરનો પ્રસ્વેદ સડક પર રેલાતો,
વિધાતા શેં લેખ લખે છે સવારથી ?
પક્ષીઓ જળ વિના થયાં તૃષાતુર,
ચકલી ને કાગડા રગે છે સવારથી.
પેલું કપાયેલું વૃક્ષ ખડડાટ હસતું,
મારી કુહાડી કહેવા મથે છે સવારથી.
હે માનવ ! તું જ તારો શત્રુ થયો,
જો,મોત ધરા પર ધસે છે સવારથી .
***
-'કાન્ત'
વૈશાખનો ધોમ ધખે છે સવારથી,
તડકો તાપમાં બકે છે સવારથી.
મજૂરનો પ્રસ્વેદ સડક પર રેલાતો,
વિધાતા શેં લેખ લખે છે સવારથી ?
પક્ષીઓ જળ વિના થયાં તૃષાતુર,
ચકલી ને કાગડા રગે છે સવારથી.
પેલું કપાયેલું વૃક્ષ ખડડાટ હસતું,
મારી કુહાડી કહેવા મથે છે સવારથી.
હે માનવ ! તું જ તારો શત્રુ થયો,
જો,મોત ધરા પર ધસે છે સવારથી .
***
-'કાન્ત'
No comments:
Post a Comment