Thursday, 30 April 2020

છૂટ  આપો  !

 વરિષ્ઠ   નાગરિકો ને  walk કરવાની છૂટ  આપો,
એકજ   માપપટ્ટીથી   ભાઈસાબ બધાને  ન માપો.

મધુ પ્રમેહ ,અપચો ,  કેટલાયે   રોગ   સમાયા  છે,
લોકડાઉનમાં  બેઠા બેઠા એ  શરીરમાં  છવાયા છે.

ભલે  તમે  નક્કી  કરો  સમય -શરતો  બધું  રાખો,
વરિષ્ઠ   નાગરિકોને   walk  કરવાની છૂટ  આપો.

walk  કર્યા  વિના  ભૂખ - ઊંઘ રિસામણે  બેસે  છે,
નથી  કંઈ  સારું  લાગતું, તન--મન  બધું   વેઠે છે.

ચાલવા  મળે   તો    રૂપિયા   મળી  ગયા   લાખો ,
વરિષ્ઠ  નાગરિકોને    walk કરવાની  છૂટ  આપો. 

 અમે કોઈને  નડવાના નથી, ભૂલ કરવાના નથી,
ક્યાંએ    આડાઅવળા   ફરતાં    મળવાના  નથી.

બાપ ! આવી  અઘરી પાબંદી  હવે   તો ન નાખો,
વરિષ્ઠ   નાગરિકોને  walk  કરવાની છૂટ  આપો.
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '








Wednesday, 29 April 2020

એક પગલું  !

એક   પગલું   આકાશ  તરફ માંડયું ,
'સાત   પગલાં '   ટૂંકા   પડી    ગયાં.

શબ્દો   -  મૂંગા - હતપ્રભ-શોક્ગ્રસ્ત ,
કુન્દનિકા  -તેજ  લિસોટે ભળી ગયા.

'પરોઢ   થાતાં  પહેલાં ' આ શું  થયું ?
મૃત્યુને  તરત  જ   એ   કળી   ગયા.

'અગ્નિપિપાશા ' શું   અતૃપ્ત   હતી ?
 ઓચિંતા એ  ચિતા પર  ચડી ગયા.

વાર્તાઓ   દોડતી   એમની   પાછળ,
આજે   એ  ખુદ વાર્તામાં ભળી ગયા.

'પ્રેમના આંસુ'  ચાસ પાડે ગાલ પર,
'કાગળની હોડી ' થી એ  તરી  ગયા.

'મનુષ્ય થવું ' બહુ  અઘરું છે ભાઈ,
'પરમ  સમીપે ' કેવા   સરી  ગયા !
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Tuesday, 28 April 2020

ગઝલ !

સામસામે    બેસવું    છે બે ઘડી ,
તું    કહે   ને   હું  કહું ,  તૂટે  કડી.

બારમાસી   રૂસણાં  છે  આપણાં ,
બોલવાની ઋતુ જો આવી ચડી.

ધારણાઓ  આજ  દોડે  વેગમાં,
એ  નવેસર રૂપ ઢોળી  ને નડી.

વાહવાહી   ચાલશે  ને   માપશે,
કોણ  જાણે  ખાટલે  એ શેં  પડી ?

પ્રેમ છે  કે  છે  વહેમી  લાગણી ?
ભાવનાઓ  ડૂબતી'તી ને  જડી.

આપણાં તો માગણીના વાયદા, 
આપવીતી પાણિયારે   તરફડી. 

ધોમ  તડકો  ઘૂઘવે  છે   પાદરે,
સાબદી છે,સામટી આ  ખટઘડી.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









Monday, 27 April 2020

ग़ज़ल   !

तुझे   मेरी  जरूरत  है , मुझे  तेरी  जरूरत  है,
चली  आ  तोड़के  बंधन, मौसम   खूबसूरत है। 

समंदर  चल  के   आया, लहरें   जवाँ -नशीली ,
संगेमरमर  की  धूल  से लिपटी  ये   मूरत  है। 

नशे-मन  झूमने लगा ,दरिया की  बाहें  थाम ,
बहाव  रुकता  नहीं  इश्क की , ऐसी  सूरत  है। 

शहनाई   बजा -फूलों  से  तेरी  ड्योडी   सझा ,
आज निकल आया  चाँद - अच्छा   मुहूर्त  है। 







ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગા 

અચોંતા  અસાંનું   અચાજે   નતો,
ઉભે પગ  કિતે પણ  ઉભાજે નતો.

ગંજો  તાં   વિછોડે  વખત કે  જડેં ,
ઉજારો - અંધારો   ડિસાજે   નતો.

ઉગૅજો  ખિલીને , છિલે તો અધા , 
સજો ડીં  ઇનીનું    છિલાજે  નતો.

ઉડૅ  તા  પખીડા  પિરો  જો  મિડ઼ે,
ડિસી  ને  પખી   કે  ઉડાજે  નતો.

ખિલે  તો -રુએ તો-ફિરે તો  ગુનૂં 
જુકો ચે  કિતે પણ ,વિસાજે નતો.

ધુકાઈ વિઠા  ઐ  ઘરેં  મેં    ઘુસી,
વખત  સેં  ઇનીનું  પુજાજે  નતો.

હલો પાં  વિચાર્યું , શરત કે  છડે ,
ઠલો  ઠાં  અનાં કીં  ભરાજે નતો ?
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '












Saturday, 25 April 2020

मोदी  -योगी  !


मोदी  !आप  योगी  हैँ , भारत वर्ष  के ,
आपके  कहने  पर ,राष्ट्र खड़ा हो जाता है,
जीर्ण -क्षीर्ण  शरीरों में  नूतन संचार होता है। 
और  जनगणमन  से  एक ही आवाज़  उठती है 
मोदी !मोदी ! मोदी ! मोदी !

इस आवाज़ की  गूँज  पूरी  दुनिया सुनती है,
और कोरोना से सिसकते  संसार में ,
आशा की एक नई  किरण  निकलती है. 
शरद अपने मधुचंद्र  से  मिलता है ,
आपके चेहरे पर तेज़  निखरता है। 

सवेरा हो या शाम ,आप सोचते हैं  देश के  बारे में,
आपकी निगाह गड़ी रहती है ध्रुव तारे में। 
जब भी आहट  होती है कोई विपदा की,
आप सामने खड़े हो जाते हैं  ढाल  बनकर। 
खुद लड़ते हैं ,हमें  लड़ने  की प्रेरणा देते हैं। 

कोरोना की काली घटाओं  ने आज भारत को घेरा,
आपने  कहा मत डरो -अपने अपने घरों  में रहो 
मैं  नरेंद्र मोदी -तुम्हारा प्रधानमंत्री -विश्वास दिलाता हूँ 
अगर हम  -कुछ दिनों के लिए अपने आपको अकेला कर  लें 
तो...... कोरोना जरूर हारेगा -एक नई सुबह होगी

प्रारंभ होगा  नए युग  का -आपकी  अगवानी में 
हम   नए भारत का  निर्माण करेंगे -किसी से नहीं डरेंगे 
क्यों की हमारा प्रधान मंत्री  भोगी नहीं योगी है 
फक्क्ड़  फकीर है- ध्यान मुद्रा में बैठा जोगी है। 
मोदी ! आप  योगी हैं भारतवर्ष के !
                              ***
-कृष्णकांत भाटिया 'कान्त '



Thursday, 23 April 2020


પુસ્તક !
આજે પણ હું કોઈ પુસ્તકને સ્પર્શું છું ,
ને છમ્મ લીલું શબ્દવન ઊગી નીકળે છે.
પાના પર ફરતી આંગળીઓમાંથી ,
જાગી ઊઠે છે સરસ્વતીચન્દ્ર !
કુમુદની ચંચળતા દોડાદોડ કરે છે.
પરોઢિયે ઊંઘમાં આવેલાં સપનાં ,
શરદબાબુના વાર્તા નાયકને ઊભો
કરી દે છે મારી સમક્ષ !
પાંચ દાયકા પહેલાનાં તારીખિયાને,
લટકાવું છું ભીંત પર !
દીવા ના પ્રકાશમાં ભાંગતી રાતે વાંચેલા
પુસ્તકો એક પછી એક ભેટવા લાગે છે મને !
કુસુમ,કાક,અમીરઅલી,જગ્ગા,ગાંધી.....
વાતો કરે છે મારી સાથે !
2015 માં પાછો ફરું છું ,
કોમ્પ્યુટરના કીબોર્ડ પર ફરતી ,
મારી આંગળીના ટેરવા હિજરાય છે !
હૃદય આજે પણ પુસ્તકના
ગળચટ્ટા થપથપાટને પડઘાવ્યા કરે છે.
હું ઊભો થાઉં છું.
હર્ષદ ત્રિવેદીની 'કવિતા અને હું'
મળીયે છીએ....એ મને આશ્લેષમાં
લઈ હોઠ પર મીઠું ચુંબન દે છે.....!
અને મારા કાનમાં ગુંજવા લાગે છે,
મધુરાષ્ટક....હા,મારા પુસ્તકના
હોઠ મધુર છે,શરીર મધુર છે.......
એનું આવન-જાવન મધુર છે !
પુસ્તક મારું પંચામૃત છે !
***
-'કાન્ત'
स्मृति  !

आज  स्मृति   के  सारे   बाँध  टूट  गए ,
गुब्बारे   सजे-धजे  - और  - फूट    गए। 

मेरा  सपना  है, कुछ ऐसा कर के  जाउँ ,
औरों  की  ख़ुशी में ,सम्मलित हो पाऊँ। 

खुशमिज़ाज   हूँ , सारे  बंधन छूट  गए, 
गुब्बारे   सजे- धजे- और -  फूट    गए। 

मैं   शिक्षक   हूँ - चाणक्य  का पहरेदार ,
मेरे   बच्चों  ने  करा दिया -मेरा  दीदार। 

मेरी  अपनी  शंकाओं  को, वे  लूट  गए,
गुब्बारे    सजे-  धजे - और  - फूट  गए। 

वक़्त  ने   भी   संजोकर रखी थी   यादें ,
कुछ मीठी मीठी थीं कक्षा की फरियादें। 

कृष्णफलक-चॉक आज  क्यों  रूठ  गए ?
गुब्बारे  - सजे -  धजे - और - फूट   गए. 
                       ***
- कृष्णकांत भाटिया 'कान्त '



Monday, 20 April 2020

કયારે  ખુલશે  દ્વાર   ?

મહામારીની  આ  માયાજાળ ,
ખબર  નહીં  કયારે  ખુલશે  દ્વાર ?
'હે ! માનવી  તું સતત ઓક્યા કરે છે ઝેર ,
હજુ સમજી જા ,નહિતર કોરોનાને ,
નહીં  કરી શકે તું  જેર.
પછી  કહીશ નહીં કે મેં વર્તાવ્યો છે  કહેર  !

 મને  પણ  શાંતિથી   બેસવા  દે 
 તું પણ  પૈસા પાછળની  દોડાદોડ છોડી,
 ભીતરે  ખુદની જાતને લેટવા દે.
મોતની  પકડમાં  કેવો  ફસાયો  ,
બીજા માટે  કદી  તું  ઘસાયો ?
પ્રાયશ્ચિત કર, કરાવીશ  ફરી લીલાલહેર !

કેવો ઝૂમતો હતો માનવ મહેરામણ,
અચાનક કયાંથી  આવી ગયો આ રાવણ ?
બેફામ થઇ મસ્તીમાં  કુદરતને તેં  રોળી,
કેટલાયે નિર્દોષ પર ચલાવી તેં  ગોળી.
ભાન ભૂલીને  કુદરથી બાંધ્યો તેં  વેર ,
મારા ઘરે અંધેર નથી છે દેર !

માણસ છો  તો માણસાઈથી  વરત ,
બીજાને મદદ કર એજ છે મારી શરત.
હવે તું પોતેજ  તને બચાવી શકશે,
નહીંતર  ટીંગાઈ જઈશ  ભીંત પર નકશે.
હાલમાં  બસ  રહી જા  તારે ઘેર,
ઘૂંઘટનો  પટ ખોલી નાખ  ઉડે છે  ત્યાં કેવી લેર.

તેં  ઘરેઘર દીપ પ્રગટાવ્યા ,
મદ -મોહ-મત્સરને  ફાંસીએ લટકાવ્યા ?
મારી  આ થપાટ  કેવી લાગી  તારા ગાલને ?
બધું  અહીજ  રહી જશે ,સફેદ કર કાળા  માલને,
અનીતિ -અધર્મ -અસત્ય-બન્યા છે આજે  શેર,
પછી ચીમકી ન આપું  તો તું  ક્યાં  સમજે  છે  પ્રેમ ભેર.

ઊગશે  વળી પાછું નવું પ્રભાત ,
હે માનવ  છોડી ન દેતો તું આશ.
પણ વળી પાછું સીતાનું હરણ કરવાનું 
તું ન વિચારજે.
નહીંતર  એક ક્ષણ લાગશે ,નહીં રહે તારી ખેર,
ખાઈ લે ને બાપ,શબરીનાં એઠાં  બેર !
                                ***
-રીમા  હરપ્રતાપ  ભાટિયા 


Saturday, 18 April 2020

નકલી  રાજકુંવર  !

સોણા  પ્યો  નેરે , નકલી  રાજકુંવર  !
ધુનિયા  કે   ઘેરે  ,નકલી  રાજકુંવર !

હક આય  કે નાંય , મુંજો નાથ  જાણે ,
તોય પાઘડી  પેરે,નકલી  રાજકુંવર.

ઈચિયારી  સેં   રાંધ   ખટે  નેં   ખિલે ,
ભલભલેં  કે   સેરે, નકલી  રાજકુંવર. 

ઉગેજે  પોરમેં ,હરખાજે  ફોટો  નેરી,
કિડાં  તોયે  ઠેરે ,  નકલી  રાજકુંવર.

કિત  વિનણુ -કો   વિનણુ  ન સમજે,
ઑચધો પુજે  કેરે ,નકલી  રાજકુંવર.

નાં  જો મહિમા, ડોલાય ઇનકે ભારી ,
ગાલિયેં   કે  વેરે, નકલી  રાજકુંવર.

વરે  નતો  હિ , ખમા વારિયોં  તોયે ,
'કાન્ત'  કે  ભેરે  , નકલી  રાજકુંવર.
                      ***.
-કૃષ્ણકાંત 'ભાટિયા 'કાન્ત'
(કવિ શ્રી પબુ ગઢવી જે કાવ તાં  પ્રતિ કાવ )






ग़ज़ल  !

किसी  और  पे थूकना ,तुम्हारी  फ़ितरत  है  !
तुम्हें  अपने   आप से भी, कहाँ  मुहब्बत  है ?

रखवाई करते हैं  हमारी, जान पर  खेलकर, 
उन  पर  पत्थर  फेंकना,क्या इंसानियत है ?

आदम  नहीं , शैतान  हो  तुम  जहन्नुम के,
सदियों  से  यही  तो तुम्हारी  असलियत है.

बस  तुमने  ज़हर  ही   उगलना   सीखा   है ,
तेरे  पास,बची ,यही  तो एक क़ाबलियत  है.

जरा  उपरवाले   से  डर , कयामत  आएगी,
रब से क्या  कहेगा  तू ? यही शख्शियत है ?
                           ***
-कृष्णकांत भाटिया 'कान्त '













Friday, 17 April 2020

ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

અસાંજી   કિભર તેં  ઉગો  ઘા  પિરોજો !
હલાં  તો  હલે  તો ,મિંજા  સા  પિરોજો !

ઉજારો     અચેતો ,   નચેતો    સમંધર ,
મિણીકે   જિયારે ,  ભની   વા  પિરોજો.

પખીડા પુછે  તાં  ,સુગારી  કિડાં  વિઇ  ?
લગેતો  મિટી  મેં ,ખુટલ  ધ્રા  પિરીજો 

બરૂકા    અયો   તાં ,  મઈમા  વતાયો ,
અચેતો  -ડસેતો -વિઠલ  ભા  પિરોજો.

કુરો ચોં  જમાનો  સુણેતો  કિડાં  અજ ,
જપોં તા  વઈ ને , સચો  નાં  પિરોજો .  
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'






ગઝલ  

આજે  કેમ  લાગણીના  પૂર  છે ?
વસંતની   નજાકત  તો  દૂર છે.

પજવે   છે   હવે   એકાંત  પણ,
સમયનો સંગાથ  શાને  ક્રૂર  છે ?

પગ   અકળાઈ  ગયા   બેસીને,
વૉક -વે  ની  સાંજ  મજબૂર  છે.

માન્યું , જાન  છે  તો જહાન  છે,
જીવાતી  ક્ષણોમાં ક્યાં  નૂર  છે ?

આટલો  ઉદાસ ક્યારેય ન્હોતો ,
પવન  અડે , મને બહુ જરૂર છે.

નરેન્દ્રના  વિશ્વાસની  વાત  છે,
એટલે તો  ગઝલ મારી શૂર છે.

'કાન્ત ' ઊભો થઈ, ફરે ઘરમાં,
મક્કમ  મન-તન  ,ભરપૂર  છે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Thursday, 16 April 2020

શું  કરું  ?

પ્રીત  બંધન  છે , ખોળી  શું  કરું ?
સારા  સંબંધ  છે,  તોડી   શું  કરું ?

શી  ખબર  કયારે  શું  થશે અહીં,
શબ્દ  અનહદનો  ફોડી   શું  કરું ?

મને  પીડે છે , સૌ  સાથે  મળીને,
માર્ગ  દલદલનો , દોડી  શું  કરું ?

મોતને  શરણે  જવામાં મજા  છે,
મંદિરે  જઈ ,હાથ  જોડી  શું  કરું ?

એ જ તબલાં -ઢોલક-એ જ નાદ,
'કાન્ત' ખુદ  રડે,  તોડી   શું  કરું ?
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(મક્તાના શેરમાં વપરાયેલ શબ્દ 
 'તોડી' એક રાગનું નામ છે.જે 
કરુણ  રાગ છે.)

Wednesday, 15 April 2020

તડકો  !

ઊતરે   છે  આભમાંથી   રોજ   તડકો !
ઝેબ  છે  ખાલી  અને  છે સાવ  કડકો !

ધોમધખતો  તાપ   આપે   છે  ધરાને,
મૃગજળ થૈ એ  બતાવે  લાલ   ભડકો.

પાદરો સૂના  થયા  છે  જણ  વિના ને,
હાંફતી  ને  ભાગતી  આ ગરમ  સડકો.

ભાણ  પણ  છે  ક્રોધમાં ને આગ  ઓકે,
ધારિણીના ઉર  મહીં  તો  આજ ફડકો.

કાંખમાં    ટાઢક   લઈને  સાંજ  આવે,
ભાગતો ને  લાજતો જો  'કાંત 'તડકો.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Monday, 13 April 2020

आंबेडकर  !

दीन -दलितों के  उद्धारक  थे   आंबेडकर !
नई   चेतना   के   चालक  थे   आंबेडकर !

उत्तम   परवरिश   पाई -आई  - बाबा से,
सबको  अचंभित   किया अपनी आभा से. 

नन्ही  वय  से ही ,विचारक  थे आंबेडकर !
नई    चेतना  के   चालक    थे  आंबेडकर !

संघर्ष   किया    समाज  के   ठेकेदारों  से,
चलित  नहीं   हुए  वे , अपने   विचारों से।  

परिशीलन -पथ्य  के पालक थे आंबेडकर !
नई   चेतना    के   चालक    थे  आंबेडकर !

भारत   को  उन्हों ने नया संविधान दिया,
अपने आप के लिए,कभी कुछ नहीं लिया। 

भेदभाव-छुआछूत के संहारक थे आंबेडकर !
नई   चेतना  के    चालक    थे   आंबेडकर !
                           ***
-कृष्णकांत  भाटिया 'कान्त''

Sunday, 12 April 2020

માધુબાપા  !

મા   બોલી  કચ્છી  કે  જિરાયોં  માધુબાપા ! 
સબધેં  જો  અમરત    પિરાયોં  માધુબાપા !

ભાંખ   ફૂટે  ને  જાપ   જપિયેં  ઈ  કચ્છી જા ,
ઈ   આશક  વા  બાબીડી  બોલી સચ્ચી જા.

પિંઢ઼જે ખોરે મેં કચ્છી કે વેરાયોં માધુબાપા !
સબધેં   જો   અમરત  પિરાયોં  માધુબાપા ! 

સજી  જમાર  આશક રયા ઈ મા  બોલી જા , 
ચોંધા વા ભા, ધિલ  જા ધરવાજા ખોલી જા.

ભુજિયે નેં  ધીણોધર કે ડોલાયોં  માધુબાપા !
સબધેં   જો    અમરત  પિરાયોં  માધુબાપા ! 

માન   ઈનીજો  કચ્છી,ગાન  ઇનીજો કચ્છી,
ધોરે  રણ  જા  ચાહક,ભાષા ઇનીજી અચ્છી.

ધજા-પતાકા કચ્છી જિ  લ્હેરાયોં માધુબાપા !
સબધેં    જો  અમરત   પિરાયોં  માધુબાપા !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Friday, 10 April 2020

પ્રાર્થના  !

હે   પ્રભુ  દયાનિધિ ,સૌનું  મંગળ   કરનારા !
દુઃખ -દર્દ-વેદના- કષ્ટ  માનવીના હરનારા !

ત્રાહિમામ -ત્રાહિમામ   પોકાર  સાંભળી  લો,
જગતના ત્રસ્ત લોકોની પકડી આંગળી  લો.

હે વિધાતા ,સકલ  વિશ્વની ઝોળી ભરનારા !
દુઃખ-દર્દ-વેદના -કષ્ટ માનવીના  હરનારા !

અમારા કર્મોના  ફળનો હિસાબ પછી કરજો,
નિરાંતે  એની   સુનાવણી ,પ્રભુ હાથ ધરજો.

ત્રણે  બ્રહ્માંડમાં  હે અવિનાશી  વિચરનારા  !
દુઃખ-દર્દ-વેદના-કષ્ટ માનવીના હરનારા !

માનવી -માનવ  નથી  થઈ   શકયા  અમે,
ક્ષમા  કરજો  હે  આંનદદાતા , અમને તમે.

'કાન્ત'ની લેખિનીમાં,શારદા રૂપે વસનારા !
દુઃખ-દર્દ-વેદના-કષ્ટ  માનવીના હરનારા !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'








Thursday, 9 April 2020

હા  હું  સમય  છું   !

અફાટ રણની  રેતી  પર  મારાં 
     પગલાંની છાપ  સ્પષ્ટ  દેખાય  છે 
હા , હું  સમય  છું ....
      એક એક  ક્ષણ  ગાઢ  નિંદ્રામાં  
સૂતી   છે  અહીં .
       મહાભારત  હો કે હો રામાયણ 
સઘળું  સમાયું  છે મારામાં.
        ભીષ્મ-અર્જુન-વાસુદેવ -દ્રોણ 
આજે પણ  શ્વસે છે,વસે છે-હસે  છે 
        મને  પકડવા માટે  દોટ  મૂકતા 
મૂર્ખ   માણસોને    જોઈને !
        હું કોઈનો થયો નથી-થવાનો નથી 
થઈ  શકું એમ પણ નથી.......
       સત્ય-દ્વાપર -યુગો પર પણ .
મારો  પ્રભાવ  હતો ..
      આજે પણ તું મારો પ્રભાવ જોઈ શકે છે.
       મેં  હમેશાં  તને  સમજાવવાના 
પ્રયત્નો  ખરા દિલથી કર્યા છે !1!
       પણ તારામાં તો વસે છે 
રાવણ-કંસ -દુર્યોધન -આંધળો  ધૃતરાષ્ટ્ર !
        આ 'કોરોના યુગ' પણ  હું જ  છું 
તું ભલેને  ગમે એટલો મોટો  હો,
         આજે તને  મારી આગળ  લાચાર
ઊભેલો  જોઈ  હું ખડખડાટ હસું છું,
         દોસ્ત  આ તો  ટ્રેલર છે ,ફિલ્મ 
હજુ બાકી છે ! જોવી છે ? જોઈ શકીશ ?
         ના.......તો પછી  માણસ બની જા 
હાંકી કાઢ તારામાં બેઠેલા આસુરી તત્વોને 
        હજુ મોડું નથી થયું -કંઈ  નથી ગયું 
સમજી જા  નહીંતર  હું પણ....
        નહીં રોકી શકું તારા વિનાશને !
બધું અહીં જ રહી  જશે,તું અભિશાપ 
       બની જઈશ  આવનારી પેઢી માટે !
મારા નસીબમાં તો  મહાભારત હો 
        કે   મહામારી- જોવાનું લખાયું જ છે 
પણ હું તને  માણસ  તરીકે જીવતો 
       જોવા માગું  છું -કારણ કે 
'હું સમય છું.....!
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



      
     

Wednesday, 8 April 2020

नई  सुबह  होगी  !

अँधेरा   छँटेगा  और  , नई   सुबह   होगी,
प्यार  आपस  में  बँटेगा  नई  सुबह होगी। 

रात    घनी   कितनी , लंबी  क्यों   न  हो ,
उजाला  निकलता  ही  है,   सारे  जहाँ  में. 

तू  खुद से  नहीं कटेगा, नई  सुबह  होगी। 
प्यार  आपस में  बँटेगा ,नई  सुबह  होगी। 

वक़्त  -ख़ुशी  गम  के  साथ   चलता   है ,
कभी जीवन तो कभी मृत्यु  निगलता है। 

तू   पीछे  नहीं   हटेगा, नई  सुबह  होगी,
प्यार आपस में  बँटेगा ,नई  सुबह होगी। 

ये  दिन  जो  मुसीबतों  को  ले  आये  हैं,
फिर  भी  हमने गीत ,ख़ुशी  के  गाये  हैं। 

श्री  हरि  नाम  रटेगा ,नई  सुबह  होगी,
प्यार आपस में  बँटेगा ,नई सुबह होगी। 
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '


ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

સચો  તાં  કુછેતી , ગઝલ  હી  અસાંજી ,
સભધ કે  નમેતી , ગઝલ  હી  અસાંજી.

વતનજી    કિયારી , સુકેતી  જડેં  પણ,
વડર   થૈ વસેતી  ,ગઝલ  હી  અસાંજી.

ધરમજો  થિયે  તો  તમાશો  જગતમેં ,
ગજણ  થૈ ગજેતી  ,ગઝલ હી અસાંજી.

મૅનથ   જો   મઈમા,   વધેતો -ઘટેતો, 
કસભ થૈ નચેતી, ગઝલ  હી   અસાંજી.

ધુકાઈ    ફિરેંતા    સડક  તેં ,સજો  ડીં ,
સલામી  કરેતી , ગઝલ   હી  અસાંજી.

ઉખણ  મેઁ   ખણીને , બચે કે  ઉભી  સે,
ફરજ  કે   નમેતી, ગઝલ  હી અસાંજી.

સુણેતો  -  લિખેંતો - કુરો  તું  ભને તો  ?
મિડ઼ે તાં  ડિસેતી , ગઝલ હી  અસાંજી.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Monday, 6 April 2020

ગઝલ !

મન   ભરીને  મુલાકાત કરી છે અમે,
અમારા એકાંતથી વાત કરી છે અમે 

ક્ષણો  ,ખૂબસૂરત  ખુદ ને મળવાની,
ઘૂંટી ને   ઉજળી ,  જાત કરી છે અમે.

તમસનું   શું ,પ્રકાશ  એને  હરાવશે,
હવે , જાગરણની  રાત કરી છે અમે.

કશુંએ  બેરંગ  નથી ,આ દુનિયામાં,
રંગ  પૂરી, નવી ભાત કરી  છે અમે.

સલામ છે સમયથી લડનારાઓને ,
પ્રાર્થના ઈશ્વરને ,સાત કરી છે અમે.

સદનસીબ ,નમો  છે અમારી સાથે,
વેદનાઓને  મ્હાત ,  કરી  છે અમે.

હજુએ મોડું નથી થયું,ચેતના ભરો,
માણસ થઈ ,શરૂઆત કરી છે અમે.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




Sunday, 5 April 2020

ગીત  !

કોણ  જાણે  કેમ  જરાક  અમથી આ વાત,
              પનઘટના  ઓવારે  ગોટે  ચડી !
રંગ     ખીલ્યા     ઓઢણીના   લાલ ચટક ,
             ધબાક  દઈ ગાગર  કુવામાં પડી ! 

સીંચણિયું    હાલક  ડોલક  થાય  ને   ધ્રૂજે ,
            રસ્સી  પણ  ગોરીના  સ્પર્શને બ્રૂજે.
છલોછલ   ભરાય    પાણીને સંગ  ઓરતાં ,
             સંજીવની  જીવનની   અહીં  જડી !
                                                 0ધબાક 
ઝબક ઝબક  આંખમાં ,ઉભરાય ઉજાગરો,
           લીંબડાની ડાળે કા કા  કરે કાગડો.
સઇયરું પજવે  મુને, કરે પલક મીંચામણી,
           ધન્ય  ભાગ  મારા  ને ધન્ય  ઘડી !
                                                0ધબાક 
આભલાનો  મેઘ  પણ  આંખ   મને  મારે,
           ગર્જના કરીને એ  બોલાવે સવારે.
હાંફળી -ફાંફળી  -આમતેમ   જોઉં    અને ,
           આવીને  ઊભો  રહે એ  છાંટે ચડી !
                                              0 ધબાક 
દૂર-દૂર  મીટ  માંડી ,  મોર  કરે  કેકારવ,
            વાયરો મૂવો ,ખેંચે  મારો પાલવ.
'કાન્ત 'ને પોકારું ,ને ખંજન પડે ગાલમાં,
            જોડાય  એની સાથે સ્નેહની કડી !
                                               0ધબાક 
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


ગઝલ   !

ગાલ  ડિયો  પ્રગટાય  જી  થિયેતી ,
ઇનમેં  અંધારે જે પે જો  વિને કુરો ?

વટ  દેશી ઘી  કે ગટક  કરે ને પિયે,
ઉજારો   અજ   હરખ  પદુડો  થિયે.

મુંજે   વતન  જી   ચેતના   ફિરેતી ,
ઇનમેં  અંધારે જે  પે  જો વિને કુરો ?

જાગરણ આય ,વલે મુલક  જો હી,
અંગણ મેં  સા  ભરીન્યું  નોં નેં ધી.

એકતા અજ  ખિલી ખિલી  નચેતી,
ઇનમેં  અંધારે જે પે જો વિને  કુરો ?

નમો  જો  વિશ્વાસ ,અસાંજો  શ્વાસ,
 હિન  મહામારી   જો  થીંધો નાશ.

'કાન્ત' જી કવિતા ,  હિત  ટિલેતી ,
ઇનમેં  અંધારે જે પે જો વિને કુરો.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(પહેલી પંક્તિ  કવિ કૃષ્ણ દવેની )

Friday, 3 April 2020

હસું  છું  !

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

હવે  તો  તમારા  ચરણમાં  વસું  છું ,
રડીને   ફરીથી , ખુદી પર   હસું   છું.

હસીને  બધાં  ને   ખુશીથી  નચાવું ,
મળે જો  સહારો  નયનથી કસું   છું.

ભલે  એ  કહેતો , મને  બીક  કોની ?
અચાનક  છળીને , ફુંફાળે   ડસું  છું.

મિનારા   ચણું  ને , હવેલી  ડરે છે, 
અરે  હું   હવે તો , મિનારે  રસું  છું.

દુબારા દુબારા ,  કહો  જો  હમેશાં ,  
ગઝલ ને  ફરીથી ફરીથી  રચું છું. 
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











Thursday, 2 April 2020

दिया  जलाएँ  !

चलो   सब    मिलकर   दिया   जलाएँ  !
मोदीजी   को   संघ    शक्ति    दिखाएँ  !

एकता   किसीको   भी, हरा,शकती  है,
एक  नया    इतिहास  रचा  शकती  है।  

अंधकार से ,खुद को लड़ना सिखलाएँ ,
मोदीजी    को   संघ   शक्ति  दिखाएँ। 

अलग-अलग -परिवेश - अलग भाषा ,
भारतवासीओं  से  बस  एक ही आशा. 

गिले  शिकवे  भूलकर,  दैत्य  भगाएँ ,
मोदीजी   को    संघ   शक्ति  दिखाएँ। 

अपने पैरों पर  हमारा   देश   खड़ा है,
हरएक  धर्म  से   हिंदुस्तान  बड़ा  है। 

प्रधानमंत्री को आज भरोशा  दिलाएँ ,
मोदीजी   को   संघ   शक्ति  दिखाएँ। 
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त '

Wednesday, 1 April 2020

શ્રી  રામ  છું  !

ચેતનામાં  વસું ,  હું   શ્રી  રામ  છું ,
શ્વાસે  શ્વાસમાં  શ્વસું ,હું શ્રી રામ છું.

મર્યાદા પુરષોત્તમ કહે છે તું  મને,
તારા  દંભ પર હસું, હું શ્રી રામ છું.

પતિત પાવન  રૂપ  છે,સદા મારું,
તલભાર નહીં ખસું, હું શ્રી રામ છું .

પારકી છઠ્ઠીનો  નથી તું જાગતલ,
સત્ય કસોટીએ કસું ,હું શ્રી રામ છું.

અહલ્યા-કેવટ-ગૂહ-હો કે  શબરી,
પ્રાણ  થઈને   રસું ,હું શ્રી રામ છું.

આજેય   જીવે   છે  રાવણ  અહીં ,
કાળ   થઈને  ધસું ,હું શ્રી રામ છું.

ઉપવાસ કરવો છે,તો કરી લે તું,
તીરને  કયાં ઘસું ?હું શ્રી રામ છું
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '