લલચાઉં છું !
જીવનમાં સહારા કઈક પડ્યા છે,
છતાં હું બેસહારા બનતો જાઉં છું !
દોસ્તો અને મહેફિલોમાં પણ હું,
હમેશાં એકલો જ દેખાઉં છું !
કદમ કદમ પર છે એની હસ્તી ,
છતાં હું ઠોકરો જ ખાઉં છું !
મારું મન ઘણે ઊડે આકાશમાં ,
હું જમીન પર જ પછ ડાઉં છું !
હતાશ થઈ ગયો છું વસતિમાં ,
'કાન્ત ' છોડી જવા લલચાઉં છું !
------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------