Sunday, 13 March 2016

સમણું  !

તમારું  લાલ  ગુલાબી  સમણું!
ભઈ ,ફરકે  સાચું   થઈ  બમણું !

ફૂલ  ગુલાબના  ફોરે  તવ  કૂંડે,
આશાઓ મ્હોરે સંકલ્પના   ડૂંડે.

ખળ  ખળ  વહે રૂમઝૂમ  ઝરણું ! 
તમારું  લાલ   ગુલાબી  સમણું !

ઊડે  ઇચ્છાઓ પરીઓની પાંખે,
જોઈ શકો શ્રીજીને  દિવ્ય  આંખે.

છમ્મ  લીલું ઊગે મનમાં તરણું!
તમારું  લાલ   ગુલાબી   સમણું !

નિર્મલ હો, મંગલ  હો-હો નંદિત,
સઘળું  હો  ઉજ્જવલ  ને મંડિત.

'કાન્ત', મળે  તમને કો  નમણું !
તમારું   લાલ   ગુલાબી  સમણું !
                   ***
-'કાન્ત'


No comments:

Post a Comment