ચીસ !
આજે સુરતની ચીસ ઘાયલ કરી ગઈ સમયને,
ન જાણે એ બાળકો ઉકેલતા હતા કયા પ્રમેયને ?
આંખોમાં હતાં એમની સ્વપ્નો ,સુંદર -રંગબેરંગી,
બે વેંત છેટું મૃત્યુ ઊભું હતું, બિંધાસ્ત -દોરંગી.
બળબળતી ટીસ બિલકુલ પાગલ કરી સમયને ,

દ્રશ્યો બિહામણા , ડરામણા, હતાં બધાં વામણાં ,
દોડીને બચવું કયાં ? ભડકે બળતા હતા બારણાં.
આગની એ ભીંસ હલાલ કરી ગઈ સમયને ,
ન જાણે એ બાળકો ઉકેલતા હતા ક્યાં પ્રમેયને ?
થયું-થઈ રહ્યું છે-થશે ,હજુ પણ નહીં જાગીએ તો,
ગબ્બરનો હાથ પકડી રિટર્ન નહીં લાવીએ તો.
મરણની એ kiss બેહાલ કરી ગઈ સમયને ,

***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment