મહિલા !
સંસારનો સાર છે મહિલા,
ઉંબરાનો આધાર છે મહિલા !
લાગણીની અખિલાઈ વહેતી,
માતાનો અવતાર છે મહિલા !
શ્વસે -શ્વાસ એ પરિવાર માટે,
પ્રેમનો વિસ્તાર છે મહિલા !
જીવનનો છે સાચો પરિચય ,
શક્તિનો પ્રસાર છે મહિલા !
રંગ પાલવમાં ભરી ઝગમગે,
પ્રકૃતિનો શણગાર છે મહિલા !
ચોથા ફેરામાં રહે છે પાછળ,
મોક્ષનો વિચાર છે મહિલા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સંસારનો સાર છે મહિલા,
ઉંબરાનો આધાર છે મહિલા !
લાગણીની અખિલાઈ વહેતી,
માતાનો અવતાર છે મહિલા !
શ્વસે -શ્વાસ એ પરિવાર માટે,
પ્રેમનો વિસ્તાર છે મહિલા !
જીવનનો છે સાચો પરિચય ,
શક્તિનો પ્રસાર છે મહિલા !
રંગ પાલવમાં ભરી ઝગમગે,
પ્રકૃતિનો શણગાર છે મહિલા !
ચોથા ફેરામાં રહે છે પાછળ,
મોક્ષનો વિચાર છે મહિલા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment