Tuesday, 31 December 2013

----------------------------સ્પર્શ -------------------------------
...2014 ના વર્ષનાં મંગલ સુ-પ્રભાતના સોનેરી કિરણો પૂર્વાકાશમાં
આશાનો નવો પ્રકાશ રેલાવી રહ્યા છે! જે વીતી ગયું,તે પાછળ રહી
ગયું છે.જે આવી ગયું છે તે તમને આવકારવા તૈયાર છે.2013 નો જ -
યાં અંત આવ્યો ત્યાંજ બરોબર 2014 નો પ્રાદુર્ભાવ થાય છે!કોઈ પણ
અંત શૂન્યતા સર્જનારો હોતો નથી.આરંભને એ છલકાવી દે છે.તો
...2014 શરુ થવાનાં સમયે નજર લંબાવીને જુઓ તો ખરા શું દેખાય
છે?મનને શાંત કરીને, નિર્વિચાર થઈને જુઓ ,અંતરનો પડદો હટાવી
દો.....! ગતિ જ માત્ર દેખાય છે......આ દર્શન જેણે કર્યું છે તે કહ્યા વગર
રહી નહિ શકે કે 2014 માં માત્ર ગતિ જ ગતિ છે! ચેતના છે..કયાંય જડતા
દેખાતી નથી!
...2013 ની ખટમીઠી યાદો લઈને રાત્રી વિખેરાઈ ગઈ છે.નવા ઉમંગો,કરવા
નવા તરંગો,નવા સંકલ્પો,નવી આશાઓને કૂખે તેડી 2014 નું વર્ષ આવી
આવી ગયું છે.એને તમારા મનમંદિરમાં પ્રવેશવાની મોકળાશ કરી દો.
2013 ગયું તો ભલે ગયું. કલ્યાણનુંજ એ સૂચક છે.છૂટતું જાય,છોડતા જવાય,
તો જે આંગણે ઊભું છે તેની પરિપૂર્ણતાનો આનંદ હું ને તમે ઉઠાવી શકીશું !
...એક વાત ચોક્કસ છે કે જે આવનારો સમય છે તેને નવી રીતે જીવવાનો
અને ખુશી થી ભરવાનો પ્રયત્ન કરવા જેવો છે.નવા વર્ષનું રૂપરેખાત્મક
આયોજન કરવા જેવું છે.હા..એ વાત સાચી છે કે,ક્યારેક આપણે ઈચ્છેલી
સ્થિતિ પ્રાપ્ત થતી નથી.કરેલું આયોજન સફળ થતું નથી પણ તેથી કંઈ
જિંદગી જીવવાનું છોડી દેવાય? હરગિજ નહિ...આપણા પ્રયત્નોનો ક્દી અંત
આવવો જોઈએ નહિ.
...2014 ને સાચા અર્થમાં માણવું હોય તો આપણા આંતરિક જીવનમાં ચળકાટ
લાવવો જોઇશે.દ્રષ્ટિ બદલવી પડશે,મન બદલવું પડશે,નવા સંકલ્પો કરવા પડશે,
નવા કાર્યોની શરૂઆત કરવી પડશે.આ બધું કરશો એટલે તે જ ક્ષણથી નવું વર્ષ
શરુ થશે!2014 માં પણ જૂઠ,દંભ,અપ્રમાણિકતા,અનૈતિકતા,લાંચ,તાનાશાહી,
ગુંડાગીરી,અહં જેવાં અનિષ્ટો સામે યુદ્ધ કરવાનું અનિવાર્ય બનશે.અને આ યુદ્ધ
આપણે કરવું પડશે,કોઈ કૃષ્ણ આપણો સારથી બનવા નહિ આવે! આપણે આપણા
સારથી બનવું પડશે!
...બાકી ,2014 ના વર્ષને આપણે નૂતન રીતે ન જીવી શકીએ એવું તો નથી જ.ફક્ત
આપણી પાસે દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે.ચાલો ,આજની સવારે હું  ને  તમે
આપણાં હૃદયનો વિસ્તાર વધારિયે,જીવન શક્તિ વધારિયે....! સંકલ્પોમાં પ્રાણ
પૂરીએ...આ નવી સવારને ગતિમય બનાવીએ...2014 નું આ નવું વર્ષ આપણાં
સૌના જીવનમાં નવી ચેતના અને નવો ઉલ્લાસ લાવનારું બની રહે એવી શુભ -
કામનાઓ! HAPPY NEW YEAR !
----------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.01-01-2014,બુધવાર,7:30 A M )
-----------------------------------------------------------------------------------



Monday, 30 December 2013

-------------------------અલવિદા 2013----------------------------
...આજે 31 ડીસેમ્બર છે મિત્રો વર્ષ-2013 નો અંતિમ દિવસ! આ સમય
કાળ -ધીરે-બધાને ગ્રસ્ત કરતો જાય છે ,ખરુંને?હજી તો હમણાં એકવીસ -
મી સદીની શરૂઆત થઈ હતી,અને આજે એ સદીના તેર વર્ષ કાળની
ગર્તામાં સમાવા જઈ રહ્યા છે!કેલેન્ડરના એક પછી એક પાના ખરતાં
ખરતાં,આજે છેલ્લું પાનું ખરવા જઈ રહ્યું છે ત્યારે આપણે તો સરસ મજા-
નું 2014 નું કેલેન્ડર ભીંત પર લટકાવી પણ દીધું છે!
...અને આજની રાતની ધામ-ઘૂમ,પાર્ટીઓ,નાચ-ગાન,જલસા... બધું
2014 માટે છે.હવે 2013 ને પૂછે છે કોણ?અને આ સત્ય સમજવા જેવું છે!
આ સમજાઈ જાય તો આપણું જીવન બદલાઈ જાય.આપણું જીવવું આ
કેલેન્ડર જેવુંજ છે ! ઉંમરના એક પછી એક વર્ષ આ પાનાની જેમ ખરતા
જાય છે. આપણે THE END તરફ ઝડપથી ધસતા જઈએ છીએ.છતાં
આ મારું આ તારું છોડતા નથી.અને તેથીજ હવે આપણને પણ કોઈ પૂછ
તું નથી !
...સમય આપણને રોજ સાવધાન કરે છે,'રોજ કોરો ચેક આપે છે સમય તો,
આપણી આળસ રકમ ઓછી લખાવે......' 'આ તો કેવી ઘડી ?ચરણો થીજી
જાય હૈયું કાઢે હડી.....'દોસ્તો ! સમયનો આ તકાજો છે.જીવનનો અજવાશ
ઝાંખો થઈ જાય તે પહેલાં વીતેલાં  2013 માં ડોકિયું કરીને જોઈ લઈએ.કઈ
રીતે જીવ્યાં આપણે ? જે કંઈ કરવાનું છે તે મારે અને તમારેજ કરવાનું છે.
કોઈ કૃષ્ણ કોઈ ગાંધી હવે આવવાના  નથી.'મસીહા આવશે 'અંજુમ' નવો
અવતાર ઓઢીને ,બહુ જુનો દિલાસો છે.....'
...'શંખ ધ્વનિ છું,ચક્ર છું, રામબાણ છું,યુદ્ધ છું ,રણ છું,રમખાણ છું,આ સમયના
તોફાનમાં જિદે ચડેલું વહાણ છું....'બસ જે કઈ છું તે હું છું.'એવાં વળાંક પર
હવે ઊભો છે કાફલો,અહીંથી જવાય રણ તરફ,અહીંથી નદી તરફ....' કયાં
જવું એ આપણે નક્કી કરવાનું છે!2014 માં મારે ને તમારે એવાં  એલાર્મ
ઘડિયાળની શોધ કરવાની છે,જે મને ને તમને ક્યારે જાગવું તેની સાથે શા
માટે જાગવું તે પણ જણાવે!
...2013 ને વિદાય આપીએ ત્યારે સિંહાવલોકન જરૂર કરીએ,2013 માં શું કર્યું?
સામાજિક નિસ્બત રાખી? લોકપ્રિયતાને ચાખી? કોઈનું આંસુ લૂછ્યું ?કોઈનું
સુખ-દુઃખ પૂછ્યું ? f .book પર કેટલા friend ? પાડોશી સાથે બોલવાનો વહેવાર
ખરો?આ જગતના મૌનમાં કંઈક ઉમેર્યું ?વાણીમાં પાણી હતું ? સમાજ માટે શું
કર્યું?નવા વિચરો આવ્યા?કળીઓ અને કુંપળ ફૂટી એનો અવાજ સાંભળ્યો ?લોક
પ્રિયતાને વટાવી?માથું મુકીને રડી શકો એવો કોઈ ખભો મળ્યો ? આ બધું hom
work છે જે મારે ને તમારે આવતીકાલથી કરવાનું છે.અલવિદા 2013!
---------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '(લખ્યા તા.31-12-2013,મંગળવાર,8:00A M )
----------------------------------------------------------------------------------





Tuesday, 24 December 2013

--------------------------------स्पर्श ----------------------------
.... मैंने जगजीतसिंह की ग़ज़ल सुनने के लिए जैसे ही मेरा डी.वी.डी
प्लेयर ऑन किया तो मेरे कानोंमें एक जानी-पहचानी आवाज़ गूंजने
लगी,मैं हेरान रह गया 'अरे! ये आवाज़ तो वाजपेयीजी की है !'वो कह
रहे थे ,'इमरजंसी के दौरान मेरी सेहत की वज़ह से मुझे  दिल्ही के एक
अस्पताल  में रख्खा गया था। यहां पूरा दिन सन्नाटा छाया रहता था।
देर रात को दूरसे किसीके रोने की आवाज़ आती थी। ये आवाज़ मुझे
सोने नहीं देती थी ,विचलित करती थी। मैंने जानना चाहा ये दूर -दूर
कौन रोता है ?मुझे बताया गया कि अस्पताल में जब किसीके स्व्जन
की मृत्यु हो जाती है तब उसके परिवार वाले रोते हैं। ये उनकी आवाज़
है। उस रात मैं सोया नहीं ,मेरी आँखों से अविरत आँसू बहते रहे और
मेरी लेखनी से यह ग़ज़ल निकल पड़ी!'
.... और जगजीतसिंह अपने मखमली अंदाज़ में ये ग़ज़ल पेश कर रहे
थे   ....... 'दूर कहीं कोई रोता है ,तन पर पहरा ,भटक रहा मन
………. साथी है केवल सूनापन,बिछड़ गया क्या स्वजन किसीका,
.......... .. कृन्द्न सदा करुण होता है,दूर कहीं कोई रोता है।
………. जनम दिवस पर हम इठलाएँ,क्युँ न मरण त्योहार
.......... .. मनायें,अंतिम यात्रा के अवसर पर आँसू का शकुन होता है।
………. दूर कहीं कोई रोता है।
……….अंतर रोये आँख न रोये,धुल जायेंगे स्वप्न सँजोये ,
………. छलना भरे विश्व में केवल,सपना भी तो सच होता है।
..........…इस जीवन से मृत्यु भली है,आतमचित जब गली-गली है।
………..मैं भी रोता आसपास जब कोई कहीं नहीं होता है।
.......... .. दूर कहीं कोई रोता है।
... ये गज़ल सुनकर मेरी आँखे नम हो गई,सोचा राजनीति के गलियारों
ने एक संवेदन शील कवि को कैद कर के रख लिया। हमारे पूर्व प्रधान
मंत्री अटल बिहारी वाजपेयी जिनका आज जन्म दिवस है। वाजपेयी जी
को मैंने कवि के रूप में ही चाहा है। इतनी अनुकंपा वाली शख्शियत का
राजनीति में क्या काम !ये राजनीति ही कवि अटल को खा गई। तभी
तो उन्होंने लिखा 'घुट-घुट कर मर जाना होगा,टूट गया दिल मिली न मंज़िल
फिर भी कदम बढ़ाना होगा……'
… शायद उन्हें अपनी मंज़िल कभी नहीं मिली। वो तलाशते रहे सभी को
आजमाते रहे तब उनकी लेखिनी से शब्द प्रकटे 'कौन कौरव कौन पांडव टेड़ा
सवाल है,दोनों ओर शकुनि का फैला कूट ज़ाल है। हर पंचायत में पांचाली
पीड़ित है ,द्रौपदीको सब कुछ खोना है ,राजा कोई भी बने रंक को तो रोना है। '
अटलजी आज भी हमारी राजधनी की सड़कों पर औरतको सब कुछ खोना
पड़ता है....आज भी वो दाव पर लगाई जाती है ,कोठे पर बिठाई जाती है।
… ये विडंबना है कि सहदेव की माफिक सब कुछ जानते हुए भी वो भीष्म
की तरह मौन रहे। सारा दर्द अपने भीतर समेटा,अपने आँसू खुद ढोये। अपनी
पीड़ा किसीको बता नहीं शके ,जता नहीं शके ,मिटा नहीं शके। आज उन्होंने
89 साल पूरे किये 90 में प्रवेश किया इस मौके पर मै इतना ही कहना चाहूँगा
कि,'अटलजी आओ फिर से दिया जलायें ,अपने आँसू पौंछकर फिर से मुस्करायें ..'
--------------------------------------------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक' (दिनांक :25 -12- 2013,बुधवार ,6 :50 A M )
--------------------------------------------------------------------------------











------------નાતાલ -----------------
HAPPY BIRTHDAY ઈશુ......
આજે તમારો જન્મ દિવસ ,
શું GIFT  આપું તમને?
શું આપી શકું હું  !
હું  એટલુંજ માગું,તમે રંગાઇ ન જતા,
મારા ઘરની દીવાલોમાં.....
લટકી ન જતા મારા મકાન ઉપરના ,
ચમકતા સિતારામાં.....!
શણગારાઈ ન જતાં મારા દેહ પરનાં નવાં વસ્ત્રોમાં.
ખોવાઈ ન જતા મારી એ મીઠાઈમાં....
પણ તમે તો રંગાઈ જાવ આજે મારા પડોશીના
પ્રેમમાં..લટકી જાવ આજે મારી બલિદાનની
ભાવનામાં...શણગારાઈ જાવ મારા હૃદયની
પવિત્રતામાં..ને ખોવાઈ જાવ ,મારા નીતિથી
મેળવેલા ને મેં દરિદ્રને,પ્રેમથી આપેલા રોટલાના
ટુકડામાં,'કાન્ત'મારું ભાવતું ભોજન બનીને.
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------

Saturday, 21 December 2013

----------ગઝલ ----------
અહીં  કયાં  વસે છે  માણસો ,
માત્ર પૈસાને શ્વસે છે માણસો.

કોણ નણદ કોણ ભાઈ-ભાભી,
સંબંધો ને  ગ્રસે    છે  માણસો.

એક વસમી સદીની બલિહારી,
સમયને ઝુંટવા ધસે છે માણસો.

ઝેરની જરીયે ખબર પડતી નથી,
એટલું  સુંદર તો ડસે છે માણસો.

ભાર  મારો  હું  જ લઈને   નીકળું,
'કાન્ત 'મુજ પર હસે  છે  માણસો.
-------------------------------- 
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------

Friday, 20 December 2013

-------------------------------સ્પર્શ --------------------------------
...................................  ટહુકે વસંતકુંજ કોકિલા રે લોલ  
.................................... ઘરમાં ભાભીનાં એવાં ગીત રે 
.....................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
.....................................વીરા મારાની મધુર મોરલી રે લોલ,
.....................................નવલા એ રાગ વહે નિત્ય  રે,
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................છોડી પિયરની એણે પાલખી રે લોલ,
......................................મૂકી માયાભરી માત રે,
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................સહિયરનો સાથ ત્યજયો સામટો રે લોલ,
......................................દાદાનો દૂર કર્યો દેશ રે.
......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
......................................એ તો અમારી અન્નપૂર્ણા રે લોલ,
......................................વીરાના વંશ કેરી વેલ્ય રે.
.......................................ભાભીનાં ભાવ મને ભીંજવે રે લોલ.
+++++++++++++++++(કવિ બોટાદકર )
---------------------------------------------------------------------------
...આપણી ભારતીય સંસ્કૃતિની સંયુક્ત કુટુંબની ભાવનાની અમર છડી પોકારતું 
આ ગીત બાળકો પાસે ગાઈને કંઠસ્થ કરાવવા જેવું છે.ભાભી માત્ર ભાઈને પરણતી 
નથી,આખા કુટુંબને પરણે છે.પિયરના પ્રેમના સામ્રાજ્યનો ત્યાગ કરીને તે નવા 
સામ્રાજ્યમાં આવે છે એવે વખતે આ ગીતમાં પ્રેમાળ નણદ તેની ભાભીના સમગ્ર 
આંતરમનને સમજીને જે નવો મધુર સ્નેહ આપે છે તેવોજ સ્નેહ દરેક ભાભીને 
સાસરિયામાં  મળે તો સંસારમાં સ્વર્ગ રચાય.
----------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.21-12-2013,શનિવાર,11:00 AM )
-----------------------------------------------------------------------------------

Thursday, 19 December 2013

-----------------ગઝલ ---------------------
શરદની ગુલાબી ગુલાબી રાત છે પણ તું નથી,
ખીલ્યા  ફૂલોની અહીં   બારાત  છે પણ તું નથી.

મહેકતા     શ્વાસેશ્વાસ છે  ,મદ   છકી  પ્યાસ   છે,
પ્રીતની  મનમાં  મોઘમ વાત    છે પણ  તું નથી.

દીવાનો    બન્યો  છું  ચમન  પણ   મદમસ્ત    છે,
ખુશ્બુ     ફેલાણી    આસપાસ      પણ      તું નથી.

હવા છે  પરાગભીની  ગીત  ગાતી  દિશાઓ  છે,
અહો! આજ   આકાશ    રળિયાત છે પણ તું નથી.

સુહાની  ઘડી  છે  દિલમાં   મિલનનો  ઉછંગ    છે,
સમર્પણની  પ્રિયે   ભવ્ય  સોગાત છે  પણ તું  નથી.

સહારા  ઘણા   અને  , ઈરાદાઓ   મજબૂત     છે,
તારી    યાદમાં     બનાવું   તાઝ   પણ   તું   નથી.
--------------------------------------------------  
    

Tuesday, 17 December 2013

------------ગઝલ ------------
સાધુબાવા પીર વધતા જાય છે ,
ઝાંઝવાનાં નીર વધતા જાય છે.

બાપુઓ ન હોત,સવાર શુભ હતી,
દ્રૌપદીનાં  ચીર  વધતા જાય   છે.

વાસનાઓનો  પવન   મઠોમાં વહે,
લાજ લૂંટનારા વીર વધતા જાય છે.

સાદગી-સદાચાર પાયો છે ધર્મનો,
હવે કામદેવના તીર વધતા જાય છે.

સાવધાન થઇ પોતને જોઈ લો જરી,
મયુરનાં વેષમાં કીર વધતા જાય છે.
------------------------------------
કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------

------------------नारी --------------------
घूंघट हटाकर पति की अर्थी को कंधा देती हैं ,
ऐसी नारियाँ भारत मैं ही जन्म लेती हैं 
लक्ष्मीबाई, जीजाबाई का है ये देश 
कुल की मर्यादा और लज्जा ही है इनका परिवेश। 
वक्त आये तो ये तलवार ताने रन मैं भी आती हैं 
मौका मिले तो ये वतन पे जान कुर्बान कर जाती हैं। 
सहन शीलता की मूरत हैं ये मासूमियत की सूरत हैं ये 
जानकी बनके राम के साथ वन में भी चली जाती हैं 
उर्मिला की तरह १४ साल स्तंभ बनकर खड़ी भी रह जाती हैं। 
सत्य पथ पर साथ देती हैं ये पति का 
युद्ध पथ पर रिश्ता निभाती हैं ये सती का 
तारामती बनके श्मशान घाट पे बिक जाती हैं 
कैकेयी होकर रथ का पहिया भी संभालती हैं। 
माँ -बहन-बेटी-पत्नी -सास-बहु -कोई भी रूप हो 
मेनका-शकुंतला-कौशल्या-सीता-कोई भी स्वरूप हो 
हर रूप हर स्वरूप में ये हिना की तरह मिट जाती हैं। 
ये भारतीय नारियाँ हैं 'फलक' नर को जीवन देने के लिए 
अक्सर ये खुद सिमट जाती हैं। 
--------------कवियत्री -------------------------
एक कवियत्री जैसे ही माइक पर आई ,
माइक ने सीटी बजाई। 
कवियत्री झुंझलाके बोली। 'क्यों भैया 
सीटी बजाते हो,हमें क्यों उकसाते हो?
कविता पाठ तो हमें करना है ,
तुम नहीं रह शकते मौन ?'
सीटी बजाके माइक बोला ,'हम आपके हैं कौन ?'
कवियत्री चिल्लाई उसने बड़ी बड़ी आँखे दिखाईं 
कहने लगी कवि कविता पाठ करने आते हैं 
तब तुम चुपचाप सुनते हो  और मुझे देख 
क्यों बिगड़ते हो ?
क्यों ऐसा व्यहार ?माइक फिर सीटी बजाके बोला 
''प्यार ही प्यार .......'
कवियत्री  गिन्नाई खरी खोटी सुनाई आग बबूला 
हो गई। बोली 'जानते हो इस व्यहार को क्या कहते हैं ?'
माइक बोला मेडम 'हम आपके दिल में रहते हैं '
कवियत्री ने अपना सारा गुस्सा माइक पे उतारा 
उसे स्टेज से नीचे दे मारा 
गिरते गिरते सीटी मारकर बोला 'झुक गया आसमान '
तब कवियत्री चली बिजली की स्विच करने ऑफ 
माइक बोला 'कवियत्रिजी मुझे सीटी बजाने का नहीं है शोख 
मैं नहीं करता किसीसे नोंक झोंक बात युँ है 
मैं हुँ नर आप हैं नारी जैसे ही आप मुझे छूती हैं 
मैं बन जाता हुँ बनवारी…
मैं राजा पाठ में आ जाता हुँ करूँ तो क्या करूँ 
सिर्फ सीटी बजाता हुँ ……'
------------------------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक '
------------------------------------------------------------- 




Monday, 16 December 2013

--------------ગીત -------------
આપણે સાથે ગાયેલાં ગીત સખી,
........મધરાતે અંતરમાં વાગે.
સૂતેલી ચેતના સળવળતી  થાય,
........તારો સાદ પછી યાદ સખી જાગે.
વાયદાના કાળમીંઢ ડુંગર ખસે ,
........હું તો કળીમાંથી ફૂલ બની ખીલું ,
સરગમની ગૂંજતી  મહેફિલમાં,
........ગીતોના ઝૂલણા એ ઝૂલું.
સદીઓથી ભીડેલી ઉઘડે લાગણીઓ,
........દવ શીતળ સમીર સમો લાગે 0 તારો......
કલાપીને કંઠ તને છલકાતી જોઉં,
........કોકિલાને કંઠે પ્રિયે તને સૂણું.
વીતેલાં વર્ષોનું ઓશીકું માથા નીચે ,
........લાગે છતાંયે  એ કૂણું કૂણું.
ભીંજાતી રાતને ઓરડે અંધાર,
........ચન્દ્રમા નો ચહેરો ખીલ્યો આકાશે.
મીઠાં ઉજાગરાની રઢિયાળી રાતો ,
........સૂના ઢોલિયાની સેજમાં ભાંગે.0તારો....
-------------------------------------------
-કૃષ્ણકાન્ત ભાટિયા 'કાન્ત '
--------------------------------------------
પુષ્પની ભીંતો ચણાવો તો ખરું ,
ને પછી બારી   મુકાવો  તો  ખરું.
શબ્દથી શાણી વિચારો થી ભલી,
લાગણી જોખી બતાવો તો  ખરું.

Wednesday, 11 December 2013

चाचीने चाचा से कहा,'अजी सुनते हो जी,
देखो रोशनदान पर बैठे कबूतर-कबूतरी 
कैसे प्यार  कर  रहे  हैं !और एक आप हैं जो 
सुबह  से अख़बार पढ़ रहे ह'भाग्यवान !जरा 
आँखें खोल और देख कबूतर पुराना है कबूतरी  नई है '!                                                                                                                       

Tuesday, 10 December 2013

-----------------હમીરસર-------------------


હમીરસર ઓગને ત્યારે ભુજ ઓગને છે,
એના વિનાની વર્ષાને કયાં કોઈ ગણે છે!

મારું-તારું જોને થઈ જાય પળમાં અમારું ,
ગીતો આ સરોવરના સૌ કોઈ ગણગણે છે.

દાદા,પિતા ને પૌત્ર પાણીમાં પગ ઝબોળે,
ભૂત,વર્તમાન,ભવિષ્ય સાથે ઝળહળે છે.

માનસરથીયે અદકેરું અમારું આ સરોવર,
ભુજિયાના ચિત્તમાંયે કાયમ ખળભળે છે.

નાના હતા મોટા થયા તરીને એના અંકે,
'કાન્ત' પાવડીના ધુબાકા સળવળે છે.
------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++

Sunday, 17 November 2013

સાચું બોલવું પણ જરૂરી,જીવવું પણ જરૂરી,
પણ ધૂનમાં ને ધૂનમાં ગાંધી ન બની જતો.
--------------------------------------------------
તું જિંદગી છે મારી દૂર ન થઇ જા,
જોજે અભિમાનમાં હૂર ન થઇ જા.
--------------------------------------------------
રોજ ઘટાઓ કાળી લખજે,
બધા હાથમાં તાળી લખજે.
જીવન છે મધુવનની મસ્તી,
ઘરવાળી સાથે સાળી લખજે.
----------------------------------------------------
શક્ય છે કે સફર થઇ જાય આસાન,
ચાલ સાથે ચાલીને તો જોઈએ.
----------------------------------------------------
તું જો જાનવર હોત તો બધા ખરીદી લેત,
અહીં માણસની કિમત ન ક્યારે હતી ન છે.
----------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
जब पति युध्ध में जाता था तब भारत वर्ष कि नारी कहती थी ,
'मरना या मारना पीठ मत बताना पतिराज,मेरी सखियाँ ताना 
देंगी कि ये तो कायर नर की नार। '
और आज इस पुलिस अधिकारी से इसकी बीबी ने ये कहा होगा ,
'झुकना ज़ुक जाना पैर में पड़कर गिर जाना 
मगर रिश्वत लिए बिना वापिस घर मत आना। '
नेता की बीबी ने नेताजी से कहा होगा ,'पतिराज,पावर को कभी
कम मत करना ,इंसान तो क्या भगवान से भी मत डरना। बस
इसी तरह राजनीती में दबंग बने रहना। '