Wednesday, 28 May 2014

.........................................સ્પર્શ...............................................

--------------------સુનીલ માંકડનું "પાથેય"-----------------------

.....હું  જયારે કોઈ 'પુસ્તક વિમોચન' કાર્યક્રમમાં જતો હોઉં છું ત્યારે 
મને  સ્વર્ગારોહણ જેવું સુખ પ્રાપ્ત થાય છે !પુસ્તક વિષે લખવાનું પ-
ણ મને બહુ ગમે છે.અને એમાંય જયારે જેને હું બહુ નજીકથી ઓળખ -
તો હોઉં એવા લેખક-કવિના પુસ્તકનું પ્રાગટ્ય મને રોમાંચિત કરે છે !
.....હમણાં થોડાક દિવસ પહેલાં ભાઈ શ્રી સુનીલ માંકડનાં  પુસ્તક.....
"પાથેય "નું વિમોચન થયું.આ પુસ્તકમાં સમાજના બહારના આવરણ નીચે છુપાયેલી ભીતરની સૃષ્ટિને છતી કરવામાં આવી છે.સુનીલ માંક-
ડની આ એક વિશેષતા છે.વિષયોનું વૈવિધ્ય છે એમની પાસે.માનવમા-
ત્રના અંતરના ઊંડાણમાં ચાલતી હલચલનો એ સાદા શબ્દોમાં પરિચય 
આપી શકે છે.
....."પાથેયના "કેટલાક લેખો ચિત્તને આકર્ષે છે....'આપણું પોતીકું નિર્મા-
લ્યપણું..' 'વામણો બની ગયેલો શબ્દ વિશ્વાસ..' ,નિવૃત્તિ એ વળી શું? ....'
' પુસ્તક વિનાની પંગુતા...' 'ઝોરબા ધ બુદ્ધા...' શાશ્વત સંબંધો...' 'સમજ-
ણનું  સંમોહન...'આવા 66 લેખો છે આ પુસ્તકમાં.
.....સમાજની ભુલાઈ ગયેલી વસ્તુઓને સજીવન કરવાનો માંકડનો આ 
પ્રયાસ સરાહનીય છે.કોઈ પણ વાતને રજુ કરવાની સરળ શૈલી છે એમ-
ની પાસે !એમની લેખિનીમાં સંવેદનો અને સંસ્મરણો મુખર બનીને રણ-
ઝણવા માંડે છે.પોતાના મનની લાગણીઓને નજાકતપૂર્વક મૂર્ત કરવા-
ની સુનીલની શૈલી મને ગમી છે.
.....એમની લેખક તરીકેની બીજી વિશેષતા -જે વાતની રજૂઆત કરતા 
હોય એનું વાતાવરણ પ્રત્યક્ષકર બનાવવાની છે.એમની પાસે ચિંતન  છે,
ઉત્સાહ છે,દ્રષ્ટિ છે અને અનુભવ છે જે એમના લેખોમાં પ્રતિબિંબિત થા-
ય છે !સુનીલભાઈ ,તમારો આ પ્રથમ પ્રયાસ લેખન છેત્રે તમને ઉચ્ચ 
શિખરો સુધી લઈ જાય એવી શુભેચ્છા !
.....પાથેય અમૂલ્ય છે મુસાફર માટે, પાથેય બહુમૂલ્ય છે હર સફર માટે,
.....ડૂબકી મારી લે તું ગંગામાં વાચક,પાથેય સુ-મૂલ્ય  છે હર ડગર માટે !
-------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',લખ્યા તા.29-05-2014,ગુરુવાર,10:55 A M  
------------------------------------------------------------------------------------------------------------

Sunday, 25 May 2014

----------नई सुबह -----------

आज  हुई  है  नई  सुबह ,
आज  बना है  नया तराना !

अब अच्छे दिन आयेंगे मोदी,
जन पद को तुम भूल न जाना !

उमंग भरा है  इन  आँखोंमें ,
सपने  भी  हैं  कई  सँजोये  !

दो  वक़्त  की  रोटी मिल जाये ,
ऐसा  कुछ  कर के  दिखलाना !

विकास की  ये तेरी  कल्पना,
बँटकर  रह न  जाये  अमीरोंमें !

भले झगमगायेँ उनकी कोठियाँ ,
झोंपड़े  में भी  तुम  दिया जलाना !

अब  हम सब मिलकर साथ चलेंगे,
नरेंद्र, दुनियाँ से फिर कयों  डरेंगे?

'फलक' झुक  रहा  है तेरे  आगे ,
अपने  वादों  को  मत  झुठलाना !
-------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
-------------------------------------

Friday, 23 May 2014

 ---------------ગીત ------------------

હરિ, તમને કેમ લખવી કંકોતરી,
દશા ચાલે છે મારી શનિની અષ્ટોત્તરી !

હરિ, તમે છો ગ્રહ-નક્ષત્રના સ્વામી,
સીધી સદી વાતને કેમ સમજું હું કામી !

જન્મારામાં શ્વાસનું વસિયતનામું,
હુંજ મરું,હુંજ જીવું ,બીજું શું પામું?

હરિ,મારે તમને કેમ કરવા તેડા,
ઘણે,અહીં રોજ ભરાય છે  મેળા !

તમે  આવશો જયારે મુજ આંગણ,
શું આપી શકીશ હું માગણ ?

હરિ ,માનવ મહેરામણનું પૂરું કીડિયારું ,
નથી કોઈ દેખાતું અવર માટે જીવનારું !

અક્ષર શેં અજવાળું ખીલી આ સંધ્યા,
હરિ,મેં તમને વારંવાર છે વંદયા !

અસુઅન જલ સીંચી ઉગાડી લીલોતરી ,
હરિ,તમને હવે જરૂર મોકલીશ કંકોતરી !
-------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------


Wednesday, 21 May 2014

..................................સ્પર્શ  ..........................................
---જાણીતા સર્જક માવજી મહેશ્વરીએ થોડાક દિવસ પહેલાં 
તેમની પોસ્ટમાં એક પત્ર (પોસ્ટકાર્ડ )FB પર મૂક્યો હતો.
સરનામાં સિવાય કંઈ વંચાતું નહોતું.એમના કોઈ ડો.ચાહક
હશે એમ મારું માનવું છે.માવજીભાઈએ પત્ર લેખકની શોધ 
કરી કે નહીં ,એની મને ખબર નથી.
---માવજીભાઈ તમે નસીબવાળા છો કે કોઈકે તમને પત્ર તો 
લખ્યો !અમે તો કેટલા સમયથી પત્ર માટે તરસીયે છીએ,ન 
ઊકલે તો કાંઈ નહીં ,કોઈ લખે તો ને ?અત્યારે તો ઈ-મેઈલ,
મોબાઈલ અને ઈન્ટરનેટની  બોલબાલા છે.આવામાં પત્ર લ-
ખવા માટે કોણ નવરું હોય?
---હા,એમાં ના નહીં કે એક જમાનામાં પત્રલેખન એક કળા 
ગણાતી.જેનું પ્રતિબિંબ હિન્દી ફિલ્મોમાં પણ પડતું.વી.શાંતા-
રામે 'શકુંતલા'નામની ફિલ્મ બનાવી ત્યારે શકુંતલા ગીત ગા 
તાં ગાતાં લખે છે:'मनकमल में पिया बिराजे,फिर क्या लिखुँ 
नाथ.....'પ્રેમ પત્ર લખવો એટલે કોરા કાગળ પર હૃદયને અવ -
તારવું.દુનિયાનો પહેલો પ્રેમપત્ર રુક્ષ્મણીએ કૃષ્ણને લખેલો !
---દુનિયાનો શાણો પુરુષ પણ પત્રમાં પોતાનું હૃદય ઠાલવતાં 
અચકાતો નથી.પત્ર જોજનો દૂર વસતી પ્રિય વ્યક્તિને સમીપતા-
નો અનુભવ કરાવી શકે છે.મને પોતાને પત્ર લખવો બહુ ગમે છે.
આજે પણ કયારેક લખી લઉં છું.પણ પ્રત્યુત્તર આપવાવાળું કોઈ 
નથી.
---મને બરાબર યાદ છે આજથી 40 વર્ષ પહેલાં  રવિવારની એક 
સાંજે મેં એક પત્ર લખ્યો હતો જે આજે પણ મારી પાસે સચવાયેલો 
છે.મેં લખ્યું હતું,'તારામાં જે કંઈ ઉત્તમ છે એ તને શબ્દો દ્વારા પહોં -
ચાડું છું.આ પત્ર લખવા બેઠો છું ત્યારે મન શાંત,પ્રશાંત છે અને હું 
મારી જાતને તારી સમક્ષ ખુલ્લી કરું છું.તારા માટેનો મારો પ્રેમ સ-
ઘન અને ગહન છે.એ પ્રબળ અને ઊંડો છે.પણ આ દુનિયાને દેખા -
ડવાની વસ્તુ નથી ,આપણે અંદરથી પામવાની વાત છે !'
--------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.22-05-20014,ગુરુવાર,10-04
A M )
----------------------------------------------------------------------------------------------------

----------- ગીત 

અહીં  કોણ કોની ખબર પૂછે,
સૌ પોતાનાં  આંસુ પોતે લૂંછે !

.....મને થાય એવું તમનેય થાય,
.....લાવ કવિતામાં હું જરા ખૂલું !

વીતેલી ક્ષણની કોઈ વાત લઈ ,
ગીતોનાં ઝૂલણાંએ અહીં ઝૂલું !

.....મલકાતા શબ્દોને પૂછું શું છે,
.....સૌ પોતાના આંસુ પોતે લૂંછે !

ઝાડ પર બેઠેલું પેલું પંખી પણ,
ટહુકામાં કેવો  ઉમળકો  બતાવે !

.....પોતાના જણ અહીં કરવત થૈ ,
.....આપણાં જ ઝાડવાં  ને કપાવે !

વાંસળીની ફૂંક બળબળતી લૂ છે,
સૌ  પોતાના આંસુ  પોતે જ  લૂંછે !
-------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------

Tuesday, 20 May 2014

શબ્દો  જયારે  SAD,ત્યારે મૌન પણ બોલે ,
શબ્દો  જયારે  DEAD ,ત્યારે મૌન પણ  બોલે !

ન  બોલવામાં  પણ નવ  ગુણ  છે  સમજ્યા,
શ્રીમતી   થાય  RED  ત્યારે  મૌન  પણ બોલે !
-------------------કૃષ્ણકાંત  'કાન્ત'

Monday, 19 May 2014

                                                સ્પર્શ 

...જાણીતા સર્જક શરીફા વીજળીવાળાએ કરેલાં માતબર સંપાદન 'શતરૂપા'માં 
નારીકેન્દ્રી વાર્તાઓ છે.જે વાંચતાં થાય કે ઈશ્વરે દીકરીમાં કેટલાં બધાં રૂપ ને મિ -
જાજ  મુક્યાં છે !દીકરીનો આગવો અવાજ કેવો હોય એનો પરિચય પણ આ વા-
ર્તાઓમાંથી વાચક પામી શકે.
...પોતાની અભ્યાસથી છલકાતી  પ્રસ્તાવનામાં શરીફા લખે છે કે પુરુષ પ્રધાન સ-
માજે સ્ત્રીને હંમેશાં બીજા-ઊતરતા ક્રમે માની છે-અને રાખી છે.પરીક્થાઓની સ્ત્રી 
અસહાય જ હોય છે.પરી હોવા છતાં એ સ્વાવલંબી નહીં -પરાવલંબી હોય.જૂની 
વાર્તાઓમાં કાયમ એવુંજ બનતું હોય છે કે રાજા અડધા રાજપાટ સાથે રાજકુંવરી 
આપવાની જાહેરાત કરે.સીતાનાં સતીત્વની પરીક્ષા થાય, પાંચાલીને જુગારમાં 
રમી શકાય.'સતી' શબ્દનું પુલ્લિંગ છે ખરું?
...પતિપરાયણ સ્ત્રીનાં વખાણ થાય ,પણ પત્નીપરાયણ પતિની નિંદા.સત્યવાનને 
લઈ જતા યમરાજાની પાછળ સાવિત્રી જાય તો તે પ્રશંસનીય ગણાય પણ સાવિત્રી-
ની પાછળ સત્યવાન જાય તો રમૂજને પાત્ર ઠરે !'શતરૂપામાં સ્ત્રીઓના જીવનનો પ-
ડઘો સંભળાય છે.એવું લાગે કે સ્ત્રીનું જીવન સળંગ નહિ પણ ટુકડે-ટુકડે જીવાય છે !
---------------------------------------------------------------------------------------------------

Sunday, 18 May 2014

                                                       સ્પર્શ !
...આજે સવારથીજ આપણું રાષ્ટ્રગીત 'જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા.....'
મારા હોઠો પર રમે છે.વિચારું છું, આ ગીત હું ગણગણું છું પણ એના શબ્દે શબ્દનું મહત્વ મને સમજાય 
છે ખરું ?ચિંતન કરું છું. મારી દ્રષ્ટિએ પહેલીજ પંક્તિમાં સૌથી મહત્વનો શબ્દ 'મન'છે.સાચો અધિનાયક 
કોણ?ભારતનો સાચો ભાગ્યવિધાતા કોણ?જે જનગણનો નહીં પણ જન ગણના મનનો અધિનાયક છે 
એ જ અધિનાયક છે અને ભારતનો ભાગ્યવિધાતા છે!
...એકવીસમી સદીના ભારતનો વિચાર કરું છું ત્યારે એક નામ મને વિશેષ સ્પર્શે છે -નરેન્દ્રભાઈ મોદી.
આજે એ ભારતના લોકોના મનના અધિનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે.લોકોને લાગ્યું છે કે એ કર્મયોગી 
તો છે જ પણ સૌન્દર્યરાગી પણ છે !આમ તો એમને સમજવા મુશ્કેલ છે!નરેન્દ્રનું નામ લઈએ એટલે રાજ-
નીતિની જમીન પર આપણા પગ જડાઈ જાય અને આપણું આકાશ મોદીજીના નામથી ઉભરાઈ જાય.
...એક જિંદગીમાં કેટલાં સ્વરૂપો છે આ નરેન્દ્રના !બાળપણની નિડરતા,સંઘર્ષ,એકાંતવાસ,સંઘનું સાનિધ્ય,
કવિ ,પક્ષના નાયક,ગુજરાતના મુખ્ય મંત્રી અને હવે આ દેશના  પ્રધાનમંત્રી ! મને લાગે છે કે ભારતીય 
રાજકારણમાં આ માણસે જેટલી અવહેલના સહન કરી છે.....એટલી કોઈએ નથી કરી.સતત, કહેવાતા 
માનવ અધિકારના રક્ષકોએ મોતના સોદાગરથી માંડીને કંઈ કેટલાં વિશેષણો થી એમને નવાજયાં છે.
મોદી જો આ દેશના વડાપ્રધાન બનશે તો ભારત અંધકાર યુગમાં જતો રહેશે....મોદી નીચ રાજનીતિ 
કરે છે.....કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું આપણાં નેતાઓએ.જાણીતા ચિંતક ગુણવંત શાહે કહ્યું કે આ 
વલણ 'સેક્યુલર માફિયાગીરી છે....'
...નરેન્દ્રભાઈએ આ વિરોધ અને અસ્વીકાર માંથી જ પ્રેરણા મેળવી.આ બે બાબતોમાંથી જ એમણે દિલ્લી 
સુધી જવાનો રસ્તો બનાવ્યો.એમના પર પડતા પથ્થરમાંથી પગથિયાં રચ્યાં અને પ્રધાનમંત્રી પદ સુધી 
પહોંચ્યા.દેશ માટે અને લોકો માટે કંઈક કરવાની વાત મતદાતાઓએ સ્વીકારી અને નરેન્દ્ર પર વિશ્વાસ 
મૂક્યો.એમને ખોબલે-ખોબલે મત આપ્યા.પોતાનો સાચો નાયક પસંદ કર્યો.ચૂંટાયા પછી કહ્યું,'ચાલો હવે 
ભારતના વિકાસ માટે સૌ સાથે મળીને કામ કરીએ...હું જનતાનો માલિક નહીં પણ મજદૂર છું..મારો એક જ 
સંકલ્પ છે આ દેશના જનપદનો વિકાસ ! હું મારા દેશવાસીઓમાં જીવવા ઈચ્છું છું.'નરેન્દ્રભાઈ,ALL THE 
BEST !
---------------------------------------------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.19-05-2014,સોમવાર,11:23 A M )
----------------------------------------------------------------------------------------------------------------------------------

Friday, 16 May 2014

    अच्छे  दिन  आ  रहे  हैं  !

देखो  सब  आरती  सजा  रहे  हैं ,
नरेन्द्र  मोदी  दिल्ही  आ  रहे  हैं  !

विकास  पुरुष  हैं  ये   भारत   के,
अपने  साथ  आशायें  ला  रहे  हैं  !

उजाले  चमक  रहे  हैं  सड़कों  पर,
अँधेरे   कहीं  दूर-दूर  जा  रहे   हैं  !

भारत माता  भी  खुश  हैं   आज,
पी एम  के रूपमें  बड़े  भा  रहे  हैं  !

 सबको साथ लेकर  चलेंगे  मोदी,
'फलक'  अच्छे  दिन  आ  रहे  हैं  !
------------------------------------
-कृष्णकांत  भाटिया  'फलक'
------------------------------------

Wednesday, 14 May 2014

માવજીભાઈ,
...તમે બન્ને  ખૂબ ભાગ્યશાળી છો ....ત્રણ દાયકાની દાંપત્ય જીવનની યાત્રા પછી પણ વર્તમાન 
ક્ષણોને-વીતી ગયેલા સમય સાથે જોડી શકો છો ! સંઘર્ષ-સફળતાના દિવસોને આવકારી શકો 
છો !કારણ કે તમે તમારું મન ખુલ્લું રાખ્યું છે.ફૂલ જો પાંખડીઓ ખુલ્લી રાખે તો જ એના ગાલ 
પર કુદરત ઝાકળના બિંદુઓ વરસાવતી હોય છે !
... લગ્નની વિધિઓ એ માત્ર ક્રિયા છે,જયારે 'દાંપત્ય' એ સાધના છે.સાધના એટલા માટે કે એમાં 
'હું'અને 'તું' બન્નેને ઓગળવાનું હોય છે !અને જે બાકી રહે તે 'અમે' !અને પછી તો ગણગણવાનું
હોય ' आ ग़ज़ल पास आ ,गुनगुना  लुं  मैँ  तुझे। तू  सँवारे  मुझे  मैं  सँवारु  तुझे !' માવજીભાઈ ,
બીજું તો શું કહું .....તમે સર્જક છો....સંવેદન શીલ છો.....તમારું હવે પછીનું જીવન પેલા બે રથના 
પૈડાની જેમ અવિરત મધુર સૂરવાણી વડે વહેતું રહે.ઈશ્વર તમારા બન્નેની પડખે રહે.તમારા ઘરના 
આંગણામાં કોયલ કૂક્તી રહે....મયુર કેકારવ કરતો રહે ! 'દાંપત્ય દિનની' ખૂબ-ખૂબ વધાઈ !
-કૃષ્ણકાંત ભાટિયા -સંસ્કારનગર-ભુજ -તા.14-05-2014,બુધવાર.
----------------------------------------------------------------------------------------------------------------------- 

Tuesday, 13 May 2014

માવજીભાઈ,
...કોઈ પણ સર્જક માટે એનું સર્જન બહુમૂલ્ય હોય છે.જેમ માતા પ્રસૂતિની વેદના સહીને 
બાળકને જન્મ આપે છે તે રીતે જ કોઈ કવિ ,વાર્તાકાર પોતાના અંતરને વલોવીને શબ્દ 
રૂપે કવિતા કે વાર્તા ને જન્મ આપતો હોય છે.સર્જક સંવેદનશીલ હોય છે.પણ તમારામાં 
સંવેદના સાથે ચેતના,દ્રષ્ટિ,પરખ અને સામાજિકતા મેં જોયાં છે. પછી એ તમારી કટાર 
હોય કે વાર્તા હોય.
...આજે મને એક વાત ગમી કે,તમારું સર્જન કોઈ અન્ય સ્વરૂપે તમારી સમક્ષ આવ્યું એને 
સૂક્ષ્મ દર્શક યંત્ર પર મૂકી ને તમે જ ચકાસ્યું તો એમાંથી પણ કંઈક નવું તમે શોધી શક્યા.
બસ દરેક સર્જક પાસે આ દ્રષ્ટિ અને સૃષ્ટિ આવી જાય તો એમાંથી જે નીપજે તે અસલ 
કંચન !તમને મારા ખૂબ-ખૂબ આશીર્વાદ! કબીરનું દર્શન અને પરમાત્માની કૃપા માવજીની 
લેખિની પર વરસતાં રહે એવી મનોકામના !
-કૃષ્ણકાંત 

Monday, 12 May 2014

                      સૌનો  સાથી  છું !

      સમય  સમયનો  વિવિધ  પરિચય,
                           હું  મધમાખી   છું  !
      શિયાળાની  સવારનો  સૂર્ય,
                           ભીતરે  વૈશાખી  છું  !
     માખી  થઈને  જયાં  ને  ત્યાં હું,
                            કદી  કયાંય  નહીં  બેસું,
      ફૂલને  પડખે  બેસીને  હું  તો,
                             પરિમલ  મહીં  પ્રવેશું !
       મસ્ત  હવાના  ઝોકે ઝોકે,
                              ફૂલગુલાબી   છું  !
       બાગ  હોય  ત્યાં  રાગ  હોય ,
                               ને  રંગ રંગની  લીલા.
        ચીલે  ચીલે  ચાલુ  નહિ,
                               પણ  મારા  વિધવિધ  ચીલા !
         આમ  જુઓ  તો  ફકીર  ફક્કડ,
                                પણ  મનનો  નવાબી  છું  !
         પથ્થર  આપે  ઠેસ  ને  ઠોકર,
                                 હોય  અંતર  ને  અંતરાય,
          પથ્થરમાંથી   રચું   પગથિયાં  ,
                                 પર્વત  પર  પહોંચાય  !
           ખુદ  એ  મારો  ખુદા  સદાનો,
                                   સૌનો     સાક્ષી   છું  !
            ---------------------------------------------------
             ***નરેન્દ્રભાઈ  મોદી 
             ---------------------------------------------------




    
     


                                   સ્પર્શ !
      
      આજે  મને મારું ગામ યાદ આવી ગયું. શહેરમાં આવ્યા પછી મેળવ્યું 
છે ,પણ ખોયું ઘણું છે.મને બરાબર યાદ છે ઉનાળાના ધોમધખતા તાપ-
માં અમે મિત્રો વાડીઓમાં 'સાખ' પડેલી કેરીઓ તોડવા જતા અને એનો 
સ્વાદ લેતા,જે આજે પણ મારી દાઢે ચોંટ્યો છે !ચોમાસામાં વગડામાં જ-
તા અને 'પાલરધુના' માં ભૂસકા મારતા !શિયાળાની રાત તો અદભુત 
હતી !
      ગામડામાં દરેક ઋતુની રાહ જોવાતી.લોકો ચૈતર-વૈશાખ ને વધાવ-
તા.ઉમાશંકર જોશીએ 'ગ્રીષ્મ ગીતા' નામનું મહાકાવ્ય લખ્યું છે. જેમાં 
તેમણે 'જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવ્યો ,નાખ્યા અડિંગા લીમડા 
નીચે ,રાયણ ગળે ,મહુડા ફળે ,આંબા લળી-લળી જાય,નદી તીરે કરમદી-
ના ઝુંડ ઝોલા ખાય રે.....!'એમ કહીને કુદરતી ફળોની રસલહાણ લેવાનું 
નોતરું આપ્યું છે !
      બાલમુકુન્દ દવેએ તો કવિ ઉમાશંકર કરતાંયે વધુ રોમાન્ટિક ગીત 
એક ગામડાની ગોરીને મોઢે ગવડાવ્યું છે.....
                        આવ્યો ઉનાળો ને આવી જો ચૈતરી ,
                        કોદાળી પડતી મેલ ઓ મારા છેલ !
                        ડાકોરજી જઈએ ને ગોમતીજી નઈયે,
                        ચાણોદ જઈયે ને રેવાજી  નઈયે !
     ગામડાની ગોરીને ચૈત્ર-વૈશાખમાં વિહાર કરવાનું મન થતું.અને રી -
સણા લઈને તેના પ્રિયતમ પાસે યાત્રા કરાવતી.પ્રિયતમ આજની જેવા 
એકવીસમી સદીના 'કેરિયર કેરિયર'અને 'પૈસા પૈસા 'પાછળ પાગલ 
નહોતા.રિસાયેલી ગોરીને પાછી મનાવાતી -
                        'અલી પહેરી લે પગમાં ચમચમ ચંપલ,
                         ઓઢી લે ઓઢણું લાલ પીળું લેરીયું!
                         ખોસી  લે  કાનમાં  ચાર ચાર  ફૂલડાં ,
                         આપણે તો ફરવા વનરાવન જઈશું!'
-------------------------------------------------------------------------------- 

                       
    

Sunday, 11 May 2014

                દોહાની અલકનંદા !

रे   माटी   के   कुल्हड़े , देहुँ   तुझे  चटकाय,
जो पिय के हित हैं बने उन से चिपकत जाय !

નવી પરણીને આવેલી પરણેતર માટીના પાત્રમાં પાણી પીવે છે ત્યારે 
એ પાત્ર એના હોઠને સ્પર્શ કરે છે અને ચોંટી જાય છે તેથી એ નવોઢા 
'કુલ્હડ'(માટીનું પાત્ર )ને ઠપકો આપીને કહે છે.'અરે ! ઓ કુલ્હડ મારા 
હોઠ તો મારા પતિ માટે છે.તું તે હોઠ સાથે શા માટે ચીપકે છે? મને એવો 
ગુસ્સો આવે છે કે તને ફેંકી દઉં ,તોડી નાખું 'આ ફટકારનો 'કુલ્હડ'જવાબ 
આપે છે.

लात  सही ,घूँसा  सहे ,सहे  वार पर वार ,
इन  होठन  के  वास्ते ,सर पर धरे अंगार !

હે નવોઢા ! તારા જેવી સુંદર સ્ત્રીના હોઠ સુધી પહોંચવા માટે મેં કેટલી 
તપસ્યા કરી છે એ તું જાણે છે? માટીના સ્વરૂપમાં કુંભકારે મને પગથી  
રગદોળ્યો છે,એના હાથની થપાટો મેં ઝીલી છે અને પછી મારે અગ્નિના 
ભઠ્ઠામાં શેકાવું પડ્યું છે ત્યારે હું આજે તારા હોઠનો સ્પર્શ પામ્યો છું !
--------------------------------------------------------------------------------

Saturday, 10 May 2014

                                       સ્પર્શ !

       જગજીતસિંગના અવાજનો જાદુ મને રોમાંચિત કરી રહ્યો છે.હું 
તન્દ્રામાં છું.....મારા કાન પર શબ્દો સરી રહ્યા છે-'जीवन क्या है चलता 
फिरता एक खिलौना है.... दो आंखोमें एक से हँसना,एक से रोना है… '
મારા પૂરા અસ્તિત્વ ને આ સૂરો ભીંજવી રહ્યા છે,ત્યાંજ ફોનની રિંગનો 
અવાજ મને ઝબકાવી દે છે.હેલ્લો .....'હું કનુભાઈ જોશી બોલું છું.એક 
સેડ ન્યુઝ આપવાના છે....'હું કહું છું બોલો-''વિરામ હોટલવાળા મહેશ 
ભાઈ ગયા....!આટલું કહેવામાં મારા મિત્ર કનુભાઈનો અવાજ પણ હાં-
ફવા લાગે છે....મારા મગજ પર 'आती साँस को पाना ,जाती साँस को 
खोना है  …'ગઝલની છેલ્લી પંક્તિઓ હથોડાની જેમ ઘા કરે છે !
         હું ડી વી ડી બંધ કરું છું.મને ફિલ્મ આનંદનું છેલ્લું દ્રશ્ય યાદ આવી 
જાય છે.અમિતાભ કહે છે...'बोलो  … मुझसे बात करो  … आनंद कभी 
चुप नहीं रह शकता  .. बोलो   ... 'અને અવાજ સંભળાય છે-''बाबू मोशाय 
ज़िंदगी और मौत उपरवाले के हाथ मे है जहाँ पनाह ,उसे न तो आप बदल 
शकते हैं न तो हम   ..... !'
         હા,મહેશભાઈ હવે આપણી વચ્ચે નથી એ જ સત્ય છે.એ જ હકીકત 
છે.મારા એમની સાથે વર્ષો જૂના સંબંધો હતા.જે આજે વર્તમાનમાં પણ 
એટલાં જ તાજાં હતાં.કલમ સાથે પ્રેમ કરનાર આ માણસ ભલે હોટલના 
ધંધા સાથે જોડાયો પણ ....એમની માંહ્યલીપાનો સર્જક જીવતો રહ્યો હતો 
એ મેં અનુભવ્યું છે.આ દેવીપુત્રને મેં બહુ નજીકથી સ્પર્શ્યા છે.બસ એટલું 
કહું -'મહેશ હવે તમે થયા સ્વર્ગેશ ,ઈશ્વર સમક્ષ ભજવજો તમારી સક્ષમ 
કલમના વેશ  !
---------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------------------------------------------------

Friday, 9 May 2014

एक  परिंदा उड़ते उड़ते,
     अपनी नन्हीं  सी  चोंच से,
आसमाँ  पे  कुछ  लिख  गया !
     क्या लिखा ? मैंने  झाँका ,
लिखा था-' प्यार  कर  यार !'

                    - कृष्णकांत 
                     



ग़ैर  तो सिर्फ़  हवा देते  हैं  ,
       आग  अपने  ही  लगा  देते  हैं। 
रोज़  अच्छे  नहीं  लगते  आँसू ,
       ख़ास  मौकों  पे  मज़ा  देते  हैं  !

Thursday, 8 May 2014

आवाज़ 

गोधूलि  समय पर आप स्नान करके,
गृहस्थी की उलझन और  शोरापुश्त 
दरीखाने  से दूर भागवतका ,
स्व कंठ से पाठ करने बैठ जाते हैं !
मुझे आपकी आवाज़ सुनाई देती है ..
'सुनती हो ?कहाँ चली गई?,
यहाँ आ कर बैठ,और सुन.... !'
पर ....मैं तो चूल्हे के पास खड़ी चुपचाप 
आपके लिये खाना बना रही हुँ....
सेंकड़ो बिन मांजे बरतन ,
मेरी  प्रतिक्षा में हैं। 
और सेंकड़ो छोटे -मोटे काम ,
जो मुझे कल करने पड़ेंगे …
मेरे  मिट्टी से पुते हाथोँ से मैँ  भी ,
पलट रही हूँ एक विराट भागवत के पन्ने ,
आखिरी      साँस तक खत्म न होनेवाला ,
ये भागवत है   !!!
जिसे मैं मेरी मरज़ी  से पढ़ती जा रही हुँ ,
और जिसे आप कभी आकर नहीं    सुनते !!!
------------------------------------------------
-विजयलक्ष्मी (मलयालम कवियत्री )
-किशोर शाह (गुजराती अनुवाद )
-कृष्णकांत भाटिया 'कान्त '(हिंदी अनुवाद)
---------------------------------------------------
   
                      સ્ત્રી 

એક હતી સ્ત્રી અને એક હતો પુરુષ ,
      બન્ને  વચ્ચે  કોઈજ  સંબંધ  નહોતો !

છતાં બન્ને સાથે રહેતા હતા,
       બેહદ પ્રેમ કરતા હતા એકબીજાને!

તન,મન,ધનથી.............. !

કોઈની નજર લાગી,બન્ને છુટા થઈ ગયા,
         એકબીજાથી..........

કોઈએ  સ્ત્રીને  પૂછયું-
          'પેલો પુરુષ  કોણ હતો ?'

સ્ત્રી બોલી-'મારો પ્રિયતમ .....
            જે  મારો  પતિ ન બની શક્યો !'

કોઈએ  પુરુષને  પૂછયું-
             'પેલી  સ્ત્રી  કોણ હતી?'

પુરુષે  કહ્યું- 'મારી  રખાત !'
----------------------------------------------
-દીપ્તિ મિશ્રની હિન્દી કવિતાનો ગુજરાતીમાં 
અનુવાદ -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------------------

Tuesday, 6 May 2014

ચન્દ્ર  ઉગ્યો ,ચાંદની   વિહ્ વળ 
જીવનની  આ પળ  થઈ   સફળ !

                                  'કાન્ત'



               દામિની !

દામિની તું ચડી આવી આકાશે,
સ્વરૂપ તારુ ધવલ રંગે પ્રકાશે !

કડાકા ભડાકા છે ગર્જના તણા,
આ વાદળો પણ તુજ સંગે ગાશે !

છડી પોકારતી તું વર્ષા રાણીની,
ચમક દમક તો તારી    કહેવાશે !

આકાશની તું રણચંડી, નવ દુર્ગા,
મા,આ ગરમી ક્યાં સુધી સહેવાશે ?

'કાન્ત' કામિની કમાલ કરી દે હવે,
સમગ્ર સૃષ્ટિ વરસાદમાં  ભીંજાશે !
--------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------- 


Monday, 5 May 2014

     ગઝલ !

જીવનની  પળ ,
કેવી  છે  અકળ !

અહો  !   છોડને,
ફૂટી  છે  કૂંપળ  !

સૂરજ  છો  તપે,
ધખે   છે  સકળ  !

પ્રયત્નો     છતાં ,
સઘળું     વિફળ !

'કાન્ત' મન  પણ,
લગાવે  અટકળ  !
--------------------
-કૃષ્ણકાંત  'કાન્ત'
--------------------







દોસ્ત  2014 !

દોસ્ત  2014,મારા મનના માણીગર,
હું હવે શબ્દોનો સન્નાટો ઓઢીને....

તારી નવી કંડારેલી કેડી પર,
ચાલવા આવું છું !

શોધવાં છે મારે નવું યૌવન ,
નવી કવિતા...

સોનકણી શી  સૂરોની સરગમ,
નવી સરિતા ,નવી સંહિતા !

મારા ફૂલ ગુલાબી ઘડપણ કેરી,
શોધવા એક એક ક્ષણ આવું  છું !

તવ ચરણ રજ શિરે ચડાવું  છું ,
દીપ આશાઓના પ્રગટાવું   છું !

મને ખબર છે તું મારા માટે ,
નવો  શબ્દકોશ  લઈને  આવ્યો છે.

છંદ અને અલંકારોથી તેં  તારો ,
આવાસ  સજાવ્યો  છે !

2014 ભરી લઈશ આ શબ્દકોશ ,
મારી  ચેતનાના  ગજવામાં !

પછી  લૂંટાવીશ સાંધ્યદીપના ,
ગીતો  રચવામાં!

આ ગીતોને હું મારા મધુર કંઠથી ,
દાદા-દાદી પાર્કમાં આવતાં પંખીઓને ,

સંભળાવીશ ,એમની પાસેથી પણ ,
ગવડાવીશ .........!

મારા આંખોમાં વ્યોમ ભરી લઈશ ,
મારા હૈયામાં પ્રેમ ભરી લઈશ !

છોડીને સપનાં અતીતના વર્તમાનને ,
રોમે રોમ ભરી લઈશ !

2014 ,તારાં એઠાં બોર ખવડાવીશને ?
હું,તને મળવા આવું  છું !
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------






    

Saturday, 3 May 2014

           વિજય  પથ !

નરેન્દ્ર , વિજય પથ સાકાર હો,
16 મી એ તમારો  જયજયકાર  હો !

ભારત  દેશના  સ્વપ્ન   પલાણો ,
દિલ્હી  દ્વારે  શાન-બાન  પ્રમાણો !

ખુમારી  ખૂંખાર  ભરી લો ,
દિગ વિજયનો  એલાન કરી દો  !

તમારો  યશ  અપરંપાર  હો !
સ્વપ્નાં  બધાં   સાકાર   હો !

શાસન  તમારું  વિક્રમ જેવું,
ન્યાઈ -જનતાને  સુખરૂપ  રહો,

ચાણકય  જેવી  બુદ્ધિમતા ,
હરપળ  તમારામાં  વેગે  વહો!

દુનિયાથી  સંબંધ  વિકસાવો  ,
સરદાર જેવા  લોખંડી  થઇ  રહો !

જેવા  સાથે  તેવાનો  વ્યહાર  હો ,
સ્વપ્નાં  બધાં  સાકાર  હો !
--------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------



                    ગઝલ 

કવિતાના  પ્યારમાં  કંઈ  વળતું  નથી,
ક્યાંયથી    શિરપાવ  તો  મળતું  નથી  !

આમ તો  મહેફિલમાં  વાહવાહ    મળે,
એકે    મોજું   હૈયે   ખળભળતું     નથી !

કાન  ખુલ્લા  રાખી ને સૌ  મને  સાંભળે ,
પણ  આંખમાં  તેજ   ઝળહળતું    નથી !

વ્હેતી  વાતને  શબ્દોમાં  લહેરાવું  ઘણે  , 
એ  વાતને  કોઈ   જ  ગણગણતું  નથી !

એક  ભીની  સુગંધ  આવી  છતાં   પણ,
'કાન્ત'   શ્વાસમાં  કોઈ   સંઘરતું    નથી  !
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------
              ग़ज़ल 

चाँद तन्हा है सितारे भी तन्हा ,
ढ़लती हुई शाम, मैं   भी तन्हा !

पिछली यादों में हम जी रहे  हैं ,
बिछड़े लम्हों को हम पी रहे  हैं !

बीते हुए कल के पल भी  तन्हा,
बंध   खिड़की के शीशे भी तन्हा

इश्क है तो दर्द की मत बात करो,  
इश्क में दर्दों का मौसम रहता है 

आँख से टपके अश्क वो भी तन्हा,
भीगा भीगा सा दामन भी तन्हा !  

बढ़ती बेचैनी की नज़ाकत   देखो, 
मजनू   को देखो   लैला को देखो !

शायर हुँ ,मेरी ग़ज़ल भी है तन्हा,
'फलक' की आवाज़ भी है   तन्हा !
------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
------------------------------------