Tuesday, 30 December 2014

અલવિદા 2014 !
2014 મારા અને તારા વચ્ચેની,
ઓળખાણ હતી તો એક વર્ષની !
પણ ચિરસ્મરણીય !
કહે છે સમયને કોઈ રોકી શકતું નથી,
મારે તો તારી સાથે 365 દિવસ 
જીવવાનું હતું.
જે મેં જીવી લીધું  .....!!!
હું જયારે જયારે જ્વાળામુખી પર બેઠો,
ત્યારે તેં મારી ભીતર શીતળ લેપ કર્યો.
તારી સંગાથે હું કુંજગલીઓમાં ફર્યો!
તારી સાથે ગાળેલો સમય ,
ઉકેલી શકયો હું જીવતરના પ્રમય !
તારો અને મારો સંબંધ ,
દુઃખ અને સુખનો સાથે રહેવાનો પ્રબંધ!
તેં મને ડંફાસ મારતાં અટકાવ્યો ,
અધવચ્ચે કયારેય ન લટકાવ્યો !
2014 ,મારી પ્રેમિકા 'કવિતા' સાથે 
તેં રોજ મુલાકાત કરાવી,એને બિલકુલ 
ન રડાવી !
મિત્રો સાથે 'વિચાર ભેદ'થયાં ,
પણ તારી સમજણે 'મનભેદ'થતાં રહી ગયાં !
તારી સાક્ષીએ મેં મારો 'આનંદ'ખોયો ,
મૃત્યુને અટહાસ્ય કરતાં જોયો !
તેં મને ઉત્તમોત્તમ ઘણું આપ્યું,
અને તારા રાજ્યમાં મેં ઘણું સાંખ્યું !
2014,તું મારો સાચો મિત્ર બનીને રહ્યો,
મારો અણગમાનો ભાર પણ તેં જ સહ્યો !
દોસ્ત! આજે તને અલવિદા કહું છું,
મનમાં ને મનમાં વિરહને સહું છું !
2015 તને મળે તો એને કહેજે,
મારો આ સંદેશો પહોંચાડજે !
આજે વહેલી સવારે 'કાન્ત'ને 
મળી આવી છે એક નવજાત કવિતા,
જે એના પર લખાયેલી છે !
***
-'કાન્ત'  

Saturday, 27 December 2014

                બાપુ !
અંતરમાં પધરાવું બાપુ !
કુમકુમથી વધાવું  બાપુ !

નવધા ભક્તિના મંત્રોથી,
જીવન દીપ જગાવું બાપુ !

ખર,દૂષણ નેરાવણપજવે,
રઘુવરને  બોલાવું   બાપુ !

કચ્છના આ  સ્ફટિક રણમાં,
રામચરિત વહેડાવું  બાપુ !

ભવસાગર મારે પાર કરવો,
જીવન નૈયા સજાવું   બાપુ !

અહંકારનો  જીવ ધનુષ આ ,
ભક્તિ વિવાહ રચાવું   બાપુ !

કપટી ને કુટિલ મમ  અંતર,
તુલસી ઘાટ  સિધાવું   બાપુ !
***
-'કાન્ત'

Wednesday, 24 December 2014

जन्मदिन की बधाई !

जन्मदिन की बधाई अटलजी !
हिंद्स्तान से  सगाई  अटलजी !

कवि से प्रधानमंत्री तक  सफर,
नही रही आप में कोई भी कसर !

भारती  से प्रीत लगाई अटलजी !
देश प्रेम की धून जगाई अटलजी !

राजनेता नहीं , मसीहा लोकतंत्र के,
खुर्दबीन रहे आप सत्यमेव मंत्र के !

देश को नई राह दिखाई  अटलजी !
राज धर्म की बात बताई  अटलजी !

भारत रत्न को   अटल रत्न मिला,
उसका स्वरूप आज वाकई  खिला !

कविता - चमेली खिलाई अटलजी !
शब्दों से की शह धुलाई    अटलजी !
***
-'कान्त' 






Tuesday, 23 December 2014

કવિતા !
કવિતા....મારા જન્માક્ષરનાં 
બારે -બાર ખાનામાં સજીવ !
એનું હોવાનું સુખ અશ્વત્થામા
જેવું ચિરંજીવ !
એ મને કયારેય હાથતાળી દઈ 
છટકી ન શકે !
હું કવિતા માટે..કવિતા મારા માટે,
પાછલી રાતે આવેલું સપનું પણ ,
કાફિયા..છંદ થઈને ગોઠવાય !
એની સાથે દોસ્તી બાંધી છે 
ત્યારથી પુષ્પો મને ગમવા લાગ્યા છે !
હું કવિતાના ગળચટ્ટા થપથપાટને ,
સ્પર્શ્યા કરું છું !
કવિતા સાથે ભીતરમાં ભીની 
મહોબ્બત થઈ  ગઈ છે મારે !
એ કોઈ દિવસ ડંફાસ મારતી નથી,
દેખાડો કરતી નથી ,
બસ છવાઈ જાય છે ચોતરફ !
કવિતા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે ,
રહે......સહે ....... વહે.....કહે 
કવિતા મારો Love -affair !
***
-'કાન્ત'

Sunday, 21 December 2014

ગીત 
સખી,આજ પિયુની યાદમાં 
........................હું સોરવું રે !
છતાં   મનના આવેગને  હું ,
.........................હું ફોરવું રે !
ધ્રીબંગ ઢોલ શરણાઈ વાગે,
વીંછીઆ ને ઘૂઘરા છો તાગે !
સખી,આજ  સોળે   શણગાર,
..........................હું દોરવું રે !
ટાઢમાંયે પ્રેમનો તાપ લાગે,
લખલખું તનમાં  દોડે-ભાગે !
સખી,આજ ઘરના રાંઘણીયે,
...........................હું મોરવું રે !
મેડીએ ઢોલીયો જો  ને જાગે,
સાહ્યબાનો સંગાથ   એ માગે !
સખી,પરણ્યાને ભાંગતી રાતે,
...........................હું ચોરવું રે !
નર્યું એકાંત હૈયાને હવે દાગે, 
કા-કા-કા બુમરાણ કરી  કાગે !
સખી,જીવતરને 'કાન્ત'સાથે ,
...........................હું ઘોરવું રે !
***
-'કાન્ત' 

Saturday, 20 December 2014

ખંજન વન  !
તું  શરમાય  છે  ત્યારે તારા 
ગાલ પર ખંજનવન  સર્જાય છે !
હું આ વનમાં મુક્તપણે દોડી જાઉં છું ,
બધાં પ્રતિભાવને છોડી જાઉં છું !
હું તને ઈચ્છું છું ,હું તને ચાહું છું ,
તારા વગર આ જિંદગી હિજરાય છે !
ભાવભરી તારી આ આંખો,
નથી મારી પાસે ઊડવાને પાંખો ,
તને જોઉં હું ધવલ પ્રકાશમાં ,
અને તમસ એકાએક ગભરાય છે !
શું આ એકતરફી પ્રેમ છે ???
કે પછી મારા મનનો કોઈ વહેમ છે ???
અઢી અક્ષરની આ ભાષા,
કયાં જગતને સમજાય છે !!!
હિમ્મત એકઠી કરું છું બોલવાની,
તારી પાસે મારું હૈયું ખોલવાની !
'કાન્ત'આ કોઈ ફિલ્મ નથી જે  આપણે 
સાથે જોઈએ !
આ લાગણીઓ તો વિરહની કબરમાં દટાય છે !
                              ***
-'કાન્ત'

Wednesday, 17 December 2014

સ્પર્શ 
ફરી એ જ આતંક.......
ફરી એકવાર બેરહમ ગોળીબાર.....
ને પેશાવરની ભૂમિ પર માસુમ 
બાળકોની લાશો ઢળી પડી !
કોઈકે કહ્યું છે કે 'કીડી ચાલી જતી હોય તો 
સંભાળીને પગ મૂકજો......
કદાચ એ એના સાસરે જતી હોય !'
પણ આ તો નરપિચાશો.....
મોતના સોદાગરો....
એમને આ વિચાર સાથે શું લેવા-દેવા?
હા, આજે આંસુ સુકાયાં છે જગતની મા ના,
હૈયું ફાટ્યું છે પાકિસ્તાનનું !
સ્કૂલ બસમાં ગયેલાં અને નનામીમાં 
પાછાં આવેલાં પેટે જણેલા સંતાનોની 
લાશો જોઈને જનેતા ધોધમાર રડી છે !
આતંકના  'ભસ્માસુર'ને આપણે જ
વરદાન આપ્યું છે......
એ તો શિવ હતા જેમણે આ રાક્ષસનો 
નાશ કર્યો આપણે તો ટુકડે ટુકડામાં 
વહેંચાયેલા માણસો (જાનવરો)છીએ 
કોઈ મરતું હોય...જીવતું હોય....
સળગતું હોય......આપણને શું ???
યાદ રાખો ભારત હોય,પાકિસ્તાન હોય,
અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ હોય 
આવી ક્ષણે મરે તો માનવતા છે !
કોઈનો પુત્ર,કોઈનો પિતા,કોઈનો પતિ 
કોઈનો ભાઈ,કોઈની બહેન ચિતા પર 
ચડે છે.....પણ આજે તો પેશાવરમાં 
બુદ્ધ-મહાવીર-પેગંબર-ઇસુ-મૂસાની
કરુણા બાળકો સાથે કબરમાં પોઢી ગઈ છે.
                           ***
-'કાન્ત' 

  

Tuesday, 16 December 2014

                          चीखें !!!

