.........................................સ્પર્શ...............................................
--------------------સુનીલ માંકડનું "પાથેય"-----------------------
.....હું જયારે કોઈ 'પુસ્તક વિમોચન' કાર્યક્રમમાં જતો હોઉં છું ત્યારે
મને સ્વર્ગારોહણ જેવું સુખ પ્રાપ્ત થાય છે !પુસ્તક વિષે લખવાનું પ-
ણ મને બહુ ગમે છે.અને એમાંય જયારે જેને હું બહુ નજીકથી ઓળખ -
તો હોઉં એવા લેખક-કવિના પુસ્તકનું પ્રાગટ્ય મને રોમાંચિત કરે છે !
.....હમણાં થોડાક દિવસ પહેલાં ભાઈ શ્રી સુનીલ માંકડનાં પુસ્તક.....
"પાથેય "નું વિમોચન થયું.આ પુસ્તકમાં સમાજના બહારના આવરણ નીચે છુપાયેલી ભીતરની સૃષ્ટિને છતી કરવામાં આવી છે.સુનીલ માંક-
ડની આ એક વિશેષતા છે.વિષયોનું વૈવિધ્ય છે એમની પાસે.માનવમા-
ત્રના અંતરના ઊંડાણમાં ચાલતી હલચલનો એ સાદા શબ્દોમાં પરિચય
આપી શકે છે.
....."પાથેયના "કેટલાક લેખો ચિત્તને આકર્ષે છે....'આપણું પોતીકું નિર્મા-
લ્યપણું..' 'વામણો બની ગયેલો શબ્દ વિશ્વાસ..' ,નિવૃત્તિ એ વળી શું? ....'
' પુસ્તક વિનાની પંગુતા...' 'ઝોરબા ધ બુદ્ધા...' શાશ્વત સંબંધો...' 'સમજ-
ણનું સંમોહન...'આવા 66 લેખો છે આ પુસ્તકમાં.
.....સમાજની ભુલાઈ ગયેલી વસ્તુઓને સજીવન કરવાનો માંકડનો આ
પ્રયાસ સરાહનીય છે.કોઈ પણ વાતને રજુ કરવાની સરળ શૈલી છે એમ-
ની પાસે !એમની લેખિનીમાં સંવેદનો અને સંસ્મરણો મુખર બનીને રણ-
ઝણવા માંડે છે.પોતાના મનની લાગણીઓને નજાકતપૂર્વક મૂર્ત કરવા-
ની સુનીલની શૈલી મને ગમી છે.
.....એમની લેખક તરીકેની બીજી વિશેષતા -જે વાતની રજૂઆત કરતા
હોય એનું વાતાવરણ પ્રત્યક્ષકર બનાવવાની છે.એમની પાસે ચિંતન છે,
ઉત્સાહ છે,દ્રષ્ટિ છે અને અનુભવ છે જે એમના લેખોમાં પ્રતિબિંબિત થા-
ય છે !સુનીલભાઈ ,તમારો આ પ્રથમ પ્રયાસ લેખન છેત્રે તમને ઉચ્ચ
શિખરો સુધી લઈ જાય એવી શુભેચ્છા !
.....પાથેય અમૂલ્ય છે મુસાફર માટે, પાથેય બહુમૂલ્ય છે હર સફર માટે,
.....ડૂબકી મારી લે તું ગંગામાં વાચક,પાથેય સુ-મૂલ્ય છે હર ડગર માટે !
-------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',લખ્યા તા.29-05-2014,ગુરુવાર,10:55 A M
------------------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment