Sunday, 12 June 2016

ગઝલ 

શ્વાસ    ચિક્કાર   લઈ  ચાલો   તમે,
સમયનો પડકાર લઈ ,ચાલો  તમે.

ચાલ બદલે  છે મરણ ,જો એકદમ,
ખુદનો   સ્વીકાર લઈ,  ચાલો  તમે.

આ  ગરજતાં  વાદળો   છે   ભીતરે ,
રાગ  મેઘમલ્હાર લઈ ,ચાલો  તમે. 

બંધ આંખે જોઈ  લો  સ્વપ્નો બધાં ,
મીઠી  કો  તકરાર લઈ ચાલો તમે.

આ  હવાની   સાથમાં ના   ઘૂમશો ,
વીજનો  ચમકાર લઈ, ચાલો તમે.

જિંદગીના   મરમને        ઉકેલવા,
તુલસી   આધાર લઈ ,ચાલો તમે.

ધાર તીક્ષ્ણ આ ગઝલની જોઈ લો,
શબ્દનો  ઈકરાર લઈ ચાલો  તમે.
                     ***
-'કાન્ત'

No comments:

Post a Comment