Tuesday, 24 December 2013

------------નાતાલ -----------------
HAPPY BIRTHDAY ઈશુ......
આજે તમારો જન્મ દિવસ ,
શું GIFT  આપું તમને?
શું આપી શકું હું  !
હું  એટલુંજ માગું,તમે રંગાઇ ન જતા,
મારા ઘરની દીવાલોમાં.....
લટકી ન જતા મારા મકાન ઉપરના ,
ચમકતા સિતારામાં.....!
શણગારાઈ ન જતાં મારા દેહ પરનાં નવાં વસ્ત્રોમાં.
ખોવાઈ ન જતા મારી એ મીઠાઈમાં....
પણ તમે તો રંગાઈ જાવ આજે મારા પડોશીના
પ્રેમમાં..લટકી જાવ આજે મારી બલિદાનની
ભાવનામાં...શણગારાઈ જાવ મારા હૃદયની
પવિત્રતામાં..ને ખોવાઈ જાવ ,મારા નીતિથી
મેળવેલા ને મેં દરિદ્રને,પ્રેમથી આપેલા રોટલાના
ટુકડામાં,'કાન્ત'મારું ભાવતું ભોજન બનીને.
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------

No comments:

Post a Comment