Wednesday, 29 May 2019

ગઝલ !

ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા, ,ગાલગા 


આભમાં  વાદળ  હશે  કે વીજળી ચમકી  જશે - પૂછી જુઓ,
આંખમાં કાજળ  હશે  કે  સૂરમો   ચટકી   જશે- પૂછી  જુઓ.

જાગવું    છે  રાતભર  ને  રાત   છે  તારે  મઢેલી  આપણી,
મદભરી  એ  બાથમાંહે   ઝૂમશે -  છટકી જશે - પૂછી જુઓ.

ફૂલનેયે   શબનમીની   બૂંદ  માદક, ચાંદનીમાં    લાગતી,
તારલાઓ  આ  ક્ષણોને  ચૂમશે-   ભટકી  જશે-પૂછી જુઓ.

પવન પાગલ થૈ ગયો છે ,આ ક્ષણોયે  નાચતી ને ઝૂમતી,
શાનથી  એ    એકલોયે ચાલશે - અટકી જશે -પૂછી જુઓ.

આજ  તો  આ  ગઝલનેય   દોડવું    છે   પ્રેમપંથે  પ્રેમથી,
છંદ મીટર- માંચડે  એ  ગરવથી  -લટકી જશે પૂછી જુઓ.
                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









Saturday, 25 May 2019

ગીત  !

મુંકે  પનઘટ  તેં   નંદલાલ  મિલી  વ્યો રે,
મુંજે  ધિલ  મેં ,છિલો  છિલ  છિલી  વ્યો રે.

કકરી  મુંકે  મારેં ,  ભવોભવ  વ્હાલે  તારેં,
મુંજી  અખમેં   લાલો  કીં   ખિલી   વ્યો  રે.    
                                                    0મુંકે. 
સૂર  સેં  જાધુ    કરી,  હિયે  મેં  પ્રેમ ભરી,   
વ્હાલો  સુધ -બુધ    મિડ઼ે ,  ગિની  વ્યો રે.
                                                   0મુંકે.
બંસરી  વજયી   જડેં,સુર-નર આયા તડેં,
મુંકે   રૂરાયને   કાનો   મુંજો  સિરી વ્યો રે.
                                                  0મુંકે.
'કાન્ત 'જો આય સ્વામી ,હરિ અંતર્યામી ,
હુભ    સેં  લાલે જી ,  જીવ  તરી વ્યો  રે.
                                                 0મુંકે।.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Friday, 24 May 2019

ગીત 

તમે   એકવાર  આવોને   શ્યામ ,
અહીં    ખોવાયું  ગોકુળિયું  ગામ.

ફૂલને  પૂછું , હું    ભમરાને   પૂછું,
આંખો  ચૂવે   તો ,પાલવથી લૂછું.
કઈ   કેડીએ   અટક્યા ઘનશ્યામ ?
                                        0તમે...
યમુના છે કાળી,કાળા વનમાળી,
રાસ રમતા ,મને દેતા'તા તાળી.
પ્રભુ    ખેટૂં  કરો   છો   કાં   આમ ?
                                       0તમે...
દાણ ન માગે ,ન માખણ  લૂંટાવે,
વનરા તે વનમાં ,ન કોઈ સતાવે.
ગોરસ-મટુકીના   વધ્યા     દામ.
                                       0તમે...
મોરલી સૂની -પનઘટ  છે  સૂના ,
આપણા સંબંધો ,વર્ષોથી   જુના. 
રહે    કયાંથી   કનૈયા   હવે હામ.
                                    0 તમે...
ઝંખું શૂન્ય થૈ,સુધબુધ બધી ગઈ,
રાધાની વેદના,મૂંગી મસ્સ  થઈ 
મારે    પીવાં    છે    પ્રેમના જામ.
                                     0તમે...
ચાંદો સળગ્યો,સૂરજ સળગ્યો છે,
કયો   મારગ ,તમને વળગ્યો છે ?
કહો   'કાન્ત 'ને ,  રહેવું ક્યે ઠામ ?
                                     0તમે...
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


ચીસ !

આજે   સુરતની  ચીસ  ઘાયલ કરી ગઈ સમયને,
ન જાણે  એ બાળકો  ઉકેલતા  હતા  કયા પ્રમેયને ?

આંખોમાં હતાં  એમની સ્વપ્નો ,સુંદર -રંગબેરંગી,
બે વેંત  છેટું  મૃત્યુ  ઊભું  હતું,  બિંધાસ્ત  -દોરંગી.

બળબળતી  ટીસ બિલકુલ પાગલ  કરી  સમયને ,
ન  જાણે  એ  બાળકો  ઉકેલતા હતા કયા પ્રમેયને ?

દ્રશ્યો  બિહામણા , ડરામણા, હતાં  બધાં  વામણાં ,
દોડીને બચવું  કયાં ? ભડકે  બળતા હતા બારણાં.

આગની  એ   ભીંસ  હલાલ   કરી   ગઈ સમયને ,
ન   જાણે  એ બાળકો  ઉકેલતા હતા ક્યાં પ્રમેયને ? 

થયું-થઈ રહ્યું છે-થશે ,હજુ પણ નહીં જાગીએ તો,
ગબ્બરનો હાથ પકડી   રિટર્ન  નહીં  લાવીએ તો. 

મરણની  એ   kiss   બેહાલ     કરી ગઈ સમયને , 
ન   જાણે  એ  બાળકો ઉકેલતા હતા ક્યાં પ્રમેયને ?
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











Thursday, 23 May 2019

जागरण की  घड़ी  !

जागरण की  घड़ी का तू  चमकता सितारा है,
देश  के  मीठे  सपनों का, तू हसीन इशारा है। 

विजय पथ  का रास्ता  तू  खुद ही बनाता है,
जनता में एक नया  जोश ,तू ही  जगाता  है। 

बज रहा , विश्वास  की  जीत  का नगारा  है,
देश  के   मीठे सपनों का,तू हसीन इशारा है। 

राजनेता-लोकनेता -भारतमाताकी  धरोहर,
नरेंद्र- प्यासों की प्यास बुझानेवाला सरोवर,

गंगा-यमुना    का  तू    बहता   किनारा   है ,
देश के मीठे सपनों  का ,तू हसीन इशारा  है। 

भेट में क्या  लाऊँ  कोई  चीज नहीं दिखती,
बस  तेरी  छवि ,सदा मेरी  आँखों में बसती। 

आज वंशपरंपरा  को  जनता ने  नकारा  है,
देश  के मीठे सपनों का, तू हसीन इशारा है। 
                              ***
-कृष्णकांत भाटिया 'कान्त '







Monday, 20 May 2019

                                                                 સ્પર્શ 

        આજે  સવારથીજ  આપણું  રાષ્ટ્રગીત  'જનગણમન અધિનાયક ,જય હે ભારત  ભાગ્યવિધાતા ...'મારા 
હોઠ પર રમે છે.વિચારું છું  .....આ ગીત હું ગણગણું  છું,ચિંતન કરું છું  અને એના શબ્દે શબ્દનું મહત્વ મને સમ-
જાય છે.મારી દ્રષ્ટિએ પહેલીજ પંક્તિમાં સૌથી મહત્વનો શબ્દ મન છે.રાષ્ટ્રનો સાચો અધિનાયક કોણ ?ભારત-
નો સાચો ભાગ્યવિધાતા કોણ ?જે જનગણનો નહીં પણ જનગણના 'મન'નો અધિનાયક છે એ ભારતનો ભાગ્ય-
વિધાતા છે.
          અને  આ અધિનાયક માટે વિચારું છું  ત્યારે એક  નામ મને વિશેષ સ્પર્શે છે -નરેદ્રભાઈ મોદી.સાચા અર્થ-
માં એ આજે ભારતના લોકોના મનના અધિનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે.લોકોને લાગ્યું છે કે એ કર્મયોગી છે ,
સત્તામાં રહેવા છતાં જોગી છે,દીર્ઘ દ્રષ્ટા છે,નખશિખ પ્રામાણિક છે.આમ તો એમને સમજવા મુશ્કેલ છે.'મોદી મોદી 
ના પોકાર થતા હોય 'ત્યારે પૃથ્વી-આકાશ પણ એમના નામથી ઉભરાઈ જાય.
          એક  જિંદગીમાં કેટલા સ્વરૂપો છે આ નરેન્દ્રના !બાળપણની નિડરતા ,સંઘર્ષ ,એકાંતવાસ,સંઘનું સાનિધ્ય,
કવિ,પક્ષના નાયક ,આ દેશના વડાપ્રધાન....મને લાગે છે કે,ભારતીય રાજકારણમાં આ માણસે  જેટલી  અવહેલ-
ના સહન કરી છે એટલી કોઈએ નથી કરી.સતત ,કહેવાતા માનવ અધિકારના દંભી સમર્થકોએ મોતના સોદાગર 
થી માંડીને  'ચોર 'સુધીના કંઈ કેટલા વિશેષણોથી એમને નવાજ્યાં છે.મોદી જો આ દેશના વડાપ્રધાન બનશે  તો 
ભારત અંધકાર યુગમાં  જતો રહેશે......મોદી નીચ રાજનીતિ કરે છે.કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું આપણા નેતા-
ઓએ.
            જાણીતા ચિંતક ગુણવંત શાહ  કહે છે,'આ વલણ સેક્યુલર માફિયાગીરી છે.'નરેન્દ્રભાઈએ  આ વિરોધ અને 
અસ્વીકારમાંથી પ્રેરણા મેળવી,દિલ્હી સુધી જવાની રસ્તો બનાવ્યો.એમના પર પડતા પથ્થરમાંથી પગથિયાં રચ્યાં 
અને 2014માં પ્રધાનમંત્રી  પદ સુધી પહોંચ્યા.દેશ માટે અને લોકો માટે કંઈક કરવાની વાત મતદારોએ સ્વીકારી.
નરેન્દ્ર પર વિશ્વાસ મૂક્યો.એમને ખોબલે-ખોબલે મત આપ્યા.પોતાનો સાચો નાયક પસંદ કર્યો.ચૂંટાયા પછી મોદી 
જીએ કહ્યું,'ચાલો,હવે સૌ સાથે મળીને દેશના વિકાસ માટે કામ કરીએ.હું જનતાનો મલિક નહીં પણ સેવક  છું.વહીવટ 
દાર નહીં પણ ચોકીદાર છું.મારો એક જ સંકલ્પ છે આ દેશના જનપદનો વિકાસ,દેશની .અખંડિતતા અને અસ્મિતાની 
રક્ષા.હું મારા દેશવાસીઓમાં જીવવા ઈચ્છું છું.' નરેન્દ્રભાઈ , 23મી તારીખની સવાર ફરી તમારા માટે એક નવો 
સૂર્યોદય લાવી રહી છે.આ રાષ્ટ્ર-ભારતમાતા તમને વડાપ્રધાન તરીકે વધાવવા માટે ઉત્સુક છે......ત્યારે તમે લોકોની 
આશા અને અપેક્ષા પર ખરા ઊતરો  એવી શુભકામનાઓ.
   ભુજ ,તા.21 મેં  2019,મંગળવાર                                                            -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

     
ગઝલ   

કિનારે   કિનારે   તરી    જો,
ભર  વસંતમાં  તું  ખરી  જો.

ગઝલની  રવાની  થઈ   છે,
દુબારા   દુબારા    કરી   જો.

ભરાશે    સભા  શોકની  તો,
મરણથી પહેલાં   મરી   જો.

અહીં   તો   ઉદાસી  છવાઈ,
નયનમાં અશ્રુઓ  ભરી જો.

