ગીત
તમે એકવાર આવોને શ્યામ ,
અહીં ખોવાયું ગોકુળિયું ગામ.
ફૂલને પૂછું , હું ભમરાને પૂછું,
આંખો ચૂવે તો ,પાલવથી લૂછું.
કઈ કેડીએ અટક્યા ઘનશ્યામ ?
0તમે...
યમુના છે કાળી,કાળા વનમાળી,
રાસ રમતા ,મને દેતા'તા તાળી.
પ્રભુ ખેટૂં કરો છો કાં આમ ?
0તમે...
દાણ ન માગે ,ન માખણ લૂંટાવે,
વનરા તે વનમાં ,ન કોઈ સતાવે.
ગોરસ-મટુકીના વધ્યા દામ.
0તમે...
મોરલી સૂની -પનઘટ છે સૂના ,
આપણા સંબંધો ,વર્ષોથી જુના.
રહે કયાંથી કનૈયા હવે હામ.
0 તમે...
ઝંખું શૂન્ય થૈ,સુધબુધ બધી ગઈ,
રાધાની વેદના,મૂંગી મસ્સ થઈ
મારે પીવાં છે પ્રેમના જામ.
0તમે...
ચાંદો સળગ્યો,સૂરજ સળગ્યો છે,
કયો મારગ ,તમને વળગ્યો છે ?
કહો 'કાન્ત 'ને , રહેવું ક્યે ઠામ ?
0તમે...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તમે એકવાર આવોને શ્યામ ,
અહીં ખોવાયું ગોકુળિયું ગામ.
ફૂલને પૂછું , હું ભમરાને પૂછું,
આંખો ચૂવે તો ,પાલવથી લૂછું.
કઈ કેડીએ અટક્યા ઘનશ્યામ ?
0તમે...
યમુના છે કાળી,કાળા વનમાળી,
રાસ રમતા ,મને દેતા'તા તાળી.
પ્રભુ ખેટૂં કરો છો કાં આમ ?
0તમે...
દાણ ન માગે ,ન માખણ લૂંટાવે,
વનરા તે વનમાં ,ન કોઈ સતાવે.
ગોરસ-મટુકીના વધ્યા દામ.
0તમે...
મોરલી સૂની -પનઘટ છે સૂના ,
આપણા સંબંધો ,વર્ષોથી જુના.
રહે કયાંથી કનૈયા હવે હામ.
0 તમે...
ઝંખું શૂન્ય થૈ,સુધબુધ બધી ગઈ,
રાધાની વેદના,મૂંગી મસ્સ થઈ
મારે પીવાં છે પ્રેમના જામ.
0તમે...
ચાંદો સળગ્યો,સૂરજ સળગ્યો છે,
કયો મારગ ,તમને વળગ્યો છે ?
કહો 'કાન્ત 'ને , રહેવું ક્યે ઠામ ?
0તમે...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment