Wednesday, 30 November 2016

ગઝલ 

કોઈ  ઊભું  છે  તારે દ્વારે, બારણાં  ખોલ,
ભીની ભીની  યાદોનાં ,સંભારણાં  ખોલ.

સુગંધ બની જા ,મદમસ્ત રાતરાણીની,
મનમાં  ધરબેલી , બધી  ધારણાં  ખોલ.

શૈશવ  કિલકારી  કરે -રમે તુજ આંગણે,
મેડીએ   ખડકાયેલા  હવે પારણાં  ખોલ.

 સંવાદની  સાંક્ડી  ગલી   શણગારેલી, 
વર્ષોથી  બંધ  પડેલી વિચારણા  ખોલ.

જિંદગીની  સાચી  મજા એજ છે 'કાન્ત',
બહેનીએ લીધેલાં તું  ઓવારણાં  ખોલ.
                         ***
-'કાન્ત '
लोग

गिद्धों  से   भी  बदतर  हैं  ये  लोग,
जो  जिंदा  इन्सानों  को .... 
नोच  नोच  कर  खाते  हैं। 
मंदिर  में  देवी  की  प्रतिमा को 
कपड़े  पहनाकर ..
बीच  सड़क  पर  किसी  अबला  को 
नंगी  कर ;अपनी  मर्दानगी  दिखाते  हैं। 
मंदिर -मस्जिद में  ईश्वर -अल्लाह 
के  सामने  इनका स्वरूप  सुहाना  लगता है,
जैसे  ही  बाहर  निकले ,भीतर का  जानवर 
बेबस -लाचारों को  निगलता है। 
बे-शर्मी  से  ये  अपनी  औकात  पर आ जाते  हैं ,
जिंदा  इन्सानों  को  ये  नोच नोच कर  खाते  हैं। 
इनका  ईमान  चौराहे  पर  टके  शेर  बिकता है,
सज्जनता का  मुख़ौटा  पहनकर ,
बन -ठन  कर  ये  बाज़ार  में  निकलता है। 
रोशनी  के  लिए ये  दूसरों  के  घर  जलाते  हैं ,
जिंदा  इन्सानों  को  ये  नोच  नोच  कर  खाते  हैं। 
औरत  को  माँ-बहन-भाभी  का  दर्जा  देनेवाले,
जहाँ  नारी  की  पूजा होती है ,वहाँ  देवता  रहते  हैं ,
ऐसा  कहनेवाले .......
उसी  औरत को  कोठों  पर  नचाते  हैं ,
जिन्दा  इन्सानों  को  ये नोच नोच कर  खाते  हैं। 
                            ***
-'कान्त '




Sunday, 27 November 2016

ग़ज़ल 

खुद  ही  हँसता  हूँ ,खुद  ही  रो  लेता  हूँ ,
वक़ूफ़  अपने  मन   को ,हरदम देता  हूँ  !

मुझ  से  मत पूछो, हड़कंप  के  बारे  में ,
भीतर ही  भीतर ,मैं  सब कुछ सहता हूँ !

प्यार  किया  है  मैंने,  खेल  नहीँ  खेला ,
तेरी  चाहत  में  मैं , पल पल  मरता  हूँ !

झींगुर से  पूछो, प्यास  कैसे   बुझाते  हैं , 
नदी में  डूबकर ;समंदर में  निकलता हूँ  !

कोहसार  में  बनाया  मैंने अपना बसेरा,
कोहराम  नहीँ ,गिरकर  भी  सँभलता हूँ !
                          ***
-'कान्त '
*वक़ूफ़ -સમજ *हड़कंप-ખળભળાટ 
*झींगुर -તમરું *कोहसार-પહાડ 
*कोहराम -રોકકડ 


Friday, 25 November 2016

કાગબાપુ...!

શબ્દોનો  દુલાર  હતા   કાગબાપુ,
પ્રકૃતિનો  પોકાર  હતા  કાગબાપુ.

લોક બોલી -લોક  હેલીના સ્વામી,
કલમનો શણગાર હતા કાગબાપુ.

દુલા ભાયા-જન હૃદયમાં સમાયા,
જનેતાનો આકાર હતા કાગબાપુ.

દ્રશ્યોના  જ્ઞાતા, ક્ષણમાં  સમાતા,
વેદનાનો વિસ્તાર હતા કાગબાપુ.

જનપદના પુજારી,સ્વ જાય હારી,
'કાન્ત'નો સંચાર  હતા કાગબાપુ.
                     ***
-'કાન્ત'





Wednesday, 23 November 2016

સવારમાં ....

સોનેરી  શમણાં  ઊગ્યા  સવારમાં,
બધી   ભ્રમણા  , ભૂલ્યા  સવારમાં.

નવી  આશાઓ તો દોડતી  આવી,
ઝાકળના ટીપાં ,ખીલ્યા સવારમાં.

આભ પણ ઊંચકાયું  સોનેરી  રંગે,
ભમરાના ગુંજન ગૂંજ્યા સવારમાં.

પ્રાર્થના-આઝાન પડઘાવા લાગી,
મંદિર -મસ્જિદ ,બોલ્યા સવારમાં.

ચેતનાના ચમકારે;દિશાઓ ડોલી,
કુદરતે દરવાજા ખોલ્યા સવારમાં.

સળવળાટ સૃષ્ટિનો ગમવા લાગ્યો,
ઓરતાં નવોઢાના;ડોલ્યા સવારમાં.

જીવવાની  આશા  બળવત્તર  થઈ ,
'કાન્ત 'ના શબ્દો; ઝૂલ્યા  સવારમાં.
                      ***
-'કાન્ત '






ગઝલ 

જીવન  છે  મધુવન ; વિશ્વાસ   લઈને  આવ્યો છું ,
ભીતરને  ભીતર ;સઘળા શ્વાસ લઈને આવ્યો છું.

દુઃખ -દર્દ-પીડાઓ  છોને મ્હાલે  મુજ આંગણીયે ,
રહે  અડીખમ ;એવો  આવાસ લઈને આવ્યો છું.

બની   બહાવરો   બંદગી   નહીં  કરું  માલિકની,
'ખુદા હાફિઝ ' કહું  હું;  પ્યાસ  લઈને આવ્યો છું.

એકલતા  પણ  નહીં  પજવી  શકે  હવે અંતરને,
શબ્દના એવા સુંદર  ,સમાસ  લઈને આવ્યો છું.

શોખીન   શાયરીનો , મહેફિલને  ગજાવી  નાખું,
રદીફ-કાફિયા-સ્વનો ; પ્રાસ   લઈને આવ્યો છું .

બધીજ  સજા  ભોગવવા  રહું   તૈયાર   હંમેશાં,
તિમિર પાસેથી  ;અજવાશ  લઈને આવ્યો  છું .

'કાન્ત 'તરસ  નહીં  જાય ચાલીને  કૂવા  સુધી,
હું   અમૃત મંથનની ;મીઠાશ લઈને આવ્યો છું.
                              ***
-'કાન્ત'






Monday, 21 November 2016

बारहमासी  है  !

भूल भुलैयां  जीवनकी , इस  कदर  सताती  हैं ,
कानी  ऊँगली  पर  हम  सबको  वे  नचाती  हैं। 

चलना,गिरना,गिरकर सँभलना लगा रहता है,
निबिड़  अँधेरे में भी, प्रकाश स्वत :मिलता है। 

सौदामिनी  चमककर , आसमान  सजाती  है, 
उमड़ घुमड़कर बदरी ,अमृत  जल बरसाती है। 

इन्सान  बहेलिया  बनकर  जाल  बिछाता  है,
अपने  चक्रव्यूह में खुद फँसकर  रह जाता है। 

मातमपुरसी ,आज  शब्दों  से  ही  दी जाती है,
जनाज़े  से निकलकर,शादी में आती जाती है। 

कलापी अपने पँख  फैलाकर, नाच रचाता  है,
मधुर  केकारव  से,वह  बादलों को बुलाता है। 

हिकमत ही जीवन नौकाको किनारे लाती  है,
'कान्त 'की  कविता ,रिमझिम बारहमासी है। 
                            ***
-'कान्त '





Saturday, 19 November 2016

સંધ્યા ટાણું......!

સંધ્યા  ટાણું   છે;  ઝાલર   વાગે !
આથમતો   સૂરજ   સુંદર   લાગે !

લોકો ,હકડેઠઠ  ઊભા   મંદિરમાં ,
સૌ પ્રભુ પાસે ગજા પ્રમાણે માગે !

વાઘા પહેર્યા છે રૂડાં ઠાકોરજીએ,
રંક  બાળકો; નાગા-પૂગા  ભાગે !

અન્નકૂટ ભર્યો-ધર્યો  પ્રભુ  ચરણે,
ભૂખ્યાં-ટળવળતાં;ભૂખથી જાગે !

આરતીની  જ્યોતિ  જ્યોતિર્મય,
દૂર  કોઈ  ઝૂંપડું તમસને  તાગે !
                    ***
-'કાન્ત '
  

Thursday, 17 November 2016

ग़ज़ल 

ग़र  तू   चल  शके  तो; मेरे  साथ  साथ  चल,
ख़ुशी  से मचल शके तो; मेरे साथ साथ  चल !

चलना  अकेले  कभी  मेरी  फ़ितरत  ही नहीं ,
रह  तू  अटल  शके  तो; मेरे साथ  साथ चल !

फिहरिस्त  दर्द   की   मेरी    लंबी  है  देखना,
अँधेरे में  सँभल शके तो; मेरे साथ साथ चल !

बचपन  से   जवानी ; जवानी  से  ये  बुढ़ापा,
तू    कँवल  बन  शके;तो मेरे साथ साथ चल !

जिया  है   हर  लम्हा ; मैंने  बनके  पंचानन,
कटिबद्ध निकल शके तो;मेरे साथ साथ चल !

दुलराना   बहुत   अच्छा   लगता  है  मुझको,
65 -11 में बदल शके तो;मेरे साथ साथ  चल !
                             ***
-'कान्त '

Wednesday, 16 November 2016

ગઝલ 

શબ્દની  ગણો   મહેર ;તો   મહેર પીને,
લયબદ્ધ  ગઝલની   કોઈ   નહેર  પીને.

કર્યો  વહેવાર  મેં  સારો ; કવિતા સાથે,
લખું  છું  આટલું;  એટલે   લહેર  પીને.

મન  વચાળે ;  એક   લીટી  દોરવી  છે,
જીવી   જવું    છે;  હલાહલ  ઝેર  પીને.

મારા   શ્વાસમાં;  તારા  શ્વાસ  ખળભળે,
નયન  પણ  થાકી    ગયા;   કેર  પીને.

કોણ ટકોરા મારતું; આજે મારા બારણે?
ગામડું   સૂતું    છે ; અહીં    શહેર  પીને .

બનાવટની પાંખો  સજીને  ઊડે  છે  એ,
કડવાહટ છે  કડવી; વર્ષોથી વેર પીને.

ગઝલ   લખાય   છે,   એટલે  ઝટપટ,
'કાન્ત'  બેઠો  છે ;કાફિયાની હેર  પીને .
                        ***
-'કાન્ત'





Tuesday, 15 November 2016

ગઝલ 

થવું   હોય  તે  થવા દે,
જવું  હોય તેને જવા દે.

શ્વાસ  રૂંધાય  છે  મારો,
હવે;  આવવા  હવા  દે.

રજનિ ચરણોમાં  પડી,
શણગાર એને નવા દે.

દર્દ  જો  પડખું  બદલે ,
મરહમ દે- અને દવા દે.

ઘૂંઘટ  હટે   જો મેડીએ,
'કાન્ત ' તું  શ્રી  સવા  દે.
             ***
-'કાન્ત'
             




ગઝલ 

લક્ષ્મીની  આ  કેવી  કમાલ  છે,
ચારે  કોર  ધાંધલ   ધમાલ  છે !

ચોર  કોઠીમાં  મોં  નાખીને રડે,
ચારેકોર  રૂપિયાની બબાલ  છે !

નમોએ  તો  નવડાવી  નાખ્યા,
એમની ચાલ,  આડી રવાલ છે !

નવી નોટો  છે ' white Money,'
એના   જાયકામાં  તમાલ   છે !

કૂદાકૂદ   કરે   છે  રાજનેતાઓ,
મોદીજી પાસે તીખા સવાલ છે !

'Black Money' તો  છે  મૂર્છિત ,
એના આકાઓના  બે-હાલ  છે !

'કાન્ત'  કલમના   ખોળે   બેઠો,
એ  શબ્દોથી   માલામાલ    છે !
                   ***
-'કાન્ત'



Sunday, 13 November 2016

ગઝલ 

હૃદયમાં  કેમ ભાર છે ? પૂછો  તો  ખરા,
શું  બધું જ  ઉધાર  છે ? પૂછો  તો ખરા !

અમે  આજે અમારું  માત્ર તન  સંકોર્યું,
મનને  શો  આધાર છે ?પૂછો તો ખરા !

પડઘા  પડ્યા   છે   આજે    હવેલીમાં,
ઝીલવા કો  તૈયાર છે ?પૂછો તો ખરા !

ગાલ  પર  ચાસ  પડતા  જાય  ઊંડા,
અમારો  સ્વીકાર  છે ? પૂછો તો ખરા !

વરસતા   વરસાદમાં   આ ઘર  બળે,
કોનો  તિરસ્કાર  છે  ? પૂછો   તો ખરા !

માથું વાઢીને મારું ,ઝંખનાને  મોકલું,
એને  ઇંતઝાર  છે ? પૂછો  તો    ખરા !
                       ***
-'કાન્ત'











Saturday, 12 November 2016

ગીત 

અહીં અમારી કોણ ખબર પૂછે 
ગાંધી બાપુ અમારા આંસુ લૂંછે ..

પાંચસો ને થાય એવું હજારનેય થાય,
ચાલ, મને જ હું મૂલવું.....
દિવસો હતા ઠાઠમાઠના એને હું કેમ કરી ભૂલું?

કોક તો પૂછો મરી જાવાનું દુઃખઃ શું છે ,
ગાંધી બાપુ અમારા આંસુ લૂંછે ...

આ બ્લેક શબ્દ  અમારા કાળજાને કોરે,
એને હવે કેમ કરી ભૂલવું ...
ઠાઠથી ફરતા હતા બજારમાં; હવે કયાં ઝૂલવું ?

જુઓ તો ;અહીં રણ છે કે ભૂ છે...
ગાંધી બાપુ અમારા આંસુ લૂંછે...

બે હજાર-બહેન જેવા કૂદતા 'તા જોરે, 
ભૂતકાળ ને નથી હવે ઠોલવું ...
નવી નોટોની સાથે ,શાને અમારે  ખૂલવું ...

નરેન્દ્ર ને કહીએ બસ ;તું હી તું છે...
ગાંધી બાપુ અમારા આંસુ લૂંછે...  
                   ***
-'કાન્ત'




Friday, 11 November 2016

નિ:શબ્દ .....!

શબ્દોના સ્વામી  તમે ,હું  નિ:શબ્દ !
ધોધમાર વરસો તમે ,હું  છું  અબ્દ !

લાગણી ક્યાં, માપીને લીધી દીધી,
સ્પર્શ  છે ;તમારા  સથવારે  લબ્ધ !

આ  ઘડીભર ,ક્ષણની શી  વિશાત ?
આપણે  તો ,સમય સાથે પ્રતિબદ્ધ !

વીંટળાય છો ને કોઈ કોઈની સાથે, 
હું -તમે  છીએ પરસ્પર વચનબદ્ધ !

શબ્દોનો સ્વામી કોઈ થઈ  ન શકે,
તો પછી  KD તમે શાના નિ:શબ્દ ?
                      ***
-'કાન્ત'







Thursday, 10 November 2016

ગઝલ 

ચાહનારા ; યાદ  કરશે  મને,
કોક  'દિ, તો સાદ કરશે  મને.

ફરી   ઊઠીશ   ચિતા  પરથી ,
મૃત્યુએ ; બાદ   કરશે    મને. 

નિર્દોષ આંખની વાત કરવી,
એ જ ;ઝિંદાબાદ  કરશે મને.

શું લખું ,શું રચું ?અવઢવ કાં ?
શ્રદ્ધા  જ  ફરિયાદ કરશે મને.

દર્દ પડખું  ફેરવે  આરામથી,
હવે; એ આબાદ  કરશે  મને.

આમ તો રોજ  સામે મળે એ,
ઝંખના  બરબાદ કરશે મને.

'કાન્ત' આ શબ્દોના ખેલમાં,
ગઝલ  ના-બાદ કરશે  મને.
                 ***
-'કાન્ત'




ક્લાઉત્સવ  !

કલાઉત્સવ , કલાનો  શણગાર  બની  ગયો,
કવિતાની  રૂમઝૂમનો  ચમત્કાર બની ગયો !

બાળ કવિઓ, બાળ ચિત્રકારો બાળ ગાયક,
શબ્દ-તાલ-ને સૂરોનો  ધબકાર  બની ગયો !

વહેતી રહી  સરવાણી સર્જનની ત્રણ દિવસ,
ડાયેટ  ભુજનો ;એ જય જયકાર  બની ગયો !

હું   શોધતો  રહ્યો  બાળકોમાં રદીફ-કાફિયા,
લેખન  યાત્રાનો  એ   વિસ્તાર  બની  ગયો !

ગાયું   હતું  મજાનું  ગીત, રાવિયા  અશરફે,
ગાતાં -ગાતાં - પરવરદિગાર   બની  ગયો !

શેરીમાં   પડઘાતું    હતું   શૈશવ   ઈશિકાનું , 
એના ગીતની  પ્રીતનો , આધાર બની ગયો !

નિશિતા કેશવાણી ઝાકળ જોઈ,પલળી ગઈ,
'કાન્ત' ;એ  રચનાનો,  અલંકાર બની ગયો !
                            ***
-'કાન્ત'



Wednesday, 9 November 2016

ગઝલ 

છપ્પનની   છાતી   ફૂલાવી  મોદીએ,
સરકારની  શક્તિ   જતાવી  મોદીએ.

આવું  પગલું,  ન.મો.  જ    ભરી  શકે,
અલક્ષ્મીને  આજે   હરાવી    મોદીએ.

હું નરેન્દ્ર   છું,   કોઈથી   ડરતો   નથી ,
અજબની   હિંમત  બતાવી   મોદીએ.

ફોલી-ફોલીને  ખાતા  હતા આ  ઉંદરો,
બ્લેક મનીમાં આગ  લગાવી મોદીએ.

રાજકીય પક્ષો  દિવાળીયા થઈ ગયા,
બિચારી  નોટોને  તો રડાવી  મોદીએ.

કઈક  કાળા કુબેરોને ઊંઘતા ઝડપ્યા,
અર્થતંત્રની  આડશ   હટાવી  મોદીએ.

'કાન્ત'ને કાલે રાત્રે  મીઠી ઊંઘ આવી,
એક  નવી  ચેતના પ્રસરાવી  મોદીએ
                       ***
-'કાન્ત'




       




ગીત 

આંખોમાં સોનેરી શમણાં 
ને હૈયામાં હિલોળા લેતું નામ.
વિરહના બદલામાં માગ્યો છે,
સજની; અમે તારી શાતાનો મુકામ !

હરીએ ફરીએ ને જરા અટકીએ તો,
ઝાંઝરની રૂમઝૂમ સંભળાય,
માંડીએ કાન ધરતીના હૈયે તો,
ધબકારા એના પડઘાય.

મજનૂની જેમ અમે જીલ્યો છે,
લૈલાનું ગૂંજતું  એ ગામ.
વિરહના બદલામાં માગ્યો છે,
સજની;  અમે તારી શાતાનો મુકામ !

વીતેલી સાંજ જયારે ડોકિયું કરેતો,
હમીરસર,લાજ કાઢે ને શરમાય.
હોઠ જયાં મળ્યા 'તા રાજી ખુશીથી,
લાગણીઓ એક પછી એક કરમાય.

જીરવાશે -જરૂર જીરવીશું,
તમે દીધેલાં ઝેરના જામ.
વિરહના બદલામાં માગ્યો છે,
સજની;અમે તારી શાતાનો મુકામ !
                  ***
-'કાન્ત'






Monday, 7 November 2016

ગઝલ 

કરું   છું કોની  વાત ?  શી ખબર,
શો   છે   પ્રત્યાઘાત?   શી ખબર.

અંધકાર  મારો   છે    પ્રકાશમય,
દિવસ   છે    કે રાત ? શી ખબર.

'હું' મારો ; હારીને   નીચે  પડ્યો,
કોણે   કર્યો   ઘાત ?  શી   ખબર.

અર્થોની અપ્સરાઓ  આ  ઊભી,
ગઝલનો થયો પાત ?શી ખબર.

કશુંક  નવું   કરવાની  આ ઘડી,
સીકારશે  આ  નાત ? શી ખબર.

અરધી નહીં, વાત માંડીને  કરો,
શેનો   છે   પ્રપાત ?   શી ખબર.

દ્વાર  પર જુઓ; સાંકળ  ખખડી,
દિલાસો  કે આઘાત ?શી ખબર.
                     ***
-'કાન્ત'





Thursday, 3 November 2016

आईना 

पत्थरों  का  नगर  है ; बचा  आईना ,
कर  रहा  है  यही  इल्तिजा  आईना  !

देख कर  लोग  तुझको  सँवरने लगे,
अपने क़िरदार को  तू  बना  आईना  !

घर के आईने  की  क़द्र  घट जाएगी ,
लाया  बाज़ार  से गर  नया  आईना !

भेद चेहरे   के   खुल जायेंगे  देखना,
सामने  जब   तेरे   आयेगा  आईना  !

लाख  चेहरे  को अपने छुपाये  मगर,
जानता  है   तेरी  हर  अदा   आईना  !

हर  तरफ  बे-ज़मीरों का  बाज़ार  है,
तू  किसीको  वहाँ  न दिखा  आईना  !

आईना  तुझसे  कहता है ये  झाजिये ,
पहेले खुद देख,ले फिर दिखा आईना !
                          ***
-अहेज़ाज़  कँवर 
ગઝલ 

શ્વાસ  મારા ; ચાર   દિવસના મહેમાન છે,
પાંચ  ફૂટના  શરીરને  શાનું અભિમાન છે ?

દર્પણમાં  એવું   શું  છે , બધા 'attend 'કરે ?
ખુદનું   નહીં ; પણ  પ્રતિબિંબનું  માન  છે.

આ   ભીતુંયે   છે    ભાગ્યશાળી   સદનની,
નિયમિત   થાય   એમનું   રંગરોગાન  છે.

સૂરજની   સાખે  'evening'  છે  સપ્તરંગી,
કોણ જાણે  આજે 'morning' શેં બેભાન છે ?

સિદ્ધાર્થ ;ગૌતમ   બને  એ ક્ષણ  ઝગમગે,
સમયની ;પોંખાતી ,માંહ્યલી કોર જાન છે.

પોટાશ  પર આરામથી બેઠું  છે વર્તમાન,
માચિસમાં  કેદ ;  દીવાસળી  હેરાન    છે.
                        ***
-'કાન્ત'
ગઝલ 

અસાંજી  ઉખણ  મેં  ઈ  વડા  થ્યા અંઈ
અજ઼  ત લખણ  મેં ઈ  વડા  થ્યા  અંઈ.

નીંણાઈ મરી  વઈ ,ઈલત ખો  ડિને નેં ,
ચારે   વરણ   મેં  ઈ   વડા   થ્યા  અંઈ.

ઈચિયારી  ડીયાંણીં , ઉતે ઈમાન  કેડા ,
કુલખણ  શરણ મેં ઈ  વડા  થ્યા  અંઈ.

હુસરાઈ   કે   ત   આરાધણ   લગા  ને ,
પારકે  મરણ  મેં  ઈ  વડા   થ્યા  અંઈ.

ટાયડાઇ  કેણી  ઇનીજી અય  ખસલત,
'કાન્ત' જે ચરણ  મેં  ઈ વડા  થ્યા અંઈ.
                         ***
-'કાન્ત'



Wednesday, 2 November 2016

गीत 

प्रभु  ! जैसा  हुँ  वैसा ही  मुझको  स्वीकार  करो !
आशाओंके  दीप  जलाये,उसको  अंगीकार करो !

नई  दिशाएँ ,नई  नवेली  लहरें  आज़  डोल  रहीं,
मेरे  अडग  संकल्पोंको  तराजू में  वे  तोल  रहीं। 

अँधेरे में  डगमग  चलते  पैरों  को  आधार  करो !
प्रभु ! जैसा  हुँ  वैसा  ही   मुझको  स्वीकार  करो !

एक  बार फिर  नया  सवेरा  मेरे जीवन में आया,
ढेर   सारी  खुशियों  को  वह  अपने  संग  लाया।

मेरी आँगन- बगिया में शबनम की  बौछार करो !
प्रभु ! जैसा  हुँ   वैसा  ही  मुझको  स्वीकार करो !

टिम -टिम  करते  तारे , सुहाते   नील गगन में ,
प्रकाश -पुंज  छिपा  है , मेरी  भीतरी  अगन में। 

भटक न जाऊँ  मैं डगर में,  प्रज्ञा का प्रहार करो !
प्रभु, जैसा  हुँ   वैसा  ही  मुझको  स्वीकार  करो !
                             ***
-'कान्त'


ગીત 

સાંભળી લે આ ગીત,
સખીરી,મારે કરવી છે હવે પ્રીત.

બિંબ ને પ્રતિબિંબ એક સરખા લાગે,
હાથ છોડાવીને એ દૂર-દૂર ભાગે !
ઠંડા-ઠંડા વાયરાની પજવે છે શીત ,
સખીરી,મારે કરવી છે હવે પ્રીત !

પાંપણના કાંઠે મહેરામણ ઉભરાય,
હૈયું ન રહે હાથમાં, જો ને; એ શરમાય ! 
શીખવી છે મારે સાસરિયાની રીત,
સખીરી ,મારે કરવી છે હવે પ્રીત !

કમખાની દોર  પીઠ પર પાડે સળ,
મારા અંગ ઉપાંગમાં ભાળે એ વળ !
થતી રહે સાહ્યબા સાથે હાર ને જીત !
સખીરી,મારે કરવી છે હવે પ્રીત !

આશ્લેષમાં એવી તો સમાઉં,
ચાર હોઠો પર હું જ હવે ગવાઉં !
ઊભી રાખી છે તોયે મેં લજ્જાની ભીંત !
સખીરી,મારે કરવી છે હવે પ્રીત ! 
                    ***
-'કાન્ત'

Tuesday, 1 November 2016

ગઝલ 

વાંક શો છે અમારો ,હવે તો બતાવો,
અમથા -અમથા તમે, શાને સતાવો !

નારાજગીને આંગણે  કેમ  બોલાવી ?
યુદ્ધના સાત કોઠા  શું કામ   રચાવો ?

ભૂલી જાઓ ભૂલો વીતેલા સમયની,
તોરણિયા  પ્રેમનાં  બારણે  સજાવો !

તમસનો  દાનવ   પજવ્યા  કરે   છે,
નૂતન  પ્રકાશે  આ ક્ષણે એને હરાવો !

કકડાટ  કાઢી  નાખ્યો  કાળી ચૌદશે,
નરકાસુરને આંગણે  શાને  નચાવો ?

સમંદર તરશ બુજાવવાને અસક્ષમ ,
મીઠા  પાણીની  વીરડીને   બચાવો !

સફેદ રણની સફેદી આંખોમાં ભરીને ,
'કાન્ત' ને  તમારા હૃદયમાં  રસાવો !
                       ***
-'કાન્ત'