Monday, 14 March 2016

ગઝલ 

ઝરણું   બીજું   કંઈ   નથી , કુદરતનું   ગીત  છે,
વસંત  એ  તો  ચુલબુલી  પાનખરની  પ્રીત  છે .

બુલબુલ, સુગરી , કાગડો  માળા   બનાવે   રૂડા,
કોયલ  કદી  ન ઉછેરે  બચ્ચાં ,એ એની રીત છે.

ધર્મ,અર્થ,કામ,માં આગળ,ને  મોક્ષમાં   પાછળ ,
સપ્તપદીનાં  સાત પગલાંની  એ સાચી જીત છે.

શબ્દ અલ્લાહ ,શબ્દ  ઈશ્વર, શબ્દ છે  વાહે  ગુરુ,
પામવાના રસ્તા અલગ,મળે  તો   મનમીત  છે. 

જીત  તારી  નિશ્ચિત  છે  ભેદી શકે  જો  ચક્રવ્યૂહ ,
ચણેલી તારી આજુ બાજુ અજ્ઞાનતાની ભીંત છે.
                               ***
-'કાન્ત'


No comments:

Post a Comment