Tuesday, 8 March 2016

કયારે  ?

ખીલેલાં   પ્રફુલ્લ ,  ભરેલા પ્રેમથી   તાજાં ,
મહેકતાં  બાગના  ગુલોને   ચૂંટશો   ક્યારે ?

ગુલાબી ગાલના ખંજનમાં ડુબાડયાં પછી,
મૃદુલની  એ  પ્રેમની  દોરે  બાંધશો  ક્યારે ?

લઈને મસ્ત ગુલાબો ઊભો રાહમાં તમારા,
ઘનનીલ રેશમી  બાલે  એને ગૂંથશો ક્યારે ?

હિનાના  રંગ  ઘોળીને તમારા કદમે  બેઠો, 
ગુલાબી  પેર-પાનીને સનમ ધરશો ક્યારે ?

મિલાવી  અશ્રુ  નયનના   જામ  મેં  ભર્યાં ,
'કાન્ત'  બની   સાકી  પીવડાવશો   ક્યારે ?
                          ***
-'કાન્ત'

No comments:

Post a Comment