કયાં રહીએ ?
કહો ,કૉંક્રીટના જં ગલમાં અમે કયાં રહીએ ?
આંગણું છોડીને તમારું, અમે કયાં જઈએ ?
એક ગોખલું એ નથી ,વૈભવી ઘરમાં તમારા,
માળો બાંધવા માટે અમારે શોધવા મિનારા ?
એક-વસમી સદીનો માર ,કયાં સુધી સહીએ ?
આંગણું છોડીને તમારું , અમે કયાં જઈએ ?
એક એક તણખલું ભેગું કરીને થાકે છે ચાંચ ,
વચન આપો; અમારા વંશને ન આવે આંચ.
ચીં ચીં ચીં ચીં હવે કોની સાથે ગઈએ ?
આંગણું છોડીને તમારું , અમે કયાં જઈએ ?
અમારાં ગીતો કવિઓથી કેમ નથી રચાતાં ?
ચકીબાઈ,ચકીબાઈ બોલ કેમ નથી બોલાતાં ?
આખી દુનિયાને આજે અમારું દુઃખ કહીએ,
આંગણું છોડીને તમારું ,અમે કયાં જઈએ ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કહો ,કૉંક્રીટના જં ગલમાં અમે કયાં રહીએ ?
આંગણું છોડીને તમારું, અમે કયાં જઈએ ?
એક ગોખલું એ નથી ,વૈભવી ઘરમાં તમારા,
માળો બાંધવા માટે અમારે શોધવા મિનારા ?
એક-વસમી સદીનો માર ,કયાં સુધી સહીએ ?
આંગણું છોડીને તમારું , અમે કયાં જઈએ ?
એક એક તણખલું ભેગું કરીને થાકે છે ચાંચ ,
વચન આપો; અમારા વંશને ન આવે આંચ.
ચીં ચીં ચીં ચીં હવે કોની સાથે ગઈએ ?
આંગણું છોડીને તમારું , અમે કયાં જઈએ ?
અમારાં ગીતો કવિઓથી કેમ નથી રચાતાં ?
ચકીબાઈ,ચકીબાઈ બોલ કેમ નથી બોલાતાં ?
આખી દુનિયાને આજે અમારું દુઃખ કહીએ,
આંગણું છોડીને તમારું ,અમે કયાં જઈએ ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment