Thursday, 19 December 2013

-----------------ગઝલ ---------------------
શરદની ગુલાબી ગુલાબી રાત છે પણ તું નથી,
ખીલ્યા  ફૂલોની અહીં   બારાત  છે પણ તું નથી.

મહેકતા     શ્વાસેશ્વાસ છે  ,મદ   છકી  પ્યાસ   છે,
પ્રીતની  મનમાં  મોઘમ વાત    છે પણ  તું નથી.

દીવાનો    બન્યો  છું  ચમન  પણ   મદમસ્ત    છે,
ખુશ્બુ     ફેલાણી    આસપાસ      પણ      તું નથી.

હવા છે  પરાગભીની  ગીત  ગાતી  દિશાઓ  છે,
અહો! આજ   આકાશ    રળિયાત છે પણ તું નથી.

સુહાની  ઘડી  છે  દિલમાં   મિલનનો  ઉછંગ    છે,
સમર્પણની  પ્રિયે   ભવ્ય  સોગાત છે  પણ તું  નથી.

સહારા  ઘણા   અને  , ઈરાદાઓ   મજબૂત     છે,
તારી    યાદમાં     બનાવું   તાઝ   પણ   તું   નથી.
--------------------------------------------------  
    

1 comment:

  1. नई रोशनी नया ज्ञान लाये आजका सवेरा,
    नई चाँदनी नया मान लाये आजका सवेरा।
    नए प्रकाश से प्रजवल्लित हो जाएँ हम सब,
    नई मँगनी नया भान लाये आजका सवेरा।

    ReplyDelete