Monday, 30 March 2020

ગઝલ 

સચ   ત   ઉભો   નચ  
મિડ઼ે  છડ , હિતે અચ.

ધોમ   ધખે  તો , નેર,
તું    ધુખાઇ  ઍ  મચ.

ચિચી આય  ભિત તેં ,
ઇનજી  છિરી સેં  ભચ.

ટિપર તેં  વાર નાંય ,
કડેક હોઆ  ઈ  ગચ.

ઠઠ આય ભાજાર મેં ,
તો  વટે  ઉભો  સચ.
           ***
-'કાન્ત'



Saturday, 28 March 2020

હાહાકાર  !

કોરોનાએ    મચાવ્યો     હાહાકાર !
ભારતે   જીલ્યો  છે  એનો પડકાર !

મોદીજીએ વચન માગ્યું છે, આપો,
તમારા    રુબરૂનાં   સંપર્કો   કાપો.

ઘરમાં રહો, કરો  ખુદનો  સ્વીકાર !
ભારતે  જીલ્યો  છે  એનો  પડકાર !

લોકડાઉન  સિવાય વિકલ્પ નથી,
આ વાયરસનું જીવન અલ્પ નથી.

કરો ખુદની- પરિવારની  દરકાર !
ભારતે   જીલ્યો  છે એનો પડકાર !

ડોક્ટર-નર્સ-પોલીસ  ઝઝૂમે    છે,
નાગરિકો સડકો પર શાને ઘૂમે છે ?

સાંભળો  બાપ,  વિશ્વનો  ચિત્કાર !
ભારતે   જીલ્યો છે  એનો પડકાર !

કૃષ્ણે   જેમ    ગોવર્ધનને  ધાર્યો ,
નમોએ ,જંગમાં પોતાને ઉતાર્યો.

સાથ દેવા  પડખે ઊભો કિરતાર !
ભારતે  જીલ્યો  છે એનો પડકાર !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


 

Friday, 27 March 2020

બાળક વિસ્મયનો વિષ્ણુ ભગવાન !
....બે વર્ષ પહેલાં રંગવાલા શિશુવાટિકાના (છઠ્ઠીબારી-ભુજ) વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથિ વિશેષ
તરીકે જવાનું થયું.ત્રણ થી ચાર વર્ષની વયનાં બાળકોએ સરસ મજાની પ્રસ્તુતિ કરી.કોઈ
હાથી તો કોઈ મોર બનીને પ્રેક્ષકોને હસાવતા રહ્યા.મજાની વાત તો એ હતી અહીં મોરને મેં
રડતાં પણ જોયો.મજા આવી ગઈ.
...સાચેજ બાળકો વિસ્મયના વિષ્ણુ ભગવાન લાગ્યા ! કોઈ પણ નાદ બાળકને ગમે છે.કદાચ
એટલેજ હાલરડું કે કોઈ પણ લયબદ્ધ રચના જો તમે ગાવ તો બાળક રડતું બંધ થઈ જાય છે.
માતાના હાથના સ્પર્શની જેમ શબ્દના નાદનો પણ સ્પર્શ થતો હોય છે.હું પોતે જે શબ્દનો જાદુ
અનુભવું છું એનાં મૂળમાં મારી મા ના કંઠે સાંભળેલા લોકગીત કે હાલરડાં છે.
...મને લાગ્યું કે આ શિશુવાટિકાના બાળકો પાસે અચરજનો વૈભવ છે.કોઈ હસતું કોઈ રોતું,
કોઈ ગુસ્સો કરતું....અનેક સ્વરૂપ આ ભુલકાંઓના! અને હા મારે કહેવું પડ્યું કે આ બાળકો
કેવું કરે છે એ અગત્યનું નથી,પણ જે કરે છે તે અગત્યનું છે.અને એમના આ વિસ્મયને તમારા
માની લીધેલા જ્ઞાનથી મેલું કરતા નહીં.
.... દરેકમાંથી અર્થ કાઢવો , એ મોટાઓનું કામ.બાળકને અર્થ સાથે લેવાદેવા નથી.એની
દુનિયાનું ગણિત જ જુદું.એની દુનિયામાં ટ્રેન આકાશમાં ઊડી શકે અને માછલી રસ્તા પર ચાલી શકે.ખિસકોલી અંબોડામાં ફૂલ ખોસી શકે અને સસલું બંદૂક ફોડી શકે.જિરાફ ગાડી
ચલાવતું હોય અને એ ગાડીમાં વાઘ અને બકરી પિકનિક પર જતાં હોય અને એ ગીત પણ ગાતાં હોય.
...મકરંદ દવે અને રમેશ પારેખ જેવાં કવિઓ પછી જામનગરના કવિ ભાઈ શ્રી કિરીટ
ગોસ્વામી સુંદર બાળકાવ્યો લખે છે.ગુણવત્તા સભર અને બાળકોના વિસ્મયને પાણી પાય એવાં કાવ્યો લખે છે.હું કોઈ પણ શિક્ષણના કાર્યક્રમમાં જાઉં ત્યારે કહેતો હોઉં છું કે આ
કવિના કાવ્યો બાળકો પાસે ગાઓ,એ મોઢે કરી શકે તો મોઢે કરાવો.કિરીટના બાળ કાવ્યોમાં
લય,માધુર્ય,અભિનય બધું જ છે.
-'કાન્ત '
તાંડવ  કરો  !

નટરાજ   રાજ   તમે   તાંડવ  કરો !
સૃષ્ટિમાંથી    દાનવને   હવે   હણો !

ચોમેર  હાહાહાકાર  મચાવ્યો એણે ,
કરી ભસ્મ ,ભસ્માસુરને  તમે  લડો !

વિશ્વ પીડિત :રાક્ષસી  શક્તિઓથી,
ખપ્પર મહાકાળીનું ,રક્તથી  ભરો !

વેદના  પૃથ્વી તણી, શંભુ  છે ઘણી,
ત્રીજું નેત્ર ખોલી,પીડા ધરાની હરો.

મહાકાળ છો -દૈત્ય વિનાશક  તમે,
કૈલાશ છોડી - પૃથ્વી  પર વિચરો.

ગંભીર હાલત-માણસો ભયભીત, 
પ્રસન્ન થઈ ,ભોળાનાથ  અવતરો.

'કાન્ત'નો  પોકાર છે ,પ્રભુ તમને ,
કંઈ  ભૂલ થઈ  હોય  તો  વિસરો.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Thursday, 26 March 2020

गमंच है दुनिया सारी
(આજે વિશ્વ રંગભૂમિદિવસ)
'रंगमंच है दुनिया सारी हर इन्सां अभिनेता है …… આ ગીતમાં કવિએ ભલે રૂપક
પ્રયોજયું હોય પરંતુ વાસ્તવિકતા એ જ છે કે આ જગત એક રંગમંચ છે અને આપણે
બધાં કોઈને કોઈ સ્વરૂપમાં અભિનય કરીએ છીએ.કદાચ આ ભાવમાંથી જ રંગમંચ
અસ્તિત્વમાં આવ્યો હશે.
લલિતકળાઓમાં નાટકનું વિશેષ મહત્વ છે. તે બીજી કળાઓનો સુમેળ સાધે છે.તેમાં
ચિત્ર,ગીત,સંગીત,નૃત્ય આ બધું એકત્ર થાય છે.એ જનસામાન્યને સૌથી વધારે પ્રભા-
વિત કરે છે.લોકપ્રિયતામાં પણ તે મોખરે છે.ભગવાન શિવને નટરાજ કહે છે. એટલેજ
કહેવાયું છે,' शत सृष्टि तांडव रचइता नटराज राज नमो न: ......'
સંસ્કૃત નાટકો આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ છે.સમય જતાં નાટકમાં વિવિધતા આવી.નવા
યુગમાં 'ABSURD'જેવા પ્રયોગો પણ મળ્યા.સિનેમાએ પ્રારંભમાં નાટકને મોટી હાનિ પ-
હોંચાડી પણ પોતાની ખૂબીઓને કારણે નાટક ટકી શક્યા અને ફરી બરાબરીમાં આવીને
ઊભાં !
વિશ્વ રંગમંચની તવારીખ સુવર્ણાક્ષ્રરે લખાયેલી છે. જૂની રંગભૂમિના અનેક સીમા -
સ્તંભો છે.ઈ.સ.1770 માં મુંબઈમાં પહેલું રંગભવન સ્થપાયું.1847 માં રામભાઈએ અમદા -
વાદમાં ભદ્રમાં 'દ્રૌપદી વસ્ત્રાહરણ 'નાટક ભજવ્યું. 1852 માં પહેલી નાટક મંડળી સ્થપાઈ.
મુંબઈમાં પહેલું નાટક 'સોરાબ અને રુસ્તમ 'ભજવાયું.1889 માં 'દેશી નાટક સમાજની '
સ્થાપના થઈ.વર્ષો સુધી 'ભાંગવાડી 'થિયેટરમાં નાટકો ભજવાતા રહ્યા.
ભારતીય નાટ્યવિદ્યાને દુનિયાભરમાં રોશન કરનાર ચન્દ્રવદન મહેતાએ ગુજરાતમાં
અવૈતનિક રંગ ભૂમિનો પાયો નાખ્યો.સંખ્યાબંધ નાટકો લખી ભારતીય નાટ્યવિદ્યાને
જગતના ચોકમાં લઈ જઈ તેનું ગૌરવ સ્થાપવાના પ્રયત્નો કર્યા.ગુજરાત અને ભારતનું
નામ દુનિયાભરમાં રોશન કરવાનું માન એમના ફાળે જાય છે.
'ચંચી'ના હુલામણા નામે જાણીતા ચન્દ્રવદન મહેતા ઉત્તમ નટ ,દિગ્દર્શક, નાટ્યકાર
તરીકે ખ્યાતિ પામ્યા.દેશ-વિદેશના થિયેટરોમાં તેઓ નાટકો લઈને ભમતાં રહ્યાં.અનેક
વિદેશી નાટ્ય સંસ્થાઓ સાથે કામ કર્યું. છ દસકાથી વધુ વખત તેઓ નાટક અને રંગ -
ભૂમિની પૃવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા.
પશ્ચિમી આધુનિક નાટકના પિતામહ ગણાતા 'હાઈન્રીક ઇબ્સન '19 મી સદીમાં થઈ ગયા.
તેઓ નોર્વેમાં જન્મ્યા હતા.તેમણે અનેક નાટકો લખ્યાં છે.તેમનું નાટક 'DOOL HOUSE'
ઘણું લોકપ્રિય છે.ઇબ્સને નાટકને સાદા સ્વરૂપમાં મૂક્યું.સચોટ સંવાદકલા એ એમના નાટકો -
ની ખાસિયત હતી.યુરોપભરમાં નાટ્ય લેખન અને ભજવણીમાં તેમણે નાટકને એક નવું રૂપ
આપીને ક્રાંતિ કરી.
ગુજરાતી રંગભૂમિના કલાકાર જયશંકર સુંદરીએ પોતાના અભિનય દ્વારા લોકોને ઘેલા કર્યા
હતા.વિવિધ પ્રકારના સ્ત્રી પાત્રો સાથે એ એટલા એકાકાર થયા હતા કે લોકોએ તેમને 'સુંદરી '
નું ઉપનામ આપ્યું હતું .અને આ 'સુંદરી' એમની ઓળખ બની ગઈ.આમ રંગભૂમિને જીવંત
રાખવા માટે કેટલાયે કલાકારો-સાધકોએ પોતાનાં બહુમૂલ્ય જીવન ખર્ચી નાખ્યાં.કચ્છની
વાત કરું તો નાટકને જીવતું રાખવા માટે નવરાત્રી દરમિયાન ગામડાઓમાં ભજવતા નાટકોએ 
બહુ મહત્વનો ભાગ છે.
           મારા ગામ મંજલની (તા.નખત્રાના ) વાત કરું તો નવરાત્રીમાં અમે ઘણા નાટકો 
ભજવ્યાં છે.એ વખતે આ નાટકોએ એવી તો ધૂમ મચાવી હતી કે,દૂર દૂરથી લોકો આ નાટકો 
જોવા આવતા. ઐતિહાસિક અને સામાજિક નાટકોની રજુઆત લોકોને ગમતી ઐતહાસિક નાટકોમાં 
કલાકારો સાચી તલવારનો ઉપયોગ કરતા.'ઝારાનો યુદ્ધ' યાને 'પાંજો  કચ્છ મંજલનું 
''ever green 'નાટક હતું .જુવાનીના ઝેર','સોનબાઇની ચૂંદડી',સજ્જન કોણ',જય ચિત્તોડ,
'રાષ્ટ્ર ગર્જના',કાદુ  મકરાણી',વીરાંગના' જેવાં ત્રિઅંકી નાટકો ભજવતા
           આ બધા નાટકોમાં મેં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.આજે પણ 'પૂંજા શેઠ'-'નરેંદ્ર  શેઠ'-
'ત્રિલોક'-'અરુણા'-મંગળ રાજ'-દિલીપ'-હરભાઈ જમાદાર' જેવાં મેઁ ભજવેલાં પાત્રો મારાંમાં 
જીવે છે.એના સંવાદો આજે પણ મને કંન્ઠસ્થ છે.હા,હું મારા મિત્ર સ્વ.શંકરલાલ જોશી 'અનુજ'
ને યાદ કરું તો આ નાટકોમાં એમની ભૂમિકા મારી સમાંતર રહેતી.વર્ષ 2006 માં ભુજમાં 
ભજવાયેલ નાટક 'આકાશ ગંગા'માં મને નયન રાણાના દિગ્દર્શન હેઠળ 'સુંદરલાલ શેઠ'નું 
પાત્ર ભજવવાનો મોકો  મળ્યો જેમાં તખ્તા પર નામાંકિત કલાકારો પંકજ ઝાલા,રાજેશ દવે,
પ્રકાશ ગોસ્વામી સાથે મેં અભિનયના અજવાળાં પાથર્યાં.
         વર્ષ 2013માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રંસગે  ગુજરાત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ 
'કાછડો બારેમાસ'માં મેં પ્રોફેસર બિસ્ટનું પાત્ર ભજવ્યું.આ કાર્યક્રમમાં ગુજરાતના તત્કાલીન 
મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ 
પૂરો થયે મંચ પર આવી બધા કલાકારોને મળી અભિનંદન આપ્યા હતા.એ ક્ષણ મારા માટે 
અવિસ્મરણીય છે.

Wednesday, 25 March 2020

એકાંત  !

ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે  એકાંત....
ને   બોલે   છે ,  ક્ષણો   એકસામટી....
             એ નથી કરતો  કયારેય  કલ્પાંત !
             ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે એકાંત !
છાની  છાની  મનગમતી લય  વહે,
             એમાં ભીંજાય  મારું  તન અને મન,
કોઈક  નર્તન  કરે ,સૂર લહેરીમાં  ને 
             પગ  મારા નાચવા મંડે  મૃદંગ  સંગ  
થાય  રાગ-રાગિણીઓનો  અહીં પ્રપાત !
ઘરમાં  ચૂપચાપ  બેઠો  છે  એકાંત !
              માંહ્યલા  પડદા  ખૂલવા  માંડે,
              આંખોમાં ,સમાય  આખું આકાશ.
શ્વાસના  ધબકારા  હાંફળાં -ફાંફળાં  ને,
ચંચલ  મન  મર્કટ  બની  હૂપાહૂપ કરે 
              ત્યારે  લગામ કસે જગતનો તાત !
              ઘરમાં  ચુપચાપ  બેઠો  છે એકાંત !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Tuesday, 24 March 2020

ગઝલ 

કસોટી  થિયેતી  અસાંજી  ડિસેં તો ?
હિંયારી  રુએતી  અસાંજી  ડિસેં તો ?

ભરેલી  જુકો  વખત મેં  સે  જિરપ ,
કિયારી  સુકેતી  અસાંજી  ડિસેં  તો ?

વિડૉ  તા   જિગ઼ર    સેં,   મુસીભત ,
પુકારે   કુછેતી  અસાંજી  ડિસેં  તો ?

તું ચેં તો અઈંઆં,મુલક જે મથે તેં ,
મુસીભત ગજેતી અસાંજી ડિસેં તો ?

અચેતો  ભુછડો, ખિલધો  ટિલીને , 
સુરતા  ભજેતી  અસાંજી ડિસેં તો ?

ઘરેં  મેં  વિઠા  ને,ઉજારો  કરિયોં ,
નિણાઈ મિલેતી અસાંજી ડિસેં તો ?

હિ  ટાણું,અસાં કે પિરો જો  ઉથારે ,
મઈમા ખિલેતી અસાંજી ડિસેં તો ? 
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




  


salute  !

salute  है  उन  डॉक्टरों  को  जो  दिन  रात  लड़   रहे   हैं  कोरोना  से,
salute  है  उन  सारे  आरोग्य कर्मीओं को जो  भिड़ रहे हैं  कोरोना से। 

salute है पुलिस के अफसरों -नौजवानों को जो दिन रत डटे हैं  बाहर,
salute है  उन स्वच्छ्ता  के रखवाले  कामगारों को,जो  बटे हैं  बाहर। 

salute है गुजरात के मुख्य मंत्री को ,दर्दियों  से  संवाद करने के लिए,
salute है उन अख़बार नवेशों को सड़कों पर  जिंदाबाद करने के लिए। 

salute है  समझदारी   से  अपने  घरों   में बैठी  भारत की जनता को,
salute है  प्रधान मंत्री  नरेंद्र   मोदीजी   की ,   राष्ट्रीय    निष्ठा   को। 

salute है  उन सारे जाने-अनजाने - लोगों को जिन्हे चिंता है देश की 
salute है  उन्हें  जो कर  रहे   हैं ,  महामारी  से रक्षा अपने प्रदेश  की. 
                                             ***
-कृष्णकांत भाटिया ''कान्त '

Monday, 23 March 2020

मेरे भाई समझो !

बाहर   मत   निकलो   ,मेरे भाई  समझो,
मुँह   अपना  ढँक   लो, मेरे भाई  समझो।  

सरकार  सक्षम ,मुश्किल  से निपटने को,
राम   नाम  रट  लो,  मेरे    भाई   समझो। 

कोरोना   भागेगा   हमारी  सूझ -बूझ  से,
उसे कोई मौका मत दो, मेरे भाई समझो। 

एक ही इलाज खुद को कमरे में कैद करो,
एकांत  को  चख   लो, मेरे  भाई  समझो। 

ये  घूमने  का  वक़्त   नहीं   है  मेरे प्यारे,
सन्नाटे   को  रख  लो,  मेरे भाई समझो। 

खुद प्रधानमंत्री हमें  बारबार  टोक रहे हैं,
 महामारी  से  बच   लो,मेरे भाई समझो। 

गर  नहीं   संभलोगे   तो  बरसेगा  कहर,
दूसरों का ध्यान धर लो,मेरे भाई समझो. 
                         ***
-कृष्णकांत भाटिया 'कान्त '








રહો ઘરમાં  !

રહો  ઘરમાં  ,નીકળશો નહીં     બહાર ,
કોરેનાનો  છે  માત્ર   એક જ  ઉપચાર.

સઘળા વાયર કાપી  નાખો, સંપર્કના,
સમય  ભયાનક, કરજો  જરા વિચાર.

શાસકો સતર્ક, ,મહામારીને તગડવા,
વહીવટી સૂચનાઓનો  કરો  સ્વીકાર.

હાહાકાર મચાવ્યો , વાયરસે વિશ્વમાં,
સાથે  લડશું ,તો જ થશે જયજયકાર.

નાગરિક    તરીકે  ફરજ  છે આપણી ,
રહેશો નહીં  ભાઈ, જરાયે   બેદરકાર.

કુટુંબનું -સમાજનું  ભલું  વિચારજો,
અપેક્ષા રાખે  છે તમારામાં સરકાર.

ટોળાશાહી  તબાહ  કરી  દેશે  સૌને,
અપીલ નમોની ,કરો સ્વનો દીદાર.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Saturday, 21 March 2020

कविता  !

लगता  है  आज  ,कविता  लिख  ही डालूँ ,
उमड़   रही   संवेदनाओं   को  कैसे  टालूँ  ?

पूरा  देश कोरोना से ,डटकर  झूज  रहा है,
मोदीजी ने जो माँगा है, उसे  बूझ  रहा  है। 

हाथ  बराबर  धो   कर ,चल  मैं  नहा  लूँ,
उमड़  रही   संवेदनाओं  को    कैसे  टालूँ  ?

कविता  जीवन का चित्रण  नहीं,दर्पण है,
देश  के  लिए ,मेरा   सब  कुछ  अर्पण है। 

देशवासियों  की वेदनाओं को ,मैं  पा लूँ ,
उमड़   रही   संवेदनाओं  को  कैसे टालूँ  ?

बंद नहीं मैं कमरे में,कमरा मुझ में बंद। 
लिख डालूँगा - अल्फ़ाज़  आज  मैं  चंद। 

नाच-कूदकर  , गीत   जीवन के  गा  लूँ ,
उमड़  रही   संवेदनाओं  को ,कैसे  टालूँ  ?
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Friday, 20 March 2020

વ્યોં  !

વ્યોં   રવિવાર   જો  ઘર  મેં, કોરોના સેં  વિડૉ ,
નરેંદ્ર  જે  વિશ્વાસ  કે હલો ,પાં   કુલે  તેં  ખણો.

સિખોં   સોખા   સબધ,   માતૃભૂમિ    માન જા ,
માડુ  થિયૉ ,નિભાઈઑ  નિયમ ખાનપાન જા.

વાયરસ  કે  ગત  સેં ,પાંજે ડેસ નું  છેટે  રખોં ,
નરેંદ્ર  જે  વિશ્વાસ કે હલો પાં , કુલે   તેં  ખણો.

હિ  'કર્ફ્યુ ' મડધાની ગાલ આય  મોદીજી જી,
મહામારી કે ભજાય જી ,બારી હી ખોલે  ડીંધી.

ધ્રા  ધ્રા  મેં ને ધ્રા  મેં ,આડા -અવરા  ન ભજોં,
નરેંદ્ર  જે  વિશ્વાસ  કે હલો ,પાં  કુલે  તેં  ખણો.

ભણલ પિંઢ  તરે  નેં  બેં  કે   તારે  હેડે  ટાણે ,
કિતરા  યે  દાકધર,જુતા ઐં ,પાં ભેગા હાણેં.

દેશજી   શક્તિ  કે ,  જગ  સલામ ભરે સજો,
નરેંદ્ર  જે  વિશ્વાસ કે હલો, પાં  કુલે તેં ખણો.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Thursday, 19 March 2020

સં કલ્પ   !

ચાલો, નરેન્દ્રભાઈનો  સંકલ્પ  પૂરો  કરીએ,
 બાવીસ  તારીખે  આપણે  ઘરમાંજ રહીએ.

કોરોના સામે  લડવાનો ,બસ એકજ ઉપાય ,
રવિવારે  ભલે  ,સ્વંયભુ  કર્ફયુ  લાગી જાય.

બની શકે તો ,કામ વિના બાહર ન  જઈએ ,
બાવીસ  તારીખે આપણે ,ઘરમાંજ  રહીએ.

સરકારે  લીધેલાં  ઝડપી    પગલાં  ઉત્તમ , 
જવાબદારી  સમજી ને ,બનીએ  સર્વોત્તમ.

કવિતાની  સાથે  મનમાં  ને મનમાં ફરીએ,
બાવીસ તારીખે  આપણે, ઘરમાંજ  રહીએ.

જાગૃત નાગરિક તરીકે ફરજ  છે  આપણી,
કરી  લઈએ  આ દિવસે,તડકાની  તાપણી.

સાવચેતી   જરૂરી,   ખોટે  ખોટું  ના ડરીએ,
બાવીસ તારીખે  આપણે, ઘરમાંજ  રહીએ.
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Wednesday, 18 March 2020

કયાં  રહીએ  ?

કહો ,કૉંક્રીટના  જં ગલમાં  અમે કયાં  રહીએ ?
આંગણું  છોડીને  તમારું,  અમે  કયાં  જઈએ ?

એક ગોખલું એ નથી ,વૈભવી  ઘરમાં તમારા,
માળો બાંધવા  માટે  અમારે શોધવા મિનારા ?

એક-વસમી સદીનો માર ,કયાં સુધી  સહીએ ?
આંગણું  છોડીને  તમારું , અમે કયાં   જઈએ ?

એક એક તણખલું  ભેગું કરીને થાકે  છે ચાંચ ,
વચન  આપો; અમારા વંશને ન આવે આંચ.

ચીં  ચીં  ચીં  ચીં   હવે   કોની    સાથે  ગઈએ ?
આંગણું   છોડીને  તમારું , અમે કયાં  જઈએ ?

અમારાં  ગીતો  કવિઓથી કેમ નથી રચાતાં ?
ચકીબાઈ,ચકીબાઈ બોલ કેમ નથી બોલાતાં ?

આખી   દુનિયાને  આજે અમારું દુઃખ  કહીએ,
આંગણું   છોડીને   તમારું ,અમે કયાં  જઈએ ?
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Tuesday, 17 March 2020

ગઝલ 

માણસો વસે છે આ નગરમાં,
જિંદગી શ્વસે છે  આ નગરમાં.

ઝેરની   પરીક્ષા    કોણે  કરી ?
કોક તો  ડસે  છે આ નગરમાં.

દોડતો રહ્યો  હું, છું  કોણ  ભૈ  ?
બેખુદી કસે  છે આ નગરમાં.

કારણો  બધા એ ખોટા નથી,
તારણો ધસે છે આ નગરમાં.

રોડ પર ,સવારી ફફડે અહીં,
કૂતરા  ભસે છે આ નગરમાં.

વાંક શું  બિચારા ઈમાનનો ?
જૂઠ એ હસે  છે આ નગરમાં.

સામનો   કરીને  સામા  થવું,
'કાંત 'ને રસે છે આ નગરમાં.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

કરી   છે  અમે તો  ગઝલની  સવારી,
વહે   છે   કવનમાં   રવાની  અમારી.

લખી   છે   હકીકત  ક્ષણોની  હદોમાં,
થશે   ને    સમજની  કસોટી  તમારી.

ભલે    એ  ગમે   તે   કહેતો  ખુશીથી,
લડે  છે  કલમની અદાવત  વિચારી.

નશામાં   ખુમારી  રહે    છે    હમેશાં ,
ભરી છે  અહીં  તો  સુરાની  પિયાલી.

બગીચે  શબનમી  ચમકતી પડી છે,
મદન છે અહીંનો  રખડતો  મવાલી.

