Monday, 31 December 2018

અલવિદા  2018 !

2018 ,મારા અને તારા વચ્ચેની 
ઓળખાણ હતી તો એક વર્ષની !
પણ ચિરસ્મરણીય....
કહે  છે  સમયને કોઈ રોકી શકતું નથી.
મારે તો તારી સાથે  365 દિવસ 
જીવવાનું હતું...
જે મેં  જીવી  લીધું !
હું જયારે જયારે જ્વાળામુખી પર બેઠો 
ત્યારે તેં  મારી ભીતર શીતળ લેપ કર્યો.
તારી સંગાંથે  હું ખૂબ ફર્યો. 
આપણે સાથે ગાળેલો સમય 
ઉકેલી શકયો  હું જીવતરના પ્રમય  !
તારો અને મારો સંબંધ 
દુઃખ અને સુખનો સાથે રહેવાનો  પ્રબંઘ !
તેં  મને  ડંફાસ  મારતાં  અટકાવ્યો 
અધવચ્ચે  ક્યારેય  ન લટકાવ્યો !
2018 મારી પ્રેમિકા  કવિતા સાથે 
તેં  રોજ મુલાકાત કરાવી,એને બિલકુલ 
ન રડાવી !
તારી સાક્ષીએ  મેં મારું  સ્વજન ખોયું 
મૃત્યુને અટ્ટહાસ્ય  કરતાં  જોયું 
તેં  મને ઉત્તમોત્તમ  ઘણું આપ્યું 
અને તારા રાજ્યમાં મેં ઘણું સાંખ્યું 
2018 તું મારો મિત્ર બનીને રહ્યો 
મારા અણગમાનો ભાર પણ તેંજ સહ્યો !
દોસ્ત !આજે તને અલવિદા કહું છું 
મનમાં ને મનમાં વિરહને સહું  છું !
2019 તને મળે તો એને કહેજે 
મારો આ સંદેશો  પહોંચાડજે 
કાલે વહેલી સવારે 'કાન્ત 'ને 
મળવા આવશે એક નવજાત કવિતા 
જે એના પર લખાયેલી છે !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '















Saturday, 29 December 2018

ગઝલ 

 ધરમ   કરતાં  ધાડ  પડી  છે,
કોઠાની   આ  રસમ  નડી  છે.

ઠુમરી  ઘાયલ ,સૂરો  બેસૂરા,
મુન્નીની આજે  આંખ રડી છે.

સારંગી  સરગમ  ને રેલાવે ,
મુજરાની  માસૂમ   ઘડી  છે.

ગજરો   મ્હેકે  અંબોડા  પર,
કોકની  ત્યાં નજરું અડી  છે.

પગ  નાચે   ને   હૈયું   ફાટે,
ક્ષણો બધીયે  સામે ચડી છે.

ઝળાહળાં ઝગમગ સઘળું,
અંધકારની લાશ  સડી  છે. 

વાહવાહ   છે   ચારે   બાજુ ,
'કાન્ત'ને , ગઝલ  જડી છે.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Wednesday, 14 November 2018

પૂજા 

એક  દીવો   પ્રગટ્યો  દિલમાં ,
પૂજા    તારી    ફળી ,  માધવ .

ચડ્યું   હતું  પૂર, વ્યાધિઓનું 
સઘળી  વ્યાધિ  ટળી  માધવ.

આંસુઓથી   નયન   ભીંજાયાં ,
એમાં છબી તારી કળી માધવ.

તારી  સંગાથે આતમ જોડાયો ,
મીરાની  વેલિ    મળી માધવ.

કાળી  વાદળી ,વીજળી ચમકે,
'કાન્ત'એ આશા  રળી  માધવ. 
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો। 99090 71588 






Thursday, 8 November 2018

जन्मदिन....!

आज   मेरा  जन्मदिन... 
1951 से  2018, सडसठ  साल का  सफ़र !
24,455 दिनकी  मेरी  साँसें  आज  भी 
चल  रही  हैं  उसी रफ़्तार से  !
कोई गिला नहीं ,कोई  शिकवा नहीं,
बस  सब कुछ  हो रहा है  यहाँ  सही !
मैं सहज  हो  कर जी रहा  हूँ,
तितली  मेरे  लिए  फूल  है ,फूल  है तितली 
उसे  देख -मैं अमृत  रस पी रहा हूँ !
मेरे  आँगन में  आते  सूर्य  के किरन 
सबेरे  की हवा का  स्पर्श ,श्रीजी चरण  
मुझे  garden garden 
कर देते  है,बदले में कुछ नहीं लेते है !
मैं दूसरों के लिए  व्यस्त  हूँ 
अन्याय  के सामने उठा  शस्त्र  हूँ 
मेरे  होठ  भिक्षापात्र  नहीं  हैं
मेरी जिंदगी का रास्ता  बिल्कुल सही है !
मैं अपने आपको  चाहता हूँ  जी जान से,
फर्क नहीं पड़ता कभी मान अपमान से !
पागल  हूँ  कविता  के प्यार में 
सरगम  के सात सुरों  के  ख्याल में 
मै  रोज  शाम  को  वोक-वे  पे  चलता हूँ 
ढलते  सूरज के साथ  गुफ़्त-गू करता हूँ 
कम  खाता हूँ, अनजाने को भी बुलाता हूँ 
किताबें मेरी  अच्छी दोस्त हैं,उन्हें अपने 
साथ ही जगाता हूँ ! उन्हें  थपथपा  के 
सुलाता हूँ,मैं भी सो जाता हूँ !
आज  यहाँ  हूँ, कल  किसी और द्वार 
इसी तरह  जिंदगी  से करता रहूँ प्यार !
                        ***
-कृष्णकांत भाटिया 'कान्त '








Monday, 5 November 2018

કૃપા 

તેરી  કૃપા  બની  રહે  પરવરદિગાર !
સપને    હમારે    હૈં ,  બસ   દો -ચાર !

આંસુઓં   સે    સીંચી    હૈ  પ્રેમ બેલી,
મુસીબતેં    હમને   ભી   કઈ    ઝે લીં.

બજને   લગી   અબ  જીવન  સિતાર !
સપને    હમારે   હૈં     બસ   દો -ચાર !

ઉજાલે  પે  હૈ  યહાં ,અંધેરે  કા પહરા ,
દિલ   કા    ઘાવ     હૈ    બડ઼ા   ગહરા .

તેરી   કૃપા   બરસા  દે   ઓ  કિરતાર !
સપને     હમારે    હૈં    બસ   દો -ચાર !

પસરના  ખુશ્બૂ   કા  હૈ  આનંદ દાતા ,
તૂ  માલિક,તૂ હી આકા ,તૂ હી વિધાતા.

પતઝડ મેં ભી  અબ  ખિલા  દે બહાર !
સપને     હમારે    હૈં    બસ   દો -ચાર !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં .155/2,
સંસ્કારનગર,ભુજ.
મો। 99090 71588 














कृपा  !

तेरी  कृपा  बनी  रहे  परवरदिगार  !
सपने    हमारे    हैं  बस   दो -चार !

आंसुओं  से   सींची   है  प्रेम  बेली,
मुसीबतें    हमने   भी   कई  झेलीं।

बजने  लगी  अब  जीवन   सितार !
सपने    हमारे   हैं   बस   दो -चार  !

उजाले  पे  है यहाँ  अँधेरे का पहरा,
दिल  का    घाव    है    बड़ा  गहरा। 

तेरी  कृपा  बरसा  दे  ओ  किरतार !
सपने   हमारे    हैं   बस    दो -चार !

पसरना  खुश्बू    का  , आनंददाता,
तू   मालिक ,तू ही आका -विधाता। 

पतझड़ में  भी अब खिला दे बहार !
सपने     हमारे   हैं   बस    दो-चार !
                     ***
-कृष्णकांत भाटिया  ' कान्त '
'सत्यमविला ',प्लॉट नं। 155 /2 ,
संस्कारनगर ,भुज. 
मो. 99090  71588 


Saturday, 3 November 2018

ગઝલ 

ગાગાલગા,ગાગાલગા,ગાલગા 

મોં  ખોલ  ને ,હાણે  ચુટી  ગાલ કર ,
ખારાશ  કે  ઘારે ,  મિઠી   ગાલ કર.

બોલી  જુધી , નેં  વેશ  હી  વારસો,
મા  ભારતી  માતા સુઠી  ગાલ કર.

કારી  ન    હલધી   ફૂડજી  ચોરટા ,
થી  માડુ  ને  ટાણેં  ડિઠી ગાલ કર.

ઝોલે  ચડી   હીંચેં   અસાંજે  ભલા,
ભાસે ત ચપ ખોલે  કુછી ગાલ કર.

ઐયેં  અસાંજો  ભા  મિઠો  લાડકો,
ઘૂઘાટ  કે  સડ ડે  પુછી  ગાલ કર. 
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Friday, 2 November 2018

આરોપી  !

આંખમાં   છુપાયો   છે  આરોપી,
નજરથી  ઘવાયો   છે  આરોપી.

અઘરું છે ,જાતને સાબિત  કરવું,
ઈશુ  પણ કહેવાયો  છે આરોપી.

લાગે  કે  નિર્દોષ  છૂટી  જવાનો ,
દલીલોમાં  ફસાયો  છે  આરોપી.

અફવા  ફેલાઈ છે  કે સજા  થશે ,
તારીખમાં અટવાયો છે આરોપી.

કારણ  વિના  ફસાયો  ઝાળમાં,
લોકજીભે  ગવાયો  છે આરોપી.

એની તરસ હોઠ સુધી ન આવી,
મૃગજળમાં છવાયો છે આરોપી.

શબ્દને  ઘાયલ  કર્યા કલમથી,
'કાન્ત'માં  સમાયો છે  આરોપી.
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમ વિલા ',પ્લોટ.નં. 155/2,
સંસ્કારનગર ,ભુજ.
મો. 99090 71588 













Thursday, 1 November 2018

ગઝલ 

અભ  પણ  ખિલેતો  અજ  ડિયારી  આય !
હુભ  સેં  મિલેતો  ઈ, અજ  ડિયારી  આય !

ફટાકડા  ફૂટેંતા ધનાધન ,હિત  ધિલ  ભરે,
કચ્છી  માડુ  નચેતો ,અજ  ડિયારી  આય !

અંગણ મેં  ડિયા  ઝગમગૅ  મિઠી  હુભ  જા,
ચંધર  પણ  કુછેતો , અજ  ડિયારી  આય !

જુવારિયોં  હિન ટાણેં  કે ,ટાણેં  જો મહિમા,
અંધારો  સટ  કઢેતો,  અજ ડિયારી  આય !

ગોરે  વિજોં   સુખ  સપનાં ,નબરે  તેં  પાં ,
રમાપતિ  અચેતો ,અજ    ડિયારી  આય !

ખીરમેં   જિજી  ખન , મ   વિજજા   ભલા ,
મિઠો  સ્વાદ રસેતો, અજ  ડિયારી  આય !

રોપિયોં   સદભાવના કે ,પાં  ભેગા  મિલે,
'કાન્ત ' અરજ કરેતો,અજ  ડિયારી આય !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Wednesday, 31 October 2018

બને  !

ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા 

આ  પાર  કે  ઓ પાર  મારું ઘર  બને,
પાણી   પડે  પાતાળમાં  ને   સર બને.

આવી   મને   કોઈ   કહી   દે    એટલું,
મારી  ગઝલના  કાફિયા ના ડર બને.

હોઠે    ગુલાબી   હોય   તો  ચૂમી લઉં,
મેડી   ફળે , જો પ્રે મનો અવસર બને.

આ   ઝાડની  નીચે   હવે   છે  બેસણા ,
અવતાર લૈ ,નારાયણી જો નર  બને.

નારાજગી  સંતાડવી   છે  આજ  તો,
દીવાનગી  જો  ઊડવાના  પર બને.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Tuesday, 30 October 2018

ગરીબી 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

ગરીબી   વસે  છે  અમારા   સદનમાં ,
અને   એ   હસે   છે અમારા  સદનમાં.

તમે  હો   ન હો  તો ,કશો  ફેર  શાનો ?
અરે  એ    રસે  છે અમારા   સદનમાં.

મને   બીક  લાગે ,તમારા  નયનની ,
નજરને  કસે   છે   અમારા  સદનમાં.

ગરીબી   નથી  તો, નથી આ સહારો,
ચિરાગો   ઘસે  છે  અમારા સદનમાં.

હવે  તો   અમારી , શરૂ  થૈ  પનોતી,
ખુશીને    ડસે  છે  અમારા  સદનમાં.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

                      







                      


Monday, 29 October 2018

ગીત 

પછી   એકાએક   બધું   તમને  ફાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

ઝૂકી  જાશે વાદળાં ,ચમકી જાશે વીજ,
કોને માથે  કાઢશો  અણગમતી  ખીજ ?
ઝાંઝરની   રૂમઝૂમ  તમને  નચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

તુલસીનો  કયારો ,ને પાણિયારે  હેલ,
જોજો  તમે  સહિયર ,જીવનના  ખેલ.
નણદલના  વીર ,પ્રીત  થૈ   હસાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.

સાત  ફેરા  ને   સપ્તપદીના  સોગંધ ,
જોડ્યાં    છે   તમે ભવોભવના સંબંધ.  
હેત સાસુ -સસરા ,ચોક્કસ વરસાવશે,  
જયારે  સોનેરી  શમણાં રાતે  આવશે.

ભારતીય  નારી  છો  તમે નારાયણી,
'કાન્ત 'ના    ગીતના તમે કામાયની.
શોર   કોયલ  ને મોર  પણ મચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Sunday, 28 October 2018

भूल  !

भूल   भी   थी   कैसी   फूल  सी  कोमल,
सो  न    सकी रातभर , तड़पी  प्राण  सी। 

पलकों   की   छाया  में ,सोई   है  कहानी ,
दर्द   की   उलझन ,हो  शके आसान  सी। 

जल   नहीं   जाता   तो   क्या  करता  मैं  ?
आग  भी  लग  रही  थी ,तेरी  जबान सी। 

आँख   अंजानी   में,  पहचाना  था  पानी,
लग  रही   थी  वह , अर्जुन  के  बाण  सी। 

मेरा  कुछ  नहीं  लेके, सब  कुछ ले लिया,
आज  लहरें  उछलें ,समंदर के तूफान सी। 

आँसू  न  बहाओ , मेरी  कब्र पर  दीवानो,
हरी घास  फूटी  है,आज  मेरे अरमान की। 

हार  नहीं  मानी ,जिंदगी  से  लड़ता  रहा,
मेरी  जीवन यात्रा  ,कर्म के अभियान सी। 
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Wednesday, 10 October 2018

નવરાત્રિ  !

