એક પગલું !
એક પગલું આકાશ તરફ માંડયું ,
'સાત પગલાં ' ટૂંકા પડી ગયાં.
શબ્દો - મૂંગા - હતપ્રભ-શોક્ગ્રસ્ત ,
કુન્દનિકા -તેજ લિસોટે ભળી ગયા.
'પરોઢ થાતાં પહેલાં ' આ શું થયું ?
મૃત્યુને તરત જ એ કળી ગયા.
'અગ્નિપિપાશા ' શું અતૃપ્ત હતી ?
ઓચિંતા એ ચિતા પર ચડી ગયા.
વાર્તાઓ દોડતી એમની પાછળ,
આજે એ ખુદ વાર્તામાં ભળી ગયા.
'પ્રેમના આંસુ' ચાસ પાડે ગાલ પર,
'કાગળની હોડી ' થી એ તરી ગયા.
'મનુષ્ય થવું ' બહુ અઘરું છે ભાઈ,
'પરમ સમીપે ' કેવા સરી ગયા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
એક પગલું આકાશ તરફ માંડયું ,
'સાત પગલાં ' ટૂંકા પડી ગયાં.
શબ્દો - મૂંગા - હતપ્રભ-શોક્ગ્રસ્ત ,
કુન્દનિકા -તેજ લિસોટે ભળી ગયા.
'પરોઢ થાતાં પહેલાં ' આ શું થયું ?
મૃત્યુને તરત જ એ કળી ગયા.
'અગ્નિપિપાશા ' શું અતૃપ્ત હતી ?
ઓચિંતા એ ચિતા પર ચડી ગયા.
વાર્તાઓ દોડતી એમની પાછળ,
આજે એ ખુદ વાર્તામાં ભળી ગયા.
'પ્રેમના આંસુ' ચાસ પાડે ગાલ પર,
'કાગળની હોડી ' થી એ તરી ગયા.
'મનુષ્ય થવું ' બહુ અઘરું છે ભાઈ,
'પરમ સમીપે ' કેવા સરી ગયા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment