Saturday, 29 June 2019

વિનોદજી  !

નામ   તમારું    મ્હાલે  આકાશમાં  વિનોદજી,
સઘળાં  ચોઘડિયાં   ચાલે લાભમાં વિનોદજી.

આવી   ગયો   છે   સમય   તમને  સત્કારવા,
ખંજન  પડે    છે ગાલે ,વિશ્વાસના  વિનોદજી.

સામે   આવું    તો    દોડતા    આવો છો  તમે, 
સરગમ વાગે દાદરા તાલે,શ્વાસના વિનોદજી.

ચોમાસુ  ભરપૂર  ,વાદળાં -વીજ   નર્તન કરે,
પલળશું  ઓણ  સાલે,વરસાદમાં  વિનોદજી.

આ માનયાત્રા તમારી ચાલતી રહે અવિરત,
તિલક  તમારા   ભાલે,   શ્રીજીના  વિનોદજી.
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Tuesday, 25 June 2019

                     *કચ્છી  સાહિત્ય મંડળ  દ્વારા આયોજિત કાર્યક્રમ * 

અષાઢી બીજ,કચ્છી નવું વર્ષ ,તા.4-7-'19,ગુરુવાર ,સવારના :9:00 વાગ્યે.
-----------------------------------------------------------------------------------

                                              -કૃપા નાકર -
*મહેમાનોને ડાયસ પર બોલાવવા :-
(1) પૂ.શ્રી કિશોરદાસજી સાહેબ (2)ડો.કાંતિભાઈ ગોર (3)શ્રી જગદીશભાઈ ગોરી 
(4) ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ (5)શ્રી શંકરભાઈ સચદે (6)શ્રી જોરાવરસિંહજી 
રાઠોડ (7) કવિવર શ્રી જ્યંતિભાઈ જોશી ' શબાબ '(8)શ્રી ભુપેન્દ્રસિંહજી વાઘેલા 
(9)શ્રી લાલજીભાઈ મેવાડા 'સ્વપ્ન '
----------------------------------------------------------------------------------------
                                              -કૃષ્ણકાંત ભાટિયા-
*મંગલાચરણ /પ્રાસ્તાવિક 
-----------------------------------------------------------------------------------------
                                                     -કૃપા નાકર-
*દીપ પ્રાક્ટ્ય માટે પૂ.કિશોરદાસજી સાહેબને વિંનતી કરવી. સાથે ડાયસ પરના 
મહેમાનોને જોડવા.
------------------------------------------------------------------------------------------.
                                                 -કૃષ્ણકાંત ભાટિયા-
*ડાયસ પરના મહેમાનોનું પુષ્પ ગુચ્છ/શ્રીફળ /પુસ્તક આપીને સ્વાગત કરાવવું.
(1)પૂ.કિશોદાસજી સાહેબ (2)ડો.કાંતિ ગોર (3) શ્રી જગદીશભાઈ ગોરી (4)ડો.બી.
એન.પ્રજાપતિ સાહેબ 
--------------------------------------------------------------------------------------------
                                                       -કૃપા નાકર-
(5) શ્રી શંકરભાઈ સચદે (6)શ્રી જોરાવરસિંહજી રાઠોડ (7)કવિવર શ્રી જ્યંતિ  જોશી 
'શબાબ '(8)શ્રી ભુપેન્દ્રસિંહજી વાઘેલા 
--------------------------------------------------------------------------------------------

Wednesday, 19 June 2019

અરજ  !

(રાગ આશાવરી )

મારી    અરજ   સુણો   દીનાનાથ ,
ભરી   લ્યો    આ   પામરને  બાથ.

કરુણાના   સાગર,   પ્રેમના દાતા,
સંકટ  સમયે  દોડી  આવો  ભ્રાતા.
હે પરમેશ્વર  આ   જીવ પામર  છે,
છોડશો   નહીં   પ્રભુ   મારો  હાથ.
                                      0મારી..
ઝીણી ઝરમર વરસે તવ કૃપાની,
માગણી  નથી  હવે મારી કશાની.
હરિ   મારા  ને   હું  હરિનો  ચાકર ,
ભવસાગર  તરવાને માગું  સાથ.
                                    0મારી..
ઝણણણણ  ઝાલરી વાગી તારી,
આતમજ્યોત પ્રભુ   જાગી મારી.
મીઠડા માવજી મનમાં  બિરાજો,
ચરણ  પખાળું   હું  તારા  નાથ..
                                    0મારી..

હળવે  હળવે  શિરે હાથ પસારો,
સીજી   જશે   હરિ  અહીં સંથારો. 
'કાન્ત '- કલમને   શક્તિ   દેજો,
ચાલવા  ગીત-ગઝલને   પાથ.
                                   0મારી...
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Monday, 17 June 2019

ઇન્દ્રધનુષ  !

લાપસીનાં  આંધણ  મૂક્યાં  તને  જોઈને ,
આંસુ  પણ  ખૂટયાં  છે હવે મારાં  રોઈને.

સોનેરી  સૂરજ દેખાયો ,પરોઢિયે ઊગતો ,
ભમરો   ઓલા  ફૂલના   ગાલને  ચૂમતો.
ઝાકળ  ભીંજવે ભીના  સ્પર્શે  હર  કોઈને. 
આંસુ  પણ  ખૂટયાં  છે  હવે મારા રોઈને.

દામિની ચમકી આભમાં ,આશા લાવતી,
વાદળાંની ગર્જના,કેવી હાજરી પૂરાવતી.
ઇંદ્રધનુ  છવાઈ જા  આ આંખોને લોઈને.
આંસુ   પણ  ખૂટયાં  છે હવે મારા રોઈને.

વર્ષાને કહી દે ઓણ સાલ ખેટું નહીં ચાલે,
ચોમાસું હવે  અમારાથી  છેટું  નહીં  ચાલે.
ધરતીએ હિજરાતી લીલી ઓઢણી ખોઈને.
આંસુ  પણ   ખૂટયાં   છે  હવે મારા રોઈને.

આભલાનો મેઘ ,વાયુનો વેગ  રૂડો લાગે,
ઝરમર વરસે ,ને ભીંજાવા ઓરતાં  ભાગે.
ધરવ    કરવો   છે ,આજે  મેઘને  દોઈ ને,
આંસુ   પણ   ખૂટયાં   છે હવે મારા રોઈને..
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Saturday, 15 June 2019

ગીત 

રણની રેતીને એકવાર સ્પર્શી લઉં,
       ઘૂઘવતા દરિયાને જોઈ લઉં  આરપાર.
હમીસરનું  સૌંદર્ય આંખમાં ભરી લઉં,
       દોડી  લઉં વોક-વે  પર ઝૂમતી  સવાર.
કાલની કોને ખબર  છે મારા ભાઈ,
       આજની ક્ષણોને જીવી  લઉં   વારંવાર.

વાયુ ભલેને આવતો  અતિ  જોરમાં, 
       ચેતના  મારી   નહીં   થાય   ઘાયલ  
જીવતો  રહીશ  ધરતીના  ખોળામાં,
         રૂમઝૂમ  વાગશે  દિશાઓની પાયલ.
ખુલી   જશે   સઘળાં   ભીડેલાં દ્વાર.
        આજની  ક્ષણોને જીવી લઉં  વારંવાર.

વાર્તાઓ   મારી પણ  અહીં  કહેવાશે,
         નામ   મારું   કોઈકના  હોઠે લેવાશે
સાત  સૂરોની  સરગમનો બોલશે જાદુ,
          દાખલા  ગીત ને  ગઝલના દેવાશે.
આંગળીના ટેરવાંએ બોલશે વીણાના તાર.
          આજની ક્ષણોને જીવી લઉં  વારંવાર.

મારાં ગીતોની વચ્ચે,સમય  થશે ગાંડો,
           એ  કહેશે વાત એકડે-એકથી માંડો.
હળવે    રે   હળવે    ઘૂંઘટ   પટ  ખૂલશે ,
            સપનાં  તૂટયાનું મન પણ ભૂલશે.
શકનમાં  -શુભ    થાશે   સાતેસાત    વાર.
            આજની  ક્ષણોને જીવી લઉં વારંવાર.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
             
           
           
            
       


          




Friday, 14 June 2019

                                                                (3)

                                                         -કૃપા નાકર -

*કાવ્ય સ્પર્ધાના વિજેતાઓનું સન્માન :-
0સાત કવિઓને રૂ.500/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
*શ્રી જયેશ ભાનુશાલી (વાંકું )-શ્રી શંકરભાઈ  સચદે 
*શ્રી ઇબ્રાહિમ લુહાર 'ગુલશન '(નોટબંધી )-શ્રી કિશોરદાસજી સાહેબ 
*શ્રી નંદુ જોશી (અજ  પ આંલા )-ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ 
*શ્રી જિગર ફરાદીવાલા (ટીપે મ્યાંનું )-શ્રી લાલજી મેવાડા 'સ્વપ્ન '
*શ્રી મુરજી ચાવડા 'પ્રેમ '(સફર મેં )-શ્રી સં જયભાઈ ઠાકર 
*શ્રી હિરેન ગઢવી (ન ધરપત ડીયેં  તા )-શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા 
*શબનમ ખોજા (અભિનય કરીં )-શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
(3) ચાંદની નાથબાવા (અધા )-ડો.કાંતિ ગોર 
રૂ.2000/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
(2) આનંદ મહેતા (નજરું મિલાઈયું) -જયંતિ જોશી 'શબાબ '
રૂ.3000/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
(1) શ્રી જ્યંતિ  ગોર 'ઝખ્મી '(ચિચોડો )-પૂ.કિશોરદાસજી સાહેબ 
રૂ.5000/-રોકડ પુરસ્કાર-પુસ્તક-બોલપેન 
0નિર્ણાયક :-કવિવર શ્રી જ્યંતિ  જોશી 'શબાબ '

                                                    કૃષ્ણકાંત ભાટિયા-
પ્રાસંગિક વક્તવ્ય માટે વિંનતી કરવી :-
*શ્રી શંકરભાઈ સચદે *ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ *શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
*અધ્યક્ષીય પ્રવચન  માટે ડો.કાંતિ ગોરને વિનંતી કરવી.
                                                               ***
                                                           -કૃપા નાકર -
*નિર્ણાયકોનું સન્માન કરાવવું :-(1) ડો.કાંતિ ગોર (2) શ્રી જ્યંતી જોશી 'શબાબ '
 (મોમેન્ટો આપીને)               પૂ.કિશોરદાસજી સાહેબના વરદ  હસ્તે 
*સૂત્ર સંચાલકોનું  સન્માન કરાવવું :(1) શ્રી કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '(2)કૃપા નાકર 
  (શાલ ઓઢાળીને )             ડો.કાંતિ ગોરના વરદ હસ્તે .
*આભારવિધિ * શ્રી યાજ્ઞવલ્ક્ય જોશી.
*'મુંજી માતૃભૂમિ કે નમન '
                                                                    ***




Thursday, 13 June 2019

                                                       (2)

                                               -કૃષ્ણકાંત ભાટિયા -

*સ્વાગત પ્રવચન  અને પ્રસંગ પરિચય માટે  શ્રી લાલજી  મેવાડાને કહેવું 
*'વાણી જી વતર ભાગ-2 ના વિમોચન માટે  પૂ.કિશોરદાસજી સાહેબ ને  કહેવું 

                                                   -કૃપા નાકર -
*પ.પૂ.કિશોરદાસજી સાહેબને આશીર્વચન આપવા માટે કહેવું 
*'વાણીજી  વતર  ભાગ-2 -પુસ્તક પરિચય કરાવવા માટે  કવિવર શ્રી 
જયંતિ  જોશી 'શબાબને આમંત્રણ  આપવું 

                                                  -કૃષ્ણકાંત ભાટિયા-
*વાર્તા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન :-સાત  સ્પર્ધકોને આશ્વાસન પુરસ્કાર 
રૂ.500/- રોકડ પુરસ્કાર,પુસ્તક/બોલપેન ભેટ.
0શ્રી શિવજી મોઢ 'શિવ ' (ડુકાર)-ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ 
0શ્રી રાજીવ આર. ત્રિપાઠી (ભાઈબંઘી ) -શ્રી ભૂપેન્દ્ર સિંહ વાઘેલા 
0શ્રી હસમુખ અબોટી 'ચંદંન ' (ચાંચિયેં  જો કેર)-પૂ.કિશોરદાસજી સાહેબ 
0 શ્રી પ્રભુલાલ ટાટારિયા 'ધૂફારી ' (સરવણ  કાવડિયો)-શ્રી શંકરભાઈ  સચદે 
0 શ્રી  રમેશ ભટ્ટ 'રશ્મિ ' (માઇતર સે માઇતર)-શ્રી જ્યંતિ  જોશી 'શબાબ '
0 શ્રી સરોજચંદ્ર  ગોર (નિસીભ)-શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
0શ્રી  રામજી જોશી (ધોસ્તજી  ધાસ્તાન )-શ્રી લાલજી મેવાડા 'સ્વપ્ન'
(3) શ્રી સી.ડી. કરમશિયાણી (ડાડા જે અંગણ આમું )-પૂ.કિશોરદાસજી સાહેબ 
(રૂ.2000/- રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન )
(2) શ્રી કલાધર મુતવા (ધીરું  ઉજિયારે જેડ઼ી  ખુશી)-ડો.કાંતિ ગોર 
(રૂ.3000/- રોકડ પુરસ્કાર-પુસ્તક-બોલપેન)
(1) શ્રી હરેશ દરજી 'કસબી '(ચુઆક )-શ્રી  જયંતિ જોશી 'શબાબ '
*નિર્ણાયક:-ડો। કાંતિ ગોર સાહેબ 









                         *કચ્છી સાહિત્ય મંડળ  દ્વારા આયોજિત  કાર્યક્રમ *                                                                                    (૧)
અષાઢી બીજ ,તા.4-7-'19,ગુરુવાર,સવારના -9:00 કલાકે,ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલ ,ભુજ.
_______________________________________________________________
                                                   -કૃપા નાકર -
*ડાયસ પર મહેમાનોને  બોલાવવા :
(1) પ.પૂ.શ્રી કિશોરદાસજી સાહેબ  (2) ડો.કાંતિભાઈ ગોર (3)લતાબહેન સોલંકી 
(4)ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ (5) શ્રી શંકરભાઈ  સચદે (6) શ્રી જોરાવરસિંહજી 
રાઠોડ (7) કવિવર શ્રી  જયં તિ  જોશી 'શબાબ ' (8) શ્રી ભૂપેન્દ્રસિંહ  વાઘેલા (9)
શ્રી લાલજીભાઈ મેવાડા 'સ્વપ્ન '

                                                -કૃષ્ણકાંત ભાટિયા -
*મંગલાચરણ /પ્રાસ્તાવિક.............................................................................
                                                        -કૃપા નાકર -
*દીપ પ્રાક્ટ્ય માટે પૂ.કિશોરદાસજી સાહેબને  વિનંતી  કરવી. સાથે ડાયસ પરના 
મહાનુભાવોને જોડવા.

                                                      -કૃષ્ણકાંત ભાટિયા -
*મહેમાનોનું  પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત :-
(1) પ.પૂ.કિશોરદાસજી સાહેબ (મહંતશ્રી,કબીર મંદિર,ભુજ)-લતાબહેન સોલંકી 
(2) ડો.કાંતિભાઈ ગોર (કાર્યક્રમના અધ્યક્ષ )-શ્રી લાલજી મેવાડા 'સ્વપ્ન '
(3) લતાબહેન સોલંકી  (નગર અધ્યક્ષા)-પૂ.કિશોરદાસજી સાહેબ 
(4)ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ (અથિતિ વિશેષ) -શ્રી શ્રી મનસુખભાઈ સુથાર 


Tuesday, 11 June 2019

અગન ગોળા  !

મલક  પર   ઊતર્યા    છે   અગન  ગોળા ,
આભ   ફાટ્યું    છે,  સૂરજ  કાઢે   છે ડોળા.

જન-જનાવર-જીવ  ત્રસ્ત   છે   પ્રકોપથી,
સૂની ભાસે  સીમ,ભટકે મૃગજળના ટોળા.

કાળભઠ  તડકો  તપે  ને, તાપ  વરસાવે,
ભાનુ રથના  દોડે  આજ  સાતેસાત ઘોડા.

કાળી  મસ્સ    સડકો પર, પીગળે  ડામર.
આશરો  લેવા  ભટકે  છે,પંખીઓ  ભોળા.  

પાદર  ગમગીન છે, ઓટલા  સાવ ચૂપ,
રવિરાજ  પડતા   નથી  બિલકુલ મોળા.

પવન પણ શીતળતા છોડી અંગ દઝાડે,
ગરમ ગરમ લહેરો ગાયે  છે અહીં રોળા .

ખળખળાટ  હસે ,કપાયા વગરના વૃક્ષો ,
માનવી  ગણી   લે તું ,મન ભરીને તોડા.
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

                         







Friday, 7 June 2019

મોરારિ  !

અહીં  અખંડ ધૂણી  ધખે  નામની   મોરારિ ,
સૌ  કોઈ  માળા  જપે  ,  રામની    મોરારિ.

મલક  છે  આ   મેકરણ  ને ,લાધીબાઈનો ,
પ્રેમ  વહે  અવિરત અહીં મૈયાજી  માઈનો.

પવન અહીં  લખે ,કથા શ્યામની  મોરારિ ,
સૌ    કોઈ   માળા    જપે, રામની  મોરારિ .

કચ્છડો  છે  કામણગારો , માણસાઈ  દૂઝે,
તમારા  જેવો  તપસ્વી  બધી  વાતો બૂઝે .

રણ ને સાગર તપે, કૃપા  ઘામની  મોરારિ ,
સૌ   કોઈ    માળા    જપે, રામની  મોરારિ.

મંગલ  દિન  મંગલ  ઘડી ,અમારે આંગણે ,
અમે    દેવાદાર  થઈ ગયા,તમારે માંગણે . 

અમને હવે નહીં ખપે,કૃપા ગામની મોરારિ ,
સૌ    કોઈ    માળા    જપે,  રામની  મોરારિ .
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









હમીસર  !

હમીસર  છિલે  ને ,મુંજો  ધિલ  ખિલે ,
ઇનજે   કિનારે  તેં   સજો   ભુજ મિલે.

સજણ   વિઠા  અંઈ  ઠલા  નેં  થકલ ,
વસે  મીં  જ બોરો, ઈ  ખુશી સેં  ટિલેં .

હબક સેં  હયલ  આય ,ધરા ધુબેતી ,
અચે  મીં  જી વાછટ,ત  બારી  ખુલે.

સરોવર અસાંજે  મન જો માણીગર,
વડે બંધ  તેં ,ધિલ પણ રાજીપે ડુલે.

કામાય  લગધો ,નઈં -જુની  કરધો,
'કાન્ત 'જી ગઝલ પણ ,ચડઘી ચુલે. 
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '