Friday, 30 January 2015

ગાંધી !

ગાંધી પોઢ્યો રે તારી રે સમાધિમાં ,
...અહીં દોડે છે બધાં પોતાની ઉપાધિમાં !
કોઈ હિંદુ તો કોઈ મુસ્લિમ,શીખ,ઈસાઈ,
...તને ગમતાં તે અહીં નથી ભાઈ-ભાઈ !
હિન્દુસ્તાની તને ગોત્યો નહીં  જડે,
...પડીશ માં તું હવે બાપુ નવી વ્યાધિમાં !
અસત્યે પહેર્યું જો ને સત્યનું મહોરું ,
...પાપી-પ્રપંચી-કપટીને અહીં છે લે'રું  !
ખુરશી સુધી પહોંચવાનો તું છે રસ્તો,
...ધોળી ટોપી વાળાએ  કરી દીધો સસ્તો!
સત્યવ્રત અહીં તને જોવા નહી મળે,
...ખોવાઈ જતો નહી તું કોઈ આધિમાં !
ગોડસે એ મારી 'તી   ત્રણ જ ગોળી,
...અહીં  ધોળે દહાડે ખેલાય રક્તની હોળી !
તારી  સાદગીને તારું આચરણ હવે,
...ગરીબોના આંસુઓમાં અમે દીધું બોળી !
સત્યાગ્રહ -હઠાગ્રહ બન્યો છે અહિંયા,
... 'કાન્ત'તું પડયો રે તારી રે સમાધિમાં ! 
                        ***
-'કાન્ત'  

Thursday, 29 January 2015

ગાંધી  !
 ગાંધી  મને  થોડી  ઘડી 
.....આપ  તારું  મનોબળ !
હું  ખોવાયેલા  સત્યને  ,
.....છેલ્લીવાર સાદપાડી લઉં  !
તારા  જીવનના રંગમાંથી  ,
.....માગું  હું  એક  છાંટણું  
મનને  મારા  રંગીને  હું,
.....બે-રંગને  વળાવી  લઉં  !
તારી  સુકલકડી  કાયામાંથી
.....આપી દે એક  હાડકું ,
એમાંથી  વજ્જર  બનાવી,
.....હિંસાને  હું પછાડી  લઉં !
તારી ભીતરી  શ્રદ્ધામાંથી ,
.....ખેંચવા દે મને એક તાર,
એમાંથી  બનાવી  સિતાર,
.....  રામ ધૂન વગાડી  લઉં  !
તારી  અહિંસા   અણમોલ ,
.....કોઈ ન કરી શકે  તોલ 
વૈષ્ણવ જનને હૃદયસ્થ  કરી,
.....'કાન્ત' ખુદને જગાડી લઉં !
               ***
-'કાન્ત'  

Sunday, 25 January 2015

ગઝલ !
ચાલો  તિરંગા  ને  સલામ  કરીએ,
સૌ  ભેદભાવોને  લીલામ   કરીએ!

પ્રજાસત્તાકદિન છે આજે  આપણો  ,
સોનેરી   સવારને  પ્રણામ  કરીએ!

ભારતમાતાના  આપણે   સંતાનો,
દુશ્મનોનું  કામ   તમામ   કરીએ !

વેદો-પુરાણો છે આપણી અસ્મિતા,
એકબીજાને   રામરામ      કરીએ !

મોહનના  સત્ય  અહિંસા  સં ગાથે ,
રાષ્ટ્ર ગર્વ  લે  એવાં  કામ  કરીએ !
                    ***
-'કાન્ત'

Friday, 23 January 2015

बसंत !

फिर आई बसंत बहार बन छाई,
मंद पवनकी लहर सबको  भाई !

बंधनहीन   गुलशन  के गुल भी,
प्रकृति की अजब प्रेम ऋतू आई !

आज भरी यादों की खुशबू मनमें ,
सारे सपने समेट कर है  लहराई !

मंद पवन भंवरे का गुंजन करना,
कोयल ने अमराई में ली अँगड़ाई !

फिर से मेरा ये बूढ़ा तन पुलकित,
निराशा मुझे देख-देख के घबराई !

किरणे सूर्य की पड़तीं नव तृण पर,
प्रकाश की छाया नयनों में  समाई !

बाहर बैठा हुँ  कुदरत  के  चरणों में,
सुर की लहरों से है मैंने प्रीत लगाई !
                    ***
-'कान्त '


Wednesday, 21 January 2015

સ્પર્શ !
...આજે પ્રકૃતિ પણ ઉદાસ છે.વાતાવરણ ગોરંભાયેલું છે.આકાશ રડી રહ્યું છે.દિશાઓ 
મૌન છે.આજે એક સર્જક શંકરલાલ જોશી 'અનુજ' એ પૃથ્વી પરથી 'EXIT 'કર્યું છે.
મારા બચપણ થી લઈને આજ સુધીના સાથી શંકર....કવિ,વાર્તાકાર,એક્ટર,સિંગર,
કથાકાર....કેટલાં રૂપ 'અનુજના' !અમે અમારા ગામ મંજલમાં ચડ્ડી પહેરીને રમતા,
ભણતા,ઝઘડતા અને ફરી પાછા ભળી જતા દોસ્તીમાં.
...રંગમંચ પર અભિનયમાં પણ સાથે.... હા,એ ક્યારેય ખલનાયક નહોતા બન્યા ....
મેં એમની સામે ખલનાયકનો વેશ ભજવ્યો છે.કવિતાના મંચ પર પણ અમે સાથે,
'સૂર શબ્દ'અને 'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝીક'ના ગાયક.બસ...એમણે સાથ ન નિભાવ્યો 
તો 'મૃત્યુના મંચ પર'.પરમેશ્વરના 'ડાયસ'પર રોલ ભજવવા એકલા ચાલી નીકળ્યા.
શું કરી શકું ?મારા દોસ્તને એક વાત જરૂર કહી શકું....અનુજ,ત્યાં નાટકમાં મારા લાયક 
કોઈ રોલ હોય તો જરા ભલામણ કરજે હો !!!
                                                       ***
-'કાન્ત'
લઈ ગયું !

મૃત્યુ આવ્યું ને અનુજને લઈ ગયું,
આઘાત-પ્રત્યાઘાત મને દઈ ગયું !

કાચા આ કોડિયે  મૂકેલો  અજવાશ,
અંધકાર સંગાથે અલોપ  થઈ ગયું !

આયુષ્ય મંજરીની  ઝૂંટવી ને માળા,
કાળ  શબ્દમાં સંદેશો મને કઈ ગયું !

ટપ ટપ મારાં સુરભિના સૂરો ખરતાં,
આજે તો એનો આત્મા જ  વઈ  ગયું !

ચિતા પર પોઢેલ  શંકર ને   ચૂમીને,
'કાન્ત' ઓળંગી બધીજ  એઈ  ગયું !

***
-'કાન્ત'
(મારા બાળ ગોઠિયા શંકરલાલ જોશી 'અનુજ'નું આજે દુ:ખદ અવસાન થયું છે )



Friday, 16 January 2015

સખી !
સખી એક પગલું હું ચાલુ,
સખી એક પગલું તું ચાલ.

સહિયરની મીઠી ગોઠડીમાં,
આપણે સૌથી તે માલામાલ !

સખી એક  આભલું  હું  ટાંકું,
સખી  એક આભલું  તું ટાંક.

આતમ તણા મંદિરમાં પછી,
બજી  ઉઠે જો ને રૂડી કરતાલ.

સખી એક વાત તને  હું  કહું,
સખી  એક વાત મને તું કહે.

આપણાં તે બહેનપણાં પછી,
થઈ જાય ચિરકાલ-ચિરકાલ ! 

સખી  એક  ગુલાબ   હું  ચૂં ટું ,
સખી  એક  ગુલાબ   તું  ચૂંટ. 

વનરા તે વનમાં  મચી  જાય,
ગોપીઓનો ઘેલો  તરવરાટ!

સખી એક મીઠું ચુંબન હું લઉં,
સખી એક મીઠું  ચુંબન  તું  લે.

કાનુડાના લીસા  ગાલ  લાગે,
લજ્જાથી  પછી  લાલમલાલ !
                  ***
-'કાન્ત'

  


Saturday, 10 January 2015

મોરારિ  !
અદના  તે આદમીના તમે બાપુ,
હું રામ નામની  તાપણી    તાપું  !
જગની  વાતો તો ઘણી  સાંભળી,
આજ  હું  મારી  જાતને  જ  માપું!
                    ***
-'કાન્ત'

Sunday, 4 January 2015

સ્પર્શ !
મા !
...ફિલ્મ અગ્નિપથમાં એક દ્રશ્ય છે.જેમાં પોતાના માના હાથની રસોઈ 
જમવા ઘરે આવેલા અમિતાભને જમવાનું શરુ કરતા પહેલાં તેની મા 
(રોહિણી હટંગડી) ટપારે છે.'પહેલે હાથ ધો લે....'એ અલગ વાત છે કે 
તેની માતા તેના દીકરાના ગુનાખોરીથી ખરડાયેલા હાથ ધોવા માટે કહેતી 
હોય છે.બાકી યુવરાજ (ક્રિકેટર)ની માતા તો યુવરાજને વિદેશ જતી વખતે 
સલાહ આપતી કે,'બેટા જમતાં પહેલાં હાથ ધોઈ નાખજે !'કારણ.....કારણ 
માત્ર એટલુંજ કે યુવરાજ ભાણું જુએ તે સાથેજ પોતાની ધીરજ ખોઈ બેસે છે,
અને રમીને ગંદા થયેલા હાથ ધોવાની ફિકર કર્યા વગર જમવા બેસી જાય છે.
...યુવરાજને જમતા પહેલાં હાથ ધોવાની સલાહ આપતી શબનમ હોય કે 
મહમ્મદ કૈફની ચિંતા કરતી તેની અમ્મા....મા આખિર મા હોતી હૈ !યાદ કરો 
ઇંગ્લેન્ડના લોર્ડસના મેદાન પર ઐતહાસિક વન-ડે જીત્યા પછી શર્ટ ઉતારીને 
ધજાની કે ધ્વજની માફક લહેરાવનાર સૌરવ ગાંગુલી મેદાનમાં આવીને 
ભારતને વિજય અપાવનાર મહમ્મદ કૈફ પર કૂદે છે. સૌરવે મરેલા કૂદકાને 
કારણે મહમ્મદ કૈફ પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે અને જમીન પર ફસડાઈ 
પડે છે.આ દ્રશ્ય કૈફની માતા ટી વી પર જુએ છે અને એવોર્ડ સેરીમની પતી 
ગયા પછી ફોન કરી તેના લાડલાને પૂછે છે ,'બેટા,તને વાગ્યું તો નથીને ?
અને હા,જરા સૌરવને ફોન આપ.'ગાંગુલી ફોન પર આવે છે અને મા પૂછે 
છે,'તને કૂદવા માટે મારો દીકરો જ મળ્યો???
                                                ***  

Saturday, 3 January 2015

...વર્ષ  2014 ને વિદાય આપી ત્યારે ક્યાં ખબર હતી કે ,2015 નાં આરંભે 'અભિનય સમ્રાટ '
ને અલવિદા કહેવી પડશે !ઉપેન્દ્ર ત્રિવેદી માત્ર અભિનેતા નહિ પણ અતીતને  પોતાની 
માંહ્યલીપા જીવાડનાર અને ઉછેરનાર રંગકર્મી  હતા !એ જેવા અંદર હતા એવા બહાર 
હતા.એમણે સિનેમામાં અનેકવિધ પાત્રોને બખૂબી ભજવ્યાં !આ પાત્રોને જીવંત કરવા માટે 
જે ભાર એમણે વેંઢાર્યો ,એ ભારે ઉપેન્દ્રના હૃદયમાં ચાસ પાડી દીધા હતા.
...પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલા 13 માં 'અસ્મિતાપર્વ '(27-3-2010) માં બોલતાં 
એમણે કહેલું:'નાટક એ ચાક્ષુષ યજ્ઞ છે'.જેમાં કલાકારે આયુષ્યના સમિધ હોમવા પડે છે.
કોઈ પણ મિનિસ્ટર એક્સ મિનિસ્ટર થાય પણ કલાકાર કોઈ દિવસ એક્સ કલાકાર નથી 
હોતો .અભિનય યાત્રા સાથે જીવનયાત્રા જોડાઈ જતી હોય છે.'
...ઉપેન્દ્રભાઈએ અભિનયની આગવી કેડી કંડારી છે.એમના અભિનયમાં 'ગાંડીવનો'રણકાર 
છે.આ કલાના જાદુગરને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં !ઉપેન્દ્ર હોય ત્યાં 'અભિનય' વણ 
બોલાવે આવતો !ઉપેન્દ્ર ત્રિવેદી માણસ તરીકે પણ ઉમદા !ભુજમાં એમનો કાર્યક્રમ યોજાયેલો 
'રતન ગયું રોળ '.....એ પછી થોડા દિવસો બાદ એ મને અમદાવાદની  'સ્ટરલિંગ'હોસ્પીટલમાં 
ઓચિંતા મળી ગયા.મેં એમને કચ્છના એ મંચનની યાદ અપાવી ત્યારે ખૂબ પ્રેમથી એ મને મળ્યા 
અને મારી સાથે વાતો કરી.
...આજે એ દુનિયાના રંગમંચ પરથી  'EXIT 'કરી ગયા છે ત્યારે  હું એટલુંજ  કહીશ .....