Thursday, 30 June 2016

                                       સ્પર્શ 

    સંગીતની માનવમનના આવેગો પર અદભુત અસર થાય છે.આપણે જાણીએ  છીએ 
કે શરીરની બીમારીનું મૂળ મનની બીમારી છે.મન બીમાર તો તન બીમાર. 'music therapy'
પર વિશ્વમાં research ચાલી રહી છે.પ્રયોગો થતા રહે છે.સંગીતની માનવ મન પર સીધી જ 
ચોટદાર અસર થાય છે.સંગીત તો 'હાલરડાં'થી શરૂ થઈ 'મરશિયાં'સુધી માનવજીવનમાં 
વણાયેલું છે.નાના કારીગરો પણ મનની એકાગ્રતા અને હળવાશ માટે ધંધાના સ્થળે ટેપ-
રેકોર્ડર રાખતા આપણે જોઈએ છીએ;દરજીઓ,કેશકર્તન કલાકારો,રિક્ષા,પાનની કેબિનો,
શેરડીના રસવાળાથી માંડીને હોટલો,રેસ્ટોરાં જેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે.
    સંગીત મનના તનાવો નાબૂદ કરે છે,સાંત્વના આપે છે,મનની પીડાને દૂર કરે છે,મનને 
શાંત કરે છે,સંગીતથી રોગમુક્તિ શક્ય છે.સંગીતની વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ અસર 
થાય છે.આપણે ત્યાં પણ સતત પ્રયોગો અને અભ્યાસથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે,
અમુક ચોક્કસ બીમારી માટે અમુક રાગો સાંભળવામાં આવે તો બીમારી હળવી થઈ શકે છે.
બીમારીનું કારણ મન ગણાય છે અને એટલેજ મનના મરોડોનો ઉપચાર થાય તો શરીરની 
બીમારી મટાડી શકાય.
ક્રમ  ............બીમારી ................................રાગ...................................ગીત....................
(1)..............બ્લડપ્રેશર.............................તોડી.................................'જોગિયા જગ હૈ એક.'
(2).............માનસિક તાણ.......................બાગેશ્રી.............................'આયે બહાર બનકે...'
(૩).............હિસ્ટીરિયા.............................ખમાજ..............................'વિજયી વિશ્વ તિરંગા..'
(4)..............મલેરિયા................................હિંડોલ..............................'ઝૂમતી ચલી નમન હવા....'
(5)................તાવ.................................. માલકૌંસ.......................... .'તૂ છુપી હૈ કહાં ....'
(6)..............ચર્મરોગ...................................દેસ.................................'તકદીર કા ફસાના...'
(7)..............એ સી ડી ટી .........................કલાવતી .................'કભી તો મિલોગે જીવન  સાથી ..'
(8).............ડાયાબિટીસ  ....................જય જયવંતી.....'મન મોહના,બડે જૂઠે,હાર કે હાર નહીં માને '
(9).............ગભરામણ.....................    આહીર ભૈરવ...................'પૂછો ન કૈસે મૈંને રૈન બિતાઈ..'
(10)...........  હૃદયરોગ....................... ......ભૈરવી............................'મુંજી માતૃભૂમિ કે  નમન... '  
(11)...............અસ્થમા ..............................યમન.................................'ચંદન સા બદન...'
                                                                   ***

  




Wednesday, 29 June 2016

વરસાદ...

સૌના હોઠ પર બસ નામ તારું છે વરસાદ,
વાદળાંમાં  ઊંચે  ધામ   તારું  છે વરસાદ.

ધરતીને   લીલી   છમ્મ   કરતો  રહે    છે  ,
જળ   થઈ  છલકવું,કામ તારું છે વરસાદ.

અમે  તારી પીઠ પર લાદી દીધું ચોમાસું ,
પૃથ્વી પરનું  હરેક ગામ તારું છે વરસાદ.

તારાં  જલદી  પગલાં  થવાનાં છે  અહીં,
વિશ્વાસ અમારો, ઈમાન તારું છે વરસાદ.

આ તો ભીંજાવાની  મજા છે  કોણ સમજે ?
પલળીયે  અમે, માન  તારું   છે  વરસાદ.

કેટલું  તોફાન  કરે છે  ચમકતી  વીજળી,
આકાશમાં આજે બયાન તારું છે વરસાદ.
                          ***
-'કાન્ત'








Tuesday, 28 June 2016

ગઝલ 

હું   મારાં   સ્વપ્ન   સજાવું   ગઝલમાં,
શબ્દોને    લાડ     લડાવું     ગઝલમાં.

ટહુકાની  માવજત  કોણ  કરશે  ભલા ?
કોયલને    રોજ   ગવડાવું   ગઝલમાં.

મોરનો   કેકારવ   સં ભળાય  સીમમાં,
ભર ચોમાસે   એને નચાવું   ગઝલમાં.

એ જ છે  લિજ્જત ને  એ જ  છે મસ્તી,
હોઠ પર,  ચુંબન   મુકાવું     ગઝલમાં. 

હતા    મુજપર   ફિદા   થનારા  ઘણા,
સમયને  મસ્તક   નમાવું    ગઝલમાં.

મારી   આંખથી  આંખ   મિલાવી  જો,
કેવા કાતિલ તીર ચલાવું   ગઝલમાં.

મને   દુનિયાનો   અનુભવ  ન   પૂછો,
નવી    દુનિયા    વસાવું     ગઝલમાં.
                       ***
-'કાન્ત'



.





Monday, 27 June 2016

ગઝલ 

પ્રેમ પદારથ   પી  વલા ,
વ્યસન   છડી   ડે   ઠલા.

સમજી   વિન  શાન  મેં,
ખેં  નેં   નિકા  તું   ખલા.

રટન  કર તું   રામ  જો,
સઁભારે  ગિન  તું  અલા.

કાગડા  લફી  વ્યા હિતે,
કિકરાટ  કરિયેં    ચિલા.

ખિલ મિંજા ખેલ થઇ પૅ ,
લેખેલ   ડીં  અઇં  ભલા.
             ***
-'કાન્ત'







Sunday, 26 June 2016

ग़ज़ल 

एहलेवफ़ा    और   ऐतबार    कर  साहब,
नया    करिश्मा    बारबार    कर  साहब।  

गलियारे  सजे   हैं  आज   चाँद  तारों से ,
घरौंदे में पाँव रख ,चमत्कार कर साहब। 

कोई  गिला  नहीं   है  अय  मेरे  मालिक,
मेरे  अर्जे पाक को  स्वीकार  कर साहब। 

आमादा हुँ  तेरी  शरण  में आने के लिए ,
तेरी   करुणा  का  विस्तार   कर  साहब। 

पुरवाई  से  पुरवैया  झूमता आ  रहा  है,
कूचे-कूचे  को   तलबगार   कर  साहब। 
                         ***
-'कान्त'


Saturday, 25 June 2016

ગઝલ 

ઝરમર  નહીં, તું  મૂશળધાર  વરસી  જા,
ભીંજવી દે  ધરા, સાંબેલાધાર વરસી જા !

તું   અચાનક   ધસમસતો   આવી   ચડ,
પાણી પાણી કરી  અનરાધાર વરસી જા !

બહાવરો  બનીને  ભીંજવી દે   મસ્તીથી,
ઊંચકીને  વાદળું  સચરાચાર વરસી જા !

કેટલી  તરશ  ઉમટી  છે  ભીતરે  સનમ,
ઓગળી જાય બધું, પારાવાર વરસી જા !

તું   આવ  એટલે    કોઈ  તરસ્યો  ન રહે,
કિનારાને  ચૂમી ને   મઝધાર વરસી જા !

ચાલ   જળમાં    ગઝલ  ગઝલ  રમીયે,
કોઈ  મધુર  ગીતને  વિસ્તાર વરસી જા !

બાપ ,બારે  મેઘને  ઝટપટ સાબદા કર,
'કાન્ત'ને ને ઠારવા ધારદાર  વરસી જા !
                        ***
-'કાન્ત'





Thursday, 23 June 2016

અષાઢી બીજ...!

આજ  વરસાદ  વરણાગી  લાગતો,
        આજ મેઘે  મઢેલી  રાત સારી;
આવી રૂમઝૂમ કરતી ઝૂમતી આવી ,
         આવી અષાઢી બીજ   અમારી !

વગડામાં  કારાયલ  કેકારવ  કરતો,
         કળાયેલ   રૂપે  મોજથી ફરતો; 
આજ   જગન્નાથની   નીકળે  સવારી,
          આવી  અષાઢી બીજ અમારી !

મીઠી  સોડમ પસરાવતી આ ધરતી,
           ને  'મીં'ની આજુબાજુ ફરતી;
કરી લીધી એણે પરણવાની તૈયારી,
           આવી અષાઢી બીજ અમારી !

 દાદુર   હોંશભેર  રાગ   માઢ  ગાયે,
             વાદળ ને વીજ હૈયે સમાય;
 મારા  નેણમાં  ઊગી નીકળી ક્યારી,
             આવી અષાઢીબીજ અમારી !

કચ્છીઓના  મનમાં   અષાઢ મ્હાલે,
              ઘૂમરી  લે  એ   હીંચ તાલે ;
'કાન્ત' ચિતવન લાગે પ્યારી-પ્યારી.
            આવી અષાઢી બીજ અમારી !
                          ***
-'કાન્ત'
             







ગીત 

આપણે તો આપણામાં,
            રોજે રોજ સમાવું !
જિંદગીને છોડીને ક્યાં જાવું ?

વીતેલી ક્ષણનો રોમાંચ  મને,
           પજવે છે માંહ્ય ને માંહ્ય,
અંતર જયાં રૂઠે કહો,
           ત્યાં બીજો કોણ કરે સહાય ?

ઝાડ પર બેઠેલું પંખી પણ ટહુકે,
         કે  આંગણિયે હવે નહીં આવું !
જિંદગીને છોડીને કયાં જાવું ?

દલડાને ફોસલાવી પટાવી કીધું,
         કે  લઈ લે તું બધા ઉમંગ.
સઘળા તે વળગણ છોડીને,
         મારે નાચવું તારે સંગ !

વાયરો ધીરે ધીરે સરકે ને મલકે,
          કે કહે હવે હું કોને સતાવું ?
જિંદગીને છોડીને કયાં જાવું ?
                    ***
-'કાન્ત' 

  



Wednesday, 22 June 2016

अच्छे  दिन ..... !

कब  आएँगे  अच्छे दिन ?
कब  आम  आदमी  दाल-रोटी  खायेगा ?
कोई  मुझे  ये  बतलाये ,
और  कितना समय बीत जायेगा ?

2014  में लोगों को  अच्छे सपने 
दिखलाये  थे। 
हमको  गद्दी  दे दो  भैया  कहकर 
वोट  मॉँगने  आये  थे। 

दो  साल  में उलझ  गया  सब कुछ,
उसे  कौन  सुलझाएगा ?
कोई  मुझे  ये बतलाये ,
और कितना समय बीत  जायेगा ?

टमाटर  भाग गए  कीचन  से,
दाल  भी  अब कहाँ  पकती  है  ?
पानी   से  उबले  पतीली,
अब  भूख  भी कहाँ  लगती  है  ?

दाम  बढ़  गए  जीने  के,
उसे  कौन  घटाएगा ?
कोई  मुझे  ये बतलाये ,
और  कितना  समय  बीत  जायेगा  ?

सोचा  था  अब  आया  है ,
छपन्न  की  छातीवाला। 
अपनी  माँ  का  सपूत,
भारत  माँ  का  रखवाला। 

रोज़   मर  रहे  हैं  जवान ,
आतंकी  हमलों  में। 
उन्हें  कौन  बचायेगा  ?
कोई  मुझे  ये बतलाये,
और  कितना  समय  बीत  जायेगा ?
                  ***
-'कान्त'










Tuesday, 21 June 2016

ગઝલ 

સોય  અને  લોચનની વચ્ચે અધિકાર કોનો ?
ભલે  સપનામાં તો સપનામાં સ્વીકાર કોનો ?

ત્રાજવું  લઈ  આ સમય   ભલભલાને  માપે,
છાતીમાં ઘુમરાતી ક્ષણો પર  આધાર  કોનો ?

હવે    ઈશ્વર   પણ  મળવા  આવ્યો   બારણે,
તો    રોજ  સવારે  પજવતો  પડકાર  કોનો ?

કયાં   છે  એ    રાજવટ  ને  કયાં છે  ખુમારી ?
હવામાં   વહેતો   નૈતિકતાનો  પ્રચાર  કોનો ?

નદીઓને  સાગર   આવી   ગયા  કબજામાં ,
લપાઈને  બેઠેલી   લીલનો  વિસ્તાર  કોનો ?

પાનખરમાં  પાન   ખરતા  રહે   કુદરતના,
વસંતમાં બધું લીલું  છમ્મ ,ચમત્કાર કોનો ? 
                           ***
-'કાન્ત'





Monday, 20 June 2016

ગઝલ 

શયનખંડમાં  પીડાતા  બે   હોઠ,
રોજ  રાતના  લજવાતા બે હોઠ.

નાગચૂડસા  કોઈ   બાહુપાશમાં,
ક્ષણે  ક્ષણમાં તરડાતા  બે  હોઠ. 

આસવ ચૂસી , આવરણો   લૂંટી,
ઓશિકાં વચ્ચે કચડાતા બે હોઠ.

કર  ઉઘરાવે ,એ   ચાર  ફેરાનો ,
બંધ  બારણે   કરમાતા બે  હોઠ.

સ્ત્રી  નહીં ,  કોઈ  ચીજ  માનીને,
એક જ પક્ષે  ભોગવાતા બે હોઠ.
                     ***
-'કાન્ત'


            



Sunday, 19 June 2016

ગઝલ 

સાદ  પાડું   હું    વરસતા  વરસાદને,
ગોરી   સંગ     પલળતા   વરસાદને.

ચાલ   જળમાં    સંતાકૂકડી   રમીએ,
કહે , જલપરી ને કનડતા વરસાદને.

અમારી  ભીતર   સાવન  છુપાયો છે,
રહેશે  એટલે જ સરળતા  વરસાદને.

કેટલું    કઠિન    છે   આંગણે    વહેવું,
સમજાશે કોકની તરલતા વરસાદને.

અરે !  દાદુર બપૈયા બોલવા લાગ્યા,
કળાશે  સૂરની   મધુરતા  વરસાદને.

મન ભરીને ભીંજાવાના  આ  ખેલમાં,
રિમઝિમ  મળે,  તડપતા વરસાદને. 

કેટલું   તોફાન  છે  વાદળ ને વીજનું,
ધરાનું  છે શરણ,ગરજતા વરસાદને.
                        ***
-'કાન્ત'









         






ગઝલ 

હર  પળ  પીડાતી જાતને જોયા કરું,
પડખા  બદલતી  રાતને  જોયા કરું.

ઊગતી  સવારમાં રંગ કોણે   ભર્યા ?
રંગીન રચાતી   ભાતને  જોયા  કરું.

કોઈ  હદ નથી અહીં ,અનહદ  બધું,
હોંશે   કરેલી  શરૂઆતને  જોયા કરું.

જિંદગી  એક   ખેલ   છે,રમવું  પડે,
હારી ગયેલા જજબાતને જોયા કરું.

છેતરે   છે  હવે  રસ્તાના   ભોમિયા, 
સ્વજન કરે  એ  ઘાત ને જોયા  કરું.

રણ હતું, મૃગજળ હતું,  હતું  અંધારું,
શબનમ  તણા  પાત ને  જોયા  કરું .

કાળ સામે બાથ ભરતા અસ્તિત્વને,
'કાન્ત' એ કરેલી વાતમાં જોયા કરું .
                      ***
-'કાન્ત' 

  
    







Saturday, 18 June 2016

ગઝલ 

ખરાખરી  જો  હી  ખેલ  અય  ઇતે,
કડેક  ખુલક,ત કડેં  જેલ અય ઇતે.

ખીર મેં  જિજી ખન  ન વિજ  મિઠા ,
ડાયાબિટીસ  જી  વેલ   અય  ઇતે.

ખલા ખેંણાં ને પોય  ભૂરાંટો  થીણું,
નેર ,સમજણ  જો મેલ  અય   ઇતે.

કુતે જે પેટમેં ખીરજ ન રે મુંજા પે,
ચવકું મેં  ત  સચો ચેલ અય ઇતે.

ધિલ  મુંજો  રાજી રાજી  થઈ  વ્યો,
'કાન્ત' જે  તિરેં  મેં તેલ  અય ઇતે.
                      ***
-'કાન્ત'




Friday, 17 June 2016

ગઝલ 

સપ્તપદીના  વિચાર  વાવું  છું,
અગ્નિસાક્ષીએ  સંસાર વાવું છું.

ક્રિયા અને  સાધનામાં છે  ફરક ,
ચાર ફેરાનો  વિસ્તાર  વાવું  છું.

પનઘટથી  પાણીયારા    સુધી,
મારી  મર્યાદાનો સાર વાવું છું .

ઘૂંઘટમાં શરમાય છે મારું દિલ,
સાસરિયામાં  હું પ્યાર વાવું છું .

ઓરડે   દીવો  બળે શ્રદ્ધા તણો ,
સાહ્યબાનો   અધિકાર વાવું છું. 

ભારતીય નારી  નું   સ્વરૂપ છું ,
તુલસીક્યારે  સવાર વાવું   છું.

ઠાકોરજીના ઘરમાં  છે બેસણા,
પંચામૃતમાં એકરાર વાવું   છું.
                   ***
-'કાન્ત'



Thursday, 16 June 2016

એકલો  જા ને !

અમે કોઈ  નહીં  આવીએ  સત્યને દેવા સાથ !
અધર્મ  સામે  લડવા  એકલો    જા  તું  બાપ  !

મીઠી   ઊંઘમાં    સૂતેલી   પ્રજા  નહીં   જાગે,
એને    અહીં   કરવા  જેવું   કશું   નહીં  લાગે.

મા  આશાપુરા  તને  શક્તિ  દઈ   દે અમાપ !
અધર્મ  સામે લડવા એકલો   જા  તું    બાપ !

ઈતિહાસ  સાક્ષી  છે  છેલ્લાં  કેટલાંક વર્ષોનો,
મૂલ્ય ચુકવ્યું છે  આ નગરે, કંઠની  તરશોનો.

તારી    જવાબદારીઓને   જાતે   તું    માપ !
અધર્મ  સામે  લડવા  એકલો  જા  તું   બાપ !

ભુજ  જીવે ,મરે .સડે કે આંખલાઓ એને  નડે,
નપુસંક   થઈ  ગયેલાઓને   શો   ફરક  પડે ?

છોડી જા 'કાન્ત'ના મનમાં એક અમીટ છાપ !
અધર્મ  સામે  લડવા   એકલો  જા   તું  બાપ !
                              ***
-'કાન્ત'








Wednesday, 15 June 2016

 ગઝલ 

પનારો  પડ્યો  છે  તો  નિભાવી  લઈએ ,
એક સાથે  કદમ  આજે  ઉઠાવી   લઈએ.

રાહુ   બેઠો   છે   જન્મપત્રિકાના  કેન્દ્રમાં,
મોહિનીને  ધરા  પર   બોલાવી  લઈએ.

ચાલ, દોસ્તો   ભેગા   થયા  છે   ડેલીએ,
સ્મરણોના  કસુંબા   ગટગટાવી  લઈએ.

તું  મારી  સાથે  તારું  નામ  મૂકી દે અહીં ,
નગરના  ચોપડે  ઝટપટ લખાવી લઈએ.

વરસાદી  સાંજે   હવા  આવી  ઘર  સુધી,
મિલનના  ગીતો  હવે ગવડાવી  લઈએ.
                          ***
-'કાન્ત'

Tuesday, 14 June 2016

ગીત 

મેઘ !તારી તે પ્રીત,ગરજવાની  રીત,
જડ -ચેતનને કરી દે પાગલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?

જેઠનો  સૂરજ ખીલ્યો સોળે કળાએ,
પણ,તારું તો  આગમન નથી.
તડકાના ગરમાવામાં તપી-તપીને,
જીવીએ છીએ અમે મથી-મથી !

મેઘ ! તારાં તે ગીત,મારા મનના છે મીત,
સાંભળીને થઈ જાઉં કાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા  વાદળ ?

બીજ તો રોપ્યાં છે ખેડૂએ ધરતીમાં,
પરસેવોયે  પુષ્કળ છે સીંચ્યો.
આશાના દાણા વેર્યા છે હોંશભેર,
સપનાને સાચવીને આંખમાં છે મીંચ્યો !

મેઘ !તારાં તે રૂપ,કદી છાંયડો કદી ધૂપ,
નીરખીને થઈ જાઉં હું ઘાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?

એક એક વૃક્ષનું એક એક પાન,
ભૂલી ગયું છે શાન ને ભાન.
હમીરસરમાં પાણી છે ખૂટ્યાં,
નહીં સહી શકે એ તારું આવવાનું લંબાણ!

મેઘ !તારું સ્વરૂપ ,નમે ભલભલા ભૂપ,
પહેરી લે  પગમાં તું  વીજળીની પાયલ.
હવે ક્યારે મોકલીશ તું વરસતા વાદળ ?
                          ***
-'કાન્ત'








Monday, 13 June 2016

ગઝલ 

આપણામાં  આધાર   જેવું   શું  હતું  ?
ઉંબરા  પર  પડકાર  જેવું   શું  હતું ?

આવીને  બારણે   કોણ   વળી ગયું ?
એના  હાથમાં વહેવાર જેવું શું હતું ? 

ઘરથી નીકળીને પાદર સુધી ગયો,
પગલાંમાં  વિસ્તાર  જેવું   શું  હતું ?

આ  સૂર્યનું   ઊગવું  ને   આથમવું,
sun set માં  ચમત્કાર જેવું  શું હતું ?

પ્રશંસા હતી કે હતી  આત્મવંચના ?
જાહેરમાં આ  સ્વીકાર જેવું શું  હતું ?

જેમની   વાણીથી   હું થયો  ઘાયલ,
પ્રવચનમાં  પ્રચાર   જેવું   શું  હતું ?

મારી   તરસ ,રણ   છિપાવી    શકે,
નમકમાં   જળસંચાર  જેવું શું  હતું ?
                      ***
-'કાન્ત'









Sunday, 12 June 2016

ગઝલ 

શ્વાસ    ચિક્કાર   લઈ  ચાલો   તમે,
સમયનો પડકાર લઈ ,ચાલો  તમે.

ચાલ બદલે  છે મરણ ,જો એકદમ,
ખુદનો   સ્વીકાર લઈ,  ચાલો  તમે.

આ  ગરજતાં  વાદળો   છે   ભીતરે ,
રાગ  મેઘમલ્હાર લઈ ,ચાલો  તમે. 

બંધ આંખે જોઈ  લો  સ્વપ્નો બધાં ,
મીઠી  કો  તકરાર લઈ ચાલો તમે.

આ  હવાની   સાથમાં ના   ઘૂમશો ,
વીજનો  ચમકાર લઈ, ચાલો તમે.

જિંદગીના   મરમને        ઉકેલવા,
તુલસી   આધાર લઈ ,ચાલો તમે.

ધાર તીક્ષ્ણ આ ગઝલની જોઈ લો,
શબ્દનો  ઈકરાર લઈ ચાલો  તમે.
                     ***
-'કાન્ત'
ગઝલ 

સુખ  માટેની શોધ,એ દુઃખનું  કારણ છે,
સીધી  છે  વાત ;ઝેર -ઝેરનું  મારણ છે.

પ્રેમ,કરુણા,સત્ય- ભૂંસી  નાખ્યા અક્ષર,
છળ -કપટની વાતો  ,બહુ સાધારણ છે.

કૌરવો  દ્રૌપદીના  ચીર હરે  ચૌરે  ચૌટે,
દુર્યોધન-દુશાશન બની બેઠા નારણ છે.

ઈમાન  વેચાતો   ભાજી  કરતાં  સસ્તો,
ફદિયાની  પાછળ  માલી ને માલણ છે.

ઉભરાય  છે  વ્યર્થ   અહીં  માનવમેળો ,
પાણી-પૂરી,મંચુરિન આજની દાયણ છે. 

કોણ બ્લેક ને કોણ વ્હાઈટ કોણ વંચિત ?
અનામતની સોડમાં રડતું બંધારણ છે.

વૈષ્ણવજનની  ધૂન   આજે  અપ્રસ્તુત ,
મુન્નીબાઈની  ધૂમ 'કાન્ત'નું તારણ છે. 
                         ***
-'કાન્ત'



Friday, 10 June 2016

ગઝલ 

ચોતરફ  વાદળાંનો  ટંકાર  હો,
સાથે  વીજળીનો  ચમકાર  હો.

સૂકી ભઠ્ઠ ધરા જલ વિણ તરશે 
વર્ષા  હો,  હવે   મૂશળધાર  હો.

ગઝલ  હું  મેઘની   ગાતો  ફરું,
કંઠમાં  રાગ    મેઘમલ્હાર  હો.

દાદુર ને  બપૈયા શોરગુલ કરે,
કલાપીનો કેકારવ વારંવાર હો.

લીલી ઓઢણી  ઓઢે વસુંધરા, 
વરુણનો   એવો  ચમત્કાર  હો.

નદીઓ સામે જ ઉભી આ રહી,
સૂકા પટ્ટમાં જળનો સંચાર  હો.

હમીરસર  પણ  નાચવા  માંડે,
હવે  સૂકો ન કોઈ  વિસ્તાર  હો.
                   ***
-'કાન્ત'







ગઝલ 

હલ,પાં  લિક બુચાણી  રમોં ,
આઉં  છડે હિકડે બેં કે  નમોં .

ધરિયા ત ડેવ  અય  પાંજો ,
હોડી મેં વઈ  ઇનમેં   ભમોં.

બાવળ  કે  પણ  મોર લગે ,
ઈનજે  પડખે  મેં પાં  ખમોં.

ડીએ જી  વટ કે  સંકોરી  ને,
ઝાંખે ઉજાશ કે પણ   ગમોં.

કાલ કેર નેરે અંય  હિતે ત,
અજ,જી પછેડી ઓઢી સુમોં. 
                 ***
-'કાન્ત'

Thursday, 9 June 2016

ग़ज़ल 

तेरे  सवाल  का  कोई  जवाब  नहीं  है,
मयख़ाने  में  हर चीज़ ,शराब नहीं है। 

चुमकारना  रोते  हुए किसी बच्चे को,
इससे   बढ़ा   कोई   शबाब   नहीं   है। 

दरहक़ीक़त  ये  है   इस  ज़िंदगी  की,
ये  सिर्फ़ आँसुओं  का  सैलाब नहीं है। 

दिखता  है जो द्रश्य  खुली  आँखों  से,
वो  हकीकत  है ;कोई  ख़्वाब नहीं  है। 

साँसों  का   ये  खेल   सब   खेलते  हैं ,
शतरंज  में  हर  मोहरा नवाब नहीं है। 
                       ***
-'कान्त'


Wednesday, 8 June 2016

ગઝલ 

આંખ  બંધ  કરી  મેં, તરત એણે  કહ્યું,
પીર ને પયગંબરોએ  અહીં ઘણું સહ્યું.

ભીંત  પર   શહીદોની   છે   તસવીરો ,
આ  દેશ   કાજે   રક્ત  એમનું    વહ્યું.

જિંદગી ભર છેતરી  તેં  તારી જાતને,
જનમારો  હવે  ઘડી  બે ઘડી  જ રહ્યું.

કોઈ  ક્ષણ  કંઈ  કહે  એ જરૂરી  નથી,
દુઃખ -દર્દમાંયે  ક્યારેક હસવું  પડ્યું. 

પ્રખર તાપ છે,વરસાદ પણ આવશે,
કાનમાં   મારા  વાદળું  કહીને  ગયું.
                       ***
-'કાન્ત'







Tuesday, 7 June 2016

ગઝલ 

ચાલો  પ્રેમ  પ્રેમ રમી  લઈએ ,
એક  જ  રસોડે   જમી  લઈએ .

છોડો    સ્વપ્નો     ભૂતકાળના,
આજ ને આંગણે ભમી  લઈએ .

સપનાના  પડછાયા  ઓઢીને,
ઓરતાં સઘળાં ખમી   લઈએ .

શબ્દોમાં   વીજનો   ચમકારો,
ગીત ને ગઝલને ગમી લઈએ.

નાહક હું પદ -ગર્વ શા કામનો ?
એકબીજાને હવે  નમી  લઈએ.
                  ***
-'કાન્ત'


Monday, 6 June 2016

ગીત 

વાદળાં ને પકડીને ,બરાબર ઝક્ડીને,
ધરા પર ઉતારું હું ઓણ સાલ.
મૂશળધાર વરસીને,ચારેકોર સરસીને,
એ જગતને કરી દે માલામાલ !

સપનાના આછા આછા પડછાયા પહેરીને,
વીજળીના નર્તનનો   
ગીત 

આંખોમાં  સપનાંની  સૃષ્ટિ,
ને હૈયામાં જીવતરની હામ.
અધુરપને મધુરપમાં ફેરવી,
વ્રજમાં જીવું  છું હું  શ્યામ !

વનરા તે વનના ગિરિવર શિખરો ને, 
યમુનાના ખળખળતા વહેણ.
કદંબના ઝાડની ટોચ પર,
બેઠો છે મારો ને તારો લેણદેણ.

ઝાકળની જેમ પુષ્પના પર્ણ પર,
સ્પર્શ્યો છે સ્પર્શ તમામ.
અધુરપને મધુરપમાં ફેરવી,
વ્રજમાં જીવું છું હું  શ્યામ !

પવનમાં લહેરાય વાંસળીના સૂર,
ને  કાનમાં સંભળાય ગોપીનું ગીત.
કયો ચિતારો ચીતરતો રહે,
પ્રિયતમ ને પ્રિયતમની પ્રીત.

મથુરાનો મારગ સાદ પાડે મુજને,
મનના ઘોડાની હું ખેંચું લગામ.
અધુરપને મધુરપમાં ફેરવી,
વ્રજમાં જીવું છું હું શ્યામ ! 
                ***
-'કાન્ત'

  



Sunday, 5 June 2016

ગઝલ 

અહીં   કોણ   કોને  કશું   આપે  છે  ?
બધાં  પોતાના મીટરથી  માપે છે.

દિશાશૂન્ય  રસ્તે  ન ભટકી  જાવ,
ચોક્કસ  નિશાની ઘરના ઝાંપે છે.

આ   તો   છે   વહેવાર   જગતનો,
સૌ   પોતાની  કાતરથી   કાપે  છે.

સોય  અને  લોચનની  વચ્ચે શું ?
નજરુંનો    અધિકાર   વ્યાપે   છે.

કોને મળીને ;વળી  છે આ નજર ?
'કાન્ત'  કેમ  એ  આટલી  હાંફે છે ?
                    ***
-'કાન્ત'



મેહુલા 

મયુર  કરે  છે   પોકાર  મેહુલા, 
વરસી પડ અનરાધાર મેહુલા.

અગનવર્ષા   અકળાવે   સૌને,
સજી ધજીને થા તૈયાર મેહુલા.

મીં તું   માધો;ધરતીનો લાડો,
વાદળાં પર થા સવાર મેહુલા.

છેલ્લાં  ડચકાં  ભરે હમીરસર ,
સાંભળ એનો ચિત્કાર  મેહુલા.

લીલી   ઓઢણી   ઓઢે   ધરા,
અછતને કર તડીપાર મેહુલા.

કાગળના  વહાણમાં  તરીએ,
કર અમારો બેડો પાર મેહુલા.
                  ***
-'કાન્ત'




Saturday, 4 June 2016

ग़ज़ल 

ढुलकना  कभी-कभी  अच्छा  लगता  है ,
तक़ाज़ा  ज़िंदगी का   सच्चा  लगता  है। 

तफ़सील  नहीं   कर  शकती  मेरी  जुबाँ ,
तेरा ये   दीवानापन   कच्चा  लगता   है।  

बिहान का  भी  सोच ,पल  में  जीनेवाले,
कई बार तू    बे-लगाम  बच्चा लगता है।  

रात   में   नींद   ताबड़तोब आ  जाती  है, 
सबेरे-सबेरे  सपना  ज़च्चा    लगता   है। 

तिकड़म तेरा  कुछ  काम  नहीं  आयेगा ,
यहाँ    जिसे  देखो , वो  लुच्चा लगता है। 
                          ***
-'कान्त'


ગઝલ 

આજ   મેં  તારો   અવતાર  જોઈ  લીધો,
દ્રઢ   વિશ્વાસનો   સ્વીકાર   જોઈ  લીધો !

ભીડ પડે ત્યારે  નિરાકાર દોડતો  આવે,
દ્રૌપદીના અંતરનો પોકાર જોઈ લીધો !

તારી સાથેનો  સંબંધ હેતનો, હેતુ  નહીં , 
વ્રજના  પ્રેમનો   વિસ્તાર  જોઈ  લીધો !

ગોવર્ધન  ધારણ  કર્યો તો  તેં  ગિરિધર,
ટચલી અંગુલિનો ચમત્કાર જોઈ લીધો !

મા   જશોદાના  ખોળાનો   ખૂંદનાર  તું,
માટી ભર્યા મોંમાં, કિરતાર જોઈ લીધો !
                        ***
-'કાન્ત'












Friday, 3 June 2016

ગઝલ 

છોડી  દે   આ   મોલ   કબીરા !
જીવન  છે  એક કોલ  કબીરા !

પંખીના આ  કલરવની  સાથે ,
તું  પણ  સાખી  બોલ  કબીરા !

માનવ   હૈયું  મેઘધનુષ્ય  છે ,
સાત  રંગોને    ખોલ  કબીરા !

સંબંધ બંધાણો રબ ની  સાથે, 
મસ્તીમાં   હવે   ડોલ  કબીરા !

રંગમંચ   છે  દુનિયા દીવાની ,
ભજવી  લે તારો રોલ  કબીરા !

ભારો  અહમનો  છે બહુ  ભારે,
સમજી  સમજી  તોલ  કબીરા !

પ્રગટાવી લે અલખની  ધૂણી ,
પ્રાસમાં  રાખી   લોલ કબીરા !
                  ***
-'કાન્ત'









Wednesday, 1 June 2016

ગીત 

જો  ને સખી વાડ  લીલીછમ્મ !
નાચે છે ઉરમાં નવતર ઉમંગ ! 
જો ને  સખી વાડ લીલી છમ્મ !

ઝરણું  એ   ખળખળ  વહેતું છે,
મારા  જીવનનો  કંઈક  હેતુ  છે.
ઓલા ઝાંઝર  બોલે  છમ છમ !
                          0જો ને સખી 
આભના   છત્તરની  નીચે બેસું,
ઊડતા મેઘને  શો સંદેશો  દેશું ?
મારા દલડામાં થાય ધમાધમ !
                          0જો ને સખી 
હોઠ  હસે, સાહ્યબો  વિદેશ વસે,
મારી  કંચુકી  મને જોરથી  કસે.
ધ્રિબાંગ ઢોલના  વાગે પડઘમ !
                          0જો ને સખી 
એક  એક  શ્વાસ  તણા   ટોડલે,
કળાયેલ મોર કળાની  ઘોર લે.
'કાન્ત'ગીત ગાતો રહે  હરદમ!
                          0જો ને સખી 
                  ***
-'કાન્ત'

ग़ज़ल 

ख़ुद  को  पढ़ता  हुँ और  जोड़ देता  हुँ ,
सुख  के लम्हे,तेरी ओर मोड़  देता हुँ। 

तोताचश्म  होना  अच्छा नहीं लगता,
तौर-तरीक़े   के   बाँध   तोड़  देता  हुँ। 

तिलमिलाना  छोड़  दिया  है कब  से ,
सारी रंजिशें  सरलता से छोड़ देता हुँ। 

यकायक  यादें    सताने   लगती   हैं ,
अनजान  रास्ते  पर   दौड़   देता   हुँ। 

नासूर  बन जाता है  जब कोई ज़ख्म ,
फोड़े  को  मैं    हाथों  से  फोड़ देता हुँ। 
                      ***
-'कान्त'