સાંધ્ય દીપની ઝાલર !
'સાંધ્યદીપ' એટલે કવિતાના જીવનનાં પાનાંનો ફરફરાટ !વરિષ્ઠ કવિઓને કંઈક કહેવાનું
મન થાય એટલે એ શબ્દોને કાગળ પર ઉતારવા તત્પર થઈ જાય અને પછી ધીરે-ધીરે વહેતાં
ઝરણાં જેવાં ગીતો-ગઝલો-અછાંદસ વહેવા માંડે.પ્રેમના અર્થને પામવાની ક્ષણો પ્રાપ્ત થતી
જાય.વૃદ્ધાવસ્થાને હંફાવતા આ કવિઓ પોતાની જાત સાથે સંવાદ કરે,પોતાની સાથે વાત કરે,
ને બધાં એ વાત સાંભળે અને આ વાત;સમજણનો રંધો લાગે ત્યારે જ સમજાય !
છેલ્લાં અગિયાર વર્ષથી 'સાંધ્યદીપ'ની આ સર્જનયાત્રા અવિરત ચાલતી રહી છે.કોઈ
ઘોંઘાટ,કોઈ શોરબકોર,અમને આડા આવ્યા નથી.કદાચ એટલે જ 'સાંધ્યદીપ'નાં આંગણે પધા-
રેલા મહારાષ્ટ્રના કવિ લક્ષ્મણ એમ કહે ,'इतने शोरगुल के बीच यहाँ कविता बोलती है,ये अपने
आप में एक चमत्कार है '.....બસ આ 'સાંધ્યદીપ'ની મૂડી છે અને કહેવાનું મન થાય ...'એક જ
કામ સાંધ્યદીપમાં કીધું,લીધું એથી બમણું દીધું !'
અહીંનો કવિ નિરંકુશ પણ છે,સ્વભાવે વિદ્રોહી પણ છે,રોમાંટિક પણ છે,મશ્કરો પણ છે,કલા-
સિકલ પણ છે.આ બધા ગુણો એની રચનાઓમાં જોવા મળે છે.
સખી ! મારા કમખાની કસ તૂટી જાય,
કે વાયા વાસંતી વાયરા !
સખી! મારા રુદિયામાં કંઈ કંઈ થાય,
કે વાયા વાસંતી વાયરા !
કમખાની કસ અને વાસંતી વાયરાનો સંબંધ રોમાંસ સાથે ખરો ને ?અને આ બે ઘટનાની
વચ્ચે રૂદિયું જયારે જોડાય ત્યારે 'इश्क़े मिज़ाजी '... પૂરબહારમાં ખીલી ઊઠે !ખરું ને ?'સાંધ્ય-
દીપની કવિતા કચ્છી પેંડા જેવી મધુર છે.જીવનનાં કેટલાંયે સત્યો એલચીદાણાંની જેમ એમાં
ધરબાયેલાં પડ્યાં છે.કયારેક રમૂજ,કયારેક કટાક્ષ,ક્યારેક અનુરોધ જેવા માધ્યમે કવિ ભાવકને
સંદેશ આપવા માંગે છે.ઠાલાં કલ્પનો 'ઝાલર'ની કવિતામાં નથી.આ કાવ્ય સંગ્રહના કવિઓએ
કવિતાને ખોલી છે,ઝીલી છે અને વહેતી કરી છે.કારણ....
કશુંક નક્કર લખાતું હોય ક્યારે ?
પ્રવેશે આપણામાં કોઈ ત્યારે !
કવિતા એ રાત-રાત જાગી સપનું જોવાની કળા છે.અને આ કળાને 'સાંધ્યદીપ'ના કવિઓ
એ આત્મસાત કરી છે.અને અમારું સ્વપ્ન..
સ્વપ્ન અમારું કેટલું ધનવાન છે,
આંખ સામે લીલુંછમ્મ મેદાન છે !
ભુજના સાંઘી દાદા-દાદી પાર્કના એક લીલાછમ્મ ખૂણામાં કવિઓ બેસે,આંખ સામે હમી-
રસર હિલોળા લેતું હોય અને પછી કવિતાનું પ્રાકટ્ય થાય....એ તો ભાઈ 'માંહ્ય પડ્યા તે મહાસુખ
માણે,દેખનહારાં દાઝે જો ને .....'જેવું છે.
અવાજ થાય નહીં સાવ આમ ભીતરથી,
થઈ રહી છે કશી ધૂમધામ ભીતરથી !
બસ આ ક્ષણોને અમે માણીએ છીએ,આ અમારી સંભારણાની ક્ષણો છે,ધારણાની ક્ષણો છે,
આ ક્ષણોમાં ક્યારેક સંવેદના તો ક્યારેક વેદના પ્રકટતી હોય છે.
મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.
નીતરે જયારે'ગઝલ'થઈ વેદના,
એ સ્તરે તો રાજરાણી હોય છે !
અમારી આ લાગણીઓને શબ્દમાં પરોવીને અમારા અગિયારમા કાવ્યસંગ્રહ 'ઝાલર'નું પ્રા-
ક્ટ્ય રવિવાર તા.18-2,ના રોજ થયું છે.'ઝાલર'ની સર્જનયાત્રામાં બાવીસ કવિ ભાઈ-બહેનો જો-
ડાયા છે અને તેમણે 40 જેટલી રચનાઓ પ્રસ્તુત કરી છે.જેમાં કચ્છી,ગુજરાતી અને હિન્દી ભા-
ભાષાના કાવ્યોનો સમાવેશ થાય છે.અમે અમારા ભાવવિશ્વને સજાવ્યું છે.એ તમારા અંતરને
જેટલે અંશે સ્પર્શશે એટલું એનું સાર્થક્ય લેખાશે.હા,એટલી કબૂલાત જરૂર કરી લઈએ ...
સિદ્ધહસ્ત સર્જક હોવાનો દાવો નથી અમારો,
થોડોક પ્રેમ ને ટેરવાંનો સ્પર્શ માગીએ તમારો.
-'કાન્ત'
તા.18-2-2018,રવિવાર,ભુજ-કચ્છ.