Wednesday, 30 July 2014

******तुम  मुझे  यूं  भुला  न  पाओगे *****
---------------------------------------------------
………....  स्व. मोहम्मद  रफ़ी    ................ 
(जन्म :२४  दिसंबर,१९२४-मृत्यु :३१ जुलाई,१९८० )
++++++++++++++++++++++++++++
---वो  सुर  के  आफ़ताब  थे  उन जैसा  कौन  है---
---वो    लय  के  माहताब  थे उन जैसा कौन है ---
---ये  और  बात  है  कि  करे  कोई  भी  नक़ल ---
---अपना  जवाब  आप  थे  उन  जैसा  कौन है ---
--------------------------------------------------------
-कृष्णकांत 
============================ 

Tuesday, 29 July 2014

कोई  कहे  गोविन्द, कोई  गोपाला,
... कोई   कहे   जिसस ,
कोई   कहे   अल्लाह-ताला !

मंदिर-मस्जिद- हो   गुरुदवारा ,
… बंदे  रब से  तू  दुआ  माँग ,
आकर  पी  ले  तू  प्रेम की  हाला  !

-कृष्णकांत 

Sunday, 27 July 2014

                ગીત  !

ઝરમર  ફોરાં  ભલે  વરસાવ્યાં ,
...હવે  વરસી   પડ  વરસાદ  રે !

સીંચવા  છે   શમણાંના  ખેતરો,
...લણવો  છે  તારો  પ્રસાદ    રે !

લીલુડા  હાસ્યની લ્હાણી  તું કર,
...કચ્છડાને  કર  તું  આબાદ  રે !

વેગીલા પવનના અશ્વોને  છોડ,
...એના પગરવને  કર ઈર્શાદ રે !

વનના  તે  મોરલાને જગાડવા,
...વરસવામાં રહે તું  નાબાદ રે !

તને  જોઈ  ઉછળે  આ  દરિયો,
...એના  મોજાં ને  દે તું સાદ રે!

હમીરસરને  ફૂટી છે જો કૂંપળો,
...'કાન્ત' તું આપી દે  સોગાદ રે !
----------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
----------------------------------

Saturday, 26 July 2014

....................આનંદ......................

બેસવું  રહ્યું  રડી,   આનંદ  તો  ગયો  !
પ્રાર્થીએ સાથે મળી,આનંદ તો  ગયો !
---------------------------------બેસવું 0- 
એક  દિ  સૌએ જવું, વ્હેલાં જવાય ના ;
ફેરવી મુખ ,કાળનાં જલ્દી  થવાય ના.
વીજ  અંધારી  પડી, આનંદ તો  ગયો !
---------------------------------બેસવું 0- 
પ્રેમનો દરિયો  હતો,ને મોતીએ  ભર્યો,
જીવ એનો ક્યે દિવસ,ઠાર્યા વિના ઠર્યો?
જિંદગી  થૈ   સાદડી,આનંદ  તો  ગયો.
----------------------------------બેસવું 0-
કામ વિણ સંકોચ દો ,રૈ' એની માગણી ,
'છું જ ને' અવળે સમય,રૈ'એની લાગણી.

યાદ કરશું સુખ ઘડી ,આનંદ તો ગયો.
----------------------------------બેસવું 0-
-ભગવાનજી  પીઠડ 
------------------------------------------
(મારા મિત્ર અને જાણીતા કવિ  ભગવાનજી  પીઠડની  આ રચના 'આનંદને'
શબ્દાંજલિ  રૂપે  મૂકી  છે.રાગ:'દિવસો  જુદાઈના  જાય છે.........')

Sunday, 20 July 2014

             ગીત 

ઢળી  સાંજની  વેળા ,
...રજની  કેમ  થયાનાં  ભેળા !

ઊજળો  ઊજળો  દિવસ  ઢળ્યો,
...ઢળશે  કાળી  રાત.

આંખથી  મારા  આંસુ  ઝરશે,
...હશે    રુદન  હૈયાફાટ  !

આનંદ  આનંદ  ગાતાં  ગાતાં ,
...શબ્દો   દોડે  કવેળા  !0ઢળી....

ગીતોનાં  વન  ભડકે  બળતાં ,
...સૂરો  નીકળે  આડા  ટેડાં !

કાળની  સૂની  કેડીએ  સૂતા,
...કેમ  કરીએ  તેડાં  !

પ્રેમ  અમીરસ  પીતાં  પીતાં ,
...શાને  થયા   વિછોળાં 0ઢળી.....

શ્વાસે  શ્વાસે  મઘમઘ  મ્હેકો,
...તમે  સુરભિનો  શણગાર !

રજની  અમને  છોડીને ,
...કેમ ગયા  પેલે  પાર !

આથમતો  સૂરજ  પણ  કહેતો,
... ભરાય  નહીં  અહીં  મેળા !0ઢળી....
---------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------



Monday, 14 July 2014

અજીતભાઈ,

.....આજે તમારા  જન્મ દિને   મારી  પાસે  શબ્દની  અભિવ્યક્તિ  નથી.
કારણ  જયારે  કોઈનું  ભીતર   પ્રકટતું  હોય  ત્યારે  મૌન  બોલતું  હોય 
છે.પણ  વધાઈ  આપવા  માટે  મારે  શબ્દની  જરૂર  તો પડવાની !
.....હું   એટલુંજ  કહીશ  કે તમે  પ્રશાંત  સરોવર  જેવા, ખળખળ  વહેતા 
જરણા  જેવા,કોઈક જળની  વચ્ચે  પથ્થર  જેવા  અવિચળ ,સરળ  રીતે 
વાત  કરનારા,મહેફિલના,મંચના,વાસંતી  વૃક્ષ  જેવા  બની  રહો !
.....અજીતભાઈ, ઈશ્વર તમને  નિરામય  જીવન  પ્રદાન કરે, કીર્તિ ,યશ,
પ્રાપ્ત  થાય  અને  તમારા માનવીય  સંબંધો  તેજસ્વી  બને  એવી 
મનોકામના ! 
.....'આજનો  દિવસ  કેવો  સુખી છે,કેટલો  સુંદર  છે !તમારા  લાગણી 
ભર્યા  સંબંધોને  લઈને  હું  મહાલ્યા  કરું  છું  અને  ચાંદનીના અજવાળે 
એને  વાંચ્યા  કરું  છું.મને  શબ્દે  શબ્દે  તમારા  શ્વાસની  સુગંધ  સંભ -
ળાય  છે !'
***HAPPY   BIRTHDAY  !
'કાન્ત'

Sunday, 13 July 2014

              ગીત 

ઢળી  સાંજની  વેળા,
...રજની  કેમ  થયાનાં ભેળા !

ઊજળો  ઊજળો  દિવસ  ઢળ્યો,
...ઢળશે  કાળી  રાત !

આંખથી  આંસુ  ઝરશે,
...રૂદન   હૈયા  ફાટ !

ઢળી  સાંજની  વેળા,
...રજની  કેમ થયાનાં  ભેળા !

ગીતોના  વન  ભળકે  બળતાં ,
...સૂરો  નીકળે  આડા  ટેડા !

કાળની  સૂની  કેડીએ સૂતા,
...કેમ  કરીએ  તેડાં  !

ઢળી  સાંજની  વેળા,
...રજની  કેમ થયાનાં  ભેળા !

શબ્દે  શબ્દે  મઘમઘ મ્હેકે ,
...સુરભિનો  શણગાર !

આથમતો  સૂરજ  પણ વઢતો,
...તમને અમથા મૂક્યા  રેઢા !

ઢળી  સાંજની  વેળા ,
...રજની  કેમ  થયાનાં  ભેળા !
-------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------
(રજનીકાંત 'આનંદ'ની પ્રાર્થના સભા આજે સાંજે 04:00થી 05:00 બિલેશ્વર મંદિરે )
--------------------------------------------------------------------------------------------------------
           ગીત 

ઢળી  સાંજની વેળા,
...રજની કેમ થયાનાં ભેળાં !

ઊજળો ઊજળો દિવસ ઢળ્યો,
...ઢળશે  કાળી  રાત !

આંખથી  આંસુ  ઝરશે,
...રૂદન  હૈયા  ફાટ !

ગીતોના વન ભડકે બળતાં,
...સૂરો  નીકળે આડા-ટેળાં !

ઢળી સાંજની વેળા,
...રજની કેમ થયાનાં ભેળાં !

શબ્દે શબ્દો મઘમઘ મ્હેકે,
...ઘૂંટાતો  અંધકાર,

કાળની સૂની કેડીએ સૂતા,
...તમે ત્રિમંદિરનો સંચાર !

સાંજે  ફરવા નીકળીએ,
...તમને અમથા મૂક્યા રેઢા!

ઢળી સાંજની વેળા ,
...રજની કેમ થયાના ભેળાં !
--------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------

Sunday, 6 July 2014

----------------ગીત-----------------

દર્દ  હું  સહું અલી વાદળી,
.....મસ્તીથી ભમે તું શાને એકલી !

ઋતુ  છે વરસ મનડું મૂકીને,
.....ભાંગ તું તરશ જીવ  સૃષ્ટિની !

નભ  મહીં રહે કંઈ વળે નહીં ,
.....ઉતર ધરતી પર જળ બનીને તું !

તુંજ છે હવે પ્રાણ  વૃષ્ટિનો,
.....અમી  દે મને તારી દ્રષ્ટિનો !

જીવ તરફડે જળ  વિના અહીં,
.....ગગન  છોડીને  આવ તો  બઈ !

આશ  એટલી ખોબા જેટલી,
.....આવવામાં છે વાર કેટલી?

'કાન્ત' કરગરે  દંડવત  કરી,
.....વરસીને હવે નદીઓ દે ભરી !  
------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------
-------------ગીત------------------ 
                   (શાર્દુલ વિક્ર્ડીત) 

દર્દ હું સહું અલી વાદળી,
.....મસ્તીથી  ભમે શાને  એકલી!

ઋતુ છે વરસ મનડું મૂકીને,
.....ભાંગ તું તરશ જીવ સૃષ્ટિની!

નભ મહીં રહે કંઈ વળે નહીં ,
.....ઉતર ધરતી પર જળ બનીને તું !

તું જ છે હવે પ્રાણ વૃષ્ટિનો ,
.....ભેદ  છે  અહીં ફક્ત  દ્રષ્ટિનો !

જીવ તરફડે જળ વિના બધાં ,
.....ગગન છોડીને આવ તો બઈ !

આશ એટલી  ખોબા જેટલી,
.....હવે આવવામાં વાર કેટલી?

'કાન્ત' કરગરે દંડવત કરી,
.....ગરજીને  વરસ નદીઓ દે ભરી !
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------





પ્રિયે ,
...તારી  સાથે  રહીને  મેં  એટલું  બધું  જોયું  છે  કે  ક્યારેક  થાય 
છે ,મરણના  હાથ  હું  છલકાવી  દઈશ.એના  ખોબામાં  સ્મિતના 
અઢળક  ફૂલો  અને  આંસુનો  દરિયો  મૂકી  દઈશ  અને  હું  મરણ -
ના હોઠ  પર  એક  ગીત  મૂકી  દઈશ-જે  આપણે  સાથે  મળીને 
કદી  ગાયું  નથી.મેં બધું  જ ઝેર  ઉતારી  નાખ્યું  છે અને  સચવાઈ 
રહ્યું  છે તારી  સાથેની  થોડીક  ક્ષણોનું  અમૃત !હું  મરણના  હાથમાં 
આ અમૃતનો  કુંભ મૂકીશ.સળ  વિનાની  પથારી  તૈયાર  છે.હવે 
દીવો  બુઝાવું  એટલી  જ  વાર !
-કૃષ્ણકાંત 

Saturday, 5 July 2014

ये  गगन ,पर्वतों के  ये ,
... उन्नत   शिखर ,
ये  हरी  भरी  वादियाँ  !
... हिमाचल  की  शान  हैं ,
देश  का ये  मान  हैं  !
...कवि का अभिमान  हैं ,
ग़ज़ल  भी  कूदती ,
... मुझे    यहाँ नज़र  आई,
सारी  कायनात  को,
... मैंने  नजदीक  पाई !
ये  लहर, संगेमरमर  जैसे,
... गई  हो बिखर !
हिमाचल  की  शान  हैं ,
.. 'फलक' का ये  गान  हैं  !
-कृष्णकांत 'फलक'
                                               સ્પર્શ 

...મુંબઈ મારું પ્રિય શહેર છે.હું ભણતો ત્યારે 'મુંબઈ'નહોતું 'બોમ્બે 
હતું.આ 'બોમ્બે' ને મેં પગે ચાલીને ખૂંદયું છે.આજથી પાંચ દાયકા 
પહેલાનું મુંબઈ કદાચ મારી દ્રષ્ટિએ આટલી ગતિથી નહોતું દોડતું !
હા ઝડપ હતી,પરંતુ માણસ યંત્ર નહોતો બની ગયો.થોડી ઘણી સં -વેદનાઓ જીવંત હતી.હું મુંબઈ જતો ત્યારે લગભગ રોજ એક ફિલ્મ 
જરૂર જોતો.અને મારા ગામ પાછો આવું ત્યારે ગૌરવથી મારા મિત્રો 
આગળ એનું વર્ણન કરતો કારણ કે એ જમાનામાં મુંબઈમાં ફિલ્મ 
રજુ થાય ત્યાર બાદ એકાદ વર્ષ પછી ભુજમાં આવતી.
...હવે આ રોમાંચ નથી રહ્યો.એકવીસમી સદીએ બધું ઝુંટવી લીધું 
છે.હવે નથી મુંબઈમાં ટ્રામ,નથી વિક્ટોરિયા,નથી એ ભેલ કે નથી 
ઉસળ-પાઉં.....આજે મુંબઈનો માણસ કોઈ પણ રાવ ફરિયાદ વગર 
જીવતો જાય છે.કામના સ્થળથી દૂર રહે છે.ભરચક ટ્રેનમાં મુસાફરી 
કરે છે.એને તો લટકતાં લટકતાં જવાનું અને લટકતાં લટકતાં આ-
વવાનું.ઈસુ તો એક જ વાર ક્રોસ પર લટક્યા મુંબઈગરો રોજ લટકે 
છે.
...મરાઠી વાર્તાકાર અરવિંદ ગોખલેએ 'મંજુલા'નામની વાર્તા લખી 
છે.એમાં ઘર અને કારકિર્દીને સંભાળતી સ્ત્રીની કથા-વ્યથા છે.અંધેરી 
રહેતી સ્ત્રી સાંજના ચર્ચગેટથી ઘરે જાય છે ત્યારે ટ્રેન ઊપડવાની તૈયા -
રીમાં હોય છે.ટ્રેન ચૂકી ન જવાય એટલા માટે ઉતાવળમાં સ્ત્રીઓના 
ડબ્બાને બદલે પુરુષોના ડબ્બામાં ચઢી જાય છે.હકડેઠઠ ભીડ છે.પરસે -
વાથી ગંધાતો ભૈયો પણ છે.શ્વાસ ન લઈ શકાય એટલી બધી અકળામણ 
છે.માંડ માંડ અંધેરી સ્ટેશને ઊતરે છે.ઘરે જાય છે.ઘરે જઈને રાંધવાનું 
છે.પતિ શિરીષની નાની મોટી માગ પૂરી કરવાની છે.
...રાતે જયારે શિરીષ મંજુલાને આશ્લેષ અને આલિંગનમાં લે છે ત્યારે 
મંજુલાને બાહુપાશમાં ટ્રેનની ભીડનો અનુભવ થાય છે.ઘરમાં સલામત
રહી શકીએ એટલા માટે ઘરની બહાર રહીને નોકરી કરવી પડે એ ઘ-
ટના રતિસુખને પણ ભૂંસી નાખે છે. કવિ દેવીપ્રસાદ વર્માએ પણ લખ્યું 
છે :'તું નહીં શકુંતલા,હું નહીં દુષ્યંત,સાધારણ નારી-નર આપણે,રોજી 
ને રોટીના ચક્કરમાં જીવનનો અંત.'
-------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.05-07-2014,શનિવાર,10:32PM)
-------------------------------------------------------------------- -----------