मासूम बच्चों की चीखें मुझे सोने नहीं देतीं ,
मेरी कमबख़्त आँखे भी मुझे रोने नहीं देतीं !

ये कैसा घिनौना रूप है विश्व के  आतंक का ,
इक माँ बच्चे के खून के धब्बे धोने नहीं देती ! 

दुलारना देखा है हमारा इन छोटे से लाडलों ने,
बंदूक की गोलियाँ भी इन्हें शांत होने नहीं देतीं !

जहाँ  किलकारियाँ  थीं  वहाँ  कोहराम मचा है,
इंसानियत होती तो आतंक को बोने नहीं देती !

रहनुमा  हमारे  बॉडी गार्ड  के  साथ  घूम रहे हैं ,
हुकूमत  रैयत को युँ  भरोशा  खोने नहीं   देती !

कब तक चलेगा अजगरी  सिलसिला  मौत का ,
कभी बेटे की  गोली  जननी को कोने नहीं देती !

कवि हुँ क़लम से  लड़ाई लड़ शकता  हुँ  'कान्त '
मेरी संवेदना  कोई 'सर-कलम' करने नहीं देती !
                              ***
-'कान्त'






               ગીત  !

મારે  દ્વારે  પધારો  બાપુ,
પોત મારી વધારો બાપુ  !

રામ નામ-ધૂન લગાવી,
મેકરણ ને જગાડો બાપુ !

માનસના   માધ્યમથી ,
મીઠું જળ વહાવો બાપુ  !

મોરારી  છે  નામ તમારું,
અહીં ફૂલ ખિલાવો બાપુ  !

એકમેક ને ચાહીએ એવું,
અંતરપટ સજાવો બાપુ !

હાજીપીર ને દત્તાત્રયની ,
એકતાને બિરદાવો બાપુ !

કથા તમારી રણમાં ગૂંજે ,
'કાન્ત'ને બોલાવો  બાપુ  !
             ***
-'કાન્ત'



Monday, 15 December 2014

સ્પર્શ  !

...આજે  સવારના  મુંબઈ  થી ભુજ આવ્યો. ઘરમાં  પગ  મૂક્યો  અને  'હાશ ' શબ્દ 
મોઢામાંથી  સરી  પડયો .ઘર.આ  શબ્દ  પછી  પૂર્ણવિરામ  મૂકવાનું  મન  થાય.
પ્રવાસે  હોઈએ  છીએ  ત્યારે  ઘરઝુરાપો  વળગે  છે. અને  પાછા  આવીએ  ત્યારે 
'ડાઈનિંગ  ટેબલ' પણ માણસભૂખ્યું   લાગે  છે.રસોડું અને બાથરૂમ પણ તમને
આવકારે  છે.રૂમના પડદા પણ તમારી સાથે વાતો કરે છે.
...ઘરનું એક વિશિષ્ટ અસ્તિત્વ છે.મને મારા ઘરનો શાંત વૈભવ ગમે છે.મુંબઈમાં 
બે હજાર સ્કવેર ફીટના ફલેટમાં  સુખ-સુવિધા બધું મળ્યું .....પણ.....મીઠી ઊંઘ તો 
આજે  મારા  ગોખલા જેવડા બેડ રૂમમાં જ આવશે .મુંબઈ મારું મનગમતું શહેર છે,
પરંતુ મારું ભુજ ,જયારે બહાર હોઉં છું ત્યારે રોજ યાદ આવે છે.ત્યાં  Garden માં 
'Walk way' પર હું  સાંજે  Walking કરવા જતો.બહુ સરસ વ્યવસ્થા હતી.પણ 
મને  ભુજના ખેંગાર બાગનો  'ખખડ ધજ ' Walk Way'સાંભરતો .અને આજે જયારે 
મેં તેના પર 'Walk'કર્યો ત્યારે એ અને હું ગેલમાં આવી ગયા.
...કહેવાય છે કે ધરતીનો છેડો ઘર.એના વગર મને તો લાંબો સમય કયાંયે  ચેન 
પડતું નથી.ઘરે આવું છું ત્યારે એનો કાર્પેટ પણ મને આવકારે છે. 'મારું આ નાનકું 
ઘર,સ્વર્ગથીયે સુંદર. ભરી છે એમાં લાગણીઓ,કરે એ મને તરબતર !'
-'કાન્ત'