Saturday, 30 April 2016

ગઝલ 

શ્વાસમાં   સંચરે  શબ્દમાં  અવતરે ગુજરાત,
નરસિંહ,મીરાંના  પદોમાં  વિસ્તરે  ગુજરાત !

ગરવા  ગીરમાં  ડણક   સંભળાય  સાવજની,
કોક ચારણકન્યાની દોટમાં  પ્રસરે  ગુજરાત !

દાદા મેકરણનું   'જીનામ'  રણને  હોંકારો  દે,
લાલિયા મોતિયાની આંખોમાં  સરે ગુજરાત !

રૂપ  એનું  અલખ,વરતાય જેસલ-તોરલમાં ,
જૈન સાધુઓના ધવલ વસ્ત્રોમાં ફરે ગુજરાત !

રણકાંધીએ દત્તાત્રેય ને હાજીપીરના બેસણા,
સાધુ હો કે મૌલા પગે પડી  કરગરે  ગુજરાત !
                              ***
-'કાન્ત'


Friday, 29 April 2016

ગઝલ 
ગાલગા,ગાલગા,,ગાલગા,ગાલગા  

આગ  કોણે  લગાવી ,કહે  તો ખરો,
જાન  કોને  બચાવી, કહે  તો  ખરો. 

તૂં   ઉઠાવીશ   પોતે  વજન  કેટલું ?
પોઠ  કોણે  લદાવી , કહે  તો  ખરો.

આ હૃદયની  કહાણી ,જુબાની થશે,
જાંચ  કોણે   કરાવી ,  ક્હે  તો ખરો.

આ   લહેરો  દરિયા  તણી  પૂછતી,
માછલી  શેં  ફસાવી, કહે તો  ખરો.

ચાલ આપી  દઉં ,પ્રેમથી  જિંદગી,
જાળ  શાને  બિછાવી ,કહે તો ખરો.
                      ***
-'કાન્ત'
વૈશાખ  !

ચૈત્રની  લૂ  દઝાડે  છે અમને,
આપીશ નહીં હવે બળબળતો  વૈશાખ !
જીવન દીધું તો દેજે  જીવવાની આશ !

બારે માસ અમારા આભ નીચે બેસણાં,
જીવતરે  લઈ  લીધાં  છે  હવે રૂસણાં !
આપી  શકે  જો તો  આપી  દે વિશ્વાસ !
                                   0જીવન દીધું ...
ધોમ  ધખતું  બપોરું;  તડકે  પીગાળે,
ત્રાહિમામ  પોકારી  ગયા આ  ઉનાળે !
ભરી  દે  અમારામાં  પરમનો  પ્રકાશ !
                                   0જીવન દીધું...
ખુલ્લાં-ખાલીખમ્મ   ખેતર   અચેતન,
ચાડિયાના  માથે   ફરકે     છે   કેતન !
ભેંકાર આ  ભોમકામાં   શ્વસજે તું શ્વાસ !
                                   0જીવન દીધું ...
ઊંચે આભ-ધરતીમાં નથી રહ્યું પાણી,
પાણીની સરવાણી કયાં જઈ  છુપાણી ?
'કાન્ત'ના   કૂબામાં  હવે કરજે તું વાસ !
                                   0જીવન દીધું...
                          ***
-'કાન્ત'










Wednesday, 27 April 2016

ગઝલ 
ગાલગાગા  ગાલગાગા ગાગાગા  

આપણે  તો   આપણામાં   દેખાયા,
ને  પછી  તો   બારણામાં   દેખાયા.

રોજ  વરસે  પ્રેમનો  વરસાદ અહીં,
એકતરફી    ધારણામાં      દેખાયા.

આંગણે  ચોકી   કરે  છે   ઈશ્ક  તો ,
મયકદાના   આંગણામાં   દેખાયા.

વાંસળીના   સૂરમાં  તરબોળ થઈ ,
શ્યામના   સંભારણાંમાં     દેખાયા.

શાયરીના    બંધનોને     સ્વીકાર્યા ,
છંદ મીટર   પારણામાં     દેખાયા .
                       ***
-'કાન્ત'






કોણ ?

કોણ હત્યા કરે મારી ને 
કોણ કરે મને ક્ષીણ ?
પાતાળમાંથી ઉલેચીને,
કોણ કરે મને ઝીર્ણ ?
તળથી ઉપર વહેતાં'તા મારાં  વહેણ,
આજે મારું રૂપ જોવા તરસે સૌના નેણ !
કોણ ડસે મને સર્પ બનીને,
કોણ કરે મને ક્ષીણ ?
અમૃત હું, આ પૃથ્વીનો,જીવનો જીવનદાતા,
મારા વિણ,લખશે નહીં  કોઈના લેખ વિધાતા.
કોણ મા થી દૂર કરે  મને,
કોણ કરે મને ક્ષીણ ?
મારા વણ તડપે આજે ગ્રામ્ય પ્રદેશો ,
કાલે તારો વારો ,સમજી જા આ સંદેશો.
કોણ સૂકવે કાયા મારી,
કોણ કરે મને ક્ષીણ ?
પાણી છું,તારા શરીરનો પોણો હિસ્સો,
હું જ ટકાવી રાખું તારી કાયાનો જુસ્સો.
કોણ ઝૂંટવે મીઠાશ મારી,
કોણ કરે મને ક્ષીણ?
જાગી જા,સમજ; જાગ્યા ત્યાંથી સવાર,
કર વૃક્ષોનું જતન; હજુ નથી થઈ વાર.
મારા  એક-એક ટીપાનું કરતો રહે જતન,
અને પછી બોલ કે વ્હાલું મારું વતન.
                      ***
-'કાન્ત'



Tuesday, 26 April 2016

नव प्रभात !

मैं   खड़ा   हुँ  नव प्रभात  के  अरुणोदय सा,
आगे  बढूँगा  जल  प्रपात  के वरुणोदय  सा। 

अंधकार  की टूटी हैं जंजीरें झन झंकार कर,
नया गीत है, नई आवाज़ें, वीणा-टंकार  कर। 

कमर कसे,केशरिया पहने मैं मरणोदय  सा,
आज पड़ा  हुँ  डयोढ़ी  पर मैं  चरणोंदय  सा। 

आसमान   में   चमक  रहे  हैं    चाँद-सितारे,
लज्ज़ित  हैं  उनके प्रकाश  में  महल-मिनारे। 

नक्षत्रों  को देख-देख ;लगता  हिरणोंदय सा।   
आगे  बढूँगा   जल  प्रपात  के वरुणोदय  सा। 
                            ***
-'कान्त'






ગઝલ 

ધીમે   પગલે  આવીને  ગયું   કોઈ,
પર્ણ લાગણીનું ચાવીને ગયું  કોઈ !

હતી  તમામ  ધારણાઓ  આંખમાં,
નજરના તીર ચલાવીને ગયું કોઈ !

જામમાં ચુંબન  કરેલા હોઠ ઘાયલ ,
શરાબને  તરસાવીને   ગયું   કોઈ !

મયકદામાં   કદીક   નાચે  બોટલો,
શરાબીને   ભરમાવીને  ગયું  કોઈ !

તું  સજા ચાહે પીવાની કંઈ  પણ દે,
નશામાં  મને તડપાવીને ગયું કોઈ !

ઈશ્કમાં  આવું  થશે  ન્હોતી  ખબર,
એના  અણસાર આપીને ગયું કોઈ ! 

વફાની  આબરૂ  પણ થઈ  ઘાયલ,
એને   ઢોલિયે બેસાડીને ગયું કોઈ !
                     ***
-'કાન્ત'



Monday, 25 April 2016

प्रपात 

लो उतर पड़ा मैं  घाटी में कूदकर,
कब मिलने तुम आओगे ?
हुँ प्रपात मैं ,कब मुँह दिखलाओगे ?
देख रहा मैं प्रातः की किरणें,फ़ैल रहा उजियारा,
मेरा क्या  है जग में ? सब कुछ है तुम्हारा। 
प्रेम के पावन गीतों में झूमकर ,
कब दर्शन दे जाओगे ?
हुँ प्रपात  मैं,कब मुँह दिखलाओगे ?
निसर्ग खड़ा है आँख मूंदकर,करता है मनमानी,
उसकी चौसठ कलाओंको किसने हैं पहचानी ?
खुद  के मनभावन द्रश्यों में डूबकर,
कब चित्रित हो जाओगे ?
हुँ प्रपात मैं ,कब मुँह दिखलाओगे ?
मैंने पर्वत पार किये,लांघी विशाल नदियाँ ,
अहं भाव आ ना जाये,तुम्ही तो हो खेवैया। 
हुंकार की हल्दी घाटी  से,
क्या तुम मुझे बचाओगे ?
हुँ प्रपात मैं ,कब मुँह दिखलाओगे ?
                       ***
-'कान्त' 




સવાર !

વહેલી સવારનો સૂર્ય 
મારા માટે લાવે છે વિચાર.
હું ઊભું છું નત મસ્તકે એની સામે,
અને ખોલી દઉં છું પ્રજ્ઞાના દ્વાર !
કોઈક પ્રવેશે છે મમ અંતરમાં,
હું ઓગળી જાઉં છું નિરંતરમાં !
સંચાર થાય છે અવિનાશીનો,
નિર્મલ,ઉજ્જવલ, નિવાસીનો !
ગિરિવર શિખરો ઊભાં છે મૌન,
આ ખીણ ને રચતું કોણ ?
ખળ ખળ વહેતી સરિતાનો શોર,
મંદ-મંદ વહેતો પવન ચિત્તચોર !
હું ધીમે પગલે ચાલું છું,
અને મારા મોઢામાંથી શબ્દો સરી પડે છે,
ઓમ સૂર્યાય નમ:,ઓમ સૂર્યાય નમ: !
                       ***
-'કાન્ત'
    
वरदान  !

तुम  हो  मेरे   पालनहारे ,
दो  मंगल  वरदान  प्रभु !

जगे   मेरा   सोया   मन,
नहीं चाहिए  कोई   धन। 

मैल   आँचल   का  धोऊँ ,
बस  एक  यही  अरमान। 
                   ०दो मंगल 
मेरे   पथ  पर  है  अँधेरा,
दानवों  का  मनमें  डेरा। 

कहाँ  करुँ मैं  रैन  बसेरा,
पथ  से  हुँ  मैं  अनजान। 
                  ०दो  मंगल 
सब  से हिल मिल के रहुँ ,
औरों  की  पीड़ा  मैं  सहूँ।

दीप   अच्छाई का मनमें ,
अब जलने  दो  भगवान। 
                   ०दो मंगल 

मेरे प्राण सुखों से घायल,
दुःख की पहनी है पायल। 

ज्योति में मैं  मिल जाऊँ ,
जलने में ही  है मेरी शान। 
                    ०दो मंगल 
              ***
-'कान्त'


Sunday, 24 April 2016

ગઝલ 

તારો   અવાજ   ડેલીએ  પડઘાયા  કરે,
બારણું   ખોલું   ને  એ    વિખરાયા  કરે.

ગાઢ  અંધકારમાંયે   હું  તને જોયા  કરું,
પ્રકાશમાં   આ   નજરુંયે  શરમાયા  કરે. 

તું  જ   જીવન ને  તું  જ  છે  મૃત્યુ  મારું,
તું    રોજ  મારા   આંગણે   ડોકાયા  કરે.

ટહુકાઓ   વયા  ગયા  વસંતની  સાથે,
કોયલ   પાનખરમાં    ગૂંગળાયા    કરે.

છે   નાજુક  આપણી  વચ્ચેનો  મામલો ,
જમાનો  સમજાવવા શાને આવ્યા  કરે ?

મારી   ત્વચા  નીચે વહે છે રક્ત   રાતું,
I love you  ધમનીમાં   સંભળાયા  કરે. 

ઈર્શાદ   બોલાય   નહીં   જો  ભીતરથી,
'કાન્ત'ની ગઝલ થઈ હરણ ભાગ્યા કરે.                       
                         ***
-'કાન્ત'

ગીત 

સપનાના   પડછાયા  પહેરીને  મ્હાલું,
સૂતેલી  આંખે  સાહ્યબા હું   તને ભાળું !

સામે   દેખાય    લીલુંછમ્મ    ઉપવન,
ભમરાની જેમ ગુંજારવ કરે મારું  મન.
પંખીઓ પણ ઊડી ઊડી ને બોલે કાલું.
                                  0સૂતેલી આંખે
હવા લહેરાય ને પ્રકટે કુદરતનું ગીત,
કોયલ- કારાયલ  પીરસે મીઠું સંગીત.
પૃથ્વી ને  આભ સમ  માની  હું   ચાલું.
                                  0સૂતેલી આંખે 
દ્રશ્યમાં હું હોઉં , પનઘટ ને  લઉં તેડી,
પાણિયારું મારું, સહિયારી ઉંચી   મેડી.
બાઈજી, નણદબા, કુટુંબ  લાગે વ્હાલું. 
                                  0સૂતેલી આંખે 
મારે  ને  તારે  સાત  ભવનો છે નાતો,
મંદ-મંદ  સમીર   આંગણામાં   વાતો.
કોઈ દિ'  ડેલીને  નહીં  દઉં  હું    તાળું.
                                  0સૂતેલી આંખે.
છતમાં  છકું  નહીં , અછતમાં ન ભાંગુ,
કરું મજૂરી,  ઠાકોરજી  પાસેય ન માગું . 
શિરામણ,રોંઢો,અમૃત સમ લાગે વાળુ.
                         ***
-'કાન્ત'








Friday, 22 April 2016

पुस्तक

कितनी  प्रज्ञा   भरी   तेरी  प्यास  में !
मैं जी रहा हुँ; तुझे पढ़ने की  आश में !

अज्ञान   का   अँधेरा   चारों  ओर   है,
तेरे   पन्नों   ने   मचा   रखा   शोर है। 

कथाओं के  मोती  मिलें  तेरे साथ  में,
मैं  जी  रहा हुँ; तुझे पढ़ने की आश में !

छात्रावस्था से  तूने मुझे पास बुलाया,
अकेले  में  जीने  का रास्ता  दिखाया। 

आज भी अँधेरा भागता तेरे प्रकाश में,  
मैं  जी  रहा  हुँ तुझे  पढ़ने की आश में। 

कोई   नाप  शका  है  तेरी  गहराई को ?
मैंने  पा  ली  तेरी  पर्वत सी ऊँचाई को। 

मैं पा गया;अंतर झूम उठा उल्लास में,
मैं  जी रहा हुँ ; तुझे  पढ़ने की आश में !
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त'

ગઝલ 

ચાલ   ઘાયલ  આપણે  સાથે  મળીને   રોઈયે ,
દુનિયા તણા દોરંગના ધોખા હવે અહીં જોઈયે.

કોણ છે  તું  ,ને   અહીં    કોણ   છે  તારું  સનમ  ? 
આપણી  આ   જાતને  શાને  હવે અહીં  ખોઈયે.

બંધ  દરવાજા  કેમ  છે આજે  હમદમ દોસ્તના ?
તાળું  દીધું  છે  ડેલીએ  શું  શંકાનું   હવે કોઈયે ?

રામ  હો  રહીમ  હો  મરિયમ , મીરાં  કે  નૂર હો,
નામ   પાડયું   છે   બધાનું   એમની  જ  ફોઈયે. 

રહીએ  શબદની સાથે ,કાફિયા ગણગણી ગાશે,
'કાન્ત'ના   એકાંતમાં   પોતે   પોતામાં   હોઈયે .  
                                ***
-'કાન્ત '


Thursday, 21 April 2016

મારુતિ  !

ભક્તિના   નૂર    છે  મારુતિ !
રણભૂમિમાં  શૂર  છે  મારુતિ !

શ્રીરામનાં  ચરણોના  ચાકર, 
સેવાથી  ભરપૂર  છે  મારુતિ !

બળ,  બુદ્ધિ, વીરતાના દાતા,
દાસ ભાવ ના પૂર છે મારુતિ !

નર્તન ગાયન એમનું ચાલક,
વાદનમાં   તૂર   છે   મારુતિ !

સકલ વિશ્વમાં એ પવનવેગી,
'કાન્ત'થી કયાં દૂર છે મારુતિ !
                  ***
-'કાન્ત'


ग़ज़ल 

खिज़ां  हमारा  मुकददर  है, कौन  कहता है  ?
हमारे  चारों ओर  समंदर है ,कौन कहता है ? 

कभी   बहार  का  मौसम   लौट  के आएगा ,
दौलते -हुश्न   मुक़र्रर   है , कौन   कहता  है ?

चौतरफ़ा    चौंधियाना  उजाला  जगमगाए,
हमारी  आँखें ,  बे-नज़र  हैं ,कौन  कहता है ?

हर   मोड़   पर  मिल   जाते   हैं  चाहनेवाले,
इसीमें   हमारा   बसर   है ,  कौन   कहता है ? 

चारों   ओर   बहुरुपिये   भेष   बदले खड़े  हैं ,
पहचानने में  कोई कसर  है , कौन कहता है ?

 इस दौर में  खुदसे ही  मिलना  मुश्किल है, 
ये  बातें  आज  बे-असर  हैं  ,कौन कहता  है ?

तुम  पुकार  तो लो  एक बार हमें  चाहत से,
'कान्त 'सकाम  हमसफ़र है कौन कहता है ?
                             ***
-'कान्त'

Wednesday, 20 April 2016

ગઝલ 

મન  મારા , આ  શેની  આહટ  થઈ  ?
તને  કોના પગરવની ચાહત   થઈ  ?

તારે  તો  રોજ  જલસા  અને   જામ,
કહે, કેટલી   ને   કેવી  ફાવટ   થઈ  ?

કોણ   ટેરવાંથી  ટકોરા  મારે   દ્વારે ?
આજે  અહીં  શું કોઈ  જયાફત  થઈ ?

બહુ  ઓછા છે  જે તને સાંભળી શકે,
ચાલ,  તારી  વાણીને   રાહત  થઈ.

ગુસ્સો કર્યો તો તેં  આજે 'કાન્ત' પર,
સારું  થયું બન્ને વચ્ચે પતાવટ થઈ.
                       ***
-'કાન્ત'






સ્પર્શ !
અસ્મિતાપર્વ-19 
(બીજો દિવસ,તા.20,અપ્રિલ-2016,બુધવાર,સવારની બેઠક)
વિચાર વલોણું 
આજની બેઠક કાવ્યાયનની બેઠક હતી.જેનું સંયોજન કવિ મુકુલ ચૌકસીએ કર્યું.
સર્વ શ્રી યાવ કાદરી,શકી કાદરી,મેગી અસનાની (દુબઈ),હર્ષ બ્રહ્મભટ્ટ,ચિનુ 
મોદી, અને ખલિલ ધનતેજવીએ કાવ્યપાઠ કર્યો.
---------------------------------------------------------------------------------------
0યાવ કાદરી                                           0હર્ષ બ્રહ્મભટ્ટ 
તમો ત્યાં દોરો  છો આકાર મારો ,             બિચારું આ ઘર આ જોઈ થરથરે છે,
ત્વચાના ચહેરા તો કોને  ગમે છે ?            દીવાલોને અહીં  દીવાલો   છેતરે છે.
                 ***                                        અમુક  છે  માછલી એવી  ગજબની,
0 મુકુલ ચૌકસી                                        જુઓ  આરામથી એ  રણમાં તરે  છે.                                              દૂરથી જોનારને કોણ સમજાવે?                                      ***
નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે.        0 ચિનુ મોદી 
મધને  જો ચાખી શકો તો ઠીક છે,               સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ,
મધપૂડાને જોવાથી સ્વાદ નહીં આવે.         જીવવા માટે બહાનું જોઈએ.
                  ***                                        એક જણ સાચું રડે તો બહુ થયું,
0   ખલિલ ધનતેજવી                                મૌન ક્યાં આખી સભાનું જોઈએ.
ઘર એક પણ બધાના ઓરડા અલગ,                             ***                     
ઘરમાં   આંદામાન  નિકોબાર  કેટલા ?        0 શકી કાદરી                      
                    ***                                       फूलों को देखते ही नज़र तितली बन गई,
હું ખલિલ એક્યાસી વરસે અડીખમ છું,        आप  दिल्ललगी का मज़ा  हमसे पूछिए।
બીડીઓ  છયાસઠ  વર્ષ ફૂંકી   છે  ભાઈ.        0 મેગી અસનાની
                       ***                                     लबों पे आ गई,भँवरे की ख़्वाहिश ,
બહુ ઓછા છે કે જે લોકો લખે છે,                   वो कली की माँग भरना चाहता है।
મોટા ભાગના લખ લખ કરે   છે.                   मैंने आँखों को खुला छोड़ दिया,
                       ***                                      वो मेरे शेर पढ़ना चाहता है।

                                                                                    ***

Tuesday, 19 April 2016


  1. સ્પર્શ  !

  2. અસ્મિતાપર્વ-19(પ્રથમ દિવસ,તા.19,એપ્રિલ,2016)
  3. (વિચાર વલોણું)
  4. *ગુજરાતી કવિતા કેન્દ્રમાં *નાવીન્ય-વિવિધતા લાવવાનો પ્રયત્ન 
  5. *અનુકરણમાંથી ભાષાનો જન્મ *કવિતા એ પરમાત્માની મૂર્તિ છે.
  6. *આનંદશંકર ધ્રુવ 'વસંત'સામયિક ચલાવતા,સારી કવિતા ન મળે 
  7. તો પાનું કોરું રાખતા *ચાડિયો;મોલની વચ્ચે માણસના દંભનું પ્ર-
  8. તીક  છે*શ્રી અને પૂજ્ય કરતાં બાપુ શબ્દ નજદીક  લાગે છે *જેનું 
  9. બાળપણ ગામડામાં વીત્યું છે એની સર્જનશક્તિ બળુકી જણાઈ છે.
  10. *ગુજરાતનું પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી *લડવાનું કામ લેખકનું ન 
  11. હોય *લેખકને કોઈ અપ્રિય ન હોય *લેખકને અભિપ્રાય હોય પૂર્વ 
  12. ગ્રહ ન હોય *વજુ કોટક બહુ સારી ફલૂટ વગાડતા *રઘુવીર ચૌધરી 
  13. ઢોલક પણ વગાડે છે *કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠા,નીતિ અને નમ્રતા 
  14. જરૂરી  છે *પૂજામાં અપેક્ષા નથી હોતી *મારા ભાઈની મેડી મારી 
  15. મેડી કરતાં ઉંચી હોય.
  16. *પ્રકટેલી કવિતાઓ :
  17. 0લોકો પીએ તમાકુ,કે ગડગડાવે ગડાકુ,
  18. સીધા સમયની સાથે,અમને પડ્યું છે વાંકું !
  19. 0મરજાદાને માર રબારણ,નીકળ ઘરની બહાર રબારણ , 
  20. કપોત ટળવળે ભૂખથી ,નાખો મૂઠી જાર રબારણ.
  21. 0નવી આશા કરવાનું તું મુલત્વી રાખ મનવા,
  22. મરેલા એક સપનાનો હજી પણ શોક ચાલે છે.
  23. 0નદી ચીતરી નાહવા બેઠો,પથ્થર પરપોટાવા બેઠો,
  24. રક્ત નગરીની બજારે, કોઈ સ્પર્શ વેચાવા બેઠો.
  25. 0ચલો મત્સ્ય મારા હવે જળ વળોટો,
  26. જુઓ જળ જાતે પાથરે જાળ જળમાં. 
  27. 0મહેક હું થાઉં ,તું મંચ થા,થાઉં હું ડીનર તો તું લંચ થા,
  28. ગામનું કલ્યાણ કરીએ આપણે,હું તલાટી તું સરપંચ થા. 
  29. 0તારા જ હાથે ટૂટેલું ને તેં જ ટાંકેલું,
  30. હર શર્ટ માં;એક એવું બટન હોવું જોઈએ.
  31. ० वही एकांत सच्चा है जिसे सब छू शकें। 
  32. ***
  33. -'કાન્ત'



       

ગઝલ 

અવસર, ટહુકો, શબ્દ  ને  વિચાર  વાવું  છું .
સપ્તપદીના સાત મંત્રોનો  સંસાર વાવું છું .

નથી   કોઈ   ફરિયાદ , શોક  કે  અણગમો,
પ્રાણવાયુનો  છમ્મલીલો વિસ્તાર વાવું છું .

હું  ચાર  ફેરાના  મંત્રોને    ઉકેલું   શી રીતે ?
દાંપત્યના પગલે -પગલે પડકાર વાવું છું.

મારા શ્વાસે શ્વાસમાં  ફોરમ થઈને મઘમઘે,
કાંટાળી  વાડ  સળવળે  ચમત્કાર વાવું છું.

ઉતારો  મળ્યો  છે  મને  નગરમાં  મેડીએ,
ગોધુલીના  ગોટે -ગોટા  ચિક્કાર વાવું   છું . 

આ સમય , કેટલો  થઈ  ગયો છે  અધીરો,
આચારની  શૂન્યતા, ને   પ્રચાર  વાવું  છું .

ઓળખાણ નથી આપવી મારે  જમાનાને,
ઓળખી શકો જો મને, અણસાર વાવું  છું .
                           ***
-'કાન્ત'

Monday, 18 April 2016

અસ્મિતા પર્વ !

અસ્મિતાપર્વમાં  આરાધના  અસ્મિતાની !
મહુવા ગુરુકુળમાં   સાધના   અસ્મિતાની !

માલણ નદીને  કાંઠે  શબ્દ-હોંશે  લહેરાય, 
સાક્ષરોની  સંગાથે  પ્રાર્થના   અસ્મિતાની !

રઘુવીર હો ,વિનોદ કે  સાવની  તવલકર,
અમીર ખુસરો,રૂમી,ઉપાસના અસ્મિતાની !

શાસ્ત્રીય કંઠસ્યગીત ને તાલવાદ્ય  સંગીત , 
આનંદતરંગ દ્વારા પ્રસ્તાવના અસ્મિતાની !

મોરારિના મનપ્રદેશે ન  જાણે  શું શું ચાલે,
તલગાજરડામાં થશે યાચના અસ્મિતાની !
                           ***
-'કાન્ત'

ग़ज़ल 

रात   काली   चुनर   ओढ़  कर  सो गई,
बातों बातों में न जाने वो  कहाँ खो गई। 

घना   अँधेरा   सिसकता   रहा  उम्रभर,
चाँदनी  आकर   नया  उजाला  बो  गई। 

सितारे चमकते  रहे युँ  ही  आसमाँ  में ,
एतकाद से  सारी   रंजिशें   दूर हो  गईं। 

लगाया आँखमें  काजल बालों में गजरा ,
मुन्नी की  पायल  नाचते नाचते रो गई। 

गुज़रे पलोंमें मैं  खुदको सर्च कर  लूँगा ,   
ब -क़ौल  बंदनवार से  सजावट हो गई। 

रसीले  होठों  से  जाम  पिला रख्खा है,
मेरी  चाहत तेरे  मयखाने में  खो  गई। 
                           ***
-'कान्त'
0एतकाद -વિશ્વાસ ,
0ब -क़ौल -વચન પ્રમાણે 
0बंदनवार-તોરણ 











ગઝલ 

વાતવાતમાં લડી પડું  તોયે  માણસ  છું,
વારંવાર   ખડી   પડું   તોયે  માણસ  છું .

મારી  શ્રદ્ધા  છે  માનવતા   પર   અખંડ,
ક્યારેક તો  નડી પડું ; તોયે માણસ   છું.

સગપણની દોરી    એ   અહીં   બંધાણો , 
હું  પદમાં  ચડી -પડું ; તોયે માણસ  છું .

છે  ઝંખના;ને  છે પળોજણ   જીવનમાં,
પળમાં  હું  અડી પડું;  તોયે માણસ  છું .

ચારે  તરફ   ધુમ્મસ   છવાયું   પૈસાનું ,
રૂપિયાને  હળી  પડું ;તોયે   માણસ  છું.

મારા  શ્વાસ  છાતીની  ધમણમાં  ધમકે,
ક્ષણમાં   હું  તડી પડું; તોયે  માણસ  છું.
                          ***
-'કાન્ત'












Saturday, 16 April 2016

થઈને 

આમ્રડાળે   ઝૂલે   આંબો  કેરી  થઈને,
પવન  પણ  હીંચે એને  લ્હેરી  થઈને.

આંબાવાડીએ   કોયલ   કૂક્તી  મધુરું,
બચપણ  કૂદતું  મુજમાં  શેરી  થઈને.

ખટાશ એની લબકારા મારે જીભ પર,
ઓલો  પોપટ  ઠોલે એને  વેરી થઈને.

રસાલની ચીરમાં પ્રકટતું અમૃત કુંભ ,
ડાળે -ડાળે  કૂદતું  મન   ખેરી  થઈને .

પાનેતરનાં સજી-ધજીને રંગીન વસ્ત્રો,
પીરસું   આમ્રરસ  હું   લહેરી   થઈને.
                       ***
-'કાન્ત'

Friday, 15 April 2016

ગીત 

આ કોણ મને જગાડે ?
આ કોણ મને જગાડે ?

રોજ સવારે હળવે હાથે,સ્પર્શ કરીને,
મારી આંખોમાં રવિ કિરણ ભરીને,
આ કોણ ચહેરાને  દઝાડે ?

કયા  ચિતારે  સ્વપ્નોને ચીતરી ?
ઉરમાં પ્રગટાવી મોસમની  પ્રીત રે,
આ કોણ ચેતનાને  ઘેલું લગાડે ?

હોઠ હસે મરક-મરક  હાસ્ય સંગે,
પૂર્વાકાશના રંગ-બેરંગી રંગે,
આ કોણ  ઊંઘથી દૂર  ભગાડે ?

પંખીના કલરવની સાથે-સાથે,
આમ્રકુંજમાં કોયલના ટહુકાની સંગાથે,
આ કોણ સુરીલું જંતર વગાડે ?

વનમાં મ્હોરી લીલીછમ્મ વનરાઈ,
વસંતનું રૂપ લઈ પ્રેમઋતુ લહેરાઈ,
આ કોણ મદનને ભોંય પર પછાડે ?
                    ***
-'કાન્ત'




Tuesday, 12 April 2016

ગઝલ 

હું  ઘાયલની  શાયરીનો  શેર  છું,
લખી શકું તો  ગઝલની બહેર છું.

કુરુક્ષેત્ર અંતરે  કાયમ  ખળભળે,
કૌરવ-પાંડવોનો ઘૂંટેલો  વેર છું .

નાટક તો છે  જ  પાત્ર બદલે  છે,
રંગમંચના  નૈપથ્યની  લહેર છું.

કરું  લીલાલહેર કવિતા લખીને,
કંઠમાં   વહેતા ગીતની નહેર છું.

સુરાના  સ્વાદને  કેમ  ન  જાણું ?
મયકદામાં  પિરસાતો   ઝેર  છું .

નથી કેવટ કે  સૌને  પાર ઉતારું,
જાત પર  જાઉં તો  કાળો કેર છું.

બજારમાં  વેચાઉં તો  ગનીમત,
નહીંતર   ત્રાંબિયાનો    તેર  છું.
                    ***
-'કાન્ત'









Monday, 11 April 2016

ગઝલ 

સમયને  પડકાર  કરીને  જીવ્યો   છું ,
પળ પળને , હુંકાર કરીને  જીવ્યો છું.

લાગણીઓને   રાખીને     ખિસ્સામાં,
ક્ષણોને   સાકાર    કરીને   જીવ્યો છું.

મોહતાજ  નથી   થયો    જમાનાનો,
ખુદનો    વિસ્તાર કરીને  જીવ્યો છું.

વાહક  છું   શબ્દોનો   ને   સુરભિનો ,
સૂરોનો  સ્વીકાર કરીને   જીવ્યો  છું.

સત્યમેવ જયતેનો    છું     સંવાહક, 
એને  હું  આધાર કરીને   જીવ્યો છું .

આધુનિક    કૌરવોના     કુરુક્ષેત્રમાં ,
સાતે કોઠાને પાર  કરીને જીવ્યો છું.
                      ***
-'કાન્ત'



ગઝલ 

સર્વ  ધારણાથી  પાર  છું ,
ચાર  વેદોનો  હું સાર  છું !

પ્રેમ ,કરુણા  ચમકી ઊઠે,
તથાગતનો અવતાર છું !

કૃષ્ણના હોઠ પર બિરાજું ,
વ્રજનો   હું   વિસ્તાર  છું !

શંખ નાદમાં ફૂંક થઈ  ને,
કુરુક્ષેત્રનો   પડકાર   છું  !

શસ્ત્ર નહીં ઉઠાવું  યુદ્ધમાં,
યોગેશ્વરનો લલકાર  છું  ! 

સહદેવ  જો   સાચું   કહે,
લાક્ષાગૃહનો સ્વીકાર છું !

હરિ   લખે  જો   કંકોતરી ,
સામેપાર જવા તૈયાર છું !
              ***
-'કાન્ત'







Sunday, 10 April 2016

                              સ્પર્શ !

                                                અલ્પનો ત્રિભેટો !
    બહાર  અવાજોની  ચહલ-પહલ  હતી અને હું  હોટલ KBN  માં શબ્દોના વરસાદમાં 
પલળતો હતો.ટાણું હતું મારા મિત્ર કવિ /લેખક નવીન ત્રિપાઠી 'અલ્પ'ના વાર્તા સંગ્રહ 
'ત્રિભેટો'ની બીજી આવૃતિના લોકાર્પણનું.ત્રણ રસ્તાને મળતા જોઈ વાર્તાકારને પ્રશ્ન 
થાય અને એમાંથી જ જન્મે વાર્તાઓની હારમાળા !લેખકનું કામ જ અનહદની ઓળખ 
કરાવવાનું.એ વસંતનેયે  જોઈ શકે અને પાનખરને પણ જોઈ શકે.ભમરા અને પુષ્પનો 
સંવાદ સાંભળી શકે અને ઝાકળ ભીના ઘાસનો સ્પર્શ માણી શકે !
     નવીનભાઈના આ વાર્તા સંગ્રહમાં જીવન જીવવાની કળા દેખાય છે.અને કદાચ એ-
મણે સભાનપણે નહીં પણ સહજપણે લખ્યું છે.અને લેખકની કલમ આપમેળે જ વિકસતી 
હોય છે.ઝાડ કદી પોતાના વિકાસની ડંફાસ નથી મારતું !અને કવિ અને વાર્તાકાર એક જ 
વ્યક્તિમાં સમય ત્યારે લેખિની વિલસતી હોય છે.'ત્રિભેટો'માં એવું જ છે.'સોરી'થી કરીને 
'ત્રિભેટો'સુધીની ચૌદ વાર્તાઓમાંથી હું પસાર થયો ત્યાર લાગ્યું કે,સિત્તેર વર્ષના 'અલ્પ'
કયાંક શિશુ,ક્યાંક તરુણ,ક્યાંક યુવાન તો ક્યાંક વૃદ્ધના લિબાસમાં છે.
    પ્રથમ વાર્તાથી માંડી અંતિમ વાર્તા સુધી શીર્ષકો કર્તાના નામથી જ નિર્દેશાયા છે.લેખ-
ક જાણે એક પછી એક દ્વાર ખોલતા હોય એવું લાગ્યું.હું કોઈ વિવેચક નથી-ભાવક છું.અને 
એ જ દ્રષ્ટિથી મેં આ વાર્તાઓને જોઈ છે.કૃતિમાંથી પ્રગટતી નવીનભાઈની સર્જનમુદ્રા એ 
મને આકર્ષિત કર્યો છે.
      લેખકને આસપાસના વાતાવરણ,પરિવેશ,સંજોગો અને પ્રવર્તમાન જીવનમાં બનતા 
ઘટના-પ્રસંગોમાંથી  વાર્તાના મૂળ મળ્યા છે.એમની વાર્તાઓમાંથી જીવનની વાસ્તવિકતા 
ડોકિયું કરે છે.'સરી જતી સાલ ..' શિક્ષકને મળેલા રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક સામે 
નિર્મમ અટ્ટહાસ્ય કરે છે.'ફિફ્ટી ફિફ્ટી' જીવનને જ અડધું બનાવી નાખે છે.'ચકલીનો માળો '
વાર્તાનું શીર્ષક જ બોલતું છે.જયારે 'આસ્થા' એ માનવ મનનું દ્વંદ દર્શાવે છે.'ત્રિભેટો' ના 
શિક્ષકના ત્રણ સ્વરૂપો શિક્ષક,બ્રાંચ પોસ્ટ માસ્તર અને મંદિરના પુજારી મેં જોયાં છે.જેનું 
વાસ્તવિક નિરૂપણ નવીનભાઈ એ કર્યું છે.
     આ વાર્તાકારની વાર્તાઓ એક મીઠી સુંગધ લઈને સામી મળે છે ત્યારે ભાવકો એમાંથી 
પસાર થાય તો જ એ સૌરભને અનુભવી શકશે. નવીનભાઈ આ લેખન યાત્રા અવિરત 
ચાલતી  રહે અને આપણને નિત નવું પાથેય મળતું રહે એવી શુભ કામનાઓ !
                                                                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(ભુજ-કચ્છ) લખ્યા તા.11-04-2016,સોમવાર.
  
       
તરસ 

કવિતા તું વરસ !
શબ્દોની લાગી મને તરસ ,
કવિતા તું વરસ !
લાગણીઓ વગરના  બુદ્ધિના 
આંકને શું કરું ?
કઈ 'નેકટાઈ' ને ગળે બાંધીને ફરું ?
થઈ જાય મને પરમના દરશ !
કવિતા તું વરસ !
લાઘવ મારો પ્રાણ બને,
અલંકારોથી સજાવે તને.
ગીત-ગઝલનો થાય પરસ !
કવિતા તું વરસ !
તારીખિયાનો  રસ્તો લઈ જાય,
તહેવાર સુધી.
હું પણ પહોંચું કવિના વહેવાર સુધી.
પ્રસ્તુત થવાનું નિમંત્રણ મળે મને સરસ !
કવિતા તું વરસ !
ગઈકાલની ગલીઓમાં ઘૂમવાનું ન ફાવે,
મને વર્તમાનની એક-એક ક્ષણ  તાવે.
આંગણે  ઝગમગે સૂરોનો ઉરસ !
કવિતા તું વરસ !
                         ***
-'કાન્ત'
ગઝલ 

ચાલ  મુફલિસ  સાથે  મળીને   રોઈએ ,
વસમા  દિવસ  હળી ભળીને   જોઈએ.

કોણ  છે  તું ?  ને  અહીં  કોણ  છે  તારું ?
આપણી  પોતાની  પ્રત  શાને ખોઈએ ?

બંધ  દરવાજા  કેમ  છે  આજે  ડેલીના ,
તાળું   માર્યું    છે  શંકાનું   શું   કોઈએ ?

રામ હો રહીમ  હો મરિયમ હો કે મીરાં ,
નામ પાડ્યું છે બધાનું એમની ફોઈએ.

રહીએ  એક એવા ગોકુળિયા  ગામમાં,
જયાં   'કાન્ત' પોતે  પોતામાં   હોઈએ.
                        ***
-'કાન્ત'










ગઝલ 

રાત  બાકી છે  ને  વાત  બાકી  છે,
પરસ્પરની   મુલાકાત   બાકી  છે.

શ્વાસમાં  શ્વાસ ભરીને હવે  જીવવું,
જિંદગીની  રૂપાળી ભાત બાકી છે.

હલકારાની માફક ફરું ગામે  ગામે,
ગામતરે  જવા  દિ'સાત બાકી  છે. 

કંઠથી   છટકે    ટહુકો    કોયલનો,
બે-મોસમી  હિમપ્રપાત  બાકી  છે.

તરસનું  માપ   કોણ   નક્કી    કરે ?
દેવ-દાનવનો ઉલ્કાપાત બાકી છે.

ભરત  રમતાં  ઠીકરી  બાજી  પડી,
'કાન્ત'  ક્લહનો  કલ્પાંત બાકી છે.
                     ***
-'કાન્ત'




Thursday, 7 April 2016

ગઝલ 

ખરી  વાત   કીધી   વ્હાલા   ધુફારી ,
કવિતા  તો  છે  ઇબાદતની  ક્યારી.

ઈશ્કે  હકીકી  હો  કે  ઈશ્કે   મિજાજી,
સનમની  છે  ફના થવાની તૈયારી.

હરણ પાડે ચીસ એનું હૈયું  વીંધાય,
કરવી પડે  અહીં મરણની  સવારી.

મક્તા ને મત્લાચુસ્ત કાફિયા રદીફ,
વેદના ન હોય; રડે ગઝલ બિચારી.

બોલું ? ન બોલું ? મારા  દ્વાર  ખોલું ?
સજીને  ઊભા  છે  શબ્દોના શિકારી.

સમય  તો  સરે,  દ્રશ્યો  એના એ જ,
'કાન્ત'ની  કલમ લખે બધું  વિચારી.
                        ***
-'કાન્ત'








Wednesday, 6 April 2016

ગઝલ 

ઝાકળની  ભીનાશ  યાદ  છે તને ?
કુદરતનો  સહવાસ યાદ છે તને ?

સાંજ   ઢળતાં  ગોધૂલિનું   ઊડવું ,
દીવડાનો અજવાશ યાદ છે તને ?

તારા  સુધી   ક્યારેક  ન   પહોંચું,
વિરહની   કડવાશ યાદ  છે તને ?

ઘડી  બે ઘડીમાં  છૂટા પડી ગયા,
સાથે કરેલો પ્રવાસ યાદ છે તને ?

મધુ   બની હવામાં  છલકાય  જે,
એ  હોઠોની મીઠાશ યાદ છે તને ?

હું નદીને સ્પર્શું ,એ સાગરને મળે,
સ્પર્શનો  એ પ્રયાસ યાદ છે તને ?

ગઝલને  પૂછજે  મારું  સરનામું, 
'કાન્ત' નો  વિશ્વાસ યાદ છે તને ?
                    ***
-'કાન્ત'






Tuesday, 5 April 2016

ગઝલ 

રહેવું   હોય  તો   દમામમાં  રહીએ,
જડ ,ચેતન  ને   તમામમાં   રહીએ.

આટલી  ઉદાસી  ભઈ  શા  કામની ?
ખુશખુશાલ , પ્રભુ  નામમાં  રહીએ.

નદીઓ   ભલે   ને  નીકળે  ગર્વથી,
આપણે તળેટીના મુકામમાં રહીએ.

આમ તો ઝાઝી સમજણ નથી મને,
વરસતા વાદળોના ગામમાં રહીએ.

મહેલ, મિનારા,ઝરૂખાને  કરવા શું ?
મીરાં   કે શબરીના ધામમાં રહીએ.

હયાતી  બળીને રાખ થઈ જશે હવે,
નિરંજન, નિરાકાર  રામમાં  રહીએ .
                        ***
-'કાન્ત'


ગીત !


આ   છે   કવિઓનો    દરબાર !
અહીં   શબ્દોનો   છે   શણગાર!

કવિતા વહેતી  અહીં  ખળખળ,
સ્વપ્ન સતાવે   અહીં  પળપળ.
ગીત -ગઝલ શરમાળ  સજની !
                                  0આ છે
ઋતુ વસંતના અહીં  છે બેસણાં,
કોયલના  ટહુકાની  છે  એષણા.
પંખીઓનો    કિલકાર   સજની !
                                  0આ છે
રૂમઝૂમ  રૂમઝૂમ ઝાંઝર   વાગે,
કવિઓ કવિતની સાધના માંગે.
ગાજે છે અહીં   પડકાર  સજની !
                                  0આ છે  
સાંધ્યદીપનું     પ્રાકટ્ય   થાય, 
મંદ-મંદ પુલકિત  સમીર વાય.
'કાન્ત' કરે   પોકાર      સજની !
                                  0આ છે 
                   ***
-'કાન્ત'







ગઝલ 

અદબ   આપજે  અય  ખુદા !
દર પર  રાખજે   અય ખુદા !

તસબી  ફેરવું  તુજ  નામની,
મન ને   માપજે  અય  ખુદા !

આદમ બની  હું  સૌને  ચાહું,
સેતાન ને મારજે અય  ખુદા !

ઈન્સાનિયત  ન   દાખવું  હું,
દોજખમાં નાખજે અય ખુદા !

સવાલી ,ખાલી હાથ  ન  ફરે,
મુસીબતો  કાપજે અય ખુદા !
                  ***
-'કાન્ત'










ग़ज़ल 

चाहने  को  क्या  है , सजा  चाहते  हैं ,
बस  अब ,जीने का  मज़ा   चाहते  हैं। 

मटर गश्ती  कर ली  बातों -बातों  में,
मज़मून   में   तेरी   रजा   चाहते  हैं।  

शराफत  तो  हमने  जमाने को दे दी,
लुट  जाएँ हम,ऐसी  क़ज़ा  चाहते  हैं। 

सितारों से  ऊंचे थे  जमीं पे  आ गए,
गर्दिश  में  रह  के  लज्ज़ा चाहते  हैं।  

शिकवे करें क्या, शिकायत बन गए,
अहमियत  नहीं  ,फ़िज़ा   चाहते  हैं। 
                      ***
-'कान्त'




Monday, 4 April 2016

ગઝલ 

ગોપીની તો  ગગરી  લાગે,
પગ પકડે તો મગરી લાગે.

વેશ જુદાં ,નોખો અભિનય,
રંગમંચ  તો  નગરી  લાગે. 

સામે  રણ   પાછળ દરિયો,
ઈચ્છાઓ  તો જબરી લાગે.

કમખે બાંધ્યાં રૂડાં  સ્વપ્નો,
ઊંઘ ઊડે તો અઘરી  લાગે.

અચરજ મારું આ શબ્દો છે,
એનું  ગુંજન  ભમરી  લાગે.

મન મૂકીને  વરસે હવે  તે,
પલળવું બળજબરી  લાગે. 

'કાન્ત'માગ્યું દૂધ મળ્યું ને,
ભેંસ   કોઈ   ભગરી  લાગે .
                 ***
-'કાન્ત'




Friday, 1 April 2016

તડકો  !

બળી બળી ને  તરડાય  તડકો !
ભર  બપોરે  વળ  ખાય તડકો !

પથિકને વૃક્ષનો છાંયો મળે તો,
મનમાં  હસીને હરખાય તડકો !

કદી માથું  ફાડે, કદી એ  રંજાડે,
તોબા  કરાવી  ગરમાય તડકો !

સૂરજની શાખે ,તપતા વૈશાખે,
ધોમ ધખે  ને  લહેરાય  તડકો !

સંધ્યા ઊતરે  ધીંગી ધરા  પર ,
પડછાયા જોઈ શરમાય તડકો ! 
                  ***
-'કાન્ત'