કદી   શ્વાસમાં   એ  સમાશે,
હવાને    સહારે    સરી  જો.

ક્ષણો    છે  ઉમંગી  સવારે,
ઉપવને  પર્ણ પર ઠરી જો.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Sunday, 19 May 2019

प्रणाम  करूं  !

भारतमाता   के   चरणों  में , पहले मैं  प्रणाम  करूं ,
सत्ता  है  सेवाका  स्त्रोत, हर वक्त यही ध्यान करूं। 

गंगा-जमुना  जैसा   पावन,  चरित्र  बना  रहे   मेरा,
गीता-रामायण-रामचरित मानसका , संधान  करूं। 

जाँ-फ़िशानी   देश  के  लिए,  यही  लक्ष्य  है  विराट,
अर्ध्य-अर्चन -अर्करेजी,अवधारण का  अरमान करूं। 

भरोशा जताया  है  मुझपे , दुबारा  देश की जनता ने,
अलौकिक   इस  घड़ी  का  मैं  हंमेशा  सम्मान  करूं। 

नरेंद्र ,चौकीदार  इस राष्ट्र की अनमोल विरासत का,
दुश्मनों से  लड़ने  के  लिए, सज्ज  तीर-कमान करूं।  
                                 ***
-कृष्णकांत भाटिया 'कान्त '

Thursday, 16 May 2019

ग़ज़ल 

वक्त ने सुर्ख  फूलों से  रेत पे हमारा नाम  लिखा  है,
अंजुमन  में हमने  होठों  पर अपने,  जाम  रखा  है। 

की  जमाने की   बेरुखी  ने  हमें  बरबाद कर दिया,
जामे  ऐश  को  हमने बहते  आँसुओं  से  चखा  है। 

सिरहाज     करवटें   बदलता    रहता   है  रातभर,
क्या  यही   तुम्हारी  मुहब्बत ,क्या  यही  वफ़ा  है ?

नशेमन  को   छोड़कर  परिंदे  भी  उड़  गए  आज,
दिल-खराश , ये  कायनात ,क्यों  हमसे   खफ़ा  है ?

सज़ा   दे  दो , कैद  में  डाल   दो, शूली पे चड़ा  दो,
रुखसत  से पहले   बता  दो, ये   कौनसी दफ़ा  है ?

कुछ   शायरी ,चंद  शेर ,ग़ज़लें  भी  लिखीं  हमने,
इज्जत  तो   मिली,बंदिशों  ने की हमपे  जफ़ा है। 

हमनवाओंमे  घूमते  रहे, दिलेपूर  आरज़ू  लेकर,
घाटा  नहीं,शब्द की दुनिया में  नफ़ा ही नफ़ा  है। 
                               ***
-कृष्णकांत  भाटिया 'कान्त '



Sunday, 12 May 2019

ગીત  !

રોતાં   ઝરણાંની  આંખ  લ્હોવી  પડશે,
નદીને    ખળખળ વહેતી  જોવી પડશે.

વૃક્ષ  પાસેથી  શીખવા  જીવનના પાઠ,
દોડવું  પડશે  છોડીને  બધા   ઠાઠમાઠ.

ખોટા  આરામની  દુનિયા ખોવી પડશે.
નદીને  ખળખળ  વહેતી  જોવી  પડશે.

તોતિંગ    તડકામાં   પરસેવે  રેબઝેબ,
વેદના   સંવેદનાનો   સર્જાયો   છે ગેબ.

છાંયડાની શીતળતા  હવે દોવી  પડશે.
નદીને  ખળખળ  વહેતી  જોવી  પડશે.

પાદરે  બેઠેલી ,ગાયની આંખોને વાંચી,
મૃગજળી તરશ  તમને લાગશે  સાચી.

હવે ઉનાળાની  કુંડળી  ઉકેલવી પડશે,
નદીને  ખળખળ   વહેતી જોવી પડશે.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
*પહેલી પંક્તિ  ઉમાશકર  જોશીની છે.




Saturday, 11 May 2019

માડી  !

આકાય   જો    અખેપાતર   તું   માડી  !
ભવોભવજી   મુંજી   જાતર    તું માડી  !

મન   મેરાણ  આય તોજો , છિલે પ્યો,
હુભ   જો  અંઈએં ,  ખાતર તું    માડી  !

ભિને  સુમીં ,સુકે  સુમારિયેં  બાલુડેં  કે,
ધરા તેં  સુખ ડુખ  મેં  આબર તું માડી  !

મોસમ  પાનખર ,નાંય તોજે  ખોરે મેં,
મિઠે પાણીજો અંઈએં,સાગર તું માડી  !

ખારે ધરિયામેં જનેતા તું મિઠી  વીરી ,
'કાન્ત ' જે નંદજી  જો નાગર તું માડી  !
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Tuesday, 7 May 2019

ગઝલ 

અરે ! કેમ આજે    ઉદાસી    હતી ?
અમે   જાત  ને   યે  ચકાસી હતી.

શરાબી    ખુદીના  નશામાં   હતો,
અને   આંખ  એની,પિયાસી હતી.

તમારો   સહારો   કયાં   છે   હવે ?
ઇચ્છાઓ  બધી  બારમાસી હતી.

રડું હું,હસું હું,રડાવું -હસાવું  અને,
ક્રિયાઓ સમયની જ દાસી હતી.

વફાઈ  કરો   કે , કરો  બે-વફાઈ ,
અમે તો  ખુદીને , તપાસી  હતી. 
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




                           

ગઝલ 

લગાગા,લગાગા ,લગાગા ,લગાગા 

પખીડેં    પિરોજો   વઘાયોં    અસાંકે ,
 ટહુકા     ઇનીજા    સુણાંયોં   અસાંકે.

ગજી  વ્યો ,વજી વ્યો ,ઉગેજો  હટાણું ,
ઉજારો  ફલક તેં     વતાયોં  અસાંકે.

મિણી  કે ,વધાણી  ડઈ ને  પિરભજી ,
ખિલીને  ગલે  સેં   મિલાયોં  અસાંકે.

વડર તેં   ઉડીને  ,ગઝલ કે સુણેતા, 
લગાગા લગાગા ,સિખાયોં  અસાંકે.

ઉડામે   ઉડામે, ઉડી વ્યા  ખુશી  સેં ,
મિઠા  બોલ મોં સેં  પઢ઼ાયોં  અસાંકે.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '








Sunday, 5 May 2019

ग़ज़ल 

चले  थे  ,उजाले   समेट   कर  अपने,
झगमगा  रहे    थे ,तगाफूल    सपने।

सफर  था  सुहाना, घड़ी  बे-खबर थी,
सजाकर  नशेमन, जमीन पर रखने। 

गनीमत-सबा  भी , चली   थी  सबेरे,
बुतक़दे  लगे   थे, हरि   नाम   रटने। 

परिंदा  उड़ा  था,  अकेला  चमन  में,
लगी थी , दयानत  सरेआम   कटने। 

फली  है  -लची  है ,ऋतू  ये  सुहानी,
चलो भी  चलो ही ,चलें आम चखने। 
                     ***
-कृष्णकांत भाटिया 'कान्त '









હસી લે !

ઉદાસી   ખંખેરી ,  વહીને   હસી   લે,
ખફા  સનમની  તું , સહીને   હસી લે.

હવે તો  અડી  છે, ધરા એ  ગગનને,
સિતારા,  નયનમાં ,ભરીને  હસી લે.

હવાઓ  ફરે   છે,  હમીસર   કિનારે,
બહારે   બહારે   ,ફરીને    હસી    લે.

દિશાઓ   હસે   છે , સલૂણી  થઈને , 
કિનારે   કિનારે ,  તરીને    હસી  લે.

હસાવી  જગતને, ધરી પ્રેમ પ્યાલો,
ગઝલના  તળીયે , ઠરીને   હસી લે.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '