ગઝલ
શાને ભાઈ પારકી પંચાત કર ?
કરી શકે તો 'હું' ને મ્હાત કર.
એક દિવસ તું પણ ત્યાં જ હતો,
એ ક્ષણોનો હવે તું ન ઘાત કર ?
અહીં કોઈ વગર અટકતું નથી,
હવે સમજવાની શરૂઆત કર.
સંવાદ છે કવિ-કવિતાનો ધર્મ,
શબ્દ રેણે તું જોડવાની વાત કર.
કોઈની કયારેક પીઠ થાબડી જો,
સંવેદનાને તું આત્મસાત કર.
***
-'કાન્ત'
શાને ભાઈ પારકી પંચાત કર ?
કરી શકે તો 'હું' ને મ્હાત કર.
એક દિવસ તું પણ ત્યાં જ હતો,
એ ક્ષણોનો હવે તું ન ઘાત કર ?
અહીં કોઈ વગર અટકતું નથી,
હવે સમજવાની શરૂઆત કર.
સંવાદ છે કવિ-કવિતાનો ધર્મ,
શબ્દ રેણે તું જોડવાની વાત કર.
કોઈની કયારેક પીઠ થાબડી જો,
સંવેદનાને તું આત્મસાત કર.
***
-'કાન્ત'
No comments:
Post a Comment