ગીત !
કોણ જાણે કેમ જરાક અમથી આ વાત,
પનઘટના ઓવારે ગોટે ચડી !
રંગ ખીલ્યા ઓઢણીના લાલ ચટક ,
ધબાક દઈ ગાગર કુવામાં પડી !
સીંચણિયું હાલક ડોલક થાય ને ધ્રૂજે ,
રસ્સી પણ ગોરીના સ્પર્શને બ્રૂજે.
છલોછલ ભરાય પાણીને સંગ ઓરતાં ,
સંજીવની જીવનની અહીં જડી !
0ધબાક
ઝબક ઝબક આંખમાં ,ઉભરાય ઉજાગરો,
લીંબડાની ડાળે કા કા કરે કાગડો.
સઇયરું પજવે મુને, કરે પલક મીંચામણી,
ધન્ય ભાગ મારા ને ધન્ય ઘડી !
0ધબાક
આભલાનો મેઘ પણ આંખ મને મારે,
ગર્જના કરીને એ બોલાવે સવારે.
હાંફળી -ફાંફળી -આમતેમ જોઉં અને ,
આવીને ઊભો રહે એ છાંટે ચડી !
0 ધબાક
દૂર-દૂર મીટ માંડી , મોર કરે કેકારવ,
વાયરો મૂવો ,ખેંચે મારો પાલવ.
'કાન્ત 'ને પોકારું ,ને ખંજન પડે ગાલમાં,
જોડાય એની સાથે સ્નેહની કડી !
0ધબાક
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કોણ જાણે કેમ જરાક અમથી આ વાત,
પનઘટના ઓવારે ગોટે ચડી !
રંગ ખીલ્યા ઓઢણીના લાલ ચટક ,
ધબાક દઈ ગાગર કુવામાં પડી !
સીંચણિયું હાલક ડોલક થાય ને ધ્રૂજે ,
રસ્સી પણ ગોરીના સ્પર્શને બ્રૂજે.
છલોછલ ભરાય પાણીને સંગ ઓરતાં ,
સંજીવની જીવનની અહીં જડી !
0ધબાક
ઝબક ઝબક આંખમાં ,ઉભરાય ઉજાગરો,
લીંબડાની ડાળે કા કા કરે કાગડો.
સઇયરું પજવે મુને, કરે પલક મીંચામણી,
ધન્ય ભાગ મારા ને ધન્ય ઘડી !
0ધબાક
આભલાનો મેઘ પણ આંખ મને મારે,
ગર્જના કરીને એ બોલાવે સવારે.
હાંફળી -ફાંફળી -આમતેમ જોઉં અને ,
આવીને ઊભો રહે એ છાંટે ચડી !
0 ધબાક
દૂર-દૂર મીટ માંડી , મોર કરે કેકારવ,
વાયરો મૂવો ,ખેંચે મારો પાલવ.
'કાન્ત 'ને પોકારું ,ને ખંજન પડે ગાલમાં,
જોડાય એની સાથે સ્નેહની કડી !
0ધબાક
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment