Tuesday, 29 October 2019

69 वीं  साल-गिरह  !

कल  रात  एक  सितारा ,मुझे  चूमकर  कह  गया,
भाई ! मेरी ओर से  तुम्हारी  69 वीं  साल-गिरह  मुबारक !
मैंने  कहा , धन्यवाद  दोस्त, ज़िंदगी  का  ये सफ़र 
यूँ  ही गुजरा  है ,बहुत  खुश  हूँ,आज भी मेरे आँगन  में 
money plant नहीं  तुलसी का पौधा  है, अपने आप  से 
किया  मैंने  सच्चाई  का सौदा है !
खुद  हँसता हूँ,दूसरों को हसाने  का  हौंसला  रखता हूँ !
मैंने अपने आपको कभी नहीं खोया है,
हर जन्म दिन पर  एक छोटा सा पौधा बोया है !
मुझे मिली है जिंदगानी,कविता की रवानी,
मेरी गज़ल  भी लगती है बड़ी सयानी !
दिल  ना- उम्मीद नहीं-नाकाम नहीं ,लंबी है शाम 
लेकिन गम की शाम नहीं !
मैं सोचता हूँ ,आने में  लम्हा  गुज़रे ,जाने में 
ये ज़िंदगी  गुज़र  जाये। हर साल-गिरह  मुझे कुछ न कुछ 
सिखा  जाए  !
दोस्त अभी तो बहुत जीना है,हर हर गंगे  का पानी पीना है !
चलना है..मचलना है ,सजना है, किसीको सजाना  है 
ढ़ेर सारे  गाने गाना  है !
बस यूँ ही मुस्कराना  है ! तुझे कविता सुनाना  है !
सितारा बोला : सो साल जियो ,ज़िंदगी भर  भर के पियो ,
मेरी उम्र तुझे  लग जाए, हर साल तू चाँदनी  में नहाये !
                                  ***
-कृष्णकांत भाटिया 'कान्त '



Sunday, 27 October 2019

*વિક્રમ સંવત  2076માં  તમને આટલું જરૂર પ્રાપ્ત થાવ *

                           નૂતન  વર્ષાભિનંદન  ! 

શુદ્ધ હવા,લેવી  ન પડે દવા, તટસ્થ છાપું,પવિત્ર  બાપુ,
      નવી ચમચમતી કાર,રહો ના બેકાર,નૂતન વિચાર,
સ્વપ્ન   થાય    સાકાર,  બધાંનો   પ્રેમ,  ન રાખો વહેમ 
      કવિની    મિત્રતા,     જળવાઈ     રહે      પવિત્રતા,
સંગીતના સૂર,   હેતના ઘોડાપૂર , આધુનિક મોબાઈલ 
       અટકે ના ફાઈલ ,ફેસ બુક ફ્રેન્ડ,આંગણે વાગે બેન્ડ 
કોમેન્ટ પર મળે લાઈક ,ધૂમ-3 ની બાઈક ,ચાહતનો સંગ 
        શિવરાત્રીએ  ભંગ ,જોરદાર સાસુ,આવે ન આંસુ.
સાસરામાં સાળી ,     વાનગી ફરાળી,   એકાદ બંગલો 
        ટૂંકો ન પડે ડગલો,ચારે બાજુ  વાહવાહ,સાચી સલાહ.
શાકમાં ડુંગળી,   વાગે    રોજ   ભૂંગળી,   કરંસી  નાણું 
        સ્વાદિષ્ટ ભાણું, પીઝાનો ટેસ્ટ, બધું મળે બેસ્ટ.
કલબલતી   સવાર,   સત્યનો  વહેવાર,મધુર વાણી ,
        બિસલેરીનું   પાણી,   છાપામાં    આવે     ફોટો,
રોજ તમને ગોતો,પરિવારનો સંગ, ભાર અંગે અંગ !
                                     ***

       

Friday, 25 October 2019

રણ   !

તેં    બોલતાં    થઈને    રણ , મૂંગા   અમને    કીધાં ,
ખુલી ગયાં  સમજણના બંધન ,એવાં  સ્પંદન દીધાં.
જો, અમે  તો હસતાં -હસતાં , મૃગજળ તારાં  પીધાં.

ટમટમતા   તારાઓ   લઈને,  તું  નીકળ્યો તો રાતે,
અને ,પછી  તો  ચંદ્ર  પ્રકાશ્યો, ધવલ ચાંદની  સાથે.
રાત -દિવસ   સાથે  રહેવાના,  કોલ  આપણે  દીધા.
                                                        0 તેં  બોલતાં...
ગિફ્ટ પેકમાં -પેક   કરીને ,  લાગણીઓ  તેં  આપી,
ખબર  નહીં  તારી    છલકાતી  આંખો  કોણે  ચાખી ?
એકે    કાળજે    તંબૂર    મૂક્યાં -એકે  પાડયા  ચીરાં.
                                                        0તેં  બોલતાં.....
શું કીધું 'તું   રજની  શાખે ,તને  યાદ કંઈ  આવે  છે ?
પિંજરમાં  પૂરેલા  પંખીને ,  ટહુકા   કયાં    લાધે  છે ?
મેકરણની સાથે -સાથે ,આજે યાદ આવી ગઈ મીરાં.
                                                       0 તેં  બોલતાં...
સ્વચ્છ -સફેદ રૂપ તારું ,  સાગરના સીમાડે ચમકતું,
કચ્છી  માડુની  આંખોમાં ,એ   સ્નેહ થઈને ધબકતું.
'કાન્ત ' ધોરડે  ક્ષાર  મંદિરે ,પહોંચી  જઈએ  સીધા. 
                                                       0તેં  બોલતાં...
                                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

હઝલ 

એ  તરત જ  આવશે, મોટો  ભા બનાવો,
બધાં  કામ  કરશે,   મોટો    ભા  બનાવો.

ભલે  રાત'દિ  એ  દૂધ,માવા  ગટગટાવે ,
ખાટી    છાશ  પીશે,   મોટો  ભા  બનાવો.

મૂકી  કાર   એ સી ,નથી  એ પગ ભરતો,
ગધેડે  ચડશે-સવારી ,મોટો ભા બનાવો.

ન  મારજો  કદીયે  છરી  તલવાર ચપ્પુ,
જીવતર  ઝેર   થાશે ,મોટો  ભા બનાવો.

અહિંસાના   ભાષણ  ભલે  કરતો રહેતો, 
ઊભા  એ   વેતરશે,   મોટો ભા બનાવો.

મૂકી  પુષ્પ -ડોલર - ચમેલી   ને  ચંપો,
ધતૂરા  ચૂંટશે ,    મોટો    ભા    બનાવો.
                          ***
મૂળ  કચ્છી  રચના 'વડો ભા ભનાયો '
કવિ પબુ ગઢવી 'પુષ્પ '
ગુજરાતી અનુવાદ:
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Wednesday, 23 October 2019

ગઝલ 

લગાગા,લગાગા ,લગાગા 

ખુદી  પર વિજેતા થયો છું ,
સમંદર   ઉલેચી ગયો  છું.

સિતારા  ખરે છે ગગનથી,
ધરાને   અડીને  રહ્યો   છું.

ઉતાવળ  કરી છે  હમેશાં,
ઝરણમાં  તરીને વહ્યો છું.

યુગોના વમળમાં ફસાયો,
છતાં હું  અહીં તો ઝર્યો છું.

કહો  શું   કહો છો  તમે તો ?
સદીમાં છલોછલ ભર્યો છું.

વિસામો હવે તો કબરમાં,
કહેશો , સુમન હું કયો છું ?

ક્ષણો ને ગુલાબી બનાવી,
સમયને વળોટી ગયો છું.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Tuesday, 22 October 2019

ડિયારી  !

ધિલ  સેં   ધિલ  મિલાય   આય  ડિયારી ,
તું  ખિલ  ;બે કે  ખિલાય ,આય  ડિયારી.

સકર  તાં  લગે અજ઼   ભા   મિઠી   મિઠી ,  
મન  સેં  મન   કે ભિરાય, આય  ડિયારી .

સચો  નાં  સાહેબ  જો, પિરો  ત ચે વિઠો,
સુખ  તોજો  હિત  વિરાય,આય ડિયારી.

આડે  પાડે  વારા ,પિરભ  તેં પગેં  લગેં,
ઓતારો  તોજો  સિરાય,  આય ડિયારી.

પિરભ  ને  મેંમાણ  રેં  ભલા કિતરા  ડીં  ?
હુભ  સેં   ઈનીકે  ફિરાય, આય  ડિયારી.

ડિયા  ઝગમગ  કરિયેં  તોજે  અંગણ મેં,
ચઇં  ડિસેં  કે  તું  જિરાય ,આય ડિયારી .

મનઠાર  લગે  તો   ભા,  કુકડ  તો  કુછે 
'કાન્ત ' ગઝલ કે કુછાય ,આય ડિયારી.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Thursday, 17 October 2019

મળે છે !

લગાગા,લગાગા,લગાગા 

ભજો  તો  ખુદા પણ  મળે  છે,
નમાજી    ખુદીને    કળે     છે.

ખુદાઈ    પરમની   ચમકતી,
તમસને    હમેશાં   ગળે    છે.

સમંદર    ઉલેચો    ગરવનો ,
પનોતી  ગમે    તે  ટળે    છે.

ભરી    છે  સુરાહી  અમી ની ,
ગટોગટ   ગળામાં  ભળે  છે.

સવાલી    ચડીને      બજારે,
તમારું     અમારું     રળે  છે.

ચકાસો   ખુલાસો   નિજીનો,
પરીક્ષા   સદાએ    ફળે   છે.

મુસાફર    મજલને   પુકારે,
વળાંકો  કયાં  જૈ   વળે   છે ?
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '