ગઝલ
રસ્તે રસ્તે નટ ઊભા છે,
કેવા સીધા સટ ઊભા છે.
સાચાને સાચું કોણ કહે ?
જૂઠા , હકડેઠઠ ઊભા છે.
લોહીલોહાણ થઈ છે નજરું,
દ્રશ્યો તો નફફટ ઊભાં છે.
પડછાયો શરમાવા લાગ્યો,
વચ્ચે સાસરવટ ઊભા છે.
ચોમાસું વહેતો ને કહેતો,
'કાન્ત' કોરા કટ ઊભા છે.
***
-'કાન્ત'
રસ્તે રસ્તે નટ ઊભા છે,
કેવા સીધા સટ ઊભા છે.
સાચાને સાચું કોણ કહે ?
જૂઠા , હકડેઠઠ ઊભા છે.
લોહીલોહાણ થઈ છે નજરું,
દ્રશ્યો તો નફફટ ઊભાં છે.
પડછાયો શરમાવા લાગ્યો,
વચ્ચે સાસરવટ ઊભા છે.
ચોમાસું વહેતો ને કહેતો,
'કાન્ત' કોરા કટ ઊભા છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment