સ્પર્શ !
આપણે રસ્તા પર જતા હોઈએ અને અચાનક કોઈ વૃક્ષ પરથી એકાદ
ફૂલ ખરી પડે અને એ ફૂલ આપણા હાથમાં આવે એવો અને એટલો
આનંદ ,ક્યારેક આયુષ્યના રસ્તા પર ચાલતાં ચાલતાં કોઈક વિચાર
મળી જાય ત્યારે થાય છે.
આજે એવોજ એક વિચાર મારી નિરાશાને ખંખેરી ગયો.મન ગાર્ડન
ગાર્ડન થઈ ગયું.ભુજનો યુવાન મૃણાલ છાયા Deputy Section officer
તરીકે રાજ્યના ખેતીવાડી ખાતાંમાં કારકિર્દીની શરૂઆત કરે અને fb
પર ફ્લૅશ કરે કે 'માત્ર એક સરકારી અધિકારી નહીં પરંતુ ગુજરાતમાં
નીતિ નિર્માણ (policy making ) કરનારી સર્વોચ્ચ સંસ્થા :સચિવાલયમાં
ફરજ બજાવનાર જવાબદાર નગરિક '-મૃણાલ છાયા.
આ વિચાર આ વાક્ય 71માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ એક
અધિકારી તરફથી નહીં એક ભારતીય નાગરિક તરફથી આવ્યા છે.આ
મારુ ભારત છે.જીવનને બળ આપે એવું આ વાક્ય છે.'જનગણ મનનો
અધિનાયક આજે કેટલો પ્રસન્ન હશે ?આ ઈચ્છાનું સંકલ્પમાં જરૂર
રૂપાંતર થશે એવી મને શ્રદ્ધા છે.આજે મોટા ભાગના સરકારી કર્મચારી
કે અધિકારી 'સાહેબ' બનીને વિકલ્પમાં અટવાય છે.ત્યારે મૃણાલની
આ વિચારધારાને 'સલામ છે '.
અને હા મૃણાલ...આ તારી પોતાની ઈચ્છા છે ...તેં ખુદને વચન
આપ્યું છે...અને ખુદા ખુદથી જુદા હોતા નથી.તારા આ વિચાર આચાર
તરફ અગ્રસર થાય એ જોવાની જવાબદારી તારી છે. તારા આ વિચાર
જ ભવિષ્યમાં તારો પરિચય બની રહે એવા આશીર્વાદ.All the best ....!

No comments:
Post a Comment