શક્તિની  સાધનાનું  સ્વરૂપ છે  ,નવરાત્રિ !
જગદંબાના  વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !

અનુષ્ઠાન   કરે  ભક્તો ,  માતાજીને   ભજે,
કુમારિકાઓ  નિત  નવા નવા  વાઘા સજે.

આશાપુરી   સુગંધિત  ધૂપ   છે , નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !

ચાચર  ચોકમાં  થાય , ભવાનીના બેસણા,
દૂર  ભાગી જાય, આપણી સઘળી  એષણા.

અમૃત જળથી  ભરેલું   કૂપ  છે,  નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !

નવ  નોરતાં ને  નવલી  એની  નવ રાતો,
ભક્તો  કરે હોંશથી  મા ની ભક્તિની વાતો.

મન મર્કટની    હૂપા -હૂપ     છે,  નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા' ,પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો.99090  71588  



Sunday, 7 October 2018

પ્રશ્ન  !

પ્રશ્ન  ભલે  પૂછ, એનો જવાબ  નથી,
અઢારે   અંગ   વાંકા , શબાબ નથી .

અહીં  સામટો  વેપાર  છે  ઈમાનનો,
સત્ય મેવ જયતે   નો   પ્રભાવ નથી .

તારો  પ્રશ્ન   જિજ્ઞાસા   છે  કે ચેતના ?
તારા  ઉપર  હવે કોઈ દબાવ  નથી.

ક્યાં કશી  અસર થાય છે સરગમની,
બેસૂરો  વાગે   તંબુરો, રબાબ  નથી.

ભીડમાં  સામાન્ય  લોકોનો દબદબો,
અહીં   કોઈ   સાંસદ  કે નવાબ નથી.

એક અટપટો પ્રશ્ન મનેય મૂંઝવે રોજ,
આ લોકશાહીનો  કેમ  રુઆબ  નથી ?

પ્રજા છું ,આધુનિક શાસકોની ગુલામ,
'કાન્ત 'નો  નવો  કોઈ  ખ્વાબ નથી.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમ વિલાં,પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર,ભુજ-કચ્છ.
મો.99090  71588 









Saturday, 6 October 2018

દયા  !

દયા  કરજે  દયાળુ  દેવ  મારા,
ઝોળી  ભરજે,દયાળુ દેવ મારા.

મોહ -માયા-મત્સર પજવે મને,
ભ્રાન્તિ  હરજે,દયાળુ દેવ મારા.

ભવસાગર પાર કરવો છે  મને,
સંગ  તરજે,દયાળુ  દેવ  મારા.

કર્મ બંધન કોઈને છોડતા નથી,
તું  પણ ડરજે ,દયાળુ દેવ મારા.

'કાન્ત '  કવન ગાયે, પડે પાય,
કાને ,ધરજે  દયાળુ   દેવ મારા
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588 




Thursday, 4 October 2018

અલખ 

અલખનો  નાદ   હવે  જગાવું  મેકરણ,
મોહ માયા મત્સરને   ભગાવું  મેકરણ !

અફાટ રણ  સાદ કરે  છે  મને   કેદુણો ,
સૂતેલા  આતમને  હું  જગાડું  મેકરણ !

જીવો  પણ  ઝેર  ન થાવ, કીધું  તું  તેં ,
અલખના  ઓટલે  હું  લંબાવું  મેકરણ !

કાયા  છે  કૂડી  એના  કામણ  છે  કૂડા ,
ભરથરીને  ભોમિયો  બનાવું  મેકરણ !

કોક  ભૂખ્યો તરસ્યો  પોકાર કરે  મને,
લાલિયા-મોતિયાને   સજાવું  મેકરણ !

સેવાથી  સંબંધ  રાખવો   જીવતરમાં, 
અલખની  ધૂણી ,હું  ધખાવું    મેકરણ !

સંતપદું મળતું  નથી કોઈને મફતમાં,
'કાન્ત 'ને તપશ્ચર્યા  હું કરાવું  મેકરણ !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ.
મો। 99090  71588









Tuesday, 2 October 2018

ગઝલ 

હક  સાથે સાથે ,ફરજની  વાત  કર,
ગઝલ  છે, તો   તરજની  વાત કર.

દાવા -દલીલ  ને  હક  છેતરામણા ,
આ બાજુ જો ,તું  ગરજની વાત કર.

સાતે  સૂરો છે ,સૂરીલા એ બરાબર,
ષડ્જ -સા સ્વર,ખરજની વાત કર.

ફરજ   નિભાવ   ને   હક  માટે લડ ,
તને   થયેલા   મરજની  વાત  કર.

'કાન્ત'ના બધા  હક  છે  સલામત,
તેં   કરેલી  એ અરજની  વાત કર.
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588



Monday, 1 October 2018

લાલ  !

મા  ભારતીનો    લાલ તું ,સાદગીનો  શાસ્ત્રી !
અમ  દેશની તું  ધરોહર,  હું ઉતારું  આરતી !

રાષ્ટ્ર  કાજે  પ્રાણની પરવા  કદી  કરી નહીં,
બહાદુર  હતો  તું,  તુજ  નિડરતા  ડરી નહીં !

ઓવારણાં લે લાલ તારા ,આજે મા ભારતી !
અમ   દેશની   તું  ધરોહર,હું ઉતારું આરતી !

વામન છતાં વિરાટ થઈ તેં નમાવ્યું વિશ્વને,
ભૂલી   શકું  હું કેમ તારા ,સાદગીના  વેશને .

જય જવાન જય કિસાન વાણી  ઉચ્ચારતી !
અમ  દેશની  તું ધરોહર,  હું ઉતારું આરતી !

સાદગીનું શરણ તારું,સત્ય વચન  વીરતા,
અમૃત ભરેલું ભીતરે ને ધારી તેં  ગંભીરતા.

શાંતિ ઘાટે આજ પણ શાંતિ પગ પખારતી !
અમ  દેશની  તું  ધરોહર ,હું ઉતારું આરતી !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



ગાંધી  !

બાપુ !આજે  અમે  ખાદીના  કપડાં  પહેરી 
ધૂળ ચડી  ગયેલો  રેંટિયો  કબાટ પરથી  ઉતારશું 
મોઢા પર  ઠાવકાઈનું  મહોરું  ચડાવી  હોઠ પર 
'ઈશ્વર-અલ્લા  તેરો  નામ ગણગણીને  
તમને  યાદ  કરશું !
30 જાન્યુઆરી  1948 પછી પણ 
અમે તમારી  કાયામાં  ગોળીઓ,છરાઓ ,ખંજરો 
ખોસવામાં  પાછું વળીને જોયું નથી !
આખેઆખા  માણસને મારીને 
અમે કબૂતરો -ચકલીની દયા ખાઈએ છીએ ???
ગામે  ગામ  શરાબ બને છે ,ચોરે ને ચોટે 
આ દેશની  નારીઓને  પોતાનું જીવન ટકાવવા 
અપ્સરાઓના રૂપ સજવા પડે છે !
સત્યના હોઠ પર  સત્તાનું તાળું  લાગી ગયું છે 
અમારી  નિડરતા  નથાઈ  ગઈ છે લાલચથી !
જિંદગીભર  દરિદ્રતા માટે  લડનાર ..
તમારી સમાધીને  'ગરીબઘાટ 'ને બદલે 
'રાજઘાટ 'નામ અહીં અપાય છે।
અહીં  ગામેગામ,રાજ્યેરાજય ,શહરે -શહેરમાં 
રોજ તમારી હત્યા થતી રહે છે 
બાપુ ! એવું કરીએ તો  !!!
મોહનદાસ ગાંધી  ...એ નામ ક્યાંક 
ઊંડે-ઊંડે  ખૂબ ઊંડે  દાટી દઈએ -ધરબી દઈએ !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Tuesday, 25 September 2018

ગઝલ 

ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા 

 ચેતનાનો   દ્વાર  છીએ   હું   અને   તું,
 સોનેરી   સંસાર    છીએ     હું અને તું.

એક  આખી  ક્ષણ  હવે તો ઓળખે છે,
એકતારો     તાર   છીએ   હું  અને તું.

લાગણીની  રાતરાણી   જો  મઘમઘે ,
પ્રેમના    દાતાર    છીએ   હું  અને તું.

બાગનો ને પાનખરનો સાથ  કાયમ,
જીંદગીનો    સાર  છીએ  હું  અને  તું. 

જો ,જમાનો  આપણો  થૈ ,ચાલવાનો,
ઓમનો   આકાર   છીએ   હું  અને તું.

મૌનની છે આ પળો ને , હોઠ પાગલ,
 આસમાની  ધાર   છીએ  હું  અને તું.

'કાંત 'ના  તો  બેસણા  છે ,ટોડલે ને,
મોરનો    પોકાર   છીએ   હું અને તું.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Thursday, 20 September 2018

લાલજી  !

ગોરે  વિઝાં  લાલજી ,તો  તેં  મુંજો  જિગ઼ર ,
ડે  સભદ જા વાવડ઼ , ડે  કોક  નંઇં   ખબર.

તું  કાવ  કારણ  જે   અંગણ  મેં  ટિલેં   તો,
ગાલ  પુગી  આય, હિંધ  જે  નગર  નગર.

સુઠો  મોલ  ઉગે, કચ્છી જી  હિન  સભા મેં,
નેં  માડુ  મિડ઼ે  નેરીયેં , ઇનકે  ટગર ટગર.

ચોફેર  થ્યો  ઉજારો  પાંજી  માતૃભાષાજો,
હરફ    સટૂં   કઢિયેં  તા, હિત  ડગર ડગર.

કાગડા  લફી  વ્યા  લાલજી, અડેખાઈ જા ,
'કાન્ત ' સૂંઘે  તો     નિત,કચ્છી જી  ભજર.
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સ્પર્શ  !

(અછાંદશ )

તારો  સ્પર્શ  રોમાંચિત  કરે છે મને 
રોમેરોમ  પુલકિત.
અલૌકિક  અનુભવ !
પૂછું  છું  હું અમાસના અંધકારને 
તું  કયારે  પામીશ  ચાંદનીનો  સ્પર્શ ?
ચંદ્ર  સાથે  શું તારે કિટ્ટા છે ?
જો  હું તો મારી  પ્રિયતમાને  સ્પર્શું  છું.
ગાઢ  અંધારામાંયે  એ  દેખાય છે મને.
કાળો  મેશ  અંધકાર  વિચલિત 
થઈ  જાય છે !
કહે છે , ચાંદની તો પેલે  કિનારે  છે 
હું આ કિનારે !
હું  કંઈ  માણસ  થોડો છું !
જે બે કિનારાને  જોડી શકે !
તું  તો  માણસ છે ને.....
હા.....હું  બે કિનારાને  જોડતો  સેતુ બનાવું છું ,
પણ  એ  સ્પર્શને પામવા માટે નહીં 
માત્ર  જડ  રસ્તાને  પામવા માટે !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો.99090  71588 




Wednesday, 19 September 2018

એમાં  શું  ?

અમે  પ્રજાના  સેવક, પગાર વધારી  લઈએ  એમાં શું ?
થોડીક  અમારી  સુખ  સમૃદ્ધિ,,સજાવી લઈએ એમાં શું ?

શાને  કકળાટ  કરો  છો  તમે,અમે તમારા સેવક છીએ,
જરીક  બાગ -બંગલા  અમે, બનાવી  લઈએ  એમાં શું ?

તમારા માટે ખુલ્લી છે ,સસ્તા અનાજની ખાલી  દુકાન,
તમે પ્રજા;અમે રાજા, સત્તાને  વટાવી  લઈએ એમાં શું ?

જેમણે  સાચી સેવા કરી  દેશની,  એમને  ઓળખો  છો ?
બાપુની   સાદગીને   આજે  , ભુલાવી લઈએ  એમાં શું ?

એ   તો સાબરમતીના સંત  હતા ,ઢીલી પોતડી વાળા,
સજ્જ-ધજ્જ  થઈ , મેક -અપ  કરાવી લઈએ એમાં શું ?

આવું  ચાલતું  રહેશે સદાકાળ ,તમે    શું કરી   શકશો ?
અમારી આસપાસ ,લક્ષ્મીને વસાવી લઈએ  એમાં શું ?

રાજ    રજવાડાઓએ    ન્હોતા  કર્યા  આવા   જલસા ,
દેશની    થોડીક   મિલ્કત   દબાવી લઈએ  એમાં  શું ?
                                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
        
ગઝલ 

લગાગા,લગાગા,લગા 

ખિલોંતા  ખિલાજે  નતો ,
વડે  સડ   રુઆજે  નતો !

સમંઘર  મિલે તો ભલા,
નદી   કે   ડિસાજે  નતો ! 

અયો  કીં અસાંજા વલા,
ભરોશો  ભુલાજે   નતો !

વખત હી ગુરે તો મિલો,
અસાંનું   મિલાજે  નતો !

સબધ હી પુછેંતા ખિલી,
કુરો  ચોં ? કુછાજે  નતો !

ગઝલ ચે,લગાગા કુછો ,
ભલા કીં  વિસાજે  નતો !

હર ખણીં ,પુગાસીં ખરા,
ઢગે જીં   ખિડાજે  નતો !
            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Tuesday, 18 September 2018

ગઝલ 

ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

આ  સમયની  વાત  ટાળું  ક્યાં  સુધી ?
બારમાસી    વચન  પાળું   ક્યાં સુધી ?

ને     વિચારો     રોજરોજે     પજવતા,
મેલભીનો    મોહ ,   ગાળું  ક્યાં  સુધી ?

આ    સિતારા  મનભરી  ને  ચમકતા,
ચાંદનીને    રોજ    ભાળું   ક્યાં   સુધી ?

આંગણે     આવે   તમારી    યાદ   લૈ 
બારણાંએ  બંધ ,  તાળું   ક્યાં    સુધી ?

'કાંત '   મારી    ગઝલનેયે      દોડવું ,
કાફિયાનું     રૂપ     કાળું    ક્યાં સુધી ?
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                                       

નિદ્રા  !

તું   નિદ્રામાં  શાને  સૂતો  જીવડા ,
 છળે   છે  એ પળ પળ  ભારી  રે. 
                                         0તું ..
આમ  જુઓ  તો   નિદ્રા   બિચારી , 
માનવી  જાય  એના પર વારી રે.
જાગતલને  પણ  પજવે  એ  તો,
નીકળે    જો    એની   સવારી  રે !
                                        0તું ..
મન   પ્રદેશમાં  પ્રવેશી   એ તો,
સ્વપ્નોના  ઝૂલે  તને ઝુલાવે રે.
આંખની  આતુર  મીટને   તોડી,
બની  જાય   નાની   પ્યારી   રે !
                                       0તું ..
જાગરણનો  ઓચ્છવ  ઉજવ્યો ,
પાર     ઉતરવાની  તૈયારી  રે.
ઓચિંતી  વચમાં   આવી  દોડે ,
પાંપણને  કરી  દે  એ  ભારી રે !
                                      0તું...
લીંપી  ગૂંપીને  આંગણે   ઊભો ,
તુલસીની   કરી રુડી  ક્યારી  રે !
નિદ્રા  કે હું   જાગવા નહીં   દઉં ,
'કાન્ત ' વિપત  છે  ભારી     રે !
                                      0તું..
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો। 99090  71588 






Monday, 17 September 2018

ગીત  !

ધસમસતો  આવે    છે  દરિયો  ને,
         ખારાં   ઊસ    એનાં  પાણી.
ઊછળતાં  મોજાંમાં,હું તો સમાણી !

દરિયાને  તીર   સેવું   છું  ઓરતાં ,
        ને   હોઠ પર એનું નામ ડોલે.
સાહ્યબો    સમાઈ   જાય   હૈયામાં,
         જીભ   મારી આવોજી  બોલે.

તરફડતી     માછલીના   શ્વાસમાં,
         કરચલા    કરે   છે  ઉજાણી.
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી !

આથમતા રવિને  હાલચાલ  પૂછું ,  
       ને  કંઈ   કેટલુંયે   એ  સં કોરે.
આવે    જો   મારી  આંખમાં આંસુ,
        દરિયાના  પાલવથી    લૂછું !

ભીના તે  સ્પર્શમાં  સઘળું ઓગળે,
        દરિયો લાવ્યો છે મને તાણી 
ઊછળતાં  મોજાંમાં  હું તો સમાણી !

દરિયો  મારામાં  નું   હું દરિયામાં,
        રણનો   અવાજ  પણ  ગૂંજે.
એક બાજુ  દરિયો ,એક બાજુ રણ 
        ગીત  મારું  આ બન્નેને બ્રૂજે .

ખારવણના  ડૂસકાં સંભળાય  ને, 
        વહી જાય કવિતાનું  પાણી !
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી ! 
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


         

        







         




Sunday, 16 September 2018

ગીત  !

આજે  સઘળો  ઉજાસ  મારી  આંખમાં !
પાંખ    ફફડાવી   મેં    તો  આકાશમાં !

તારા  તે નામનો  તરી  લીધો  દરિયો,
મીઠા  તે  જળનો  ઘડો   મેં તો ભરિયો.

આજે    પકડાયા   પ્રીતમજી   બાથમાં,
પાંખ    ફફડાવી    મેં   તો   આકાશમાં !

વગડો  આ  ખૂંદયો  વ્હાલમની  સાથે,
હોંકારો  દઉં   છું ,  હું  સાજનની  વાતે.

આજે  ઉજાસ  ડોલે  મારી  તે  કાખમાં,
પાંખ    ફફડાવી   મેં   તો    આકાશમાં !

વરસતો  મેઘ તું, ચમકતી હું વીજળી,
ઘનઘોર   ઘટાની    છું     હું   વાદળી.

આજે    સમાયા   શ્વાસ  તારા શ્વાસમાં,
પાંખ   ફફડાવી    મેં   તો   આકાશમાં !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ. 99090  71588 



Saturday, 15 September 2018

બહેન  !

બહેન  યાચું  તવ  નયનની  દિવ્ય  દ્રષ્ટિ,
થયા  કરે    બહેના   અવિરત  પ્રેમ  વૃષ્ટિ !

મારુ   અંતર  ચાહે    હંમેશાં  બહેન   તને,
આશિષ  આપજે ,ઉરની  લાગણીઓ વડે !

ભીંજાઈ  જાય તારા સ્પર્શે ,સઘળી  સૃષ્ટિ ,
થયા  કરે   બહેના ,  અવિરત  પ્રેમ વૃષ્ટિ !

તું  મારી બહેન, લાડકી હું  ભઈલો  તારો ,
સૂતરને  તાંતણે  સુરક્ષિત  વચન  મારો !

તારી  રક્ષાને  આપતો   રહીશ  હું  પુષ્ટિ ,
થયા  કરે  બહેના   અવિરત ,પ્રેમ   વૃષ્ટિ !

બહેની  ચરણે  રાવણ  પણ  રામ  થાતો ,
જગનિયંતાએ  ઘડયો  આવો  રૂડો નાતો !

'કાન્ત ' હરી  લે બહેન  તારી  બધી કષ્ટિ ,
થયા   કરે  બહેના ,  અવિરત  પ્રેમ વૃષ્ટિ !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ. મો. 99090  71588 








ग़ज़ल 

ये   कैसा  क़हर  है  तू   बता  क़ायनात ,
अटलजी  पे   कविता , बना  कायनात !

उनको  सुन   कर    लोग   संभलते  थे,
अटलजी  की आवाज़ ,सुना  कायनात !

तेरी  किस्मत  बिलकुल  बदल जाएगी, 
तू  अटलजी को  ही गुनगुना  कायनात !

अटलजी भी   पुकारेंगे  हमें  तू   देखना,
अब    कमल को  तू   खिला   कायनात ! 

ये  गगन  ये  जमीं    भी  झूमने   लगी,
सितारों   तरह   झिलमिला   कायनात  !

हर   तरफ  ज़िंदगी ,  मायूस   क्यों   है ?
बनके  ग़ज़ल  अटल को बुला कायनात !

'कान्त ' कहता है  तुझसे  सुन  बेरहम ,
अटलजी को  फिर  से, मिला कायनात !
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त '



Friday, 14 September 2018

ઘૂંઘટ  !

ઘૂંઘટ  હટે  ને  શરમાય  ગઝલ  !
તારા  ચહેરામાં  દેખાય  ગઝલ !

ચૂમું   તારા  ગાલના  ખંજન  ને 
કંઈ   કેટલા  વળ  ખાય  ગઝલ !

સજ્જ  કરું હું  ખુદને  મહેફિલમાં ,
કાનમાં  મારા  પડઘાય  ગઝલ !

પ્રેમ    પ્રગટે  ઘૂંઘટની  ઓથમાં,
ભીના   સ્પર્શે , હરખાય   ગઝલ !

અરે , માઝમ  રાત દોડતી આવે,
સાંભળીને, હૈયે ઉભરાય  ગઝલ !

બે હોઠ તારા  કેદુના તરસ્યા  છે,
પી શકે , ચોક્કસ પીવાય ગઝલ !

'કાન્ત' બાથમાં  લે  જયારે  તને,
રોમેરોમમાં     ભીંસાય    ગઝલ !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


ગઝલ 

અહીં    કશું    કાયમ   નથી,
બધો    સમયનો    ખેલ  છે.

તલની    કિંમત   ત્યાં  સુધી,
જ્યાં   સુધી   તેમાં   તેલ છે.

વખત   ને   વખાણો    ભાઈ,
એ  મમરા  વગરની ભેલ છે.

પદ-પ્રતિષ્ઠા, રહે   તો  તમે,
નહીં તો તું નો ખેલમખેલ છે.

માનવીની ભવાઈ ભજવાય,
કુરનિશમાં  મનનો  મેલ  છે.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

મર્મ ને સમજ !

નામ  ના  મર્મને  સમજ  મનવા,
મેલીને  સઘળાં ,હું પદ ,દમામ .
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ  !

આ   માયા જૂઠી  ને ,નામ  નાશવંત ,
જીવન  પથ  છે  દુર્ગમ. 
મન સૂકાઈ  જાય ,આશાઓ  પજવે,
તને બચાવી  શકે  ભગવંત !

અગમ-નિગમને પરખ  મનવા,
ખેલ  કપટના  છોડી દે તમામ !
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ  !

આ 'હું ' આ 'મારું ', બન્યું  બિચારું,
ઘડી  જાગી  ગઈ ,બાહિર ને ભીતરે !
પવન  લહેરે ,ચારે  દિશાઓ  ઝૂમે,
ભાગવા  માંડયું  છે  નઠારું !

સમ દુઃખી ના લોચન લૂ  ને મનવા,
ભીડવી  છે  તને ભવોભવની  હામ.
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ !

આઠે  પ્હોર ઉભરાય અવનવા મનોરથો,
છેલ્લા  શ્વાસે પણ એષણાઓ પજવે.
મર્મ  કેમે સમજાય નહીં ,જીવ તરફડે,
ચારે બાજુ બરાડા  પાડે  અનર્થો  !

હરિનું  શરણ ,એનું મર્મ  સમજ મનવા,
આવી ગયું હવે તારું મુકામ,
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ .મો .99090  71588