Wednesday, 29 June 2016

વરસાદ...

સૌના હોઠ પર બસ નામ તારું છે વરસાદ,
વાદળાંમાં  ઊંચે  ધામ   તારું  છે વરસાદ.

ધરતીને   લીલી   છમ્મ   કરતો  રહે    છે  ,
જળ   થઈ  છલકવું,કામ તારું છે વરસાદ.

અમે  તારી પીઠ પર લાદી દીધું ચોમાસું ,
પૃથ્વી પરનું  હરેક ગામ તારું છે વરસાદ.

તારાં  જલદી  પગલાં  થવાનાં છે  અહીં,
વિશ્વાસ અમારો, ઈમાન તારું છે વરસાદ.

આ તો ભીંજાવાની  મજા છે  કોણ સમજે ?
પલળીયે  અમે, માન  તારું   છે  વરસાદ.

કેટલું  તોફાન  કરે છે  ચમકતી  વીજળી,
આકાશમાં આજે બયાન તારું છે વરસાદ.
                          ***
-'કાન્ત'








No comments:

Post a Comment