સ્પર્શ !
.....'ज़िंदगी से यही ग़िला है मुझे ,
..... तू बहुत देर से मिला है मुझे।
..... तू मुहब्बत से कोई चाल तो चल,
..... हार जाने का हौसला है मुझे !
..... મોરારિબાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા 18 માં 'અસ્મિતાપર્વ'માં આજની સાંજની
સાહિત્યસંગોષ્ઠિ-4 'મારો સ્વર :મારી દિશામાં અહેમદ ફરાઝની ઉપરોક્ત ગઝલ ના
શેર રાગ ભીમપલાસમાં ઓસમાણ મીરના કંઠેથી સરી રહ્યા અને મેં એમાં મારી જાતને
ઓગાળી દીધી !થોડી વાર તો સમજ જ ન પડી કે હું TV ની સામે બેસીને પ્રસારણ જોઈ
રહ્યો છું.
.....હિમાલી વ્યાસ નાયક(ફિલ્મસંગીત અને સંગીતકાવ્ય),ઓસમાણ મીર (સૂફી સંગીત
અને સંતવાણી)અને ચિંતન ઉપાધ્યાય (શાસ્ત્રીય સંગીત- ધ્રૂપદ) ત્રણે જુદી જુદી ગાયિકી
ના કલાકારોને એક જ સ્ટેજ પર જે રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા તેમાં સંયોજક ધ્વનિત
ઠાકરનું સંયોજન સંગીતના સૂર,તાલ,લય,પ્રાણ,ગાયકી.....બધું જ ઓગાળીને ભાવક
સુધી અંતિમ ક્ષણો સુધી વહેતું રહ્યું.કાબિલે દાદ......!
.....ઓસમાણ મીરે રાગ 'ભોપાલી'થી શરૂઆત કરી.અને સંચાલકે કોઈ પણ જાતના છોછ
વગર આ રાગ પર આધારિત હિન્દી ફિલ્મના ત્રણ ગીતોને યાદ કર્યા.(1)'કાંચી રે કાંચી રે.....'
(2)'સાયોનારા સાયોનારા...'(3)ભીગે હોઠ..... ધ્વનિતે આ રાગને 'ગરીબ રાગ'કહ્યો,કારણ
કે આ રાગમાં 'મ' અને 'નિ' સ્વર વર્જિત છે.આ છે સંચાલનની કમાલ !
.....હિમાલીએ રાગ 'જોગ'પર 'દેખું તોરી બાટ દિન રૈના,સજના આવો મોરે અંગના...'અને
'આ જ રાગમાં સ્વરચિત અંગ્રેજી ગીત 'I am waiting ......'ગાઈને કમાલ કરી નાખી !ધ્રૂપદ
ગાયકી ના ગાયક ચિંતન ઉપાધ્યાય તો જુદા જુદા અવાજોમાંથી રાગ પ્રસ્તુત કરતા રહ્યા.
'આજ જાને કી જીદ ના કરો....'(હિમાલી),'મન મોર બની થનગાટ કરે.....'(ઓસમાણ મીર),
પાસેથી સાંભળવા મળ્યા.
.....આજની સાંજ મારા માટે 'મંગલમય' બની ગઈ!અને આ ચમત્કાર તો પુ.બાપુના ચરણોમાં
જ થઇ શકે એમાં કોઈ શંકા નથી !લાગ્યું કે,'અસ્મિતા પર્વ -18 'પૂર્ણ થઈ ગયો !
***
-'કાન્ત'

No comments:
Post a Comment