અરજ !
(રાગ આશાવરી )
મારી અરજ સુણો દીનાનાથ ,
ભરી લ્યો આ પામરને બાથ.
કરુણાના સાગર, પ્રેમના દાતા,
સંકટ સમયે દોડી આવો ભ્રાતા.
હે પરમેશ્વર આ જીવ પામર છે,
છોડશો નહીં પ્રભુ મારો હાથ.
0મારી..
ઝીણી ઝરમર વરસે તવ કૃપાની,
માગણી નથી હવે મારી કશાની.
હરિ મારા ને હું હરિનો ચાકર ,
ભવસાગર તરવાને માગું સાથ.
0મારી..
ઝણણણણ ઝાલરી વાગી તારી,
આતમજ્યોત પ્રભુ જાગી મારી.
મીઠડા માવજી મનમાં બિરાજો,
ચરણ પખાળું હું તારા નાથ..
0મારી..
હળવે હળવે શિરે હાથ પસારો,
સીજી જશે હરિ અહીં સંથારો.
'કાન્ત '- કલમને શક્તિ દેજો,
ચાલવા ગીત-ગઝલને પાથ.
0મારી...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(રાગ આશાવરી )
મારી અરજ સુણો દીનાનાથ ,
ભરી લ્યો આ પામરને બાથ.
કરુણાના સાગર, પ્રેમના દાતા,
સંકટ સમયે દોડી આવો ભ્રાતા.
હે પરમેશ્વર આ જીવ પામર છે,
છોડશો નહીં પ્રભુ મારો હાથ.
0મારી..
ઝીણી ઝરમર વરસે તવ કૃપાની,
માગણી નથી હવે મારી કશાની.
હરિ મારા ને હું હરિનો ચાકર ,
ભવસાગર તરવાને માગું સાથ.
0મારી..
ઝણણણણ ઝાલરી વાગી તારી,
આતમજ્યોત પ્રભુ જાગી મારી.
મીઠડા માવજી મનમાં બિરાજો,
ચરણ પખાળું હું તારા નાથ..
0મારી..
હળવે હળવે શિરે હાથ પસારો,
સીજી જશે હરિ અહીં સંથારો.
'કાન્ત '- કલમને શક્તિ દેજો,
ચાલવા ગીત-ગઝલને પાથ.
0મારી...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment