Monday, 21 August 2017

જીવું  છું  !

જીવું   છું   આરપાર   જીવું   છું ,
આ   પાર ને પેલે પાર જીવું છું.

કોઈ  શું   કહે   છે, નથી  ફિકર,
બસ, સાંજ  ને  સવાર જીવું છું.

બંધાયેલો   છું , આતમ  સાથે,
વિચારનો   વિસ્તાર  જીવું  છું.

જમાનો,  થાય    તે   કરી   લે,
હું   તો   સદાબહાર    જીવું  છું.

શૂન્ય  હતો  હું,કયાં હતા બધા ?
એક ને એક અગિયાર જીવું છું.

મારા    કામને   શું  પારખશો ?
હું તો  બેફિકર ધરાર જીવું  છું.

નથી કોઈ ચિંતા કે નારાજગી,
'કાન્ત 'થી છે  કરાર, જીવું  છું.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Friday, 18 August 2017

ગઝલ 
લગાગા,લગાગા,લગાગા 

ઉદાસી નયનમાં  તરે  છે,
ખભે  એ ,અમારા  ઝરે  છે.

ઉમંગો   ખુશીનાં  ઘવાયાં ,
બિછાને  પડીને    મરે  છે.

ચમન આ  બહારો સજાવે,
હવે   એ  તમાશો   કરે  છે.

સુગંધી   હવાની   રવાની ,
ઝુરાપો  જિગરમાં ભરે  છે.

ચહેરા   મહોરાં    બધાંના,
જુઓને  શરમથી  ડરે  છે .

અમારા  ખુશીના  મકામો,
સિતારા  થઈને   ખરે   છે.

તમારી ગઝલને  સંભાળો ,
મક્તા ને મત્લા તો સરે છે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

               




ગઝલ 
ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

ઓરતાને   ઘૂંટયો  ને , લ્હેરમાં   આવી   ગયા,
ગીત છોડી ને  ગઝલના ,શેરમાં  આવી ગયા.

શ્વાસથી  તો  શ્વાસ   ખૂલ્યા, બાજરીના ખેતમાં,
આભલાનાં  તારલાઓ,  જોરમાં  આવી  ગયા.

નાચતો 'તો  પાંખ વીંઝી , મોરલો એ  બાગમાં,
જીવવાના  ભાવભીના , પ્હોરમાં  આવી  ગયા.

નોખનોખાં  પીપળાના ,સાત  ફેરા   છો   ફર્યા,
ચીતરેલા  વારસાના ,  તોરમાં   આવી  ગયા.

આયખું   તો  વાંઝણું  છે,  જીવવું    છે   કેટલું ?
મૌન કાલે   તૂટયું   ને,   શોરમાં   આવી ગયા.
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Thursday, 17 August 2017

ગીત 

સખી  તારાં  લોચનિયાં  વાગે છે દલમાં ,
હું  તો કૂદી  પડું  જમનાના  જળમાં
                                           0સખી...
જીણો  જીણો  જાગે  એવો દરદ  મૂવો,
મારે  શું  પૂરવો  પાદરનો  કૂવો ?
હું  તો  પૂરાઈ  જાઉં  હવે વાદળમાં.
                                          0સખી....
પનઘટની  વાટ  આપે  વધામણી,
છૂઈ -મૂઈ  બીડાતી  જાઉં  હું  લજામણી.
હું  તો  ખુલી  જાઉં  સાહ્યબાની કળમાં.
                                         0સખી...
લાખ  મથું  તોયે  પાણિયારું  તાગે,
તુલસી કયારે  મા ના  સંસ્કાર  જાગે.
હું  તો ખોવાઈ  જાઉં મારા તળમાં.
                                       0સખી....
ઝૂકી ઝૂકીને  જોયા કરું  આભને,
બોલાવી  લઉં  ચોઘડિયા  લાભને.
હું  તો  શોધું  મને સેજના  સળમાં.
                                      0સખી... 
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                                    

શામળાજી 

યાદવોની    દ્વારિકામાં    શામળાજી,
શબદની આ સં હિતામાં  શામળાજી.

કાનજીની  વાંસળી  છે  ભાગશાળી ,
યમુનાનાં   ઓરતાંમાં    શામળાજી.

નીડ  જાગે, પાંખ બોલે,પંખ ખોલી,
મોરલાના   નાચવામાં  શામળાજી.

દેવકીના  દ્વાર  પર તો  યોગમાયા,
નં દજીના   આંગણામાં  શામળાજી.

રાધિકાની  ઝાંઝરીમાં  રોજ  બોલે,
ભાવભીની   સૂરતામાં   શામળાજી.

હાંકવી  છે કાલિંદીમાં આજ   હોડી ,
'કાંત 'ના  છે હલેસાંમાં  શામળાજી.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત ' 


Tuesday, 15 August 2017

રાધા 

ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા 

પ્રેમભીની   શ્રાવણીનો    પંથ  રાધા,
કાનજીને  પામવાનો      ગ્રંથ  રાધા.

વાંસળીના   ભૈરવીમાં   સૂર    બોલે,  
લાગણીના  પૂરનો તો    અંત  રાધા.

આંસુઓની  બાદબાકી  કેમ  કરવી ?
ગોપભાવે    ચાહતીતી  સંત  રાધા.

ગીતગોપી, પામવાને  બોલતી'તી,
વ્રજવાસી    વાયરાનો  કંત   રાધા.

વેદનાને     જીરવીને    જીવતી'તી 
'કાંત 'તારી લેખિનીની  પંત  રાધા.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


રાધા 
ગાલગાગા,     ગાલગાગા,   ગાલગાગા 

કાનજીનો   લહેરાતો   સાદ  રાધા,
વાંસળીની  સૂરતાનો  નાદ  રાધા.

નંદરાણી  બાંધતા'તા   લાલજીને,
મોહિનીની  ભ્રમણામાં  બાદ રાધા.

વ્રજમાં  તો  રાસલીલા ઝાંઝરોની,
શામજીનો  નાચવાનો પાદ  રાધા.

પ્રેમભીની  લાગણીમાં  ચાર વેદો,
આંસુઓને  ખેરવે  તે   યાદ રાધા.

ભોળવીને  છેતરે   છે  લાલ તારો,
નંદજીના  બારણાની  દાદ  રાધા.

ઓધવ ભલે જ્ઞાનદાતા દ્વારિકાનો, 
લાગણીનો રસભર્યો  સંવાદ રાધા.

શામ  રંગે  ભીંજવી  છે  જિંદગીને,
ઘૂંટવાનો    પ્રેમવેલી  માદ  રાધા.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત ' 







Monday, 14 August 2017

ગોપી !
ગાલગાગા,      ગાલગાગા,        ગાલગાગા 

કાનજીનો   સંભળાતો   સાદ   ગોપી,
વાંસળીની   સૂરતાનો   નાદ   ગોપી.

નંદરાણી     બાંધતા 'તા   લાલજીને,
મોહિનીની   ભ્રમણામાં   બાદ  ગોપી.

વ્રજમાં    તો   રાસલીલા  ઝાંઝરોની ,
શામજીનો   નાચવાનો  પાદ   ગોપી.

ભોળવીને    છેતરે   છે   લાલ   તારો  ,
નંદજીને    બારણે   તો   દાદ   ગોપી.

પ્રેમભીની    લાગણીમાં   ચાર   વેદો,
ઓધવાના  આંગણાંનો  વાદ  ગોપી.

દ્વારિકામાં   વૈભવી     છે   રાજમોલો,
યાદવોના    રાજવીની   યાદ  ગોપી.

શામરંગે    ભીંજવી     છે    જિંદગીને ,
ઘૂંટવાનો     પ્રેમવેલી   માદ    ગોપી.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






  
કયાં તું  બેઠો  છે  ?

અરે  ઓ  ઈશ  મમ  પ્યારા, જઈને  કયાં તું  બેઠો  છે ?
વચન  કર  યાદ  ગીતાનો, અર્જુનને  કોલ  દીધો  છે.

નથી આ  જુલ્મ સહેવાતા, જગતમાં  દુષ્ટો  છે ફાવ્યા,
બન્યા    છે    કપટી  ઇન્સાનો, હજુ  તું  કેમ  સૂતો  છે ?

આ  દુનીયામાંહીં   સાચાનો ,નથી   હિસાબ  અંકાતો ,
ઠગારા ને    જૂઠાણાથી    હવે  આ   સૃષ્ટી   ઉભરાતી,

નથી  રહી   ધર્મની  કિમત,થઈ  છે  ગ્લાનિ ભારતમાં,
ગીતાના  ગાનાર  હે  કૃષ્ણા, હવે   તું આવ  ભારતમાં.

સકળ  સંસારમાં  સઘળે    અશાંતિ  આજ  પથરાણી,
નથી  રહી  પ્રેમની દોલત, હિંસા છે  આજ મહારાણી.

પડી    છે  ભીડ  ભક્તોને, દુર્જનો  મોજ  બહુ   કરતા,
દુઃખી   છે  સેવકો  તારા,  સદા  એ   તને  કરગરતા.

હવે તું  જન્મ લઈ પૃથ્વી પર,ધર્મની સ્થાપના કરજે,
નહીં તો 'કાન્ત' કળિયુગમાં,વિસર્જન તારું થઈ જાશે.
                                 ***
-'કાન્ત '

સ્પર્શ !

  આપણે રસ્તા પર જતા હોઈએ અને અચાનક કોઈ વૃક્ષ પરથી  એકાદ 
ફૂલ  ખરી પડે  અને એ ફૂલ  આપણા  હાથમાં આવે  એવો  અને  એટલો 
આનંદ  ,ક્યારેક  આયુષ્યના  રસ્તા પર ચાલતાં  ચાલતાં  કોઈક  વિચાર 
મળી  જાય  ત્યારે થાય છે.
     આજે  એવોજ  એક વિચાર  મારી નિરાશાને  ખંખેરી  ગયો.મન  ગાર્ડન 
ગાર્ડન થઈ  ગયું.ભુજનો  યુવાન મૃણાલ છાયા  Deputy  Section officer 
તરીકે  રાજ્યના  ખેતીવાડી  ખાતાંમાં  કારકિર્દીની  શરૂઆત કરે  અને  fb 
પર ફ્લૅશ  કરે કે 'માત્ર એક સરકારી અધિકારી નહીં  પરંતુ  ગુજરાતમાં 
નીતિ  નિર્માણ (policy  making ) કરનારી  સર્વોચ્ચ સંસ્થા :સચિવાલયમાં 
ફરજ બજાવનાર જવાબદાર નગરિક '-મૃણાલ છાયા.
     આ વિચાર આ વાક્ય  71માં  સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ  એક 
અધિકારી તરફથી નહીં  એક ભારતીય  નાગરિક તરફથી આવ્યા છે.આ 
મારુ ભારત છે.જીવનને બળ આપે  એવું આ વાક્ય છે.'જનગણ મનનો 
અધિનાયક  આજે કેટલો પ્રસન્ન હશે ?આ ઈચ્છાનું  સંકલ્પમાં  જરૂર 
રૂપાંતર થશે એવી મને શ્રદ્ધા છે.આજે  મોટા ભાગના  સરકારી  કર્મચારી 
કે અધિકારી  'સાહેબ' બનીને  વિકલ્પમાં અટવાય છે.ત્યારે  મૃણાલની 
આ વિચારધારાને  'સલામ  છે '.
       અને હા  મૃણાલ...આ તારી પોતાની ઈચ્છા છે ...તેં  ખુદને  વચન 
આપ્યું છે...અને  ખુદા ખુદથી જુદા હોતા નથી.તારા  આ વિચાર આચાર 
તરફ અગ્રસર થાય  એ જોવાની જવાબદારી તારી  છે. તારા આ વિચાર
જ  ભવિષ્યમાં તારો પરિચય બની રહે  એવા આશીર્વાદ.All  the best ....!

      




Saturday, 12 August 2017

ગઝલ 
ગાલગા,  લગાલગા, લગાલગા, લગાલગા 

ઊગતા  પહોરનો  મહેકતો  પયામ  છું ,
ઝૂમતા  શહેરની  સવારની સલામ  છું.

હો ભલે ઝળાંઝળાં  ઘરાકની પડાપડી,
હીરની  બજારમાં નવોસવો ગુલામ છું.

તાજગી બનાવટી નથી હવે લખાણમાં,
બે કડી લખું ભલે ,કલામનો કલામ છું.

આવજે  સજાવવા  રદીફના જમાલને,
સામટો પટાવતો હસાવતો  વિરામ છું.

એટલી  સલામતી  મળેજ  ને સહેજમાં,
'કાંત'ના કલામનો નવોસવો દમામ છું.
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Friday, 11 August 2017

ગઝલ 
ગાલગા ,લગાલગા,લગાલગા,લગાલગા 

હવે આ  સુરજમુખી સવારનો  થઈ  જશે,
વદન  ફેરવી,સજી, બહારનો  થઈ  જશે.

રાખજો   મિયાનમાં   તમે પણ તલવાર,
સામનો  ખરેખરો , ગમારનો   થઈ  જશે.

લાગણી મળી ખરી વજન થઈ બજારમાં,
સાંજનો  પરશ  હવે   કરારનો થઈ  જશે.

વેદના સતત  ભલે સતાવતી દરદ થઈ ,
ફેંસલો   કમોતના   જુહારનો  થઈ   જશે.

ડૂબકી  લગાવશું ,અમે  હવે   કિતાબમાં,
પારખો ,વિચારતા વિચારનો થઈ  જશે.                               
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




वंदन 

वंदन  मेरी  आस्था  के  आधार  स्तंभ  रे,
जीवंत   प्रेरणा  के    तुम   यज्ञ   कुंड   रे.

       युग  युग  के   पूण्य  की  तुम 
       स्वातंत्र्य     अर्चना           हो 

शोषित जनों  के अंतिम  निश्चय प्रचंड रे ,
वंदन  मेरी  आस्था  के  आधार  स्तंभ  रे. 

       जब     भी      जली     शमाएँ 
       कम     भी     न     थे   पतंगे.   

मेरी    परंपरा   की    ज्योति    अखंड   रे. 
वंदन   मेरी  आस्था के  आधार  स्तंभ  रे. 

        नव      जागरण      की  बेला 
        कि     स्वप्न     हों    उजागर 

साकार    कल्पना     के    तुम  मेरुदंड  रे. 
वंदन  मेरी  आस्था  के  आधार  स्तंभ  रे. 

          हम     सत्य    के  पथिक  हैं 
         श्रद्धा    के    दण्ड     तुम   हो 

जागृत    रहे    हमारी    निष्ठा  अनंत  रे . 
वंदन  मेरी  आस्था  के  आधार  स्तंभ  रे 
                         ***
-कृष्णकांत भाटिया 'कान्त ' 


Thursday, 10 August 2017

હઝલ 

ચોટલો   કપાયો   ચોકમાં,
હૈયું  ઘવાયું  મારું  રૉકમાં.

થઈ  ગયા  શીર્ષક  બોદા,
સઘળું   સમાયું    જૉકમાં.

મને  કાનમાં  કહ્યું  આંખે,
દ્રશ્યોને  પૂરી  દે લૉકમાં.

જમાનો  હસે બનાવ પર,
શાને રહે   છે  તું  શોકમાં ?

છાનું   રડી   લે  ખૂણામાં ,
કસ  નથી  તારી પોકમાં.
              ***
-'કાન્ત'
(પ્રથમ પંક્તિ -નિમિષ  વોરા )
                



Monday, 7 August 2017

ગઝલ 
ગાગા,    ગાગા,    ગાગા,     ગાગા 

થોડું    જોયું    પળપળ   જોયું,
ક્ષણમાં   જોયું  અપલક  જોયું .

મારી   આંખો   વરસી    ત્યારે,
રૂપ    તમારું   ઝળહળ  જોયું.

મરજીવા    માંહે    પડયા   ને,
સાગરમાં પણ ખળભળ જોયું.

રણમાં   મારો    કંઠ   સુકાયો,
મીઠાં   જળનું   સરવર  જોયું.

શ્વાસે    શ્વાસે     ફૂલો    ફોર્યા ,
માણસમાં  મેં અચરજ  જોયું.

ડુંગર  પર  ડગલાં માંડ્યા ને,
ઝરણાનું  મેં  ખળખળ  જોયું.

ભમરો   ગૂંજે    ઉપનમાં  ને,
ઝાકળનું    મેં   હરફર  જોયું.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Sunday, 6 August 2017

બહેની 
(સોનેટ )

બહેની  યાચું આજે, તવ નયનની  એક દ્રષ્ટિ,
સદા ચાહે  તુજને , મધુર   હૃદય  કેરી   સૃષ્ટિ.

અને આશા કેરાં નવલ  સપનાં  ખૂબ  ધરીને,
નિહાળું  મુખ  તારું, નિશદિન  હું  મન  ભરીને.

ચહું  તને હું તો વળી ચાહીશ યુગો સુધી  હજુ,
ભલે    રહે   દૂર ,મુજ  ઉર  મહીં  તુજને  ભજું

કીધી  પૂજા તારી  મમ ઉર કેરા  અક્ષત  થકી,
નિત્ય  તવ    મૂર્તિ    મુજ  પ્રતિ  દ્રષ્ટિ  કરતી .

બહેની  ભાઈ    છું   હું, રહીશ   હું  ઋણી તારો,
સદા    તુજ  દ્વારે    સ્નેહ  યાચે  ઉર ધબકારો.

આજે  આવ્યો  તારી પાસે  મીઠું ગીત રચીને,
બાંધી  દે  રક્ષા    મુજ    કાંઠે આશિષ  ધરીને.
                             ***


Thursday, 3 August 2017

ग़ज़ल 

खुशबूओं    के    मकान   होते   हैं ,
गुल बदन   जब   जवान   होते  हैं। 

परवरदिगार  जाने,दिलों  के हाल,
हम  क्यों  इतने परेशान  होते  हैं  ?

ना  बेरुखी  से मुझे मुखातिब  कर ,
चाहनेवाले  भी   नादान   होते   हैं। 

महल  में  अनारकली  तड़पती  है,
बड़े    जालिम  पासबान  होते   हैं। 

इझहार  कर  तू  अपने  फन   का,
अंजुमन में भी ,कदरदान  होते हैं। 
                    ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Wednesday, 2 August 2017

ग़ज़ल 

अय  ग़ज़ल  पास  आ, गुनगुनाऊँ  मैं  तुझे,
महजूज़  हैं  जज़बात  मेरे, सुनाऊँ  मैं  तुझे. 

अँगड़ाई  पे अपनी तूने  दीवाना  कर  दिया,
चाँदनी   रात  में ,छत  पे  बुलाऊँ  मैं   तुझे.  

सिरहाज़ मेरा  आज आँसूओंसे  लथपथ  है ,
दिलेपूर  आरज़ू ,  अपनी   बताऊँ   मैं  तुझे. 

अंजुमन  में  यूँ    तेरा , आ कर   है,  जाना,
असीरों   तक   तू   चल,   उड़ाउँ    मैं   तुझे. 

बंदिशे-अल्फ़ाज़ , ही    इज़हार   है   अपना, 
हमनवाओं में  इसी वक़्त ले जाऊँ  मैं  तुझे . 

लगता   है  नींद  उड़  गई  है  कई  दिनों  से,
आ,   अपनी    पलकों   पे  सुलाऊँ  मैं  तुझे. 

'कान्त 'के  शेर  अक्सर    ख़ूबरू    होते  हैं ,
जामे    ऐश    पिलाकर,   सजाउँ   मैं   तुझे. 
                           ***
-कृष्णकांत भाटिया 'कान्त '
                           

Tuesday, 1 August 2017

ગઝલ 
લગાગા,લગાગા,લગાગા  

કહાણી  રચાવી  અમે તો,
બધાંને  સુણાવી અમે તો.

બહારો   સુહાની  થઈ  ને,
ક્ષણોને  સજાવી અમે તો.

ઠઠારો  તમારો   ગમે   છે,
રવાની  કરાવી  અમે તો.

ગુજારે ભલે ને સિતમ એ,
હયાને બચાવી અમે  તો.

કરો છો તમાશો  યુગોથી,
રમતને  ફસાવી અમે તો.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'