ખુદા  તું    દઈ  દે  હવે તો  ડહાપણ,
જગતની  રસમ  છે ,બહુધા સવાલી.

અમાસે     ઉલેચ્યું  તમસને   પરોઢે,
હરખથી  ખસે    છે, હસે  છે દિવાળી.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Monday, 16 March 2020

ગઝલ  

લગાગા,લગાગા,લગાગા 

કરી   છે  ગઝલની  સવારી ,
શબદની   સજાવી   કયારી.

લખી  છે  અમે તો  હકીકત ,
સમજની   કસોટી  તમારી.

ભલે  એ   ગમે  તે   કહેતો,
કલમની અદાવત અમારી. 

નશામાં   રહીએ     હમેશાં ,
ભરી છે  સુરાની  પિયાલી.

બગીચે શબનમી  વસે છે ,
મદન એ અહીંનો મવાલી.

ખુદા  તું  દઈ  દે, ડહાપણ ,
અહીંની  રસમ છે સવાલી.

અમાસે  ઉલેચ્યું  તમસને ,
હરખથી  હસે  છે દિવાળી.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '












Saturday, 14 March 2020

ગઝલ  

કહું    છું   કે  વાત  લઈ  જા ,
નાનકડી  સોગાત લઈ  જા.

તરે   જો   સ્વપ્ન  આંખોમાં,
મદભરી આ રાત  લઈ  જા.

મન  કયાં  તારું  મં દિરમાં ?
રબ   પાસે   જાત લઈ  જા.

ન  પૂરી  થાય ,માગણી કર,
દર  પર , ખેરાત   લઈ  જા.

મારીચ , સોનાનો મૃગ બન,
સીતાહરણની ઘાત લઈ જા. 

ટળવું -રડવું પડશે હવે તારે,
સાથ દેશે-સન્નેપાત લઈ જા.

ચડવું છે ઉપર,પડતાં શીખ,
સૂફીનો   સંગાથ   લઈ  જા.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






હરિ  લીલા  !

માસી  પૂતના ને સંગે મામે કંસ  કે  મારે  વિધેં,
સેંકડા  સંહારે    વિધેં     નાથ    હોશિયારી   સેં.

સારથી    ભનીને   વ્હાલે   કૌરવેં  જી  કઢેં  જડ,
દ્રૌપદી જી  લજ  ઢકેં ,ચીર  પૂરેં  સમજધારી સેં.

કુબજાકે  ઉભી   રખી , અપ્સરા    ભનાય  ડિને 
શબરી  જા એઠા  બેર ,રામ ખાધેં  બલિહારી સેં.

કાલી નાગ    નાથે  કરે ,  જમના  કે    કોરી  કેં ,
સુદામા  જા  પગ    ધૂતેં ,   વેંજારેં  હિંયારી  સેં.

રાસલીલા  રચાય કરે, ગોપીયેં  જો  માન રખેં ,
રાંધ  ઘણે   ખટી  વ્યો ,નટવર   ઈચીયારી  સેં 

ઉમાસ  કે  અંધારો  ડિનેં ,રાહુ મથો વઢે  વિધેં 
દેવતાએં કે  અમરત  પિરાંય ,પ્રેમ પિયારી સેં

'કાન્ત 'ચે  સચી ગાલ ,હરિ  મુંજો  માલામાલ,
રંગ સેં    ભરે ડિનેં ,કવિ કે મારેં  પિચકારી  સેં.
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



.

      

Friday, 13 March 2020

ગઝલ 

કદી   ના  ફળે, એવી  ઈચ્છા  તો  કર,
એ   બહાને ,ખુદાની  પરીક્ષા  તો  કર.

વિવેચક  બનીને ,રાખે  કોલર  ઊંચો,
તારા  શબ્દની  તું   સમીક્ષા   તો કર.

આવશે,વચન  આપ્યું  છે એણે  તને,
શબરીની જેમ  જરી, પ્રતીક્ષા તો કર.

સત્ય મેવ  જયતે સનાતન  ને સાચું,
તારા   ઈમાનની   તું  રક્ષા  તો   કર.

વ્યાસપીઠથી   બોલાય   જે   વચન ,
સુણે   હૃદયથી    એવી કક્ષા તો  કર.

મદ -મોહ-મત્સર -પજવે,  છે  અહીં,
કમસેકમ  એમની   ઉપેક્ષા  તો કર.

'કાન્ત'ને તેડું આવ્યું છે ,બહુ  દૂરથી,
ગાડી નથી ; ઠીક  છે, રિક્ષા  તો કર.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Monday, 9 March 2020

રંગાઈ જઈએ  !

ધુળેટીની  ધૂમ મચી  છે, ચાલો રંગાઈ  જઈએ ,
ધીંગા મસ્તી -મોજમાં ,  ચાલો ખોવાઈ જઈએ. 

કેસૂડો ખીલ્યો લાલચટક  સોનાવરણી સીમમાં,
નથી રંગાવું , તોડી  નાખો ,કંઈ  નથી  નીમમાં

રંગોની અફરાતફરીમાં ,ચાલો  ભીંજાઈ જઈએ.
ધીંગા-મસ્તી -મોજમાં ,ચાલો  ખોવાઈ  જઈએ.

પિચકારી  ઊડે  ત્યાં ,તન-મનમાં  કેં   કેં  થાતું ,
ટોડલાની  ઉપર  બેસીને  કોણ આ ગીતો ગાતું ?

ફાગ-ફટાણા-હોરી  ગીતો -સંગે  રેલાઈ  જઈએ,
ધીંગા-મસ્તી-મોજમાં , ચાલો   ખોવાઈ  જઈએ .

રંગો  માટે  ઉંમર  નથી ,મન  મોજીલું  જોઈએ,
હવે અમે મોટા થયા ,કહી આપણે બધું ખોઇએ.

છેલછબીલા   હૈયામાં , ચાલો   સમાઈ  જઈએ,
ધીંગા-મસ્તી-મોજમાં,  ચાલો   ખોવાઈ જઈએ.
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Sunday, 8 March 2020

રંગ  સેં  !

કાને  રંગી  વિધેં   મુંકે   રંગ  સેં ,
સુર  વગા   જડેં  મિઠા  ચંગ  સેં.

પિરો   જો  પોર , ચોફેર  ધેરૈયા ,
ભની વઈ પોય આઉં  મુરલિયા.

શાન ભાન  હલઇ વઇ  ભંગ સેં ,
સુર  વગા  જડેં  મિઠા  ચંગ  સેં.

જોરાજોરી  કરી પિચકારી મારેં ,
ભવોભવ ફેરેં સે લાલે મુંકે તારેં.

છુટી  વઇ   ડોરી  મુંજે  અંગ સેં ,
સુર  વગા  જડેં   મિઠા  ચંગ સેં.

થૈકાર ગજયો પે,રાજીપો  ખિલે ,
ધિલ  સેં  ધિલ  મિણી જો  મિલે.

'કાંત' વિડી પ્યો ધુળેટી જંગ સેં ,
સુર   વગા  જડેં  મિઠા  ચંગ સેં.
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Saturday, 7 March 2020

નારી   !

નારી   વજૅ   હિત   તોજે   જસ  જા  ડંકા ,
થિયે  જ  અખ લાલ,   ત બારે વિજે લંકા.

તું    નારાયણી , તું જ  જાંસી   જી  રાણી ,
ભલભલા   ભારીયેં  તો   અગિયા પાણી,

જુવારિયોં  તોકે  મિલી  અસીં  નર  બંકા ,
થિયે  જ અખ  લાલ,ત બારે  વિજે  લંકા.

તોજી  પૂજા    જિત , ઉત  ડેવેં  જો  વાસ,
અપમાન તોજો , થિયે જગ  જો  વિનાશ.

ઘર જો સિ ણગાર તું,ન સક ન કોય સંકા ,
થિયે  જ અખ  લાલ,ત  બારે વિજેં  લંકા.

સંસાર  રથ  જી  તું માલક , તું જ ચાલક,
પ્રેમ  ભરે રૂંઘે  જી  માડી ,અંઇએં  છાલક.  

પગેં મેઁ પૅ  તોજે , નમેં  તોકે  કુંવર વંકા ,
થિયે જ અખ  લાલ, ત બારે  વિજે  લંકા.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Monday, 2 March 2020

शुभकामनाऐं  !

ढेर   सारी   शुभ कामनाऍ   मेरे   दोस्त ,
परीक्षा   खंड  में  तू    गँवानां  न   होश। 

तू   कर्मठ  है, शारदा की कृपा तेरे साथ,
तेरा  हौसला बढ़ायेंगे सदा जगन्ननाथ। 

अतिक्रमण  करके तू  दिखाना  न जोश,
परीक्षा खंड   में  तू  ,गँवानां   न   होश। 

महेनत  करनेवालोंकी , हार   नहीं होती,
डाँड चलाये बिना,नौका पार नहीं  होती। 

तू  खुदा तेरा -तू  ही रब -तू ही तेरा बोस,
परीक्षा खंड   में ,  तू गँवानां    न   होश। 
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '