ગઝલ
આપણામાં આધાર જેવું શું હતું ?
ઉંબરા પર પડકાર જેવું શું હતું ?
આવીને બારણે કોણ વળી ગયું ?
એના હાથમાં વહેવાર જેવું શું હતું ?
ઘરથી નીકળીને પાદર સુધી ગયો,
પગલાંમાં વિસ્તાર જેવું શું હતું ?
આ સૂર્યનું ઊગવું ને આથમવું,
sun set માં ચમત્કાર જેવું શું હતું ?
પ્રશંસા હતી કે હતી આત્મવંચના ?
જાહેરમાં આ સ્વીકાર જેવું શું હતું ?
જેમની વાણીથી હું થયો ઘાયલ,
પ્રવચનમાં પ્રચાર જેવું શું હતું ?
મારી તરસ ,રણ છિપાવી શકે,
નમકમાં જળસંચાર જેવું શું હતું ?
***
-'કાન્ત'
આપણામાં આધાર જેવું શું હતું ?
ઉંબરા પર પડકાર જેવું શું હતું ?
આવીને બારણે કોણ વળી ગયું ?
એના હાથમાં વહેવાર જેવું શું હતું ?
ઘરથી નીકળીને પાદર સુધી ગયો,
પગલાંમાં વિસ્તાર જેવું શું હતું ?
આ સૂર્યનું ઊગવું ને આથમવું,
sun set માં ચમત્કાર જેવું શું હતું ?
પ્રશંસા હતી કે હતી આત્મવંચના ?
જાહેરમાં આ સ્વીકાર જેવું શું હતું ?
જેમની વાણીથી હું થયો ઘાયલ,
પ્રવચનમાં પ્રચાર જેવું શું હતું ?
મારી તરસ ,રણ છિપાવી શકે,
નમકમાં જળસંચાર જેવું શું હતું ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment