Monday, 27 April 2015

ગીત 

મારા દલડામાં કૈંક કૈંક થાતું 
વાદળીમાં  રંગની  છે  ભાતું !

સરવર  છલકે મારા પ્રેમનો,
જોટો ન જડે  તારા   સ્નેહનો !

મંદ મંદ   લહેરે   કોણ વાતું,
મારા દલડામાં કૈંક કૈંક થાતું !

પાંખમાં આભ આંખમાં તું છે,
હૈયામાં  થતું  આ  બધું શું છે ?

મને એકલો મેલી કોણ જાતું,
મારા દલડામાં કૈંક કૈંક થાતું !

ચાનક  રાખું   તોયે  હું  ભૂલું,
વગડાના શ્વાસમાં જ હું ખૂલું !

ગીત  કોઈ  મુજ  સંગ  ગાતું,
મારા દલડામાં કૈક કૈંક  થાતું !

દીવો  પ્રગટ્યો મનના ગોખે,
બાઈજી  મારા  હોંશથી  પોંખે !

હવે જીરવાતી નથી આ રાતું,
મારા દલડામાં કૈંક કૈંક થાતું !
                ***
-'કાન્ત'
























No comments:

Post a Comment