Use and Throw !
મારા સંબંધો તો use and throw ,
કામ પત્યું એટલે કહી દીધું Go !
બે ઘડી દોસ્તી કરી ચૂસી લીધો મેં,
રાત વહી ગઈ Matinee Showજો !
શબ્દનો સોદાગર નથી કાતિલ છું ,
You under stand me, I Know !
કોઈ દિ ઝંપવા નહિ દઉં તને,
ઓળખી લે પછી કહીશ નહિ Oh !
રૂપ બદલીને સતત લલચાવ્યો,
હું ,ચાલ્યો Corner માં બેસી રો!
અંદર-બહાર ખુદથી ઝઘડ્યા કર,
શ્વાસે-શ્વાસે Memo આવીશ હો !
આ યુગમાં 'સત્ય' કામ ન આવે,
જૂઠો બની જા, પછી જીવી જો !
***
-'કાન્ત'