Tuesday, 30 June 2020

મીં  અચેતો  !

પુસજા   ભલા  ધિલ  ભરે, મીં  અચેતો,
કારાયલ  કળા  કરે , સીમ  મેં  નચેતો.

ધરા  સજી   કે  ખેડી , ખેડુ  થ્યો  રાજી ,
માલિક ,સુધારે  ડીજ , અસાંજી  બાજી.

મુલક  મેં  રાજીપો, રાજી થઇ  મચેતો,
પુસજા  ભલા  ધિલ  ભરે ,મીં  અચેતો.

વિજે   બિજ   નેં  થીયે  વિજ  અભ  મેં,
ભરોસો આય ,ખેડુ   કે   ઇનજે રભ  મેં.

કામાય કીં  જો  કીં નેર્યો  અજ઼ નચેતો,
પુસજા  ભલા  ધિલ  ભરે, મીં  અચેતો.

ધરા  કંધી   ધાંઈ ,  કળશિયું  ભરે  ને,
મોજ  થીંધી તરા જે  પાણી મેં  તરે ને.

ઇંધર ,'ઇંધર લઠ 'સત રંગ મેં રચેતો,
પુસજા  ભલા ધિલ  ભરે, મીં  અચેતો.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'


ડિસાંતો  !

કયારી  ગુલેં  જી,  નિમાલી   ડિસાંતો ,
હમીસર નિપટઈઁજ , ખાલી   ડિસાંતો.

અષાઢી   વડર  તાં , ફિરેંતા   ઉઘાડા,
ધરા  કે વડર  વટ, સવાલી   ડિસાંતો .

ભુજીયો   પુછેતો,   હિ વા  કો  કુસોજો ?
પુછાંતો  ત   ઇનમે , મવાલી ડિસાંતો.

વતન  મેં  ડિસજે  ન  મીં  જી સવારી,
ભરેલી પરમ જી , પિયાલી   ડિસાંતો.

મિણીંકે    ખીંકારે,  ઇંધરજી ઇંધરલઠ,
લિખેલી   કરમ  મેં ,  હમાલી ડિસાંતો. 
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Saturday, 27 June 2020

પારિયા  !

કહાણી    ડટેલી    કુછેંતા    હિ   પારિયા,
વતન લા ,મરે  લા સિકેંતા  હિ  પારિયા.

જમાનો    ધરા    તેં , સિરેતો   સજો  ડીં ,
અયો  કીં  મરધ કે  ,પુછેંતા હિ  પારિયા.

ઇનીજો     મલાજો , ઇનીજી   ટિપર  તેં ,
કચ્છી વટ ખુશી સેં ,મિલેંતા  હિ પારિયા.

ખુતા  ને ,  સુતા   હી ,  ઉજારો   ખણીને,
મથે નું  જુધો  ધડ ,ડિસેંતા  હિ  પારિયા.

નિનામી   મુડ઼સ  જી ,  અચેતી  ઉભા રો,
ઉથી  નેં  સલામી , ડિયેંતા  હિ  પારિયા.

ચડાયો    ઇનીંતેં , વડર    જી  વધાણી ,
અષાઢી  છંઢેં    મેં ,પુસેતાં હિ  પારિયા.

કુરો ચે ભલા 'કાન્ત',ગઝલ કે લિખીને,
સહીદેં -ધિલ  મેં ,વસેંતા   હિ  પારિયા.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











Wednesday, 24 June 2020

              ગાલ કેણી  !

                 (ગઝલ )

લગાગા ,લગાગા,લગાગા,લગાગા 

કુછો   જેર  વાણી, મિઠી  ગાલ  કેણી ,
વિચારે   વિચારે , સુઠી  ગાલ   કેણી .

મિણીકે  લગે તો , કુછોંતા   સચો  ને,
અખીયું  સુણે  સે,  ડિઠી  ગાલ  કેણી.  

વસે  મીં , ઊડેંતા  વડર  હી  ભરેલા,
ભિજીને  છંઢેં  મેં ,ચુટી   ગાલ   કેણી . 

પખીડેં    પિરોજો  મિણી કે  વઘાયોં ,
ઉદાસી   છડે  ને,   હટી   ગાલ કેણી .

અસાંજો ઇરાધો , સમજ મેં  અચેતો ?
અડેખા  -ઉધામા -ડટી  ગાલ   કેણી.

અષાઢી વડર મેં ,લિકો મીં  ડિસોતા ?
અચેતો  ધરા   તેં ,પુસી  ગાલ  કેણી.

કબૂડા    ફિરેંતા , ટિલેંતા અંગણ  મેં ,
ઘુ  ઘૂ  ઘૂ    રટીને , ઉથી  ગાલ કેણી .
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







                  મીં   !

               (ગીત)

મીં  વરસે  તો  જેઠ  મેં ,
  બાઈ ,મુંકે  કીંક  થિયે  પેટ મેં  !

ઘડયા  છેણે  જા   ઘાટ ,
   છડી  ડિની  હિંડોળા  ખાટ.
ફેર  બોરો આય  કમ  ને વેઠ મેં.
    બાઈ, મુંકે કીંક  થિયે  પેટ મેં !

ઘેરાણી  ઘટા  કારી , વડર જી ,
    ભિની  થઈ  કોર  પડર જી.
ગજે પ્યો અષાઢ,નોકર ને શેઠ મેં !
     બાઈ ,મુંકે  કીંક  થિયે  પેટ મેં !

લિકબુચાણી  ઈંધરલાઠ  રમે,
      ઉંચે  ઉંચે  અભ  કે ઈ પણ નમે !
ધરિયા ત   ગરજે પ્યો, હેઠ મેં !
      બાઈ ,મુંકે  કીંક  થિયે  પેટ મેં !

મોસમ    મધભર   પલટાણી , 
      છમછમ  કરે તી ,મીં  જી રાણી !
કિતે  મિલધી  હી મોજ,fb  જી ચેટ મેં !
      બાઈ ,મુંકે કીંક  થિયે  પેટ મેં !

ટિલેંતા  વડર ,ખણી  મીં  કે ખભે તેં ,
      કેકારવ કરે ને   મોર  ઇં  ચેંતે  !
ફેર    કુરો  વાઘણ  ને     કેટ  મેં ?
      બાઈ, મુંકે કીંક  થિયે  પેટ મેં !
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
     

     




Tuesday, 23 June 2020

ગીત !

આપણે  તો  આપણામાં ,રોજે  રોજ  સમાવું,
        કહો,    જિંદગીને  છોડીને   કયાં  જાવું ?

વીતેલી   ક્ષણનો  રોમાંચ, કોણ   જાણે  કેમ, 
         પજવે  છે  મને  કેદુણો  માંહ્ય ને માંહ્ય,
માંહ્યલો    જયાં   રૂઠે    ઓચિંતો     આપણો ,
         કહો,   ત્યાં  બીજો   કોણ  કરે   સહાય ?

ઝાડ   પર   બેઠેલું   પખી  પણ   રોજ  ફફડે,
         ને  કહે, તારા  આંગણિયે  નહીં  આવું.
કહો,    જિંદગીને      છોડીને    કયાં     જાવું ?

દલડાને   ફોસલાવી-પટાવી  એટલું  કીધું,
           કે  ભલે  લઈ   લે  તું  મારા  ઉમંગ,
નથી    કરવા    હવે  મારે    ક્યાંયે  મુકામ,
          કે  મારે  નાચવું -ગાવું  છે તારે સંગ.

વાયરો  ધીરે ધીરે સરકે  ને મલકે મનમાં,
          ને  કહે, બોલ  હવે  હું  કોને  સતાવું ?
કહો,    જિંદગીને    છોડીને     કયાં    જાવું ?

આષાઢી    મેઘ , ગરજીને   આવે  ઓતરો ,
          નાચવા માંડે,પાલરધૂનાની  કોતરો.
હમીરસર  ભીંજાવા   માંડે , ઝીણા છાંટામાં,
         જીવંત  થઈ  જાય   ગામનો ચોતરો.

ભૂજિયો , ડોલવા  માંડે  કાળા   વાદળાંમાં ,
          ને    કહે,  હું  મારી  જાતને   સજાવું,
કહો,   જિંદગીને     છોડીને    કયાં     જાવું ?
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Sunday, 21 June 2020

અષાઢી બીજ  !

વડર  થઇ   ગજેતી ,  અષાઢી  બીજ  !
વતન   તેં   વસેતી , અષાઢી   બીજ !

અસાંજે  ચુલે   તેં ,લપઈ તી   રંધજે ,
પિરોજો    નચેતી  ,  અષાઢી   બીજ !

કચ્છ   કે   ઘુરોંતા, ધુલારા   ભનીને , 
સિલામી   કરેતી    અષાઢી    બીજ !

અજીજેં   કુછાયોં , ડિનોં   ઈ  વધાઈ,
છંઢેં   મેં    પુસેતી  , અષાઢી   બીજ !

વરે નઉં ,પધમણી ,કચ્છ  કે  સંભારે,
ભુજીયે  તેં   કુછેતી ,  અષાઢી  બીજ !

જિકીકીં  અસાંજો ,ખિલે તો  ધિલ મેઁ  
અસાંકે    પુછેતી ,   અષાઢી    બીજ !

હુભ  સેં  મિલોં તા ,પગેં  પોં  વડેં   કે,
ગલે    સેં   લગેતી ,   અષાઢી બીજ !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા  'કાન્ત '












Thursday, 18 June 2020

ગઝલ  !

મતારા  લગેંતા , અખર  અજ  અસાંજા ,
છડીને   ભજેંતા ,  સખર  અજ  અસાંજા.

ખિલોં   તા  ત   ચેંતા,  કર્યો  તા   વડાઈ,
ઉડામે    ઊડેંતા ,  પડર   અજ  અસાંજા.

ગરીભી    ડિઠી   મૂં , પુ ઠેં    તેં  વિઠી  સે,
સુકી  નેં  અચેંતા , પઘર  અજ  અસાંજા.

ભલેં  ભા  ,  અચીજા    રસાલો   ખણીને ,
હિતે  તાં  વસેંતા , વડર  અજ  અસાંજા.

ભકાલો     ઉગાયો,   કઈ    ખેડ   નામી ,
ભલેં  નેં  ચરેંતા , ગજર  અજ  અસાંજા.

કુરો  થ્યો  ?  વિનોતા   છડીને   અસાંકે ?
રુંગા  એ  ઘરેંતા , અમર  અજ અસાંજા.

ઉધામા   ઉથેં  તા ,  ભલે  પે    અચીજા, 
ખિલે  મેં  ખિલેંતા ,ખબર અજ  અસાંજા. 
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Wednesday, 17 June 2020

ગીત  !

મુંકે   પનઘટ   તેં  નંધલાલ   મિલી  વ્યો  રે,
મુંજી  આખિયેં  મેં , છિલોછિલ  છિલી  વ્યો રે. 

કકરી   મુંકે   મારેં ,  ભવોભવ    વ્હાલે  તારેં, ,
મુંજે  ધિલ  મેં  અચી , લાલો  ખિલી  વ્યો  રે.

સૂર   સેં   જાધુ    કરી,   હિયે   મેં  પ્રેમ  ભરી,
સુધ  -બુધ - કાનો -   મિડ઼ે ,   ગિની   વ્યો  રે .

બંસરી   વગી   જડેં , સુર -  નર  આયા  તડેં ,
મુંકે    રૂરાય    ને    નટખટ ,   સિરી  વ્યો  રે.

રાસ    રચાયેં    વાલે ,   ગોપીયું     કોઠાયેં,
ખિલધે      ખિલધે    વાલો ,   ભજી  વ્યો  રે.

નેરી   મીં    જી   હેલી, આઉં   થઇ  સેં  ઘેલી, 
મિણી   હંધ - પાલરપાણી  -  ટિલી   વ્યો રે. 

'કાન્ત 'જો   સ્વામી, હરિ   આય  અંતર્યામી ,
 હુભ    સેં    કાનુડે   જી , જીવ  તરી  વ્યો  રે.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Tuesday, 16 June 2020

કિભર  તેં  !

અસાંજી  કિભર  તેં  ઉગો  ઘા  પિરોજો ,
હલાં  તો  હલે  તો ,મિંજા  સા  પિરોજો.

ઉજારો    અચેતો ,   નચેતો    સમંધર , 
મિ ણી  કે  જિયારે ,ભની   વા  પિરોજો. 

પખીડા  પુછેંતા , સુગારી  કિડાં   વઈ  ?
લગેતો  મિટી  મેં ,ખુટલ  ધ્રા  પિરોજો .

બ રૂકા   અયો    તાં , મહિમા  વતાયો ,
અચેતો- ડસેતો- વિઠલ  ભા   પિરોજો . 

કુરો ચોં  જમાનો ,સુણે  તો  કિડાં  અજ઼ ,
જપોંતા   વઈ  નેં , સચો   નાં  પિરોજો.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '