ક્લાઉત્સવ !
કલાઉત્સવ , કલાનો શણગાર બની ગયો,
કવિતાની રૂમઝૂમનો ચમત્કાર બની ગયો !
બાળ કવિઓ, બાળ ચિત્રકારો બાળ ગાયક,
શબ્દ-તાલ-ને સૂરોનો ધબકાર બની ગયો !
વહેતી રહી સરવાણી સર્જનની ત્રણ દિવસ,
ડાયેટ ભુજનો ;એ જય જયકાર બની ગયો !
હું શોધતો રહ્યો બાળકોમાં રદીફ-કાફિયા,
લેખન યાત્રાનો એ વિસ્તાર બની ગયો !
ગાયું હતું મજાનું ગીત, રાવિયા અશરફે,
ગાતાં -ગાતાં - પરવરદિગાર બની ગયો !
શેરીમાં પડઘાતું હતું શૈશવ ઈશિકાનું ,
એના ગીતની પ્રીતનો , આધાર બની ગયો !
નિશિતા કેશવાણી ઝાકળ જોઈ,પલળી ગઈ,
'કાન્ત' ;એ રચનાનો, અલંકાર બની ગયો !
***
-'કાન્ત'
કલાઉત્સવ , કલાનો શણગાર બની ગયો,
કવિતાની રૂમઝૂમનો ચમત્કાર બની ગયો !
બાળ કવિઓ, બાળ ચિત્રકારો બાળ ગાયક,
શબ્દ-તાલ-ને સૂરોનો ધબકાર બની ગયો !
વહેતી રહી સરવાણી સર્જનની ત્રણ દિવસ,
ડાયેટ ભુજનો ;એ જય જયકાર બની ગયો !
હું શોધતો રહ્યો બાળકોમાં રદીફ-કાફિયા,
લેખન યાત્રાનો એ વિસ્તાર બની ગયો !
ગાયું હતું મજાનું ગીત, રાવિયા અશરફે,
ગાતાં -ગાતાં - પરવરદિગાર બની ગયો !
શેરીમાં પડઘાતું હતું શૈશવ ઈશિકાનું ,
એના ગીતની પ્રીતનો , આધાર બની ગયો !
નિશિતા કેશવાણી ઝાકળ જોઈ,પલળી ગઈ,
'કાન્ત' ;એ રચનાનો, અલંકાર બની ગયો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment