ગીત
જો ને સખી વાડ લીલીછમ્મ !
નાચે છે ઉરમાં નવતર ઉમંગ !
જો ને સખી વાડ લીલી છમ્મ !
ઝરણું એ ખળખળ વહેતું છે,
મારા જીવનનો કંઈક હેતુ છે.
ઓલા ઝાંઝર બોલે છમ છમ !
0જો ને સખી
આભના છત્તરની નીચે બેસું,
ઊડતા મેઘને શો સંદેશો દેશું ?
મારા દલડામાં થાય ધમાધમ !
0જો ને સખી
હોઠ હસે, સાહ્યબો વિદેશ વસે,
મારી કંચુકી મને જોરથી કસે.
ધ્રિબાંગ ઢોલના વાગે પડઘમ !
0જો ને સખી
એક એક શ્વાસ તણા ટોડલે,
કળાયેલ મોર કળાની ઘોર લે.
'કાન્ત'ગીત ગાતો રહે હરદમ!
0જો ને સખી
***
-'કાન્ત'
જો ને સખી વાડ લીલીછમ્મ !
નાચે છે ઉરમાં નવતર ઉમંગ !
જો ને સખી વાડ લીલી છમ્મ !
ઝરણું એ ખળખળ વહેતું છે,
મારા જીવનનો કંઈક હેતુ છે.
ઓલા ઝાંઝર બોલે છમ છમ !
0જો ને સખી
આભના છત્તરની નીચે બેસું,
ઊડતા મેઘને શો સંદેશો દેશું ?
મારા દલડામાં થાય ધમાધમ !
0જો ને સખી
હોઠ હસે, સાહ્યબો વિદેશ વસે,
મારી કંચુકી મને જોરથી કસે.
ધ્રિબાંગ ઢોલના વાગે પડઘમ !
0જો ને સખી
એક એક શ્વાસ તણા ટોડલે,
કળાયેલ મોર કળાની ઘોર લે.
'કાન્ત'ગીત ગાતો રહે હરદમ!
0જો ને સખી
***
-'કાન્ત'
No comments:
Post a Comment