Friday, 3 June 2016

ગઝલ 

છોડી  દે   આ   મોલ   કબીરા !
જીવન  છે  એક કોલ  કબીરા !

પંખીના આ  કલરવની  સાથે ,
તું  પણ  સાખી  બોલ  કબીરા !

માનવ   હૈયું  મેઘધનુષ્ય  છે ,
સાત  રંગોને    ખોલ  કબીરા !

સંબંધ બંધાણો રબ ની  સાથે, 
મસ્તીમાં   હવે   ડોલ  કબીરા !

રંગમંચ   છે  દુનિયા દીવાની ,
ભજવી  લે તારો રોલ  કબીરા !

ભારો  અહમનો  છે બહુ  ભારે,
સમજી  સમજી  તોલ  કબીરા !

પ્રગટાવી લે અલખની  ધૂણી ,
પ્રાસમાં  રાખી   લોલ કબીરા !
                  ***
-'કાન્ત'









No comments:

Post a Comment