ગઝલ
મકસદ જિંદગીનું રાખું છું ,
ઝેરને અમી ગણી ચાખું છું !
જોઉં છું હું એ જતી પળને,
ભવિષ્યને સચોટ ભાખું છું !
થઈને કવિ ચીરું મારું હૈયું ,
ગીત-ગઝલને સાથે હાંકું છું !
કયામતની રાહ નથી જોતો ,
હું ખુદ કરંડિયામાં પાકું છું !
પૂરી લઉં જીવ-દોર ઝટપટ,
નાનકડી સોયનો હું નાકું છું !
પરાજય નહીં વિજય જોઈયે ,
તીરને એટલે સચોટ તાકું છું !
સમયને બરાબર સાચવું છું ,
'કાન્ત' રેતઘડીનું હું બાકું છું !
***
-'કાન્ત'